હિન્દુ મરણ
ઘોઘારી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ
મહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ઇશ્ર્વરલાલ જમનાદાસ મહેતાના પુત્ર પિયુશ મહેતા (મનીષ) (ઉં. વ. ૫૯) તે દર્શનાનાં પતિ. તે જયેશ, કૌશલ, નિતા પરેશ શ્રીધરાની, કાશ્મીરા ચેતનકુમાર મહેતાના ભાઇ. તે યશ તથા દિશાનાં પિતા. ઋતુ તથા કૃષ્ણાના જેઠ. તે શ્ર્વસુર પક્ષે ઉરણ નિવાસી સ્વ. કાંતિલાલ છગનલાલ સરવૈયાના જમાઇ. તા. ૮-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સોનાર
સુધીર મુ. સોની (ઉં. વ. ૬૧) હાલ મુંબઇ સુપુત્ર મંજુલા અને મુકુંદ સોની તથા સુનીલ સોની ભાઇ બુધવાર તા. ૮મે ૨૪ના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. પુષ્પાબેન માણેક (ઉં. વ. ૭૫) મંગલદાસ જમનાદાસ માણેકના પત્ની તા. ૮-૫-૨૪ના રામશરણ પામેલ છે. હાલ રહે. મુલુંડ ચેકનાકા ગામ વર્ષા મેડી સ્વ. હિતેશ ચેતનના માતુશ્રી. મીતાના સાસુ. ઉન્નતીના દાદી. ગં. સ્વ. જયાબેન મણીલાલ માણેકના દેરાણી. કાનજીભાઇ ચાગપર ગણાત્રા ભુજ. સ્વ. બ્રહ્મીબેન કાનજી ગણાત્રાની મોટી પુત્રી. સાદડી રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા સોની
જીરાવાળા વાળા હાલ મુંબઇ ભાઇંદર સોની સ્વ. વલ્લભદાસ મુળુભાઇ લુહારના પુત્ર સ્વ. મુકેશકુમાર લુહાર (ઉં. વ. ૫૮) ગુરુવાર, તા. ૯-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. સોની ઇંદુમતીબેન હરગોવિંદદાસ, સોની રમેશભાઇ વલ્લભદાસ લુહાર, ગં. સ્વ. સોની વનિતાબેન બળવંતરાય વાયા, અ. સૌ. નીતાબેન જગદીશકુમાર ધકાણ, સોની નીતીનભાઇ વલ્લભદાસ લુહારના મોટાભાઇ. તે ગં. સ્વ. વર્ષાબેન મુકેશકુમાર લુહારના પતિ. તે સોની કરણ મુકેશકુમાર લુહારના પિતા. તે સોની હીરાભાઇ મેરામભાઇ ધકાણ ધારીવાળાના જમાઇ. તે અ. સૌ. ચેતનાબેન હરેશકુમાર સતિકુંવરના બનેવી. પ્રાર્થનાસભા તા. ૧૧-૫-૨૪ના શનિવારે ૫થી ૬. ઠે. સોની વાડી, શિંપોલી ક્રોસ રોડ, બોરીવલી (વેસ્ટ).
મેઘવાળ
ગામ બજુડ જી. ભાવનગર સ્વ. ટીડાલાલ સોલંકીના ધર્મપત્ની. માલજીભાઇ, પ્રેમજીભાઇ, ખીમજીભાઇ અને નાનુબેનના માતુશ્રી. સ્વ. ગૌરીબેન, શાંતાબેન, વિમળાબેન અને સ્વ. આલજીભાઇ સાંડીસના સાસુજી. સ્વ. અજુબાઇ અને સ્વ. વાલાભાઇ પૂજા રાઠોડના દીકરી ગં.સ્વ. ભાણીબાઇ ટીડાલાલ સોલંકી (ઉં. વ. ૯૬) સોમવાર, તા. ૬-મે ૨૪ના રામશરણ પામ્યા છે. બારમા કારજની વિધિ તા. ૧૨-મે-૨૪. ૫.૦૦ કલાકે. ઠે. બિલ્ડિંગ ન-૧- એ, ફલેટ નં. ૦૩, એકાત્મતા નગર, જે. બી. નગર, એકે રોડ જૈન મંદિરની સામે, અંધેરી (પૂર્વ).
કપોળ
ધાંધળીવાળા હાલ ભાયંદર નિવાસી સ્વ. ગુલાબબેન ખુશાલદાસ કાણકીયાના પુત્ર ઉપેન્દ્ર (ઉં. વ. ૫૮) જસ્મીનાબેનના પતિ. બુધવાર, તા.૮-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે અક્ષયના પપ્પા. મોનાના સસરા. સ્વ. નરેન્દ્રભાઇ, ધીરેન્દ્રભાઇ, ગં. સ્વ. પન્નાબેન કીર્તિકુમાર મોદીના ભાઇ. સસુર પક્ષ ભાવનગરવાળા, સુશીલાબેન અરવિંદભાઇ ગાંધીના જમાઇ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૨-૫-૨૪ના ૫થી ૭. ઠે. કપોળ વાડી, ગીતાનગર, ભાયંદર (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
ઇન્દિરાબેન રજનીકાન્ત કડકીઆ (ધરીવાલા) (ઉં. વ.૮૫) રજનીકાન્તના પત્ની. મણીબેન અને ઓચ્છવલાલ ધારીઆની પુત્રી. કુંદનબેન અને કાંતીલાલની પુત્રવધૂ. સંજય અને અમીની મમ્મી. આયેશા અને રેહાનની દાદી. રજનીભાઇ, ભાનુબેન, સરોજની બેન તા. ૮-૫-૨૪ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૨-૫-૨૪ રવિવારના ૫થી ૭. ઠે. વાલચંદ હીરાચંદ હોલ, આઇ.એમ.સી. બિલ્ડિંગ, ચર્ચગેટ. લૌકિક પ્રથા બંધ છે.
જંબુસર વિશા ખડાયતા
ગામ કરખડી પાદરા હાલ ભાંડુપના ગં. સ્વ. દેવીલાબેન શાહ (ઉં. વ. ૮૫) તા. ૮-૫-૨૪ના દેવલોક પામ્યા છે. સ્વ. ઇશ્ર્વરલાલ નાગજીભાઇ શાહના ધર્મપત્ની. ઇન્દ્રવદન, પ્રવિણ, સંજય, હરીશ, મીનાબેનના માતુશ્રી. સૌ. સરલા, ભાવના, જયોતિ, સુનિલકુમારના સાસુ. ધ્રુવી, અંક્તિ, શિવાની, હર્ષના દાદી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૧-૫-૨૪ના ભાંડુપ ગીતા હોલ ખાતે ૫થી ૬.૩૦.
કપોળ
લાઠીવાળા હાલ કાંદિવલી સ્વ. તારાબેન મંગળદાસ દુર્લભદાસ વળિયાના પુત્ર હિતેશભાઇ (ઉં. વ. ૬૪) બુધવાર તા. ૮-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે ચેતનાબહેનના પતિ. તે નિયતીના પિતા. તે પંકજભાઇ, ઇલાબેન બીપીનભાઇ ગાંધીના ભાઇ. સ્વ. વસંતબેન જીવણલાલ ગાંધીના જમાઇ. તે મહુવાવાળા હિંમતભાઇ સંઘવીના ભાણેજ. સર્વે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
સ્વ.શ્રી. હસમુખરાય પંડ્યા (ઉં.વ. ૯૦), ધાંધળી નિવાસી હાલ કાંદિવલી તા. ૮/૫/૨૪ બુધવારે દેવલોક પામ્યા છે. સ્વ. કમળાબેન જયંતીલાલ પંડ્યાના સુપુત્ર. સ્વ. નિર્મળાબેન, સ્વ. અનિલાબેનના પતિ. શ્રીમતી ભાવના જયેશ પંડ્યાના પિતા. સ્વ. ગુણવંતરાય, શ્રીમતી હંસાબેન દિનકરરાય જોશી, શ્રી. હરિવદનભાઈના ભાઈ. જયેશ હિંમતલાલ પંડ્યાના સસરા. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૧/૫/૨૪ના ૫.૦૦ થી ૭.૦૦. કેવલ બાગ, કિલાચંદ રોડ, ફ્લાય ઓવર બ્રીજની નીચે, કાંદિવલી (વેસ્ટ), સસુરપક્ષ મોહનલાલ લક્ષ્મીરામ જાની તથા અનંતરાય દ્વારકાદાસ મુની તરફથી સાદડી સાથે રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૧૯/૫/૨૪ રવિવારે મુંબઈ મુકામે રાખેલ છે.
ઔદિચ્ય ગોડવાલ બ્રાહ્મણ
હાથલ નિવાસી હાલ મીરા રોડ સ્વ. નરોત્તમ ભીખાલાલ ધારાવત (ઉં.વ. ૭૦) તે ૬/૫/૨૪ના દેવલોક પામેલ છે. તે સ્વ. અંજુબેનના પતિ. સ્વ. દીપેશ તથા હિતેશના પિતા. દિશાના સસરા. રેવાશંકર, રમેશભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. કાશીબેન, નીતાબેન, ગીતાબેનના ભાઈ. સ્વ. ગોદાવરીબેન તથા સ્વ. લીલાધર રત્નેશ્ર્વર ખુતના જમાઈ. પ્રાર્થનાસભા ૧૧/૫/૨૪ના ૫ થી ૭. વર્ધમાન સ્થા જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મુળ ગામ ડોળાસા, હાલ મુંબઈ સ્વ. જયાબેન જગજીવનદાસ કાનાબારના સુપુત્ર નાનાલાલ (ઉં.વ. ૭૯), સ્વ. હંસાબેનના પતિ. સંજય, રાજેશના પિતાશ્રી. અલ્પાબેન, વૈશાલીબેનના સસરા. ચંદુલાલ, પ્રવીણભાઈ, રજનીકાંત, બીપીનભાઇ, રણજીતભાઈ, માલતીબેન યોગેશ ઠક્કર, મીનાબેન પ્રદીપ તાલીકોટીના ભાઈ. ભાવનગર નિવાસી સ્વ. ગુલાબરાય ભાણજી વાધાણીના જમાઈ, તા. ૧૦/૫/૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.