મરણ નોંધ

હિન્દુ મરણ

વિસા સોરઠિયા વણિક
બાલાગામ નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. વિમળાબેન પારેખ (ઉં. વ. 78) તે સ્વ. ચીમનલાલ હીરાચંદ પારેખના ધર્મપત્ની. વિપુલ, અમરીશ, જીગીષાના માતુશ્રી. બીજલ, રિંકુ(પલ), વિપુલકુમાર શાહના સાસુ. સ્વ. વલ્લભભાઈ, સ્વ. ગિરધરભાઈ, સ્વ. જમનભાઈ તથા ગં. સ્વ. પ્રભાબેન વલ્લભદાસ શાહના ભાઈના પત્ની. પિયરપક્ષે પોરબંદરવાળા સ્વ. ભુપેન્દ્રભાઈ, સ્વ. ધીરેન્દ્રભાઈ તથા ઉદયભાઈ નારણદાસ શાહના બહેન તે 4/5/24ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 7/5/24ના 5 થી 7. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, એસ. વિ. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
કપોળ
જાફરાબાદવાળા હાલ બોરીવલી ગં. સ્વ. ઉષાબેન સુરેન્દ્ર મરચન્ટ (વોરા) (ઉં. વ. 84) તે સ્વ. સુરેન્દ્રભાઈ હરકીશનદાસ મરચન્ટના ધર્મપત્ની 5/5/24ના શ્રીજીશરણ પામેલ છે. તે રાજેશ (રાજુ) તથા પ્રિતીના માતુશ્રી. અક્ષયના દાદી, અમરેલીવાળા સ્વ. પુરષોત્તમદાસ દેવશી સંઘવીના જયેઠ પુત્રી. સ્વ. મહેન્દ્રભાઈ, કીર્તિભાઇ, હરેશભાઈ, સ્વ. ચંદ્રિકાબેન પ્રવીણભાઈ વોરા, સ્વ. હસુબેન શાંતિલાલ ભુતા, સ્વ. દીનાબેન જીતેન્દ્રભાઈ પારેખના મોટાબેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
મચ્છુકાંઠા મોઢ બ્રાહ્મણ
મૂળ નસિતપર નિવાસી, હાલ મુલુંડ સરસ્વતીબેન હરિશંકર પંડ્યા (ઉં.વ.70) જે સ્વ. હરિશંકર પ્રેમશંકર પંડ્યાના પત્ની. ગીતાબેન, યોગેશભાઈ, નિલેશભાઈ, નરેન્દ્રભાઈનાં માતા. નીમાબેન, ઉર્વીબેન, નિશાબેન, હરેશકુમારના સાસુ. પ્રદીપભાઈ, જનકભાઈ, પ્રકાશભાઈ તથા સ્વ. કોકિલાબેન જ્ઞાનેશ્વર જોશીનાં ભાભી. મોરબી નિવાસી સ્વ. મગનલાલ વલ્લભરામ જોશીની દીકરી તા. 04-05-2024નાં સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા બુધવાર તા. 08-05-2024નાં 05:00 થી 07:00. સારસ્વતવાડી, ઝવેર રોડ, ગ્રાઉન્ડ ફ્લોર, મુલુંડ વેસ્ટ.
કચ્છી વિશા ઓશવાળ
રાયણના જયંતીલાલ ગડા (ઉં. વ. 76) તા. 5-5-24ના અવસાન પામેલ છે. વિમળાબેનના પતિ. લક્ષ્મીબેન દના લાલજીના સુપુત્ર. સતીષ, ભરતના પિતા. મણીબાઇ, શામજી, અમરચંદ, દામજીના ભાઇ. જયવંતીબેન મેઘજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભરત ગડા, 302, સંગમ સોસાયટી, દૌલતનગર રોડ નં. 3, બોરીવલી (ઇ.).
બેરાજાના મણીબેન ઉર્ફે મધુરીબેન ચીમનલાલ સૈયા (શાહ) (ઉં. વ. 84) તા.4-5-2024ના અવસાન પામ્યા છે. મોંઘીબેન તેજશીના પુત્રવધૂ. ચીમનલાલ તેજશીના ધર્મપત્ની. ઉમેશના માતુશ્રી. નાની તુંબડી ગાંગબાઈ/રતનબેન લાલજી ભારાની સુપુત્રી. લક્ષ્મીચંદ, લીલાધર, દામજી, મણીલાલ, શાંતિલાલ, નાગજી, હરીલાલ, વસંત, મહેન્દ્રના બેન. પ્રા. શ્રી જોગેશ્વરી અચલગચ્છ જૈન સંઘ, શ્રી મામણીયા નંદુ જૈન ભવન, 29, હરદેવી સોસાયટી, બીજે માળે, ગેટ નં.3, સ્ટેશન રોડ, જોગેશ્વરી (ઈ). ટા.4 થી 5.30.
બાડાના જયંતીલાલ વશનજી ગડા (ઉં. વ. 75) તા. 4-5-24 ના અવસાન પામેલ છે. હીરબાઈ વશનજીના પુત્ર. શીલા (શાંતા)ના પતિ. જતિન, જુલીના પિતા. સુરેશ, વિરચંદ, મણીબેન, રેખા, સરલા, મીનાના ભાઈ. ભુજપુર પાનબાઈ નાનજી પાલણ દેઢિયાના જમાઈ. પ્રા.ટીપ ટોપ પ્લાઝા, થાણા. ટા.3.30 થી 5.
નવગામ ભાટિયા
ગામ આણંદ મુકામના નરેશભાઈ વેદના પત્ની ઉર્મિલાબેન (ઉં.વ. 73) તે ઋચા તથા મયૂરના માતા આણંદ મુકામે અવસાન પામ્યા છે.
કપોળ
જાફરાવાદવાળા ગં. સ્વ. ઉષાબેન સુરેન્દ્રભાઇ હરકિસનદાસ મર્ચન્ટ (વોરા) (ઉં. વ. 84) તે રાજેશ (રાજુ) અને પ્રીતિના માતાજી. અક્ષયના દાદી. અમરેલીવાળા, સ્વ. પુરુષોતમદાસ દેવશી સંઘવીના જયેષ્ઠ પુત્રી. તે મહેન્દ્રભાઇ, કીર્તિભાઇ, હરેશભાઇ, સ્વ. ચંદ્રિકાબેન પ્રવીણભાઇ વોરા, સ્વ. હસુબેન શાંતિલાલ ભુતા, દીનાબેન જીતેન્દ્રભાઇ પારેખના મોટાબેન. સ્વ. ઇંદિરાબેન વિપિન પંડયા, સ્વ.પ્રભાબેન કનૈયાલાલ ભટના ભાભી. તે બોરીવલી મુકામે તા. 5-5-24ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
ડેડાણ નિવાસી હાલ મુંબઇ સ્વ. નવનીતલાલ વલ્લભદાસ મહેતા તથા સ્વ. વિમળાગૌરીના પુત્ર કિશોરભાઇ (ઉં. વ. 73) સોમવાર, તા. 6-5-24ના શ્રીજીચરણ પામેલ છે. તે જસ્મીનાના પતિ. તે યોગેન્દ્ર તથા ગીતા જયંત દોશીના ભાઇ. તે આરતીના જેઠ. તે નક્ષીકા, તપસના કાકા. તે સનતભાઇ ચુનીલાલ કોઠારીના જમાઇ. સર્વ લોકિક પ્રથા બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button