હિન્દુ મરણ
મોઢ વણિક
પુષ્પાબેન ચંપકલાલ મહેતા (ઉં.વ. 83) શુક્રવાર, તા. 17-5-24ના રોજ મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. ચંપકલાલ મણિલાલ મહેતાના પત્ની. કાલિદાસ મોદીના પુત્રી. બીના કિરણ કાપડિયા, નિનાદ ચંપકલાલ મહેતા અને તપસ ચંપકલાલ મહેતાના માતા. શ્રેયા, રાઘવ, વિરાજ, સિમોન અને હિતાંશના દાદી. કિરણ એન. કાપડિયા, ડૉ. યામિની નિનાદ મહેતા, આશા તપસ મહેતાના સાસુ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
નાઘેર દશાશ્રીમાળી વણિક
ઉના નિવાસી, હાલ-ચેમ્બુર, જીતેન્દ્ર છબીલદાસ શાહ (ઉં.વ. 75) તારીખ: 17 મે 2024ને શુક્રવારના અક્ષરનિવાસ પામ્યા છે. તે રંજનબેનના પતિ. અર્ચનાબેનના પિતા. સ્વ. છબીલદાસ આનંદજી શાહ તથા સ્વ. શાંતાબેનના પુત્ર. તે સ્વ. મનહરલાલ ઉત્તમચંદ કોઠારી તથા સ્વ. રસીલાબેન કોઠારીના જમાઈ. તે સ્વ. લલિતાબેન, સ્વ. હસમુખલાલ, સ્વ. અરુણભાઈ, સ્વ. વિજયભાઈ અને જયેન્દ્રભાઈના ભાઈ. (લૌકિકવ્યવહાર બંધ રાખેલ છે.)
કપોળ
ભાવનગરના હાલ કાંદિવલી સ્વ. રમણીકલાલ નાથાલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ.શાન્તાબેન (ઉં. વ. 94) તા. 19મેના શ્રીજીચરણ પામ્યા છે, જે નવીનભાઈ, કિશોરભાઈ, લત્તાબેન, દક્ષાબેનના માતૃશ્રી. ધીરેનભાઈ, જયેશભાઈ, જ્યોતિબેન અને દક્ષાબેનના સાસુ. સોનલ, નીરવ, કેયુર, ડિમ્પીના નાની. સચિનકુમાર, મિતુલકુમાર, શ્વેતા, વંદનાના વડ સાસુ. રુદ્ર, ત્રિશના, દર્શ, આસ્થા, શ્રધ્ધા, ક્રિશા, સમર્થ, આસવ, આરવ, વિધી, શ્રિયાના મોટીબા. પ્રાર્થનાસભા બંધ છે.
કચ્છી ભાટીયા
ગં સ્વ. દમયંતીબેન જયસિહ આશર (જયશ્રી બેન) (ઉં. વ. 75) તે સ્વ. જયસિંહ કરસનદાસ આશરના પત્ની. હીરણ્યા અને કાજલના માતાજી. ચિંતવ અને અનાહિતાના સાસુ. દિયા અને દર્શના દાદી. હિયાના નાની. કુમુદબેન, સરોજબેન, દિનેશભાઇ, ચંદાબેન, અશ્વિનભાઈ, ચંપાબેનના બેન તા. 19/05/2024 ના શ્રીજીના ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવારે 23/05/2024 સોમરસેટ લૉન્સ, સોમરસેટ બિલ્ડીંગ, સેન્ટ્રલ એવેન્યૂ , સમય 5.30 થી 7.30 વચ્ચે રાખેલ છે.
વૈષ્ણવ
સુરતવાળા હાલ મીરારોડ અ.સૌ મીનાબેન પારેખ (ઉં. વ. 67) તે 16/5/24ના શ્રીજીશરણ પામેલ છે. તે શૈલેષભાઇના ધર્મપત્ની. સ્વ. રમીલાબેન રામલાલના પુત્રવધૂ. રાહુલ તથા જતીનના માતુશ્રી. સુનેના તથા મિયાંના સાસુ. પિયરપક્ષે રાધનપુરવાળા સ્વ. પુષ્પાબેન રજનીકાંત શાહના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
જામસલાયાવાળા હાલ દહિસર અરવિંદભાઈ ધરમશી વસનજી સામાણી (ઉં. વ. 81) તે હંસાબેનના પતિ. નિખિલ, રાજેશ, સ્વ. મહેશ તથા જ્યોતિ ઠક્કરના પિતાશ્રી. હર્ષદા, હેતલ તથા અતુલકુમાર માધવજી ઠક્કર ના સસરા. સ્વ. કાંતાબેન ગોપાલદાસ લાધાણી, સ્વ. પુષ્પાબેન કિશોરભાઈ ઠક્કર, સ્વ. વિજયાબેન રમેશભાઈ રાચ્છ, હંસાબેન રમેશભાઈ ઠક્કર તથા અશોકભાઈના ભાઈ. તે સાસરાપક્ષે જામખંભાળિયાવાળા સ્વ સુંદરજી સવજી રાડિયા ના જમાઈ. રવિવાર 19/5/24ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
દશા સોરઠીયા વણિક
શિવરાજપુર નિવાસી હાલ વિલેપાર્લે, મુંબઈ ગં. સ્વ. રસીલાબેન ધીરજલાલ માંડવીયા (ઉં. વ. 85) રવિવાર તા. 19/05/24ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ધીરજલાલ હીરાચંદ માંડવીયાના ધર્મપત્ની, માલાબેન હિતેષકુમાર માયાણી, સ્વ. સુધીરભાઈ, નિલેશભાઈના માતુશ્રી. પૂનમબેન, બિંદુબેનના સાસુ. સ્વ. લીલાધરભાઈ, સ્વ. મગનભાઈ, સ્વ. હરજીવનદાસ હીરાચંદ માંડવીયાના નાના ભાઇના પત્ની. હરકીશનદાસ ત્રિભોવનદાસ, સ્વ. કુસુમબેન વૃંદાવનદાસ, ધિરીબેન ઈન્દુકુમાર, સ્વ. જ્યોત્સનાબેન પ્રફુલચંદ્ર, નીમુબેન મનોજકુમાર, હીમાક્ષીબેન અરૂણભાઇ, દિનાબેન ભરતભાઈના બેન. સાદડી તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. નિલેશભાઈ ધીરજલાલ માંડવીયા, બી-307, કમલ કુંજ, સુભાષ રોડ,સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની સામે,વીલેપાર્લે (ઈસ્ટ).
હાલાઇ લોહાણા
મૂળ ગામ વેરાવળ નિવાસી હાલ કાંદિવલીના સ્વ. વૃજલાલ પરમાણંદદાસ તકવાણીના ધર્મપત્ની ગં.સ્વ ભાવનાબેન તકવાણી (ઉં. વ. 77) તે 19/5/24ના શ્રીજીશરણ પામેલ છે. તે રૂપેશ-નિમીષા, ધર્મેશ- ભાવિ તથા બીના વિજેશકુમાર ઠક્કરના માતુશ્રી. સ્વ. પ્રભુદાસ, સ્વ. મુળજીભાઈ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. શાંતિલાલભાઈ, સ્વ.વિજયાબેન લીલાધર ચંદ્રાણીના ભાઈના પત્ની. પિયરપક્ષે માળિયાહાટીના સ્વ.ઉજમબેન મોહનલાલ અભાણી ના દીકરી. ક્રિશાંગ, હિતાંશી, જાનવી, વૃષ્ટિ, હર્ષ, કરિશ્મા, મિતુલના બા. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
મહુવાવાળા હાલ વિલેપાર્લા નિવાસી સ્વ. ભાનુબેન નવીનચંદ્ર છોટાલાલ મહેતાના સુપુત્ર ભાવેશ (ઉં. વ. 58) તા. 18-5-24 શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે મિનલના પતિ. તે જીલ-જીનેશ શાહના પિતા. તે ગીતા ઉપેન્દ્ર મહેતા, બિદુ જયેશ પારેખના ભાઇ. તે સ્વ. પ્રબોધ રામજી સંઘવીના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-5-24ના મંગળવારના સાંજે 5થી 7. ઠે. સન્યાસ આશ્રમ હોલ, વિલેપાર્લે (વેસ્ટ).
ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ
બગસરાના સ્વ. પ્રદીપભાઈ ચિમનલાલ ભટ્ટ, તે શ્રી ચિમનલાલ રુગનાથ ભટ્ટના પુત્ર, હિનાબેન કિરીટભાઈ ભટ્ટ અને સૌ. અરુણાબેન ભરતભાઈ મહેતાના ભાઈ તેમજ શુભમ પ્રદિપભાઈ ભટ્ટના પિતા તથા કિરીટભાઈ ભટ્ટ અને ભરતભાઈ મહેતાના સાળા તથા આશિષ રાવલના કાકાનું તા.20/05/2024 ને સોમવારના અવસાન થયેલ છે. ઉઠમણું તા.23/05/2024 ને ગુરુવારે સાંજે 4.00 થી 6.00 કલાકે. સમસ્ત બ્રહ્મ સમાજની વાડી, બસ સ્ટેન્ડ રોડ,બગસરા.
હાલાઈ લોહાણા
સ્વ. કિરીટ નારણદાસ ઠક્કર (ઉં. વ. 78) તે 18-5-24, શનિવારે શ્રીજી ચરણ પામ્યા છે. તે સ્વ. નારણદાસ રુગનાથદાસ ઠક્કર તે સ્વ. લીલાવંતી નારણદાસ ઠક્કરના પુત્ર. તે ચંદ્રબાળા, હેમલતા, નીતા, કુસુમના ભાઈ. તે પ્રદીપ, પંકજના ભાઈ. તે અરવિંદ કાપડીયાના સાળા. દક્ષાબેન પંકજ ઠક્કરના જેઠ. પ્રાર્થનાસભા રાખી નથી.
કચ્છી લોહાણા
સ્વ. ચંદ્રાબેન પરસોત્તમ ટોપણદાસ ચંદે કચ્છ ગામ બરંદા હાલ મુલુન્ડના જ્યેષ્ઠ પુત્ર વિનોદ (ઉં. વ. 64) તે કોકિલાબેનના પતિ. તે સૌ. અર્ચના હેતેન દૈયા અને વરૂણના પિતા. તે સ્વ. પરસોત્તમ પ્રેમજી ધીરાવાણીના નાના જમાઈ. તે સૌ. ભારતીબેન રમેશચંદ્ર ઠક્કર, સૌ. પ્રિતીબેન ભૂપેન્દ્રભાઈ ગણાત્રા અને પિયુષના ભાઈ રવિવાર, 19-5-24ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, 21-5-24ના સાંજે 5.30થી 7 પવાણી હોલ, શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, આર.આર.ટી. રોડ, મુલુન્ડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
અનાવિલ બ્રાહ્મણ
ગામ પરિયા હાલ મુલુન્ડ, મંજુલાબેન દેસાઈ (ઉં. વ. 73)નું શુક્રવાર, 17-5-24ના નિધન થયું છે. તે લીલીબેન દુર્લભભાઈ દેસાઈની પુત્રી. તે હર્ષદભાઈ ગુલાબભાઈ દેસાઈની ધર્મપત્ની. તે અમિતભાઈ અને તૃપ્તિબેનના માતા. તે બીનાબેન તથા હર્ષલકુમારના સાસુ. તે પુષ્પાબેન, હિરુભાઈ, દશરથભાઈ તથા સુભાષભાઈના બહેન. તેમની પ્રાર્થનાસભા મંગળવાર, 21-5-24ના સાંજે 5થી 7 દરમ્યાન લાયન્સ પેવેલિયન, એસએમપીઆર સ્કૂલ પાસે, વી.પી. રોડ, મુલુન્ડ (વેસ્ટ).