મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
સાવરકુંડલાવાળા (હાલ વિલેપાર્લે) કિશોરભાઈ બાલુભાઈ હરિલાલ મહેતાના ધર્મપત્ની અ.સૌ. ગીતાબેન (ઉં.વ. ૭૩) તા. ૧૨-૫-૨૪ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. ધીરુભાઈ, શરદભાઈ, શશિકાંતભાઈના નાનાભાઈના પત્ની. હરેશભાઈ તથા હંસાબેનના ભાભી. પીયરપક્ષે (ખંભાતવાળા) સ્વ. જસવંતીબેન જગમોહનદાસ કાંતિલાલ મર્ચન્ટના પુત્રી. પૂર્ણિમાબેન, પ્રદીપભાઈ, કૃપેશભાઈના બેન. મોસાળપક્ષે સ્વ. સુરેશભાઈ ગંગાદાસ દમણિયાના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
સાવરકુંડલાવાળા હાલ કાંદિવલી સ્વ. ભાનુમતી ઈશ્ર્વરદાસ ગાંધીના પુત્ર મહેશભાઈ (ઉં. વ. ૭૮) તે સ્વ. માયાબેનના પતિ. કણાદભાઈ તથા માનસીબેનના પિતાશ્રી. દિપ્તીબેન તથા હેમલકુમાર દિલીપભાઈ લહેરીના સસરા. સ્વ. પ્રવિણભાઈ, સ્વ. હરીશભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ, અ.સૌ. નિરંજનાબેન વિપીનભાઈ મહેતા, અ.સૌ. નૂતનબેન શરદભાઈ મહેતાના ભાઈ. સ્વ. હિરાબેન નંદલાલ સંઘવીના જમાઈ. મંગળવાર તા. ૧૪-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૭-૫-૨૪ના ૫ થી ૭માં સ્થળ: સનરાઈઝ હોલ, ગ્રાઉન્ડ ફલોર, શ્રીજી મહલ બિલ્ડિંગ, આનંદીબાઈ કાળે કોલેજની સામે, પવાર પબ્લિક સ્કૂલની બાજુમાં, મહાવીરનગર, બોરીવલી (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).

નમુંદરી (હાલાઈ લોહાણા)
શ્રીમતી કલાવતીબેન ગોપીનાથ કર્તા (ઘેલાણી) (ઉં. વ. ૮૫) અંધેરી તે ગોપીનાથ કર્તાના પત્ની. તે સ્વ. કલ્યાણજી દેવશી ઘેલાણીના પુત્રી. તે સ્વ. મથુરાકાંત ઠક્કર, સ્વ. રણધીર ઠક્કરના બેન. તે ગોપાલભાઈ, સુભાષભાઈ, નરેન્દ્રભાઈ, હરીશભાઈ તથા દક્ષાબેન, મીનાબેન, ભાવનાબેનના ફોઈબા. તા. ૧૪-૫-૨૪ને મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકીક વ્યવહાર બંધ છે. ૧૮૯-એ, ખજીના મહેલ, બૅંક ઑફ બરોડાની ઉપર, એસ. વી. રોડ, અંધેરી – પશ્ર્ચિમ.

ઈડર ઔ. પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ કુકડિયા હાલ મુંબઈ નિવાસી મિતેષ રમેશચંદ્ર ત્રિવેદી (ઉં. વ. ૫૧) તા. ૧૪-૫-૨૪ના મુંબઈ મુકામે દેવલોક પામ્યા છે. તે કુસુમબેનના પુત્ર. મનીષ અને હિના રાજેશ મહેતાના ભાઈ. નુપુરના કાકા. જીનલ અને પૂજનના મામા. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧૭-૫-૨૪ ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. પ્લોટ ૧૫૮/એ-૭, અપેક્ષા કો.હા.સો., છજઈ-૨૬, જૈન મંદિર પાસે, ગોરાઈ-૨, બોરીવલી (વેસ્ટ).

સંબંધિત લેખો

કચ્છી લોહાણા
ગામ ઉધેડી હાલે મુલુંડ ગં. સ્વ. જયાબેન (ઉં. વ. ૮૬) તા. ૧૩-૫-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બુધ્ધિલાલ જેઠાભાઈ આથાના પત્ની. પ્રતાપના માતુશ્રી. સ્વ. કસ્તુરબેન કાનજીભાઈ મજેઠીયાની પુત્રી. અ.સૌ. માધવીના સાસુ. ચિરંજીવ અને કિમીના દાદી. ચાંદની અને જીગરના દાદીસાસુ. બન્ને પક્ષની પ્રાર્થના સભા પરમેશ્ર્વરી સેન્ટર, આશા નગર, અચીજા હોટલની બાજુમાં, મુલુંડ વેસ્ટ ગુરુવારના તા. ૧૬-૫-૨૪ના સાંજે ૫.૩૦ થી ૭.

વિશા સોરઠીયા વણિક જ્ઞાતિ
સુત્રાપાડા, હાલ લંડન (વેમલી) નિવાસી કીર્તિભાઈ શાહ (ઉં. વ. ૬૭) સ્વ. મણીબેન જમનાદાસના સુપુત્ર. ચંપાબેન વ્રજલાલ શાહના જમાઈ. પ્રજ્ઞાબેનના પતિ. સોનાલી નરેન્દ્રભાઈ, ધરા પરીનભાઈ અને અર્પિતના પિતાશ્રી. રેણુકા કિશોરભાઈ, ભારતી રાજેશભાઈ, કલ્પના હસમુખભાઈ, સ્વ. પૂર્વી કેતનભાઈના ભાઈ. હસમુખભાઈ, નિલેષભાઈના બનેવી. તા. ૧૨-૫-૨૪ના લંડન મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૬-૫-૨૪ના ૫.૩૦ થી ૭. સ્થળ: વૃંદાવન ગાર્ડન, તાજ કમ્પાઉન્ડ, ત્રિકમદાસ રોડ, સોના ટોકીઝ (સિનેમેક્સ), કાંદિવલી સ્ટેશનની બાજુમાં, કાંદિવલી વેસ્ટ.

રોહિદાસ વંશી સોરઠિયા
ગામ- ખરખડી (હાલ મુંબઈ)ના સ્વ. દેવજીભાઈ નાનજી બથવારના પત્ની સ્વ. પાલુબેન દેવજી બથવાર (ઉં. વ. ૭૦) ૫-૫-૨૪ના દેવલોક પામ્યા છે. તે રાજેશ, જયા, કમલેશના માતા. જયા, અજીતના સાસુ. દર્શન, યશીતાના દાદી. દૃષ્ટિના નાની. સ્વ. હીરૂબેન અને ભીખાભાઈ ડાયાભાઈ સોલંકીના દીકરી. બારમાની વિધિ ૧૬-૫-૨૪ના ગુરુવારે ૫ કલાકે. નિવાસસ્થાન: ૯/૨ શાંતિનગર, સાત રસ્તા ખાતે રાખવામાં આવી છે.

હાલાઈ ભાટિયા (વેલા પમુવાળા)
અ. સૌ. પ્રતિમા (ઉં. વ. ૮૦) તે માનસીંગ લક્ષ્મીદાસ કાપડીયાની પત્ની. તે સ્વ. લક્ષ્મીદાસ ચાંપશીની પુત્રવધૂ. મયુરના માતા. અ. સૌ. ફાલ્ગુનીના સાસુ. ઓમના દાદી. સ્વ. કસ્તુરબાઈ, સ્વ. ગોવિંદદાસ દ્વારકાદાસ વેદના પુત્રી. ૧૪-૫-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૭-૫-૨૪, શુક્રવારના અશોક ગાર્ડન્સ કલબ હાઉસ (બેન્કવેટ હોલ) ૫ થી ૭. પ્રાર્થનાસભા બાદ લૌકિક વ્યવહાર સદંતર
બંધ છે.

કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગામ રતાડીયા ગણેશવાલા હાલ મુલુંડ કાનજી મોતા (ઉં. વ. ૯૨) ૧૪-૫-૨૪, મંગળવારના રામશરણ પામેલ છે. સ્વ. મીઠાંબાઈ પ્રેમજી રામજી રાજગોર/મોતાના પુત્ર. સ્વ. ગોદાવરીબેનના પતિ. સ્વ. મુરીબેન મીઠુભાઈ રાઘવજી પેથાણી સમાઘોઘાના જમાઈ. ગં.સ્વ. વિમળાબેન અશોકભાઈ, શ્રીમતી તારાબેન હરેશભાઈ, શ્રીમતી ભારતી વિજય, શ્રીમતી વર્ષા હેમંતના પિતાશ્રી. સ્વ. મણીબેન જેઠાલાલ, સ્વ. ભાણજીભાઈ, સ્વ. શામજીભાઈ, સ્વ. ખીમજીભાઈના ભાઈ. સ્વ. સાકરબેન, ગં.સ્વ. પ્રભાબેન, ગં.સ્વ. જયાબેનના જેઠ. પ્રાર્થનાસભા ૧૬-૫-૨૪, ગુરુવાર ૪થી ૬ ગોપૂરમ હોલ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ વેસ્ટ.

હાલાઈ લોહાણા
જામખંભાળિયા હાલ થાણા નિવાસી ભરત પંચમતિયા (ઉં.વ. ૬૮) તે સ્વ. નિર્મળાબેન તથા સુંદરદાસ લાલજી પંચમતિયાના પુત્ર. આશાબેનના પતિ. મેહુલ તથા પ્રણવના પિતાશ્રી. સતિષભાઈ તથા પૂર્ણિમાબેન પ્રકાશ શાહના ભાઈ. લીનાના સસરા. સ્વ. લીલાબેન દયાળજીભાઈ રૂપારેલીયા (કલ્યાણ)ના જમાઈ મંગળવાર, તા. ૧૪/૫/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૬/૫/૨૪ના ૪.૩૦ થી ૬.૦૦. થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, રઘુવંશી હૉલ, ખારકર આળી, થાણા વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.

ખંભાત દિશા શ્રીમાળી વણિક
ખંભાત નિવાસી હાલ બોરીવલી સ્વ. દિનકરભાઇ મધુસુદન જલુંઘવાળા તથા સ્વ. ધર્મિષ્ટાબેનના પુત્ર ધવલભાઈ (ઉં.વ. ૫૩) તે દિપ્તીબેનના પતિ. કવનના પિતા. નિમિષભાઇના નાનાભાઈ. નણીયાદ નિવાસી પ્રમોદભાઈ પરીખના જમાઈ બુધવાર, ૧૫/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૬/૫/૨૪ના ૫ થી ૭. તુલસીબાગ સોસાયટી ૧ પોડીયમ, આઈસીઆઈસીઆઈ બેન્કની સામે, ચંદાવરકર લેનની સામે, બોરીવલી વેસ્ટ.

ઘોઘારી દશા દિશાવળ વણિક
ઇન્દોર નિવાસી હાલ બોરીવલી સ્વ. વિમલકુમાર લીલાધર કામદારના ધર્મપત્ની ગં.સ્વ. હંસાબેન કામદાર (ઉં.વ. ૬૬) તે ૧૩/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જીગરના માતુશ્રી. સ્વ. ચંદુલાલ મણિલાલ મહેતા તથા સ્વ. લીલાવતીબેનના દીકરી. સ્વ. યોગેશ, સ્વ. શૈલેષ, પરેશના બહેન. રાખી, સ્વ. તરલા તથા મીનાક્ષીના નણંદ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

લુહાર સુથાર
ગામ ડાંગાવદરવાળા હાલ કાંદિવલી વલ્લભભાઈ મનજીભાઇ વાળા (ઉં.વ. ૭૮) તે ૧૨/૫/૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. રેખાબેન (રમાબેન)ના પતિ. સ્વ. ચેતન, અલ્પા હિતેષભાઇ મકવાણા, બિના રાજેશભાઈ પરમારના પિતા. સ્વ. નરશીભાઈ, સ્વ. ધનજીભાઈ, બાબુભાઇ, સ્વ. દુર્લભભાઈ, ભુપતભાઇ, સ્વ. મંગળાબેન લક્ષમણભાઇ, ગં.સ્વ. કંચનબેન ધીરજલાલના ભાઈ. ગામ શોભાવડલાવાળા સ્વ. ગોરધનભાઈ જીવનભાઈ ડોડીયાના જમાઈ. જય, ધ્રુવ, પ્રિયાંશી, વીરના નાના. પ્રાર્થનાસભા ૧૬/૫/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઇસ્ટ.

પરજીયા સોની
ગામ વેળાવદર નિવાસી હાલ કાંદિવલી પંકજભાઈ કાંતિલાલ ઝવેરી (ધકાણ) (ઉં.વ. ૭૫) તે ભારતીબેનના પતિ. ડિમ્પલ હરેશકુમાર ધાણક તથા પ્રેમલના પિતા. હેમાલીના સસરા. સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. દિલીપભાઈ, નયનાબેન ચંદ્રકાંત, ચંદ્રેશભાઇ, સ્વ. જ્યોતિબેન નટવરલાલ, કિરણબેન મુકેશકુમાર, ફાલ્ગુનીબેન રૂતેશકુમારના ભાઈ. સાસરાપક્ષે મહુવાવાળા સ્વ. ત્રિભુવનદાસ ધનજીભાઈ સાગરના જમાઈ. તે તા. ૧૩/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી ૧૬/૫/૨૪ના ૫ થી ૬. સોનિવાડી, શીમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ.

હાલાઇ લોહાણા
હાલ નાલાસોપારા સ્વ. અરૂણભાઈ લક્ષ્મીદાસ ઠક્કરના ધર્મપત્ની ગં. સ્વ. આરતીબેન (રક્ષાબેન) (ઉં.વ. ૬૫) તે ધર્મેશભાઈ તથા સીમાબેન ધર્મેન્દ્રકુમાર શાહના માતુશ્રી. પિયરપક્ષે કચ્છ માંડવીવાળા સ્વ. શાંતાબેન તથા સ્વ. વલ્લભદાસ (બેટુભાઈ) મુલજી કાનાણીના દીકરી તા. ૧૪/૫/૨૪ના ગૌલોકવાસી થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭/૫/૨૪ના ૪ થી ૬. મજીઠીયા પાર્ક, આચોલે રોડ, દ્વારકા હોટેલની સામે, નાલાસોપારા (પૂર્વ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button