હિન્દુ મરણ
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ
મુળ ગામ જામવંથલી, હાલ કાંદિવલી, હરિલાલ ડાયાભાઈ ચૌહાણના ધર્મપત્ની. ધર્મેન્દ્ર, પ્રકાશ, દક્ષા નિતિન ગોહિલ અને જીજ્ઞા નિલેશ રાઠોડના માતાશ્રી સ્વ. સવિતાબેન હરિલાલ (ઉં. વ. ૭૨) ૧૭-૫-૨૪ના રોજ પરમધામ નિવાસ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા (સાદડી) ૨૦-૫-૨૪, સોમવાર સાંજે ૪.૩૦થી ૬.૩૦. સ્થળ: વિશ્ર્વકર્મા હૉલ, ૪૨-એ, કાંદિવલી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, ગણેશ હોટેલની સામે, ચારકોપ ગાવ નાકા, કાંદિવલી (વેસ્ટ).
દશનામ ગોસ્વામી
ગામ વીરા તાલુકો અંજાર-કચ્છ હાલ આંબિવલી કલ્યાણના વિશાલગીરી માધવગીરી ગોસ્વામી શુક્રવાર, ૧૭-૫-૨૪ના કૈલાશવાસ પામ્યા છે. માધવગીરી ગૌરીગીરી અને ગોદાવરીબેન માધવગીરી ગોસ્વામીના પુત્ર. ઊર્મિબેનના પતિ. રિદ્ધિ, જયના પિતા. ચેતના, ક્રિષ્ના, અશ્ર્વિન, યોગેશના ભાઈ. જોગેશગીરી રણછોડગીરીના સાળા (મુલુંડ). અનુપગીરી ગૌરીગીરીના ભત્રીજા. તેમની પ્રાર્થનાસભા રવિવાર, ૧૯-૫-૨૪ના રોજ સાંજે ૪થી ૬ મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર ડમ્પિંગ રોડ, મુલુંડ પશ્ર્ચિમ.
મોઢ વણિક
ભારતીબેન શાહ (ઉં. વ. ૭૫) ગામ કુતિયાણાના હાલ મુલુંડ નિવાસી તે ભરતભાઈના ધર્મપત્ની. સ્વ. રસીલાબેન તથા સ્વ. કાંતિલાલના પુત્રી. સ્વ. હીરાલાલ અને સ્વ. જયાબેનના પુત્રવધૂ. પરાગ અને શીતલ ભાવિન શાહના માતુશ્રી. ભાવિનકુમારના સાસુ ૧૫-૫-૨૪, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરત લેઉવા પાટીદાર
રસીકલાલ જમનાદાસ જરીવાલાના સુપુત્ર રાજુલભાઇ જરીવાલાનું અવસાન તા. ૧૭-૫-૨૪ના થયેલ છે. તે જયોત્સનાબેનના પતિ. સરજુના પિતાશ્રી. ધ્યુતિના સસરાજી. આર્ય, રચિતના દાદાજી. પ્રાર્થનાસભા તા. ૧૯-૫-૨૪ના સવારે ૧૦થી ૧૨. ઠે. મુંબઇ પાટીદાર સમાજ હોલ, ફ્રેન્ચ બ્રીજ, મુંબઇ-૭. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
મૂળ લતિપુર જામનગર નિવાસી હાલ બોરીવલી સ્વ. કંચનબેન કરુણાશંકર વ્યાસના મોટા પુત્ર મનહરભાઇ વ્યાસ (ઉં. વ. ૭૫) તે વાસંતિબેનના પતિ. તે જયમતિબેન રમેશચંદ્ર મહેતાના જમાઇ. પ્રવિણભાઇ તેમ જ સ્વ. ચંદ્રકાન્તભાઇના મોટાભાઇ. અ. સૌ. માધવીબેન , ચી. હરીશભાઇ, ચી. પીયૂષભાઇના પપ્પા. જયેશકુમાર લક્ષ્મીદાસ ચોકસી, મોનીકા જગદીશ રાવલ, રાખી ખીમજીભાઇ ગાલાના શ્ર્વસુર તા. ૧૫-૫-૨૪ના બુધવાર અમેરિકા (ઇન્ડિયાના પોલીસ) ખાતે શ્રીજીચરણ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૫-૨૪ના સોમવાર, સાંજે ૫થી ૬. ઠે. નિયોન ટેરેસ, ૮મે માળે, હરિદાસનગર, શિંપોલી રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઇ.
અનાવિલ
ગામ પરિયા હાલ મુલુંડ નિવાસી મંજુલાબેન હર્ષદભાઇ દેસાઇ શુક્રવાર, તા. ૧૭-૫-૨૪ના રોજ નિધન થયું છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૯-૫-૨૪ના સાંજે ૩થી ૫. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન હોલ, બીજે માળે, ડાયમંડ ટોકિઝની સામે, લોકમાન્ય ટિળક રોડ, બોરીવલી (પશ્ર્ચિમ), પિયર પક્ષની પ્રાર્થનાસભા પણ એજ દિવસે એજ સ્થળે અને એજ સમયે રાખવામાં આવી છે. લૌકિક રિવાજ બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
ગં. સ્વ. કાંતાબેન દેવશંકર જોષી (હરીયા માણેક) ગામ કચ્છ પાનન્દ્રોવાળા હાલ રહે. કેસબી, ભિવંડીના પુત્ર પ્રદીપભાઇ દેવશંકર હરિયા માણેકના ધર્મપત્ની અ. સૌ. મિનાબહેન (ઉં. વ. ૭૧) તે સ્વ. કમળાબેન નગીનદાસ રાણાના સુપુત્રી. તે ધિરેન, નિમેષના માતોશ્રી. તે સૌ. મનીષા અને અ. સૌ. સ્વ. દિપ્તીના સાસુમા. તે અનુષ્કા અને લીયોના દાદીમા તે તા. ૧૭-૫-૨૪ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૧૯-૫-૨૪ના રવિવારે સાંજે ૫થી ૭. ઠે. સારસ્વતવાડી, ૧લે માળે, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર સાઠા જ્ઞાતી
ટીંટોઇ નિવાસી હાલ મલાડ ભાવનાબેન કેતનભાઇ રાવલ (ઉં. વ. ૬૨) કેતનભાઇ દિનેશચંદ્ર રાવલના પત્ની. તે દર્શન, રિદ્ધિ સુકેતુકુમાર ઠાકરના માતુશ્રી. તે જિગીષાબેન, મહેન્દ્રકુમાર ચુનીલાલ ઝવેરીના ભાભી. તે સ્વ. રસીલાબેન તથા સ્વ. વિપિનચંદ્ર જમાનાશંકર શુકલના પુત્રી. તે ભાવનાબેન-દિપકભાઇ વિપિનભાઇ, પૂર્ણિમાબેન, નરેશભાઇ, બેલાબેન હિતેશભાઇ, દીપાબેન સંદીપભાઇના બહેન તા. ૧૬-૫-૨૪ના ગુરુવારના દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા બન્ને પક્ષ તરફથી સોમવાર, તા. ૨૦-૫-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. પી. ડી. ખાખર બેન્કવેટ હોલ, લક્ષ્મીનારાયણ કંપાઉન્ડ, નૂતન સ્કૂલની બાજુમાં, માર્વે રોડ, મલાડ (વેસ્ટ). લોકિક વ્યવહાર બંધ છે.
વૈષ્ણવ
મૂળ ગામ જૂનાગઢવાળા હાલ બોરીવલી સ્વ. દુષ્યંત ભાઈચંદ પોપટાણીના ધર્મપત્ની ગં. સ્વ. મંદાકિની પોપટાણી (ઉં. વ. ૭૭) તે ૧૪/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સચિન તથા શોભીતના માતુશ્રી. અશ્ર્વિનીના સાસુ. સ્વ. આશુતોષ તથા સ્વ. સુહાસબેન અનંતભાઈ ઐથલના ભાભી. પિયરપક્ષે મોરબીવાળા હાલ બોરીવલી ભરત, પ્રકાશ, અમિત મોહનલાલ અઢિયા તથા પ્રતિમા હસમુખભાઈ કાપડિયાના બહેન. પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ કાંદિવલી મધુસુદન વનરાવનદાસ વોરા ના ધર્મપત્ની અ.સૌ. રશ્મિબેન વોરા (ઉં. વ. ૭૫) તે સચિન તથા મેહુલના માતુશ્રી. કવિતા તથા રાજવીના સાસુ. નટુભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. નિર્મલાબેન મુકુંદરાય મેહતા તથા જ્યોત્સ્નાબેન મધુસુદન સંઘવીના ભાભી. પિયરપક્ષે મહુવાવાળા સ્વ. બાબુભાઇ માધવજી મહેતા (સોપારીવાળા)ના દીકરી તે તા. ૧૬/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
ગામ વાળુંકડવાળા હાલ વિરાર ચીમનલાલ રતિલાલ સતિકુંવરના ધર્મપત્ની અ.સૌ. કમળાબેન સતિકુંવર (સોની) (ઉં. વ. ૭૫) તે ૧૬/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નિલેશ તથા ચેતનાના માતુશ્રી. દીપિકાના સાસુ. નમન, સમર્થ તથા ધ્રુવના બા. તે દાઠાવાળા સ્વ. અમૃતલાલ હરિભાઈ સુરૂના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠેકાણું : પ્રોગ્રેસીવ એપાર્ટમેન્ટ, બી િંવગ, ૧૦૨, એમ. બી. ઇસ્ટેટ, વિરાર વેસ્ટ.
કપોળ
રાજુલાવાળા હાલ વિલેપાર્લા, દિનેશભાઈ જયંતીલાલ ગીરધરલાલ દોશી (ઉં. વ. ૭૧) તે ચંન્દ્રીકાના પતિ. નિર્મળ તથા પારિતાના પિતા. પાયલ તથા મનીષ શેઠના સસરા. સ્વ.નિરંજનભાઈ, રાજેન્દ્રભાઈ, સ્વ. પ્રવિણાબેન વિનોદકુમાર મહેતા તથા સ્વ.ભામીનીબેન કિશોરકુમાર શેઠના ભાઈ. આદિત્યના દાદા. દામનગરવાળા દિનેશ, પ્રવિણ મૂળજીભાઈ છગનલાલ મહેતાના બનેવી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લોકિક વ્યવહાર બંધ છે. જે તા. ૧૭-૫-૨૦૨૪ના શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.