મરણ નોંધ

હિન્દુ મરણ

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણ
વળાવડ નિવાસી સ્વ. કંચનગૌરી રવિશંકર અંબાશંકર મહેતાના જયેષ્ઠ પુત્ર કિશોરચંદ્ર (ઉં. વ. ૮૧) શુક્રવાર તા. ૨૪-૫-૨૪ના રોજ કૈલાસવાસી થયેલ છે. તે નિલાબેનના પતિ. નિમેષ, માધવી, દેવકીના પિતાશ્રી. મોના-હિતેનકુમાર-સચીનના સસરા. તે ગં. સ્વ. ગુણવંતીબેન, ગં. સ્વ. વિશાખાબેન, ગં. સ્વ. સુશીલાબેન, હેમુબેન, સરોજબેન, નયનાબેન તથા ભાસ્કરભાઇના મોટાભાઇ. તે વલસાડ નિવાસી સ્વ. વિનોદબેન ગૌરીશંકર જાદવજીના જમાઇ. લૌકિક પ્રથા બંધ છે.

ચારગામ દશા પોરવાલ
સંતરામપુર હાલ બોરીવલી શ્રીમતી મીનાક્ષી પરીખ (ઉં. વ. ૮૦) તે દેવેન્દ્ર વલ્લભદાસ પરીખના ધર્મપત્ની તે મનીષ નિકેશ પારસ પરાગના માતુશ્રી. અમીષાના સાસુ. સોહમના દાદી. પીયર પક્ષ ક્ધહૈયાલાલ હીરાલાલ મહેતાની સુપુત્રી તા. ૨૫.૫.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭.૫.૨૪ના ૪ થી ૬. બોરીવલી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય એલ ટી રોડ, બોરીવલી વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
રાજુલાવાળા, હાલ વિલેપારલા ગં. સ્વ. મંજુલાબેન હરજીવનદાસ સંઘવીના સુપુત્ર દેવાનંદ સંઘવી (ઉં. વ. ૬૨) તા. ૨૪.૫.૨૪ને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે છાયાબેનના પતિ. અને ચિ. મિહિરના પિતાશ્રી. તે સ્વ. જયંતભાઈ, સ્વ. નિતિનભાઈ તથા સંજીવભાઈ તથા હંસા, ભાવના, હર્ષા તથા જયશ્રીના ભાઈ. દક્ષા, ફાલ્ગુનીના જેઠ. તે જાફરાબાદવાળા ગં. સ્વ. કાંતાબેન કાન્તિલાલ મહેતાના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.

કંડોળિયા બ્રાહ્મણ
રાજકોટવાળા હાલ ઘાટકોપર મુંબઈ નિવાસી હરિશભાઈ (ઉં. વ. ૫૯) તા. ૨૩.૫.૨૪ને ગુરુવારે કૈલાસવાસી થયા છે. તેઓ સ્વ. માનકુંવરબેન તેમ જ સ્વ. દયાશંકર પ્રભાશંકર અધ્યારૂના સુપુત્ર. જાગૃતિબેનના પતિ. દ્યર્વના પિતાશ્રી. તેઓ સ્વસુર પક્ષે જાફરાબાદવાળા સ્વ. શક્તિપ્રસાદ કરૂણાશંકર પંડયાના જમાઈ. મોસાળપક્ષે બગસરાવાળા સ્વ. કાળિદાસ લક્ષ્મીદાસ પંડ્યાના ભાણેજ. સર્વપક્ષીય પ્રાર્થનાસભા તા. ૨૬.૫.૨૪ને રવિવારના ૫ થી ૭. શ્રી બાલાજી મંદિર હોલ, ૧લે માળે, એક્સિસ બૅંકની બાજુમાં, તિલક રોડ, ઘાટકોપર પૂર્વ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બાલાસિનોર દશા નિમા વણીક
બાલાસિનોર નિવાસી, હાલ મુંબઈ રમણલાલ ગાંધી (ઉં. વ. ૯૧) તા. ૨૪.૫.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ મણીબેન રમણલાલ ગાંધીના સુપુત્ર અને તારાબેન કાંતિલાલ ધારીયા (લાલખા)ના જમાઈ. તે ઈન્દિરાબેનના પતિ. રીપલના પિતા. પ્રતિક્ષાના સસરા. નિયતી અને જયતીના દાદા. બેસણું રવિવાર તા. ૨૬-૫-૨૪ના ૪ થી ૭. લૌકિક વહેવાર બંધ છે. રે. ઠે. ૬/સી-૧, માતૃઆશિષ, ૨૯ નેપીયન્સી રોડ, મુંબઈ-૨૬.

સુરતી દશાલાડ વણિક
મૂળ સુરતના વતની હાલ સાંતાક્રુઝ કિરણભાઇ શશીકાંત મહેતા (ઉં. વ. ૭૬) તા. ૨૪-૫-૨૪ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે લતાબેનના પતિ. તે નિકિતા અને સ્વ. અંકુરના પિતા. તે બૈજુ તથા સ્નેહાના સસરા. તે અમિતા રાજેશ દારૂવાલાના ભાઇ. તે ભવના દાદા અને ખુશી તથા શગુનના નાના. પ્રાર્થનાસભા તા. ૨૭-૫-૨૪ના સોમવારે ૫થી ૭. ઠે. વિશ્ર્વેશ્ર્વર ભવન, ૧લે માળે, સન્યાસ આશ્રમ, વિઠ્ઠલભાઇ પટેલ રોડ, વિલેપાર્લે (વેસ્ટ).

કરછી રાજગોર
ગામ બિદડાના હાલે ભાંડુપ તે સ્વ. રમીલાબેન કાંતિલાલ રાજગોર (ઉં.વ. ૬૮) સ્વ. મોંગીબાઈ શંકરજી વાગજી પેથાણીના પુત્રવધૂ. શિલ્પાબેન રાજેશકુમાર નાકર, વર્ષાબેન ભદ્રેશભાઈ શાહ, દીપેશભાઈ કાંતિલાલ રાજગોરના માતાજી. ધ્રુવના દાદી. જસ્મિતાબેનના સાસુ. સ્વ. નર્મદાબેન સ્વ. મોહનલાલ (વેલજી) સ્વ. બિહારીલાલના નાનાભાઈના પત્ની. સ્વ. હીરાગૌરીબેન શંભૂલાલ નાકર (બાવા)ના દીકરી, ૨૩-૫-૨૪ને ગુરુવાર રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી અને લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

બાજખેડાવળ બ્રાહ્મણ
ગામ મહુધા, હાલ મુંબઇ જૂહુ સ્કીમ, સ્વર્ગીય મનુભાઈ તથા સ્વર્ગીય લીલાવતીબેન દેસાઈના સુપુત્ર, અશોકભાઈ (ઉં.વ. ૮૨) તા. ૨૨-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કિરણબહેનના પતિ. ચી. સૌમીલ અને ચી. સોનલના પિતાશ્રી. નીતા તથા સુનિલના સસરા. ધર્મમના દાદા. તે અર્જુન અને ક્રિશઆંગના નાના. પ્રાર્થનાસભા રાખેલ નથી.
લુહાર સુથાર
મૂળગામ સિદ્ધધર હાલ મલાડ ગં. સ્વ. માણેકબેન વીરજીભાઈ પરમાર (ઉં.વ. ૯૦) તે ૨૩/૫/૨૪ના રામશરણ પામેલ છે. તે મહેશભાઈ, પ્રવીણભાઈ, દિનેશભાઇ, ચારુબેન હસમુખભાઈ કારેલિયાના માતુશ્રી. સ્વ. ચુનીભાઇ દેવશીભાઇ પઢારીયાના બહેન. પ્રાર્થનાસભા ૨૭/૫/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

ગુર્જર સુથાર
સાવરકુંડલા નિવાસી હાલ દાદર સ્વ. પ્રવીણભાઈ ઓધવજીભાઈ માંડવીયા (ઉં.વ. ૬૪) તે ભાવનાબેનના પતિ. સલોની કૃણાલ ગજ્જર, પ્રતીકના પિતા. સ્વ. રમણભાઈ, રમેશભાઈ, ભરતભાઈ, દિલીપભાઈના ભત્રીજા. સ્વ. ધીરજલાલ જીવરાજભાઈ ગજ્જરના જમાઈ. પન્નાબેન ત્રિભોવન ચંદવાણીયા, ભાવનાબેન બકુલભાઈ ગજ્જરના ભાઈ, ૨૨/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૭/૫/૨૪ના ૫ થી ૭. ગુરુદ્વારા ખાલસા સભા, ગોપી ટેંક રોડ, સીટી લાઈટ સિનેમા પાછળ, માટુંગા વેસ્ટ.

કચ્છી લોહાણા
સ્વ. દમયંતી વાલજી મેઘજી કામાણીના પુત્ર અશોકભાઈ (ઉં.વ. ૭૬) કચ્છ ગામ વડસર હાલે ડોમ્બીવલી તે લીલાવંતીબેનના પતિ. સ્વ. ધાર્શી કાનજી સોમૈયા ગામ કલ્યાણપુરના જમાઈ. રશ્મિ જીજ્ઞેશ નેણસોમૈયા, હેતલ જયેશ પોપટ, જીજ્ઞા કેતન પુંજાણીના પિતાશ્રી. વિધિ, દક્ષ, વંશના નાનાજી. સ્વ. જયાબેન, ઇન્દિરાબેન, ચંદ્રકાંતના ભાઈ. તા. ૨૪/૫/૨૪ના નાશિક મધ્યે શ્રીજી ચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬/૫/૨૪ના ૫ થી ૬. શ્રી જલારામ ભવન, કેવડીવન, નાશિક મધ્યે રાખેલ છે.

ભાવનગરી મોચી
ડુંગર નિવાસી હાલ અમદાવાદ વલ્લભભાઇ મોહનભાઇ ચૌહાણ (ઉં. વ. ૭૫) સોમવાર તા. ૨૦-૫-૨૪ના રામચરણ પામ્યા છે. સવિતાબેનના પતિ. પ્રવીણભાઇ, ઘનશ્યામભાઇ, કનુભાઇ, મનુભાઇના પિતાશ્રી. દેવલીવાળા કેશવભાઇ, ત્રિભોવનભાઇ, ભીમજીભાઇના બનેવી. તેમની ઉત્તરક્રિયા વિધી અમદાવાદ તા. ૩૧-૫-૨૪ના શુક્રવારે રાખેલ છે. ગુરુવાર, તા. ૩૦-૫-૨૪ના રાતના ૯થી ૧૨ ભજન રાખેલ છે. ઠે. મોચી સમાજની વાડી, અંબિકા નગર, જલદીપ પાર્ક, સોસાયટીની સામે, ખોડીયાર નગર, બાપુ નગર, અમદાવાદ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી