મરણ નોંધ

હિન્દુ મરણ

વિસા નાગર વણિક
વડનગર નિવાસી હાલ વિલેપાર્લે દિલીપભાઈ મહેતા (ઉં. વ. ૮૬) તે સ્વ. મંજુલાબેન મંગલદાસ મહેતાના સુપુત્ર. જયશ્રીબેનના પતિ. સ્વ. બિપીનભાઈ અને અરુણાબેન અશોક ભૂખણવાળાના ભાઇ. તે રાકેશ, સોનલ અને આરતીના પપ્પા. તે અ. સૌ. અલ્પા, સંદીપ શેઠ અને મેહુલ શાહના સસરા. તે નિસર્ગ – અ.સૌ. દિશા, નિરાલી, અવની, દીપન અને શ્રીના દાદા. તા. ૧/૦૫/૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૭, લક્ષ્મી મહેલ, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, બાપુભાઈ વશી રોડ, વિલેપાર્લે પશ્ર્ચિમ.
કપોળ
ભેરાઈવાળા, હાલ કાંદિવલી અ.સૌ.રમાબેન રમણલાલ અમીદાસ વોરાના સુપુત્ર અતુલ. (ઉં. વ. ૬૨) તે નિતિન તથા વિજયના ભાઈ. તે વર્ષાબેન અને બીનાબેનના દિયર/જેઠ. તે ભાવિક, ભૂષણ, દેવાંશીના કાકા. સ્વ.શામળદાસ – સ્વ.વિમળાબેન, સ્વ.અંદરજીભાઈ – સ્વ. હીરાબેન, સ્વ.વિઠ્ઠલદાસ – સ્વ. ભાનુમતી, સ્વ.ગંભીરદાસ – સ્વ. વસુમતીના નાનાભાઈના પુત્ર. તે અમરેલીવાળા સ્વ. છગનલાલ કાનજી મહેતાના દોહિત્ર. તા.૨.૫.૨૦૨૪ના ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા, તા.૬.૫.૨૦૨૪, સોમવારે ૫ થી ૭. હાલાઈ લુહાણા મહાજનવાડી, પહેલા માળે, એસ.વી.રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વે), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ભેરાઇવાળા સ્વ. મંજુલાબેન હિંમતલાલ ગાંધીના પુત્ર રોહિત (ઉં. વ. ૭૨) તે ૩/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. પુલીન, મનનના પિતા. શિલ્પાના સસરા. ડેડાણવાળા સ્વ. જશવંતલાલ વિઠ્ઠલદાસ મહેતાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ગં. સ્વ. ભાગીરથીબેન જગજીવનદાસ મેર (ઉં. વ. ૯૨) તે હરજીવનદાસ નરસિંહદાસ બોસમિયાના પુત્રી. તે ભરત, પંકજ, કેતન, નરેશ અને નલિની જયંતકુમાર મર્થકના માતુશ્રી. તે સોનલ, ધીમંત, યામિની, સ્નેહ, દેવાંશી, તૃષિયા, જહાનવી, દેવના દાદી. તે વિયા અને વાની ના પરદાદી. તે તા ૨૭/૦૪/૨૪ના શ્રીજીચરણ પામેલ છે તેમની પ્રાર્થનાસભા તા ૦૬/૦૫/૨૦૨૪ સોમવાર ના રોજ સાંજે ૪ થી ૫.૩૦ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બોરીવલી વેસ્ટ ખાતે રાખેલ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ બ્રહ્મપુરી, હાલ મીરારોડ નિવાસી ગં. સ્વ. પુષ્પાબેન જાની (ઉં. વ. ૮૯) તા. ૪/૫/૨૪ને શનિવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. વિષ્ણુપ્રસાદ પિતાંબરદાસ જાનીના પત્ની. તે પ્રકાશ, પ્રતિક્ષા નરેન્દ્ર રાવલ, સનત અને સ્વ. બીપીનના માતુશ્રી, તે અંજના અને રીટાના સાસુ. તે જીત અને પરીનના દાદી. તે હિરલ અને પલકના નાની. તે બ્રહ્મપુરી નિવાસી ઠાકર રેવાશંકર મોતીરામના પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી,લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
આણંદપુરવાળા હાલ બોરીવલી નિવાસી હિતેન્દ્ર હરસુખલાલ સાંગાણી (ઉં. વ. ૬૦) તે હિનાબેનના પતિ તથા પ્રીતના પિતાશ્રી. તેમજ ગં.સ્વ.નિર્મળાબેન હરસુખલાલ સાંગાણીના પુત્ર તેમજ મીનાબેન, નયનાબેન તથા પંકજભાઈના મોટા ભાઈ તેમજ ગો.વા.મંજુલાબેન ચંપકલાલ મયાણીના જમાઈ તેમજ બીનાબેન, જયેશભાઇ, હર્ષદભાઈ તથા મીનાબેનના બનેવી તા.૨૯-૦૪-૨૦૨૪ને સોમવારનાં શ્રીજીચરણ પામ્યાં છે. તેમની પ્રાર્થના સભા તા. ૬-૫-૨૦૨૪ને સોમવાર ૫-૦૦ થી ૭-૦૦ અમારા નિવાસસ્થાને રાખેલ છે. સ્થળ: ધરતી પ, ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ, સત્યનગર, બોરીવલી, વેસ્ટ.
કપોળ
મહુવાવાળા હાલ મુંબઈ નિવાસી સ્વ.કમળાબેન નરસીંહદાસ મહેતાના પુત્ર રસીકલાલ (ઉં. વ. ૮૦) તા. ૨-૫-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જશુબેનના પતિ. કિરણના પિતા. સ્વ.મગનભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. દમયંતીબેન, સ્વ.ઈલાબેન, અ.સૌ.ચેતનાબેનના ભાઈ. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
અમૃતલાલ આથા (ઠક્કર) (ઉં. વ. ૮૨) કચ્છ ગામ ઉગેડીવાળા હાલ મુલુંડ રહેવાસી ૩-૫-૨૪ શુક્રવારના અવસાન પામેલ છે. તે સ્વ. ખેતામા મોતીરામ ચાંપશી આથાના પુત્ર. દ્રુપદબેનના પતિ. સ્વ. અનિલ અને ભાવેશના પિતા. સ્વ. બાબુલાલ, સ્વ. શંકરલાલ, સ્વ. મંગલદાસ, સ્વ. નરોત્તમદાસ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. કસ્તુરબેન, સ્વ. જશોદાબેનના ભાઈ. વેલબાઈ વીરજી કરસનદાસ રૂપારેલ કચ્છ ગામ ટોડિયાવાળા હાલ બદલાપુરના મેઘજી હરિરામ કતિરાના જમાઈ. પ્રાગજી શાંતિલાલના બનેવી. ઠે. એ ૩૦૬, સાઈ વીહાર, સાઈ કોમ્પલેક્ષ, નવઘર રોડ, મુલુંડ (ઈસ્ટ). પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
રાજુલાવાળા હાલ કાંદિવલી, સ્વ. દમયંતીબેન હરીલાલ સંઘવીના પુત્રવધૂ. સ્વ. શશીકાંતભાઈના પત્ની ગં.સ્વ. ચંદ્રીકાબેન (ઉં. વ. ૭૯) ૪-૫-૨૪ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે દિનેશ-પૂજા, હીના-આશીતભાઈ સંઘવી, હેમા-તૂષારભાઈ મહેતા, ફાલ્ગુની-યોગેશભાઈ મહેતા, હર્ષા-નીલેશભાઈ મહેતાના માતુશ્રી. તે ધનલક્ષ્મીબેન હરગોવિંદદાસ દોશીના પુત્રી. તે સ્વ. પ્રવીણભાઈ, ચીમનભાઈ, સ્વ. રાજુભાઈ, મંગળાબેન, ચંદનબેન, કુંદનબેન, ઉષાબેન, જયશ્રીબેનના ભાભી. તે ખુશ્બુ-જય, સ્વ. કરણ, અમન, રીષભ-મીતાલી, રાજ, રીશી, હર્નીશના દાદી/નાની. તેમની પ્રાર્થનાસભા લોહાણા મહાજન વાડી, ૨જે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), સમય. ૫થી ૭, ૬-૫-૨૪ના સોમવાર.
નવગામ વીસા નગર વણિક
માણસા નિવાસી હાલ મુંબઇ કાંદિવલી વીણાબેન શૈલેશભાઇ (બાબાભાઇ) શાહ (ઉં. વ. ૮૦) તા. ૩-૪-૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. તુલસીદાસ સીવલાલ શાહના પુત્રી. નીતાબેન મનીશભાઇ, મોનીકાબેનના માતા. સુરેશભાઇ, રીટાબેન, વીપુલભાઇના સાસુ. ભરતભાઇ અને જયોશનાબેનના ભાભી. બન્ને પક્ષનું બેસણું તા. ૫-૫-૨૪ રવિવારના ૫થી ૭. ઠે. બાલાશ્રમ બેનક્વેટ, અતુલ ટાવરની સામે, મથુરાદાસ રોડ, કાંદિવલી (વેસ્ટ).
જૂનાગઢ ગિરિનારાયણ બ્રાહ્મણ
મુંબઇ નિવાસી રુદ્રકાન્ત મુકુન્દરાય સેવક (ઉં. વ. ૭૧) તે સ્વ. મહેન્દ્રાબાળા તથા મુકુન્દરાય વિનોદરાય સેવકના પુત્ર કૌમુદીબેનના પતિ. સ્વ. મુકેશભાઇ, સ્વ. દિલીપભાઇ, ભરતભાઇ તથા બીના સંજય વોરાના ભાઇ. ધીરેન તથા પૂનમના પિતા. મોસમી તથા મલયનાં સસરા. માલા, હર્ષા મીનલના જેઠ. મોનાલી-ગૌરવ, પૂજા-મિતુલ, બિંદી, આલાપ, સૃષ્ટિના કાકા તા. ૩-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સેવાસદન હોલ, ૧લે માળે, ગામદેવી, નાના ચોક, મુંબઇ-૭ ખાતે તા. ૬-૫-૨૪ના ૫થી ૭.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker