મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. કુંવરજી (વેલજીભાઈ) જખુભા ગાયકવાડ (ઉં. વ. 73) ગામ ફરાદી, 3-10-23, મંગળવારના અવસાન પામેલ છે. તેઓ કાંતાબેનના પતિ. ધર્મેશના પિતા. આકાંક્ષાના સસરા. સ્વ. હીરબાઈ જખુભા ગાયકવાડના પુત્ર. સ્વ. ચંપાબેન મોમાયાજી દારાડના જમાઈ. મુકેશભા વિશનજી સોલંકીના વેવાઈ. પ્રાર્થનાસભા 5-10-23, ગુરુવારના 5 થી 6. ઠે. મુક્તેશ્વર મહાદેવ મંદિર, મુલુંડ.

કોળી પટેલ
ગામ કોથા નિવાસી, હાલ ભાયંદર રમીલા રમેશભાઈ પટેલ (ઉં. વ. 65) તા. 2-10-23ના સોમવારે દેવલોક પામ્યા છે. તે મિતેષ, તેજલના મમ્મી. ધર્મેશના સાસુ. બળવંતભાઈ, શંકરભાઈ, સુમનભાઈ, પ્રવિણભાઈ, નરેન્દ્ર (રાજુભાઈ), રમીલાબેન (બેબીબેન), મીનાબેન, સુશીલાબેન, કલાબેનના ભાભી, સરોજબેન, ઉષાબેન, સ્વાતીબેન, હેમાબેન, રેખાબેનના જેઠાણી, માહી-ધ્યાનાના નાની. તેમનું બેસણું તા. 6-10-23ના શુક્રવારે સમય 3 થી 5, નિવાસસ્થાને રાખેલ છે. સરનામું: મિતેષ રમેશભાઈ પટેલ, સરસ્વતી સદન, 3 ફ્લેટ નં. 9, સરસ્વતી નગર, નવઘર રોડ, એક્સ રોડ નં. 3, ભાયંદર (ઇસ્ટ).

કોળી પટેલ
કાલીયાવાડી હાલ વિલેપાર્લેના ડાહ્યાભાઈ બુધાભાઈ પટેલના ધર્મપત્ની જશુબેન (ગુલીબેન) (ઉં. વ.83) 30-9-23ના સ્વર્ગવાસ થયેલ છે. તે રાજેશભાઈ, સ્વ. કાંતાબેન મનોરમાબેન (કલી)ના માતુશ્રી. તે પાયલ, સ્વ. કનુભાઈ, સ્વ. કિશોરભાઈના સાસુ. તે દિવ્યા, જીતીશાના દાદી. તે દિશા, શિતલ, પરેશના નાની (આજી). તે સ્વ. દિલીપભાઈ, રાજુભાઈ, રાકેશભાઈના કાકી. બેસણું શુક્રવાર, 6-10-23ના 2 થી 5. પુચ્છપાણી મંગ્ાળવાર, 11-10-23ના 3 થી 5. (લૌકિક રિવાજ બંધ છે.) સરનામું: કૃષ્ણા કોટેજ, કોલડોંગરી ગલ્લી નં. 3, અંબાજી મંદિર સામે, અંધેરી (પૂર્વ).

ઔદિચ્ય બ્રાહ્મણ
સ્વ. લલિતભાઈ ભોજક અને ગંગાસ્વરૂપ કૈલાશબેન લલિતભાઈ ભોજકના મોટા પુત્ર ગામ પાટણ હાલ મીરા રોડ નિવાસી ભાસ્કર લલિતભાઈ ભોજક (ઉં. વ. 39) 30-9-23ના શ્રીજીચરણ પામ્યા છે. તે ફાલ્ગુનીના પતિ. યામીના પપ્પા. પ્રતીકના મોટાભાઈ તથા રમેશભાઈ અને કંચનબેનના જમાઈની પ્રાર્થનાસભા 6-10-23, શુક્રવારના 4 થી 6. સ્થળ: સ્વામીનારાયણ મંદિર (બીએપીએસ) સેકટર 10, મીરા રોડ – ઈસ્ટ.

સંબંધિત લેખો

ઈડર ઔદિચ્ય સત્તાવીશ બ્રાહ્મણ જ્ઞાતિ
ચિત્રોડા (હાલ ઘાટકોપર) સ્વ. હીરાબેન તથા સ્વ. ગૌરીશંકર ભટ્ટના પુત્ર દિનેશભાઈ (ઉં. વ. 74) તે ગં. સ્વ. હસુમતીબેનના પતિ. તેજસ અને આરતીના પિતાશ્રી. તે સ્વ. ભરતભાઈ, ભાવનાબેન તથા અશોકભાઈના ભાઈ. કાર્તિકી, યેશા તથા દિલીપકુમારના સસરા. સ્વ. વાસુદેવ રાવલના જમાઈ 1-10-23ના ચિત્રોડા મુકામે દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા 6-10-23 શુક્રવારે. સ્થળ: હોટલ ટિપટોપ પ્લાઝા, સ્ટુડીયો 99, 4થા માળે, એલ. બી. એસ. રોડ, તિનહાથ નાકાની પાસે, થાણે (વે). સાંજે 5 થી 7 વાગ્યે (લૌકિક પ્રથા બંધ છે.) એમની ક્રિયા ચિત્રોડા મુકામે રાખેલ છે.

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ભદ્રકુમાર ભટ્ટ ત્રાપજ હાલ પાર્લા 3-10-23ના અવસાન પામ્યા છે. તે સ્વ. કનૈયાલાલ તથા સ્વ. અંજનાબેનના પુત્ર. અરૂણાબેનના પતિ. ભાવિકા તુષાર ભટ્ટ તથા ઉર્મી રાજેશ જોશીના પિતા. ઉદયભાઈ અને મનોજભાઈના મોટાભાઈ તથા સ્વ. જયંતીલાલ અને રમાબેન પંડયાના જમાઈ. તે ગં. સ્વ. પ્રવિણાબેન પ્રકાશ અને ગં. સ્વ. નીતાબેન દીપકભાઈ, જયપ્રકાશ, ભરતના બનેવી. ટેલીફોનીક સાદડી 4 થી 5. ગુરુવાર, 5-10-2023. લૌકીક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા
મયુરીબેન (ઉં. વ. 65) અજીત દામોદર દેવાણીના પત્ની. અમરના માતોશ્રી. જાસ્મીનના સાસુ. રેહાના દાદીમા. યોગેશભાઈ, સ્વ. રાજુભાઈ/ હર્ષાબેનના ભાભી. રમાબેન સુરેશભાઈ ત્રિવેદીના પુત્રી 2-10-23ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે. ઠે. એ 1704, રોજ મેરી (યુટોપીઆ) વીટી ઈન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં, ગોરાઈ શીંપોલી રોડ, બોરીવલી (પ.).
કચ્છી લોહાણા
ગામ વાંકુના ગં. સ્વ. નિર્મળા પલણ તે વંદના શરદચંદ્ર, સ્વ. જ્યોતી વિનોદચંદ્રના દેરાણી. સ્વ. દિનેશચંદ્ર દુલીચંદભાઈ પલણના પત્ની. તે પ્રિતી કિરીટ માનેક, જયતી હરેશ ઠક્કર, મયંકના માતુશ્રી. તે નીતુના સાસુ. તે શામજી મોરારજીની દોઈત્રી. સાવિત્રીબેન ચતુર્ભુજભાઈ રૂપારેલની દીકરી 3-10-23ના શ્રીજીચરણ પામેલ છે. દેહદાન કરેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
ત્રિવેણીબેન નાનાલાલ મનોરદાસ પારેખ (શિહોરવાળા)ના પુત્ર ત્રંબક પારેખ (ઉ.વ.76) હાલ કાંદીવલી 1 ઓકટોબર 2023 રવિવારના કૈલાસવાશ પામેલ છે. તે સરોજબેનના પતિ. મોનિકા હિરેન, નીતા નીલ, સોનલ નિશાંત, મેધા મનનના પિતા. સ્વ. રમેશભાઈ, ભરતભાઈ, સ્વ.હસુબેન રમણીકલાલ, સ્વ. લલીતાબેન ધીરજલાલ, સ્વ. તરલાબેન ભૂપેન્દ્રભાઈ, મંજુલાબેન મધુસુદન, સ્વ. ઈન્દુબેન હરકીશનદાસ, સ્વ. રસીલાબેન રસિકલાલ, જશીબેન શરદભાઈના ભાઈ. સ્વ. ચીમનલાલ ચત્રભુજ મહેતા (શિહોર)ના જમાઈ. ઉર્મિલાબેન ભરતભાઈના દિયર. તેમનો મોક્ષોત્સવ તા. 5 ઓકટોબર 2023, ગુરુવારના 5 થી 8. સ્થળ: ઓપેલ ક્નવેન્શન સેન્ટર, ફીસકો હબની પાસે, એકસર મેટ્રો સ્ટેશનની નજીક, ન્યુ લીંક રોડ, બોરીવલી (વે). દેહદાન કરેલ છે. લૌકીક વ્યવહાર
બંધ છે.

હાલાઈ લોહાણા
કરાચીવાલા હાલ ડોંબીવલી સ્વ. રમેશચંદ્ર વલ્લભદાસ માનસેતાના ધર્મપત્ની વનિતાબેન (ઉં. વ. 77) તે આશિષ તથા નેહા સુકેતકુમાર આડતીયાના માતુશ્રી. તે જીતેન્દ્ર, સ્વ. રમાબેન, સરોજ, ગીતાના ભાભી. તે સ્વ. દામજી જાદવજી ઉનડકટના દિકરી તે સોનલના સાસુ. તે ધ્રુવી તથા કૌશલના દાદીમા 3-10-23ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 5-10-23ના 4 થી 6. ઠે. માતુશ્રી શ્યામ બાઈ લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પ.). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઈ લોહાણા
કરાચીવાલા હાલ ઘાટકોપર સ્વ. પ્રેમજી મોનજીભાઈ સેજપાલના પુત્ર નિરંજનભાઈ પ્રેમજી સેજપાલ (ઉં. વ. 80) તે સ્વ. ભારતીબેનના પતિ. તે સ્વ. ખટુભાઈ ખીમજીભાઈ માણેકના જમાઈ. તે સ્વ. દેવજીભાઈ અને સ્વ. ધીરુભાઈના લઘુબંધુ અને મુકુંદભાઈ અને મણિલાલના વડીલબંધુ તે ભાવિની આશિષ પોપટ અને વિપાલી હેમલ દડિયાના પિતાશ્રી. ઉત્સવ, માલવ અને આરનાના નાના 2-10-23ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી ભાટિયા અંજાર
ગં. સ્વ. રેણુકાબેન વેદ (ઉં.વ. 79), તે સ્વ. રણજીતસિંહ હરિદાસ વેદના પત્ની. તે કલ્પેશ, મયુરી, પરેશ અને કોકીલાના માતા. તે સૌ. વૈશાલી, સૌ. હિના, હિરેનકુમાર નેગાંધી અને વિજયકુમાર ગોકુલગાંધીના સાસુ. તે ખુશી, નેહા, પુર્વી અને વૃંદાના દાદી. તે સલોની અને રિધ્ધિના નાની. તે સ્વ. સીતાબેન તથા સ્વ. કરસનદાસ ગોવર્ધનદાસ ભાટે (ભાટિયા) કોલ્હાપુરવાળાના પુત્રી, તા. 2 ઓક્ટોબર, 2023ના પૂનામાં શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઈ ભાટીયા
ગામ જામખંભાળીયા, હાલ બોરીવલીના શ્રી નરેન્દ્ર (નરૂભાઈ) (ઉં.વ. 74) સ્વ. હેમકળા હંસરાજ કરસનદાસ કાપડીયા (ભક્તા)ના પુત્ર. ગીતાબેનના પતિ. મિલન- ભાવના, કેતકી તથા સ્વ. મિતેષના પિતા. ચિ. ભાવિનના દાદા. અ.સૌ. ઉષાબેન ગોરધનદાસ ભાટીયા, સ્વ. સુરેન્દ્ર તથા સ્વ. સુધીરના ભાઈ. ગં.સ્વ. દુર્ગાબેન મહાશંકર દવેના જમાઈ, સોમવાર, તા. 2/10/23ના શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5/10/23 ગુરૂવારે 4.00 થી 6.00, સર્વોદય હોલ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ગ્રાઉન્ડ ફ્લોર, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ). પ્રાર્થનાસભા પછી લૌકિક વ્યવહાર બંધ છે.

મોડાસા એકડા વિશા ખડાયતા કોવડીયા
અણીયોર, હાલ ડોમ્બિવલી જયંતીલાલ મુળજીદાસ ઠેકડી (ઉં.વ. 90) તે 2/10/23ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. શારદાબેનના પતિ. અશ્વિન, દિપક તથા રેખાના પિતા. હિના, દીપિકા તથા જીતેન્દ્રકુમારના સસરા. સાસરાપક્ષે વડાગામ નિવાસી સ્વ. નાગરદાસ નાથજીદાસ શાહના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા 5/10/23ના 4 થી 6, સ્વયંવર સભાગૃહ, પાથરલી રોડ, ગોયાસવાડી, ડોમ્બિવલી ઈસ્ટ.

કપોળ
નાગેશ્રીવાળા હાલ કાંદિવલી સ્વ. જશવંતરાય જગજીવનદાસ સંઘવીના ધર્મપત્ની હંસાબેન (ઉં.વ. 79) તે 2/10/23ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં.સ્વ. સુશીલાબેન નવનીતરાયના જેઠાણી. જયંત તથા અલકાના માતુશ્રી. દિના તથા રાજેશકુમાર શાહના સાસુ. પિયરપક્ષે સાવરકુંડલાવાળા સ્વ. જગજીવનદાસ દામોદરદાસ મહેતાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી પરજીયા પટણી સોની જ્ઞાતી
સ્વ. જયપ્રકાશ સોની (ધોરડા) (ઉં.વ. 72), તા. 30-9-23ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શાન્તાબેન જદુરામ શીવજી ધોરડાના સુપુત્ર. સ્વ. ભાગીરથી શીવજી આણંદજી સાગરના જમાઈ. પુષ્પાબેનના પતિ. વૈશાલી તથા નિકીતાના પિતા. કનૈયા લાલજીભાઇ થલેશ્વર, સતીષ અન્નાજી શેડગેના સસરા. ગં.સ્વ. મહાલક્ષ્મીબેન ભગવાનજી છટપોખ્યા, અ.સૌ. ભારતીબેન જયેશ ધકાણના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ લોહાણા
કરાચીવાળા, હાલ ભાયંદર સંજય લાખાણી (ઉં.વ. 37) તે સ્વ. વિજયભાઈ કાળીદાસભાઈ લાખાણી તથા ગં. સ્વ. જયાબેનના પુત્ર. અજયભાઈ અને મહેશભાઈના ભાઈ. મનીષાબેનના પતિ. જીનલના પિતા તેમજ હમીરભાઇ પાલજીભાઈ મારૂના જમાઈ તા. 2/10/23ના શ્રીજીશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5/10/23ના 4 થી 6, લોકમાન્ય તિલક હોલ, પહેલો માળ, નવધર રોડ, ગુરૂદ્વારા લેન, ભાયંદર (ઇસ્ટ).

હાલાઈ લોહાણા
મૂળ વતન મેંદરડા, હાલ કાંદીવલી નિમિષભાઈ (ઉં.વ. 37) તે અજયભાઈ રત્નાકર તથા દિપ્તીબેન રત્નાકરના સુપુત્ર. ગં. સ્વ. લીલાબેન બળવંતભાઈ રત્નાકરનો પૌત્ર. શગુનના પતિ. રાજુભાઈ કુંજબિહારીલાલ શાહ, સ્વ. કૌશિકભાઈ કુંજબિહારીલાલ શાહના ભાણેજ. કુસુમબેન સુરેશકુમાર ભસીનના જમાઈ, તા. 2/10/23ના સોમવારે દિલ્હી મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 5-10-23, ગુરુવારના 5 થી 7માં સ્થળ: લોહાણા બાળાશ્રમ બેંકવેટ હૉલ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, અતુલ ટાવરની બાજુમાં, કાંદીવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. રવજી ખેરાજ રૂપારેલ, ગામ વિઝાણવાલાની પુત્રવધૂ હાલે પનવેલ, તે સ્વ. ચત્રભુજ રવજી રૂપારેલના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં.વ. 87), તે પંકજ રૂપારેલના માતોશ્રી. તે રોહિત તથા ચિન્મયના દાદી. તે દિવ્યાના સાસુ. સ્વ. નારણજી શામજી ધીરાવાણી ગામ (ધુફી) કચ્છના દીકરી. તે સ્વ. મણીબેન પીતાંબર, ચંદનબેન રવિન્દ્ર, હેમાબેન ઇન્દ્રજીત, સરલાબેન સુરેશ, સ્વ. હંસાબેન નંદુભાઈના બેન, તા. 3-10-23ના શ્રીજીધામમાં ગયા. એડ. સી.2/8 કિનારા સોસાયટી, 52 બંગલો રોડ. પનવેલ. લૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થના સભા રાખેલ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button