હિન્દુ મરણ
કચ્છી લોહાણા
અ. સૌ. કુસુમબેન (ઉં. વ. ૭૦) તે જગદીશ વિશ્રામ દાવડા ગામ નખત્રાણા હાલે થાણાનાં ધર્મપત્ની. સ્વ. રૂક્ષ્મણીબેન નારાણજી કોટકના મોટી પુત્રી. અવનીનાં માતુશ્રી. ભારતી નરોતમ રામાણી. દિપીકા નરેન્દ્ર પટેલનાં બેન. વિશાલ, ધ્વની, દિશાનાં માસી. તા. ૧૬-૫-૨૪ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
નાઘેર દશા મોઢ માંડલિયા વણિક
ઉના નિવાસી હાલ કાંદિવલી સ્વ. નવીનચંદ્ર મોહનલાલ પારેખના ધર્મપત્ની તથા સ્વ. ભીખાલાલ અમરશી શાહના સુપુત્રી વર્ષાબેન પારેખ (ઉં. વ.૭૪) તા. ૧૬-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કલ્પના મુકેશકુમાર, જયેશભાઇ, વિપુલભાઇ તથા કેતનભાઇના માતુશ્રી. સ્વ. મુકેશકુમાર, રોહિણી, નીપા તથા અલ્પાના સાસુ. સ્વ.તુલસીદાસ-સ્વ. કુસુમબેન, કાંતિભાઇ- સ્વ. રંજનબેન, પ્રવીણભાઇ-નલીનીબેન, સ્વ. રમેશભાઇ-વિલાસબેન, દિનેશભાઇ અનિલાબેનના ભાભી. પ્રાર્થનાસભા તા. ૧૮-૫-૨૪ના શનિવારના ૫થી ૭. ઠે.ઠઠ્ઠાઇ ભાટીયા હોલ નંબર-૪, ૨જે માળે, ગેટ નંબર ૨, નમ: હોસ્પિટલની સામે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
નવગામ ભાટિયા
કારંજાવાળા હાલ બોરીવલી હીરાલાલ મથુરાદાસ દામોદર ઉદેશી (ઉં. વ. ૯૬) તે લલિતાબેનના પતિ. તે દીલીપભાઇ, અશોકભાઇ, અ. સૌ. ભારતી સુધીરભાઇ, ભાવના ઉદેશીના પિતાશ્રી. તે સ્વ. દિવ્યા દિલીપ, અ. સૌ. છાયા અશોક, સુધીરભાઇના સસરા. તે ટંકારાવાળા સ્વ. ત્રિકમદાસ કેશવજી વેદના જમાઇ. તે અ. સૌ. મીનલ જીગર, દર્શિકા, ફોરમ, ચિંતન તથા પ્રિયંકાના દાદા-નાના. ગુરુવાર તા. ૧૬-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૫-૨૪ના રવિવારે ૫થી ૭. ઠે. શ્રી લુહાર સુતાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, વેલ્ફેર સેન્ટર, (બોરીવલી) કાર્ટર રોડ નં.૩, દત્તપાડા મેઇન રોડ, અંબાજી મંદિર પાસે, બોરીવલી (પૂર્વ), પ્રાર્થનાસભા પછી લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી વણીક
જૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિજયાબેન અને સ્વ. બળવંતરાય નંદલાલ કોઠારીના પુત્ર મુકેશભાઈ (ઉં. વ. ૬૯) તે હર્ષાબેનના પતિ. શ્રૈયાંસ અને હેતાના િ૫તા. અંકિતાના સસરા. તે સ્વ. વિજયભાઈ, ગં.સ્વ. જ્યોત્સનાબેન, અનિલભાઈ, ગં.સ્વ. કિરણબેનના ભાઈ. તેમજ સ્વ. હિરાબેન અને સ્વ. વલ્લભદાસ નાનચંદ શાહના જમાઈ બુધવાર, ૧૫-૫-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર, ૧૯-૫-૨૪ના રોજ સવારે ૧૦થી ૧૨ કલાકે, શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા હોલ, ઉપાશ્રયની બાજુમાં, હિંગવાલા લેન, ઘાટકોપર (ઈસ્ટ).
કચ્છી લોહાણા
કચ્છ ગામ લખપત હાલે દાદર સ્વ. મંજુલાબેન મહેન્દ્રભાઇ શિવદાસભાઇ માણેકના સુપુત્ર અંકુરભાઇના ધર્મપત્ની અ. સૌ. મીનાબેન (ઉં. વ. ૬૨) ગુરુવાર તા. ૧૬-૫-૨૪ના રામશરણ પામેલ છે. સ્વ. અરુણાબેન કિશોરભાઇ ચંદેના સુપુત્રી. તે પરેશ, સંજીવ, સ્વ. વૈશાલીના બહેન. ચી. સોહમના માતુશ્રી તથા મેઘનાના સાસુજી. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા શ્રી. વ. સ્થા. જૈન શ્રાવક સંઘ દાદર (વેસ્ટ) સંચાલિત શ્રી કરસન લઘુ નિસર હોલ, જ્ઞાન મંદિર ખાતે શનિવાર, તા. ૧૮-૫-૨૪ના ૪થી ૫.૩૦, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
લુહાર સુથાર
ગામ પડવાવાળા હાલ ઘાટકોપર કાંતિલાલ દુર્લભજી રાઠોડનાં ધર્મપત્ની સ્વ. હિરાબેન (ઉં. વ. ૭૭) તા. ૧૬-૫-૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. મનોજભાઇ, હિતેશભાઇ, ઉષાબેન, કિરણકુમાર ડોડીયા, વિણાબેન, ગુણવંતરાય પરમારના માતા. સ્વ. મોહનભાઇ ભગવાન પરમાર જેસરવાળાના દીકરી. સ્વ. કુંવરબેન ધનજીભાઇ પરમાર, સ્વ. કમુબેન રતિલાલ હરસોરા, સ્વ. પ્રતાપભાઇ, સુરેશભાઇ દુર્લભજીભાઇ રાઠોડના ભાભી. પ્રાર્થનાસભા તા. ૧૮-૫-૨૪ના ૫થી ૭. ઠે. લુહાર સુથાર વેલફેર સેન્ટર, કાર્ટર રોડ-૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જંબુસર વિશા લાડ વણિક
અજીત ભગત (ઉં. વ. ૬૯) તે પ્રવીણકુમાર છોટાલાલ ભગત તથા નિર્મળાબેન ભગતના સુપુત્ર. સ્વાતીબેનના પતિ. હેતલબેનના પિતા. યુગેશભાઇના સસરા. કાયરાના નાના. તથા મીનાબેન, મયુરીબેનના ભાઇ. તા. ૧૭-૫-૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
કિર્તીદાબેન કીર્તિ વ્યાસ ગામ મુડેટી હાલ મુંબઇ તે સોમનાથ મોતીરામ મેવાવાળાના પુત્રવધૂ તથા રમણલાલ દયાશંકર જાની (અમદાવાદ)ના પુત્રી. હર્ષ, દિગંત, ચી. વિવેકના માતુશ્રી. નેહલ, શ્રુતિ અને અદિતીના સાસુ અને પાર્થ તથા જાનવીના દાદી. તા. ૧૬-૫-૨૪ના ગુરુવારના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઘોઘારી મોઢ વણિક
બોટાદ નિવાસી (હાલ વિરાર) ભરતભાઈ (ઉં. વ. ૬૩), તે કૃષ્ણકાંત ભવાનભાઈ મહેતા તથા સ્વ. ધીરજબેનના સુપુત્ર. તે રીટાબેનના પતિ. જય તથા સ્નેહાના પિતાશ્રી. માનસી -હર્ષના સસરા. રાજેશ તથા સ્વ.અનિલના ભાઈ. તે સ્વ.રમાબેન રવજીભાઈ પરીખ (ખસ)ના જમાઈ. તા. ૧૬-૫-૨૪ને ગુરુવારના અક્ષરવાસી થયેલ છે. પ્રાર્થનાસભા બંને પક્ષ તરફથી તા.૧૮-૦૫-૨૪ને શનિવાર, ૪ થી ૬. શ્રી જલારામ બેન્ક્વેટ એ/સી હોલ, પી.પી. માર્ગ, એસટી ડેપો ની બાજુમા, વિરાર (વેસ્ટ).
ઇડર ઔદિચ્ય પિસ્તાલિસ જ્ઞાતિ બ્રાહ્મણ
શ્રીમતી કિર્તીદાબેન કીર્તિ વ્યાસ ગામ મુડેટી હાલ મુંબઈ તે સોમનાથ મોતીરામ મેવાવાળાના પુત્રવધૂ. તથા રમણલાલ દયાશંકર જાની (અમદાવાદ)ના પુત્રી. હર્ષ, દિગંત અને વિવેકના માતૃશ્રી. નેહલ, શ્રુતિ અને અદિતિના સાસુ. પાર્થ તથા જનવીના દાદી. તા.૧૬ /૦૫ /૨૪ ગુરુવારના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કપોળ
લાઠીવાળા હાલ કાંદિવલી સ્વ. ઈચ્છાલક્ષ્મી પરમાણંદ મહેતાના પુત્ર ભરતકુમાર (ઉં. વ. ૭૬) તે ઉષાબેનના પતિ. જીગરના પિતા. સ્વ. રમણીકભાઇ, ગં.સ્વ રંજનબેન નાગરદાસ મહેતા તથા ગં.સ્વ વીણાબેન નરોત્તમદાસ મહેતાના ભાઈ. તે સાસરાપક્ષે લાઠીવાળા સ્વ. વલ્લભદાસ નંદલાલ વળીયાના જમાઈ. તે ૧૫/૫/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
ધોલેરાવાળા હાલ મલાડ સ્વ. લીલાવતીબેન તથા સ્વ. ગોપાળજી ત્રિકમજી સોમૈયા ના પુત્રવધૂ તથા સુરેશભાઈ ગોપાળજી સોમૈયાના ધર્મપત્ની અ.સૌ. રેખાબેન સોમૈયા (ઉં. વ. ૭૦) તે ૧૪/૫/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. સોનમ મંદાર શીરોડકરના માતુશ્રી. સ્વ.ઉર્મિલાબેન જયંતીલાલ ઠક્કર, નરેનભાઈ, સ્વ. સરલાબેન બાબુલાલ જસાણી તથા અ.સૌ. સરોજબેન જમનકુમાર બલદેવના ભાઈના પત્ની. પિયરપક્ષે ભાવનગરવાળા સ્વ. મંજુલાબેન તથા સ્વ. ચીમનલાલ પ્રભુદાસ ઠક્કર(પોપટ)ના દીકરી. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ બાલાગામ દોડ હાલ દહિસર અમૃતલાલ છગનલાલ કવા (ઉં. વ. ૮૪) તે ૧૬/૫/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જયાબેનના પતિ. લતાબેન નરેન્દ્રભાઈ વાઘેલા, સ્વ. દક્ષાબેન તથા તેજસભાઈના પિતા. ભક્તિના દાદા. સ્વ. નંદલાલભાઈ, સ્વ. જેન્તીભાઇ, સ્વ. લીલીબેન, સ્વ. જયાબેન, સ્વ. શાંતાબેન, સ્વ. મંજુબેન તથા કંચનબેનના ભાઈ. સ્વ. જીવનભાઈ લક્ષમણભાઇ આસોડીયા ઇવનગરના જમાઈ. પ્રાર્થનાસભા ૧૮/૫/૨૪ ના ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
કંડોળીયા બ્રાહ્મણ
જાફરાબાદ વાળા, હાલ બોરીવલી નિવાસી સ્વ. નવીનચંદ્ર દામોદર ભટ્ટના પત્ની ગં.સ્વ કુમુદબેન ભટ્ટ (ઉં. વ. ૮૫) તે અનિલાબેન, ભદ્રેશભાઈ, જયેશભાઈ, મનીષભાઈના માતૃશ્રી. ઉષાકાત ભાઈ જોષી, માલતીબેન, ચંદનબેન, મંદાકિનીબેનના સાસુ. પીયરપક્ષે સ્વ શિવરામ ભાઈ જોષી (દેલવાડાવાળા)ની દીકરી, તે સ્વ નરેંદ્રભાઈ, ગજેન્દ્રભાઈ, ઉમેશભાઈ, ગં.સ્વ. ચંદ્રિકાબેન, ગં.સ્વ. ભારતીબેન, ગં.સ્વ. ગીતાબેન, ગં.સ્વ. જ્યોત્સનાબેન, ગં. સ્વ. ઉર્વશીબેનના મોટા ભાભી. તે તા ૧૫-૫ -૨૪ના બોરીવલી મુકામે કૈલાસવાસી થયા છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. ૧૮-૦૫-૨૪ ના સાંજે ૫ થી ૭ કલાકે આધાર હોલ, દૌલત નગર રોડ નં. ૧૦, હિન્દુજા હોલની પાછળ, બોરીવલી પૂર્વ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા શ્રી ભુપતરાય ધનજીભાઈ શેઠ (ઉં. વ. ૯૬) તે ૧૬/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. પ્રાણકુંવરબેન ધનજીભાઈ શેઠના પુત્ર. સ્વ. કંચનગૌરીના પતિ. ભરત, ભારતી, મીના તથા મીતા ના પિતા. સ્વ. નવનીતરાય, સ્વ. નગીનદાસ, ગં.સ્વ જસુમતિ જગમોહનદાસ મહેતા, જયસુખભાઇના મોટાભાઈ, તે સાસરાપક્ષે સ્વ. ધરમદાસ અમીદાસ સંઘવીના જમાઈ. સર્વ પક્ષની પ્રાર્થનાસભા ૨૦/૫/૨૪ ના રોજ ૫ થી ૭ કલાકે યોગી સભાગૃહ, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, દાદર ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ.જમુનાબેન હિરાલાલ મણેક, ગામ અંજાર હાલે મુંબઈ, તેમના નાના પુત્ર પ્રકાશભાઈ, (ઉં. વ. ૫૯) તે હેમાના પતિ. તે સ્વ. દમયંતિબેન નવિનચંદ્ર ચોથાણી ગામ બગડાના નાના જમાઈ. તે કરન, માનવના પિતાશ્રી. તે સ્વ.પ્રવિણભાઈ, રમેશભાઈ, સ્વ. ઘનશ્યામભાઈ, દિલીપભાઈ, જયશ્રી વિક્રમ પોપટ, નિર્મલા મધુસુદન ભીંડે તથા પૂનમ હરીશ ગણાત્રાના નાના ભાઈ. તે તા. ૧૬ મે ૨૪ ગુરુવારના શ્રીરામશરણ પામેલ છે. સદગતની પ્રાર્થનાસભા બંન્ને પક્ષ તરફથી શનિવાર તા. ૧૮ મે ૨૦૨૪ના રોજ સાંજના ૫.૩૦ થી ૭, ભાગીરથી હોલ, ગોપૂરમ હોલની બાજુમાં, મુલુન્ડ-વેસ્ટ, લોકિક વ્યવહાર બંધ છે.
નવગામ ભાટીયા
કારજાવાળા હાલ બોરીવલી હીરાલાલ મથુરાદાસ દામોદર ઉદ્દેશી, (ઉં. વ. ૯૬) તે લલિતાબેનના પતિ. તે દિલીપભાઈ, અશોકભાઈ, અ.સૌ.ભારતી સુધીરભાઈ નેગાંધી અને ભાવના ઉદ્દેશીના પિતાશ્રી, તે સ્વ.દિવ્યા, સૌ. છાયા, સુધીરભાઈ નેગાંધીના સસરા. તે ટંકારાવાળા સ્વ.ત્રિકમદાસ કેશવજી વેદના જમાઈ. તે સૌ.મીનલ જીગર દેઢિયા, દર્શિકા, ફોરમ, ચિંતન તથા અ.સૌ. મીનલ જીગર દેઢિયા, દર્શિકા, ફોરમ, ચિંતન તથા પ્રિયંકાના દાદા નાના ગુરૂવાર તા. ૧૬-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૫-૨૪ના રવિવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. સ્થળ- શ્રી લુહાર સુતાર ગ્યાતિ, હિતેચ્છક મંડળ, મુંઈ વેલફેર સેન્ટર-બોરીવલી, કાર્ટર રોડનં-૩, દત્તપાડા મેઈન રોડ, અંબાજી મંદિર પાસે, બોરીવલી-પૂર્વ, મુંબઈ, પ્રાર્થનાસભા પછી લાૌકિક વ્યવહાર બંધ છે.
વિશા ખડાયતા વણીક
નડીયાદ નિવાસી હાલ મુંબઈ સ્વ.ઈલાબેન (લીનાબેન) કૌશિકભાઈ શાહ, (ઉં. વ. ૭૨) બુધવાર તા. ૧૬-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે કૌશિકભાઈ શાહના પત્ની. રતિલાલ શાહના સુપુત્રી. હસમુખભાઈ શાહ, ગોવિંદભાઈ શાહ, કિરીટભાઈ શાહ, ઉષાબેન પરિખના બેન, તેમની પ્રાર્થનાસભા તા. ૧૮-૫-૨૦૨૪ના સાંજે ૫.૦૦ થી ૭.૦૦ કલાકે પાટીદાસ સમાજ હોલ, ફ્રેન્ચ બ્રિજની નીચે, ઓપેરા હાઉસ, શાંતિ સદન બિલ્ડીંગની સામે, ગામદેવી, મુંબઈ-૪૦૦૦૦૭.