મરણ નોંધ

હિન્દુ મરણ

નીના દૈયા (ઉં.વ. ૮૩) સ્વ. ભરત દૈયાના પત્ની. સ્વ. જેઠમલ વાલજી આઈયાની પુત્રી. મનોજ દૈયા અને અમિતા કાપડિયાની માતા અને મેઘના અને સમીરના સાસુ ૮ મે, ૨૦૨૪ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી લોહાણા
મૂળ ગામ સાવરકુંડલા હાલ મુંબઈ, જીતેન્દ્ર તન્ના (ઉં.વ. ૬૯), તે સ્વ. જશવંતીબેન નાથાલાલ રણછોડદાસ તન્નાના પુત્ર. તે નયનાબેનના પતિ. તે બિંદી પ્રતીકકુમાર શેઠ તથા કૃણાલના પિતા. તે સ્વ. વિનોદચંદ્ર, સુરેશ તથા ઉષા હરેશકુમાર પોપટ તથા પૂનમ (પ્રજ્ઞા) સુધીરકુમાર સોમૈયાના ભાઈ. તે સ્વ.ગોવિંદજી જમનાદાસ કોટેચાના જમાઈ. તે નિધિના સસરા તા. ૭/૫/૨૪ના મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થના સભા તા. ૯/૫/૨૪ને ગુરૂવારના ૫ થી ૭:૦૦. વનિતા વિશ્રામ, ૩૯૨ એસ.વી.પી રોડ પ્રાર્થનાસમાજ મુંબઈ ૪૦૦૦૦૪.

સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ
કલ્યાણ નિવાસી શ્રી આણંદજી પ્રજાપતિ (ચિત્રોડા) (ઉં.વ. ૯૦), તા. ૬-૫-૨૪, સોમવારના શ્રીરામચરણ પામ્યા છે. તેઓ શ્રીમતી કિશોરી (કાંતાબેન) ચિત્રોડાના પતિ. સ્વ. ધનીમાં અને સ્વ. લીલામાં તથા સ્વ. રામજી જીવા ભાણા ચિત્રોડાના દીકરા. વિનોદભાઈ, રશ્મિનભાઈ, પરેશભાઈ અને કલ્પેશભાઈના પિતાશ્રી. બીનાબેન, ભાવનાબેન, ઝીંપલબેન અને દીપાબેનના સસરા. પનવેલ નિવાસી સ્વ. દેવીબેન તથા સ્વ. ગોવિંદભાઈ જેઠવાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૯-૫-૨૪, ગુરૂવારના ૩:૦૦ થી ૫:૦૦. મહાજનવાડી હૉલ, આગ્રારોડ, કલ્યાણ(વેસ્ટ).

નાથલિયા ઉનેવાલ બ્રાહ્મણ
મોઠા નિવાસી હાલ દહિસર નટવરલાલ દયાશંકર પાઠક (ઉં.વ. ૭૪) તા. ૭/૫/૨૪ને મંગળવારનાં કૈલાશવાસી થયેલ છે. તે અનિલ, સુનીલ, અતુલનાં પિતાશ્રી. તે કરુણાશંકર દેવજી ઓઝા માંડરર્ડીનાં જમાઈ. પ્રાર્થનાસભા તા. ૯/૫/૨૪ને ગુરુવારના ૫ થી ૭. :- રાધાકૃષ્ણ મંદિર, એસ. એન. દુબે રોડ, કોંકણી પાડા (રાવલ પાડા), દહિસર ઈસ્ટ.

સંબંધિત લેખો

દેસાઈ સઇ સુતાર જ્ઞાતિ
ગામ ત્રાપજ નિવાસી હાલ બોરીવલી નવનીતભાઈ સવજીભાઈ શામજીભાઈ ગોહિલ (ઉં.વ. ૫૯) તે ૭/૫/૨૪ના રામશરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. મનીષ, નિશા રાજેશકુમાર ગાલા, આશા પ્રફુલકુમાર સોલંકી તથા ભાવિકા મિતુલકુમાર વાઘેલાના પિતા. ભાવિકાના સસરા. રસિકભાઈ, ચંપાબેન પ્રકાશકુમાર સોલંકી, ગં.સ્વ. વીણાબેન ભરતકુમાર વાઘેલાના ભાઈ. સાસરાપક્ષે હિંમતભાઇ, હરેશભાઇ તથા કનૈયાભાઈ કરસનભાઈ કાનજીભાઈ વાઘેલા દૂધાળાવાળાના બનેવી. બંનેપક્ષની સાદડી ૯/૫/૨૪ના ૪ થી ૬. દેસાઈ સઇ સુથાર જ્ઞાતિની વાડી, સ્વયંભુ ગણપતિ મંદિર સામે, અશોક ચક્રવતી રોડ, કાંદિવલી ઈસ્ટ.

હાલાઇ લોહાણા
મૂળગામ બડોદર નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ. પ્રભાવતીબેન તથા સ્વ. બાબુભાઇ કાલિદાસ ઠક્કર (કારિયા)ના પૌત્ર. અ. સૌ. હર્ષા પ્રભુદાસ ઠક્કર (કારિયા)ના પુત્ર, સંજય ઠક્કર (કારિયા) (ઉં.વ. ૪૯) તે ૮/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે રાજેશના ભાઈ. હર્ષિતના પિતા. મોસાળપક્ષે બળેજવાળા સ્વ. વજુબેન તથા સ્વ. મોહનલાલ દયાળજી ઠકરારના દોહિત્ર. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઇ લોહાણા
મૂળગામ પોરબંદર નિવાસી હાલ કાંદિવલી સ્વ. તરલાબેન તથા સ્વ. ત્રિભોવનદાસ પ્રાગજીભાઈ રાયમગીયાના પુત્રવધૂ ગં.સ્વ. હર્ષાબેન વિજયભાઈ (ઉં.વ. ૬૪) તે ૫/૫/૨૪ના વડોદરામાં શ્રીજીશરણ પામેલ છે. તે વિશાલ તથા કરિશ્માના માતુશ્રી. શ્રદ્ધા તથા પ્રણવકુમાર ભરતભાઈ ગઢીયાના સાસુ. સ્વ. મયુરભાઈ, જયેશભાઇ તથા ચેતનાબેન કિશોરભાઈ રાયચુરાના ભાભી. પિયરપક્ષે સાવરકુંડલાવાળા સ્વ. મંગળાબેન તથા સ્વ. ભાયલાલ કરસનદાસ સૂચકના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૯/૫/૨૪ના ૪ થી ૬. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકરમંદિર પાસે, એસ. વિ. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઇ લોહાણા
મૂળગામ જામનગર નિવાસી હાલ બોરીવલી બિપીનભાઈ દામોદર પરસોત્તમ રાયઠઠ્ઠા (ઉં.વ. ૭૨) તે ૭/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે કિશોરીબેનના પતિ. મિતલ તથા માનસીના પિતા. સોનલ તથા શ્રીકાંતકુમાર જયંતીલાલના સસરા. સ્વ. રમેશભાઈ, સુરેશભાઈ, સ્વ. પુષ્પાબેન અરવિંદભાઈ બગડાઈ, રસીલાબેન મહેન્દ્રભાઈ, ભાવનાબેન દિવ્યેશભાઈ, જયશ્રીબેન દિનેશભાઇના ભાઈ. સાસરાપક્ષે રાજકોટવાળા સ્વ. કાંતાબેન તથા સ્વ. ભગવાનજી રણછોડ આથારાણા (બગડાઈ)ના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૦/૫/૨૪ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકરમંદિર પાસે, એસ.વિ. રોડ, કાંદિવલી વેસ્ટ.

માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માંગરોળ નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. કંચનબેન જીવનલાલ ગિરધરદાસ શાહ (ઉં.વ. ૯૫) ૭/૫/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે માળિયાહાટીના સ્વ. મથુરાબેન ભગવાનદાસ દોશીના સુપુત્રી. તે જશવંતભાઈ, સ્વ. કલ્પનાબેન, અંજનાબેન, રાજેશભાઈના માતુશ્રી. માલતીબેન, સ્વ. મહેન્દ્રકુમાર, સ્વ. ભૂપેનકુમાર અને હીનાબેનના સાસુ. મથુરભાઇ, મધુસુદનભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. ભાનુબેન, સ્વ. વસુબેન, સ્વ. વિમુબેનના બેન. પ્રવિણચંદ્ર, કિશોરચંદ્રના ભાભી. સાદડી અને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

લુહાર સુતાર
સાવરકુંડલા, હાલ વિરાર નિવાસી, સ્વ. મહેશભાઈ મકવાણા (ઉં.વ. ૬૪), તે સ્વ. લાભુબેન, જીવનલાલ હરજીભાઈ મકવાણાનાં સુપુત્ર. તે નીતાબેનનાં પતિ. ભક્તિબેન સાગરકુમાર ચુડાસમા, જીજ્ઞાબેન રાજેશકુમાર ગોહિલ અને માધવભાઈનાં પિતાશ્રી. રાધિકાનાં સસરા. તે મંજુલાબેન, રમણીકલાલ હરિભાઈ ચૌહાણનાં જમાઈ શનિવાર, તા. ૪/૫/૨૪નાં પરમધામ પામ્યાં છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૯/૫/૨૪નાં ૫ થી ૭. શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, દત્તપાડા રોડ, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી (પૂર્વ). (દહાડો પ્રથા બંધ છે).

હાલાઈ લોહાણા
મહેન્દ્રકુમાર અનડકટ (ઉં. વ. ૮૧) મૂળગામ ધ્રોલ હાલ વિલેપાર્લે નિવાસી તે ગં.સ્વ. મુક્તાબેન કાકુભાઈ અનડકટના પુત્ર. તે મયુરીબેનના પતિ. તે આનંદ અને સૌરભના િ૫તા તેમજ રૂપાલી અને સોનીના સસરા. તે સ્વ. હરગોવિંદદાસ મૂળજી ચોલેરાના જમાઈ તેમજ ભાનુમતિ, ધીરજબેન, રમાબેન અને નયનાબેનના ભાઈ સોમવાર, ૬-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા સોરઠિયા વણિક
કોચીન નિવાસી હાલ ઘાટકોપર ચંદ્રમણીબેન રામદાસ ગાદોયા (ઉં. વ. ૯૦) ૭-૫-૨૪, મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ગોદાવરીબેન તથા સ્વ. રામદાસભાઈ ગાદોયાના સુપુત્રી. તે સ્વ. પ્રફુલભાઈ, સ્વ. રમેશભાઈ અનીરૂધભાઈ, પુર્ણીમાબેન, નિશાબેન તથા કૃષ્ણાબેનના મોટા બહેન. તે પ્રીતીબેન, દીપ્તીબેન, મનીષાબેન, અપૂર્વ, મૌના, સંજય અને નીકીતાના ફઈબા તેમજ વિઠલભાઈ, મીતુલભાઈ, આશીષભાઈ, જતીન, કેજલ તથા જયના માસી. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
ગામ ભુજના હાલ મુંબઈ સ્વ. પ્રભાબેન કેશવજી સોનેતાના મોટા પુત્રવધૂ ગં.સ્વ. મીનાબેન (ભાવના) (ઉં. વ. ૫૩) તે સ્વ. મહેન્દ્ર સોનેતાના ધર્મપત્ની ૪-૫-૨૪ના રામશરણ પામ્યા છે. પ્રકાશ, ચિરાગના માતા. આરતીના સાસુ. આર્યન તથા રીયાન્શીના દાદી. સ્વ. દક્ષાબેન (દમયંતી) પ્રીતમદાસ સોમૈયાની પુત્રી. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, ૯-૫-૨૪ના ૫થી ૬.૩૦ રઘુવીર ફાઉન્ડેશન, પહેલા માળે, ચોઈસ એક્ટિવીટી સેન્ટર, ચોઈસ અંબે સાગર ટાવર, જ્ઞાનસરીતા સ્કૂલની સામે, ડૉ. આર.પી. રોડ અને ભક્તિ માર્ગના કોર્નર પાસે, મુલુંડ વેસ્ટ.

હાલાઈ લોહાણા
કરાચીવાળા હાલ વરસોવા, મુંબઈ, કાંતાબેન કાથરાણી (ઉં. વ. ૮૭) તે કાંતીલાલ ધનજીભાઈ કાથરાણીના ધર્મપત્ની મંગળવાર, ૭-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જયંતીલાલભાઈ, હર્ષદભાઈ, દિલીપભાઈ, હરિશભાઈ કાથરાણીના ભાભીજી. તે કલકતાવાળા સ્વ. ભીમજીભાઈ નથુભાઈ પોપટના દીકરી. તે સ્વ. ઘનશ્યામભાઈ તેમજ અમેરીકા નિવાસી પદમીનીબેન અને જયશ્રીબેનના માતુશ્રી. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઈ લોહાણા
ગોવા નિવાસી ધનસુખભાઈ હિરાણી (ઉં. વ. ૭૫) રાધાબેન રૂપસીના સુપુત્ર. પીંકી-પ્રિતિના પિતાશ્રી. ચિરાગકુમાર પાબારીના સસરા. મણીલાલ કેશવજી રાજપોપટના જમાઈ ૫-૫-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૯-૫-૨૪ના સાંજે ૪.૩૦થી ૫.૩૦ ગોવામાં રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button