મરણ નોંધ

હિન્દુ મરણ

ફરિયાદકા ગામનાં હાલ અંધેરી સ્વ.છબીલદાસ પુરૂષોત્તમ પંડ્યા તથા પ્રભાવતી પંડ્યાનાં દિકરા કિરીટભાઈ (ઉં. વ.૬૮) તે દક્ષાબહેનનાં પતિ. સિધ્ધાર્થ, સ્વ. અર્ચંનાનાં પિતાશ્રી. જ્યોતિન્દ્ર, સ્વ.રાજેન્દ્ર, સ્વ. કોકિલા હિતેન્દ્ર ભટ્ટનાં ભાઈ. ઉસરડનાં રવિશંકર જાનીનાં જમાઈ. સોમવાર તા.૧૩/૦૫/૨૪નાં કૈલાસવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે. તેમની સાદડી તા :૧૬/૦૫/૨૪. ગુરૂવાર ૪ થી ૬. સંન્યાસ આશ્રમ, દાદા ભાઈ નવરોજી રોડ, વિલે-પાર્લા – (પશ્ર્ચિમ).

૨૫ ગામ ભાટીયા
જામકંડોરણા નિવાસી હાલ બોરીવલી મધુબેન (ઉં. વ. ૮૩) તે સ્વ. હરિદાસ કાકુભાઇ સરૈયાનાં પુત્રવધૂ. તે સ્વ. વિનોદચંદ્ર સરૈયાના ધર્મપત્ની. તે મનોજ, ભરત, યોગેશ, સ્વ. અશ્ર્વિન, ગં.સ્વ. સરોજ હેમંત સંપટના માતુશ્રી. તે વાવડીવાળા સ્વ. પ્રભુદાસ જીવરાજ આશરના પુત્રી. તે સ્વ. રસિકલાલ, પ્રવીણચંદ્ર, મંજુબેન, ગં. સ્વ. ઇન્દુબેન, જસુબેનના ભાભી. તે ચીરાગ, વિશાલ, કેયુર, જીજ્ઞા, જુહીના દાદી. તા. ૧૨-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૬-૫-૨૪ના. ઠે. શ્રી લુહાર સુથાર જ્ઞાતિ, હિતેચ્છક મંડળ, દત્તપાડા રોડ, વિશ્ર્વકર્મા ચોક, કાર્ટર રોડ નં.૩, અંબાજી મંદિર પાસે, બોરીવલી (ઇસ્ટ). સાંજે: ૫થી ૭.

કપોળ
ચલાળાવાળા ગં. સ્વ પદમાબેન શાંતિલાલ ભુવા (ઉં. વ. ૮૧) તા. ૧-૫-૨૪ના લંડન (કેમબ્રીજ) મુકામે શ્રીજીચરણ પામેલ છે. વિજય, મનોજ, અજયના માતુશ્રી. તે દેવળીયાવાળા, સ્વ. બેચરદાસ મુળજી કાણકિયાની દીકરી. તે સ્વ. વસંતબેન બાબુભાઇ પારેખ, સ્વ. ઇન્દુબેન, પ્રવિણભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સુરેશભાઇ તથા મુકેશભાઇના બેન. સર્વ લૌકિક પ્રથા બંધ છે.

કપોળ
જાફરાબાદવાળા સ્વ. ઇચ્છાબેન છગનલાલ સંઘવીના સુપુત્ર ધનસુખલાલ (ઉં. વ. ૭૩) તે કુસુમબેનના પતિ. પ્રતીક અને રીકીનના પિતા. રૂતા એ દિપાના સસરા. સ્વ. પુરુષોતમભાઇ, દેવેન્દ્રભાઇ, ગં. સ્વ. વિલાસબેન પ્રતાપભાઇ મહેતા, ગં. સ્વ. મંજુલાબેન સુરેશકુમાર ગોરડીયાના ભાઇ. રાજુલાવાળા સ્વ. કાંતીભાઇ ભગવાનદાસ ગાંધીના જમાઇ. તેઓ સોમવાર તા. ૧૩-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

મેઘવાળ
ગામ પાલિતાણા નિવાસી હાલ મુંબઇ આર્થર રોડના સ્વ. માલુબાઇ માલજીભાઇ મારૂ (ઉં. વ. ૭૮) તા. ૬-૫-૨૪ના સોમવારના રામચરણ પામેલ છે. તે સ્વ. કમીબાઇ તથા સ્વ. રામજીભાઇ પ્રેમજી ગોહિલના દીકરી. તથા સ્વ.હિરૂબાઇ તથા સ્વ. ગાંડાભાઇ હક્કા મારૂના પુત્રવધૂ. તેઓ ભાણજી, સ્વ. રમેશ, ગીતા, હિરાલાલના માતુશ્રી. તથા પુષ્પાબહેન અને ગિરધર મકવાણા નાસિક નિવાસીના સાસુ. તે ગં. સ્વ. મીઠીબાઇ તથા સ્વ. હંસાબાઇના દેરાણી. આયુષ, હેતલ, પારસ, કિરણના દાદી. તેમનું કારજ (બારમું) તા. ૧૬-૫-૨૪ના ગુરુવારના ૫-૦૦ વાગે તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. રામદેવ નગર, એ-બ્લોક, રૂમ નં.૨૬, કસ્તુરબા હોસ્પિટલની સામે મુંબઇ.

હાલાઇ લોહાણા
અલ્કેશ બાબુલાલ તન્ના (ઉં. વ. ૫૯) તે હર્ષાબેનના પતિ. તે સ્વ. લીલાવતીબેન તથા ઉષાબેન બાબુલાલ તન્નાના પુત્ર. તે સ્વ. સવિતાબેન ખીમજીભાઇ તન્ના તે સ્વ. કંચનબેન મગનલાલ તન્નાના ભત્રીજા. તે પનવેલ નિવાસી સ્વ. નાથાલાલ છગનલાલ કોટકના જમાઇ. તે સ્વ. ભાવેશ, ધર્મેશ, મીનાબેન પ્રકાશકુમાર મીરાણી, તે જયોતિબેન ભાવેશકુમાર સૂચકના ભાઇ. તે મીનાક્ષી, હેમાલી, કૌશલના પિતાશ્રી તા.૧૪-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૬-૫-૨૪ના ગુરુવારે સવારે ૧૦થી ૧૨. ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ). બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે.

હાલાઇ લોહાણા
મૂળ ગામ કેશોદ નિવાસી હાલ દહિસર ગં. સ્વ. લીલાવંતીબેન તથા સ્વ.કાંતિભાઈ રામજી સુબાના સુપુત્ર ઉમેશભાઈ સુબા (ઉં. વ. ૫૨) તે ૧૨/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. આરતીબેનના પતિ. રક્ષા રાજેશકુમાર બુદ્ધદેવ, બીના પંકજકુમાર પુજારા, નીતા જીતુભાઇ અમલાણી, સ્વ. રાજેશકુમારના ભાઈ. આશિષ, અર્જુન, રૂચિતાના મામા. સાસરાપક્ષે પેણવાળા સ્વ.ભારતીબેન ગુલાબચંદ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કપોળ
દાડમાવાળા હાલ બોરીવલી મનસુખલાલ કાનજીભાઈ મુળજીભાઈ સંઘવી (ઉં. વ. ૮૬) તે ૧૨/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. રંજનબેનના પતિ. સ્વ. પ્રિયા યોગેન્દ્ર, નિપુલ-જ્યોતિ, પરેશ – સોનલ, કૌશિક-ભક્તિના પિતા. પ્રતાપભાઈ, ગં.સ્વ.કાંતાબેન ચંદ્રકાંત, જયા (જયશ્રી) જવાહરભાઈ, ઉર્મિલાબેન મહેશભાઈના મોટાભાઈ. સાસરાપક્ષે કૌકાવાળા સ્વ.અરવિંદભાઈ, સ્વ. શરદભાઈ, હસમુખભાઈ જેઠાલાલ અમૃતલાલ, સ્વ.નિર્મળાબેન રમણીકલાલ, હંસાબેનના બનેવી. અમરેલીવાળા જયંતીલાલ ગોકળદાસના ભાણેજ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૬/૫/૨૪ના ૫ થી ૭. હાલાઇ લોહાણા બાળાશ્રમ બેન્કવેટ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ટેંશન રોડ, કાંદિવલી વેસ્ટ.

હાલાઈ લોહાણા
શાપુર શોરઠ નિવાસી, હાલ કાંદિવલી, ગં. સ્વ.મધુબેન જયંતિલાલ કારિયાના પુત્રવધૂ. અ.સૌ. તૃપ્તિબેન ધર્મેશભાઈ કારિયા (ઉં. વ. ૫૧) ઈશાનના માતુશ્રી. તે પિયરપક્ષે જામસલાયાવાળા ગં.સ્વ મનોરમાબેન હેમરાજભાઈ સોમૈયાની સુપુત્રી. જાગૃતિ મુકેશભાઈ કોટક, અમિતા ભાવેશ ગોકાણી, હેતલ ભાવિક તન્ના તથા કેતનના બહેન, હિતેશભાઈ -રૂપાબેન અને અજયભાઈ -શિલ્પાબેન કારિયાના ભાભી તે તા. ૧૩-૦૫-૨૪ના કાંદિવલી શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના ૧૬-૦૫-૨૪ ગુરુવારે ૫ થી ૬.૩૦. શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, બીજે માળે એસ.વી. રોડ, શંકરના મંદિરની બાજુમાં કાંદિવલી. પશ્ર્ચિમ.

હાલાઇ લોહાણા
વાપીના રહેવાસી ભુપેન્દ્રભાઈ બગડાઈ (ઉં. વ. ૫૮) તે ૧૩/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. વસુમતિ વૃજલાલ બગડાઈના પુત્ર. કાનનના પતિ. ભવિષાના પિતા. હર્ષા પંકજ બથિયા, કિશોર, જગદીશ, સુરેશના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button