હિન્દુ મરણ
હાલાઈ લોહાણા
ઈલાબેન ચંદ્રકાંત દુર્લભજી તન્ના (ઉં.વ. 73) તે જીગ્નેશના માતુશ્રી જીનિતાના સાસુ. દિયાના દાદી. સ્વ. રતનબેન દુર્લભજી તન્નાના પુત્રવધૂ. સ્વ. જશવંતીબેન મુલજીભાઈ પંચમતીયાના પુત્રી. સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. રોહિણીબેન ઉનડકટ, હર્ષા વૈદ્ય, રક્ષા ગલિયા, પલ્લવી ખોદાણી અને હિતેશના બેન મુંબઈ મુકામે તા. 12મે 2024ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 14મે 2024ના 4.30થી 6.00. ભાટિયા ભાગીરથી મંદિર, દાદીશેઠ અગિયારીલેન, મુંબઈ-400002.
મેઘવાળ
ગામ-ઉખરલા (હાલ કુર્લા)ના સ્વ. બેચરભાઈ મીઠાભાઈ પડાયાના દીકરી. સ્વ. મંગળભાઈ ખોડાભાઈ રાવદકાના પત્ની. કેશવભાઈ શાંતાબેન, શિવરામભાઈ, જેઠાભાઈ, સ્વ. ભાણીબેનના માતા. દિવાળીબેન, જયાબેનના સાસુ. અનિતા, સુનિતા, અંજુલા, તુષાર, હર્ષ, કિનલના દાદી. સ્વ. લક્ષ્મીબેન મંગળ રાવદકા (ઉં.વ. 90) તા. 8-5-24ના રામશરણ પામ્યા છે. તેમના બારમાની વિધિ તા. 14-5-24ના મંગળવારે 5.00 કલાકે. ઠે. ગુજરાતી વિદ્યાભવન હોલ, કુર્લા ગાર્ડન, એલ.બી.એસ. માર્ગ, લાયન્સ ગાર્ડન પાસે, કુર્લા (પશ્ચિમ).
મેઘવાળ
ગામ-ઉખરલા (હાલ કુર્લા)ના સ્વ. હિરુબાઈ અને સ્વ. ખોડાભાઈ નારણભાઈ રાવદકાના પુત્ર. હેમાબેનના પતિ. પ્રવિણભાઈ, મીનાબેન, મંજુબેન, જ્યોતિબેન, કાંતિભાઈના પિતા. નિશાબેન, પ્રવિણભાઈ બારિયા, મહેશભાઈના સસરા. સ્વ. મંગળભાઈ, સ્વ. ઉગાભાઈ, સ્વ. તેજુબેન, ટિડીબેનના ભાઈ. માંડલિયાના જમાઈ. પડાયાના ભાણેજ. સ્વ. ડાયાભાઈ ખોડાભાઈ રાવદકા (ઉં.વ. 79) તા. 11-5-24, શનિવારે દેવલોક પામ્યા છે. તેમના બારમાની વિધિ તા. 14-5-24ના મંગળવારે 5.00 કલાકે. ઠે. ગુજરાતી વિદ્યાભવન હોલ, કુર્લા ગાર્ડન, એલ.બી.એસ. માર્ગ, લાયન્સ ગાર્ડન પાસે, કુર્લા (પશ્ચિમ).
વિસલનગરા નાગર બ્રાહ્મણ
વિસનગર, હાલ કાંદિવલી કુમુદકાન્ત મુકુંદરાય જાની (ઉં. વ. 95) તે કોકિલાબેનના પતિ. જ્યોત્સનાબેનના ભાઈ. રાજકુમાર, સ્વ. રાજકિશોર, અંજની, સોનલના પિતા. અસ્મિતા, અલકા, ભરતકુમાર, રશ્મિનકુમારના સસરા. બિહણ પ્રિયાંક આલાપના દાદા. તે 12/5/24ના ઘાટકેશશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 16-5-24ના ગુરુવાર 5 થી 7. શ્રી વર્ધમાન સ્થા જૈન સંઘ, એલ. ટી રોડ, ડાયમંડ ટોકીઝ ની સામે, બોરીવલી વેસ્ટ.
25 ગામ ભાટીયા
જામકંડોરણા નિવાસી હાલ બોરીવલી મધુબેન (ઉં. વ. 83) તે સ્વ. હરિદાસ કાકુભાઈ સરૈયાના પુત્રવધૂ. તે સ્વ.વિનોદચંદ્ર હરિદાસ સરૈયાના ધર્મપત્ની. મનોજ, ભરત, યોગેશ, સ્વ. અશ્વિન તથા ગં. સ્વ. સરોજ હેમંટ સંપટના માતુશ્રી. તે વાવડીવાળા સ્વ. પ્રભુદાસ જીવરાજ આશરના પુત્રી. સ્વ. રસિકલાલ, પ્રવિણચંદ્ર, મંજુબેન, ગં.સ્વ.ઈન્દુબેન, જશુબેનના ભાભી. તા. 12-5-24ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.16-5-24 ગુરૂવાર સાંજે 5 થી 7. શ્રી લુહાર સુથાર ગ્યાતિ હિતેચ્છક મંડળ, દત્તપાડા રોડ, વિશ્વકર્મા ચોક, કાર્ટર રોડનં-3, બોરીવલી-ઈસ્ટ, સાંજે 5 થી 7.