મરણ નોંધ

હિન્દુ મરણ

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
મૂળગામ હળવદ નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ રંજનબેન અરવિંદભાઈ પાઠકના પુત્ર કલ્પેશકુમાર પાઠક (ઉં. વ. ૫૩) તે કોમલબેનના પતિ. હેત્વી દિશાંત સંઘવીના પિતા. મનીષભાઈ તથા કમલેશભાઈના ભાઈ. મેસણ નિવાસી હંસાબેન અરવિંદભાઈ ભટ્ટના જમાઈ. તા. ૧૦/૫/૨૪ના દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા ૧૨/૫/૨૪ના ૫ થી ૭. વર્ધમાન સ્થા જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ ટી રોડ બોરીવલી વેસ્ટ.

કોળી પટેલ
મુંબઈ મલાડ હાલ ખરસાડ લુહાર ફરિયાના સ્વ. શાન્તાબેન તથા ગોવિંદભાઈ લલ્લુભાઈ પટેલના પુત્ર જયંતિભાઈ તા. ૯. ૫. ૨૪ના દિને દેવલોક પામ્યા છે. સ્વ. પુષ્પાબેનના પતિ. તથા હિના, સચીન, સ્વપ્નિલના પિતા તથા મોહનભાઈ, સ્વ. કાન્તિભાઈ, મહેશભાઈના ભાઈ તથા મંજુલાબેનના દિયર તથા ફાલ્ગુની, મેધા, વિશાલ, ભાવિનના કાકાનું બેસણું તારીખ ૧૩.૫.૨૪ના સોમવારે બપોરે ૧૧ થી. ૨. તથા પુચ્છપાણી તા. ૨૦.૫.૨૪ના સોમવારે બપોરે ૩. કલાકે ઠે. ગામ ખરસાડ લુહાર ફરિયા. (લૌકિક પ્રથા બંધ છે)

નાથલિયા ઉનેવાળ બ્રાહ્મણ
દેવકા નિવાસી સ્વ. હિરાગોરી રામશંકર ઓઝા (ઉં. વ. ૮૪) ૯-૫-૨૪ને બુધવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તે સુરેશ, વિજય, નીતિન તથા મધુબેન દિનેશકુમાર જોશી, તારાબેન જિતેન્દ્ર વોરાના માતુશ્રી. તે સિંબર નિવાસી વાલીબેન રવજી રાજ્યગોરની દીકરી તેમની પ્રાર્થનાસભા ૧૨-૫-૨૪ને રવિવારના રોજ સાંજના ૫થી ૭ રાખેલ છે. સ્થળ: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કાર ધામ, બી ૩૦૨, દાયમોડા એસ્ટેટ, પેટ્રોલપંપની બાજુમાં, દહિસર ઈસ્ટ. ઉત્તરક્રિયા ૨૦-૫-૨૪, સોમવારે દેવકા, તા. રાજુલા મુકામે સવારે ૯ કલાકે રાખેલ છે.

ઘોઘારી લોહાણા
ગં. સ્વ. નિર્મલાબેન ધીરજલાલ ઠક્કર (કારીયા) (ઉં. વ. ૮૫) તે કાંદિવલી નિવાસી ધનેશભાઇના ભાભી. તે મુકેશભાઇ, પ્રીતીબેન ધર્મેન્દ્રભાઇ તન્ના, બિંદુબેન પરેશભાઇ કાપડીયાના માતુશ્રી. તે રીટાબેનના સાસુ. નીતિ કેવલ શાહ, ભવ્યનાં દાદી. તે વિધી અક્ષય કલ્યાણપુર, હેત, મુસ્કાનના નાની. તે દહાણુવાળા રજનીભાઇ, જયંતભાઇ, ભરતભાઇ, પ્રકાશભાઇ, તે સ્વ. શારદાબેન, ગં. સ્વ. પ્રવીણાબેનના બહેન. તા. ૧૦-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

કચ્છી ભાટિયા
ભાઇ મૂળરાજ આશર (ઉં. વ. ૭૫) તે નીલાબેનના પતિ. સ્વ. ગોમતીબાઇ લીલાધર આશરના પુત્ર. કુમુદબેન, વર્ષા કીર્તિકુમાર વેદ, વિજયના ભાઇ. અ. સૌ. ગીતાના જેઠ. જીમી અને રોમીના પિતા. સ્વ. મધુબેન નગીનદાસ શાહના જમાઇ. ગુરુવારે તા. ૯-૫-૨૪ના મલાડ મધ્યે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વડનગરા નાગર
ડો. હર્ષાબેન (હસુબેન) હાથી તે સ્વ. ડો. ગજેન્દ્રભાઇ હાથીના ધર્મપત્ની. ચિ. મૌલિક મનનના માતુશ્રી. સૌ. મનિષા પ્રાપ્તિના સાસુ. ચિ. આદ્યાના દાદી. સ્વ. સુરેન્દ્રભાઇ ને સ્વ. અખિલેશ્ર્વરી બેનના ભાભી. સૌ. અમીષા વસાવડાના કાકી. તથા સૌ. કપીલાબેન ઝાલા, હર્મિલાબેન માંકડ, ધર્માંશુ છાયા, સ્વ. બંસરીબેન હાથીના બેન. તા. ૧૧-૫-૨૪ના મુંબઇ ખાતે હાટકેશ શરણ થયા છે. પ્રાર્થનાસભા, તા. ૧૩-૫-૨૪ના સોમવારના સાંજે ૬થી ૮. ઠે. રોટરી કલબ હોલ, એલ. એમ. પટેલ આઇ હોસ્પિટલ બિલ્ડિંગ, મલાડ (વેસ્ટ).

પરજીયા સોની
લાઠીવાળા હાલ અમદાવાદ નિવાસી સ્વ. ઇંદુમતી મગનલાલ સોની (સલ્લા) (ઉં. વ. ૮૧) તે મગનલાલ શામજીભાઇ સોનીના ધર્મપત્ની. તે સ્વ.વૃજલાલ શામજીભાઇ સોનીના ભાભી. તે કેતનભાઇ સંજયભાઇ અને નીતાબેન મુકુંદ સતિકુંવરના માતુશ્રી. તે દેવાંગ અને કૃપાંશના દાદી. તા. ૧૦-૫-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. સાદડી અને લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.

શાક્દ્વિપીય બ્રાહ્મણ
મૂળ મુંદ્રાના હાલ મુંબઇ નિવાસી સ્વ. પ્રદીપ ડાલચંદ્ર શર્મા તા. ૧૧-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. શારદા શર્મા-ડાલચંદ્ર શર્માના પુત્ર. હિતેશ, મુકેશના ભાઇ. અલ્પા શર્માના પતિ. જીમીત શર્માના પિતા. પાટણ નિવાસી સ્વ. નરેન્દ્ર શર્માના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.

મેઘવાળ
ગામ ઘાંઘળી, હાલ મુંબઈ નાલાસોપારા સ્વ. નાનીબેન લક્ષ્મણભાઈ બોરીચા તે લક્ષ્મણભાઈના પત્ની. મીના, દિપાલી, પુષ્પા, પુનમના માતોશ્રી. પ્રવીણ વનેલ વિજય મકવાણા, મહેશ પરમાર સંજય સોલંકીના સાસુમાં. ૦૭/૦૫/૨૪ના મંગળવાર અવસાન થયેલ છે. તેમની (બારમાં)ની વિધિ તા.૧૨/૦૫/૨૪ના ૧૦.૦૦. એમના નિવાસ એ ૧૦૧ જીએમ રેડીડેન્સી મેટ્રો મેડિકલ, પીપી માર્ગે વિરાટ નગર વિરાર ઈસ્ટ.

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
હળવદ નિવાસી, હાલ બોરિવલી ગં. સ્વ. કુંદનબેન શુક્લ, (ઉં. વ. ૭૪) તે સ્વ. હરીશભાઇ વાસુદેવ શુક્લનાં પત્ની. સ્વ.સુનીલનાં માતુશ્રી. સૌ. મનોરમાબેન ઉપેંદ્ર, ગં.સ્વ.વિભાબેન જનાર્દન, સૌ.ભાવનાબેન ભરત, સૌ.રેખાબેન તુષાર, સૌ. હર્ષાબેન મહેશચંદ્ર, ગં.સ્વ.રેણુકાબેન મુકેશકુમારનાં ભાભી. પિયરપક્ષે ગં.સ્વ. રૂક્ષ્મણીબેન કાશીરામ રાવલનાં પુત્રી. સ્વ.ગિરજાબેન લાભશંકર, સ્વ. જયાબેન કાશીરામ, સ્વ. ત્રિવેણીબેન ભગવતીપ્રસાદ, સ્વ. રમાબેન નંદલાલ, સ્વ. રમેશભાઇ કાશીરામનાં બહેન. મુંબઈ મુકામે બુધવાર, તા. ૮/૫/૨૪નાં કૈલાસવાસી થયેલ છે. લૌકિક રાખેલ નથી.

કંડોળીયા બ્રાહ્મણ
મહુવાવાળા હાલ કાંદિવલી ભૂપેન્દ્રભાઈ (ઉં. વ. ૬૯) તેઓ સ્વ.લલિતાબેન અધ્વર્યુ અને સ્વ.રમણીકલાલ દુર્લભજી અધ્વર્યુના પુત્ર. તેઓ ભારતીબેનના પતિ. જશ, જીતના પિતાશ્રી. સ્વ. પરેશભાઈ, સ્વ.જગદીશભાઈ, સ્વ.કૈલાસબેન કિરણભાઈ વ્યાસના ભાઇ. તે સ્વસુરપક્ષે મહુવાવાળા સ્વ.નાનાલાલ જુગતરામ પંડયાના જમાઈ. તા.૧૦/૦૫/૨૪ને શુક્રવારના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૧૨/૦૫/૨૪ને રવિવારે ૦૫.૦૦ થી ૦૭.૦૦: પંચનાથ મહાદેવ મંદિર, એસ.વી.રોડ,મલાડ વેસ્ટ.

મેઘવાળ
દહિસર નિવાસી પુષ્પાબેન હિતેન્દ્ર મારૂ (ઉં. વ. ૫૮) તે ૮/૫/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે હીરાબેન તથા માવજીભાઈ દેવજીભાઈ મારૂના પુત્રવધૂ. ગાયત્રીના માતુશ્રી. પિયરપક્ષે રાજીબેન અને ગાંગજીભાઈ મનસુખભાઇ કોળીના દીકરી. બાબરીયાના ભાણેજ. તેમની બારમાની વિધિ ૧૨/૫/૨૪ના ૫ થી ૭. ૬૦૨, એ, લાભ કૃપા, બિલ્ડીંગ નવાગાવ સંતોષી માતા લેન દહિસર વેસ્ટ.

નવગામ ભાટિયા
ગોંડલ નિવાસી હાલ મુંબઈ ગીરીશભાઈ આશર (ઉં. વ.૫૯) તે સ્વ.મધુબેન ધીરજલાલ આશરના પુત્ર. ગં.સ્વ.કલ્પનાબેનના પતિ. સ્વ. હર્ષદ, કૃષ્ણકાંત, રામભાઈ, સ્વ. ઉમાબેન નરેન્દ્ર નેગાંધીના ભાઈ. સ્વ.ઉર્મિલાબેન તથા મધુસુદન હરજીવન આશરના જમાઈ. ધર્મેન્દ્રભાઈ, જયેશભાઇ, કમલેશભાઈના બનેવી. ૧૦/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તેમનું ઉઠમણું ૧૨/૫/૨૪ના ૫ થી ૫.૩૦. શ્રી ભાટિયા ભાગીરથી ટ્રસ્ટ, ૮૮, દાદા શેઠ અગિયારી લેન મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઇડર ઔદીચ્ય સત્યાવીસ જ્ઞાતિ
ગામ ગાઠીયોલ, હાલ ભાયંદર નિવાસી હરેશ શંકરલાલ ઠાકર (ઉં. વ. ૭૧) તા. ૧૦/૦૫/૨૦૨૪ને શુક્રવારે દેવલોક પામ્યા છે. તે દક્ષાબેન હરેશ ઠાકરના પતિ. તે જનક અને ગાયત્રી નીરવ મહેતાના પિતા. તે હેતાંશ જનક ઠાકરના દાદા. તે ક્રીશા નીરવ મહેતાના નાના. તે રવિશંકર પિતંબરદાસ પંડયાના જમાઈ. લૌકિક વ્યવહાર તથા સાદડી પ્રથા બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button