હિન્દુ મરણ
કચ્છી લોહાણા
સ્વ. ગોવિંદજી લાલજી ઠક્કર (અડવા) ગામ વરલીવાળાના ધર્મપત્ની ગં.સ્વ. સીતાબેન ગોવિંદજી ઠક્કર હાલ મુલુંડ (ઉં. વ. ૭૮) ૨-૫-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. રામજી લાલજી કારીયાના સુપુત્રી. સ્વ. લાલજી જેઠા ઠક્કરના પુત્રવધૂ. નયના રમેશ રૂપારેલ, શાલિની લલિત નેણસોમૈયા, સપના સુનીલ ગણાત્રા, યામિની હરેશ ઠક્કરના માતુશ્રી. સ્વ. રામજી લાલજી અડવા, સ્વ. પ્રેમજી લાલજી અડવા, સ્વ. તુલસીદાસ લાલજી અડવા, સ્વ. રતનબેન વિઠ્ઠલદાસ ઠક્કર, સ્વ. ગોદાવરીબેન શામજી રૂપારેલના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૪-૫-૨૪ના ૫થી ૭, શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ૧લો માળ, પવાણી હોલ, આરઆરટી રોડ, મુલુંડ વે. લૌકિક વ્યવહાર બંધ છે.
મેઘવાળ
ગામ પાલીતાણા હાલ મુંબઇના પરેશ ભાણજી મહિડાના ધર્મપત્ની સ્વ. ભારતીબેન (ઉં. વ. ૪૫) બુધવારે કૈલાસવાસી થયેલ છે. તેમના સાસુ જીવીબેન, સસરા ભાણજીભાઇ, નિર્મળાબેન, દેવાંગના માતુશ્રી. મનીષભાઇના ભાભી. મિનળબેન સતીષ બારીયાના ભાભી. દેવુબહેન હીરજી સાંડીસના દીકરી. બારમાની વિધિ તા. ૫-૫-૨૪ના રવિવારે સવારે ૧૦.૦૦ ઠે. બી-૨, મહાલક્ષ્મી વ્યુહ હા. સો. ૧૬૦૭, એસ. કે. રાઠોડ રોડ, મહાલક્ષ્મી, મુંબઇ-૩૪.
લેઉવા પટેલ
સિહોર નિવાસી હાલ વિલેપાર્લે, સવિતાબેન પટેલ (ઉં.વ. ૯૪), તે ૨-૫-૨૪ના સ્વર્ગવાસી થયા છે. તે સ્વ. હિંમતલાલ હરજીવનદાસ પટેલના ધર્મપત્ની. સ્વ. ભદ્રેશભાઈ, યોગેશભાઈ તથા દક્ષાબેન પટેલના માતૃશ્રી. પ્રકાશભાઈ તેમજ અમીષાબેનના સાસુજી. કશિશના દાદી. તે ભાવનગર નિવાસી સ્વ. કુબેરદાસ ભગવાનદાસ પટેલના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૫-૨૪ના ૫.૦૦ થી ૭.૦૦, નાણાવટી એજ્યુકેશન કોમ્પલેક્ષ, નાણાવટી સ્કૂલ, વલ્લભભાઈ રોડ, વિલેપારલે (વેસ્ટ).
કપોળ
અમરેલીવાળા હાલ નાલાસોપારા અ.સૌ. ઇન્દુમતી અનંતરાય નંદલાલ દેસાઈના પુત્રવધૂ અ.સૌ. પ્રિતી નીતિનભાઈ દેસાઈ (ઉં.વ. ૫૫) તે ૨૮/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સુરજ તથા રોનકના માતુશ્રી. નમ્રતા તથા ભાવનાના સાસુ. મનીષ તથા દિલીપના ભાભી. પિયરપક્ષે ઢાંગલાવાળા સ્વ. અનંતરાય હરગોવિંદદાસ મહેતાના દીકરી. બંને પક્ષ તરફથી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એ ૩૦૨, જૂનું કપોળ નગર, નાલાસોપારા ઈસ્ટ.
ગામડિયા દરજી
ગામ ગાડરિયા હાલ બોરીવલી ગં. સ્વ. ભાનુમતિ દરજી તે સ્વ. ચીમનલાલ પરસોતમ દરજીના ધર્મપત્ની. મહેન્દ્ર, દક્ષા, તારા, મીના, અજય તથા મનીષાના માતૃશ્રી. અનિતા, તેજલ, દિલીપકુમાર, ભરતકુમાર સાવનકુમારના સાસુ. સ્વ. સુરેશ, રમેશ, મહેશ, હંસાબેન, મંજુલાબેનના બેન. અમ્રિતા, શીવાની, હેતાલી, ક્રિશા, પલકના દાદી. અપર્ણા ધવલ, જાગૃતિ, મમતા, યશ, પ્રિયંકા તથા યાંશીકાના નાની, તે ૧/૫/૨૪ના દેવલોક પામેલ છે. તેમનું બેસણું ૫/૫/૨૪ના ૪ થી ૬. નિવાસસ્થાને એ ૧૪, ન્યુ સરિતા પાર્ક, સોડાવાલા લેન, જૈન દુગ્ધાલયની નજીક, બોરીવલી વેસ્ટ.
ઔદિચ્ય સહસ્ત્ર બસિયા બ્રાહ્મણ
ખેરાડી નિવાસી (હાલ બોરીવલી) અ.સૌ. શ્રીમતી મધુબેન વ્યાસ (ઉં.વ. ૭૮) તે ૧/૫/૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. તે પ્રવીણચંદ્ર કાંતિલાલ વ્યાસના ધર્મપત્ની. તેજસ અને ઋષિના મમ્મી. દીપ્તિ અને અશ્ર્વિનીના સાસુ. હીરાબેન, સ્વ. રમેશભાઈ અને કિરીટભાઈના ભાભી. સરડોઇ નિવાસી સ્વ. ભીખાલાલ મગનલાલ દાણીના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૪/૫/૨૪ના ૫ થી ૭. સ્થળ: બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી (વેસ્ટ).
સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ
ગીરજાશંકર કાળીદાસ પુરોહિત (ગીજુભાઈ) (ઉં.વ. ૮૩), રોહિસા નિવાસી હાલ બોરીવલી તા. ૨-૫-૨૪ના કૈલાસવાસી થયેલ છે. તે ગીતાબેનના પતિ. તે હિતેશભાઈ, હેમાબેન સંજયકુમાર જોશી, ચારુબેન તુષારકુમાર ગાંધી, આરતીબેન જયેશકુમાર જોશીના પિતાશ્રી. તે વર્ષાબેન હિતેશભાઈ પુરોહિતના સસરા. તે નાગેશ્રી નિવાસી ભીખાલાલ આતાભાઇ રાજ્યગુરુના જમાઈ. તે સ્વ. પ્રાણકુવર વિઠ્ઠલજી, સ્વ. શાંતાબેન હરિશંકર, સ્વ. તારાબેન વસંતરાય, સ્વ. હરિભાઈ કાળીદાસના નાનાભાઈ. સંયુક્ત પ્રાર્થનાસભા તા. ૫-૫-૨૪, રવિવારના ૫:૦૦ થી ૭:૦૦. સોનીવાડી, શિંપોલી ક્રોસ રોડ, બોરીવલી (વેસ્ટ) ખાતે.
જનોડ એકડા ખડાયતા
સ્વ. પ્રવીણાબેન તથા સ્વ. શ્રી સુરેન્દ્રકુમાર કાંતિલાલ શાહના સુપુત્ર શ્રી ચિરાગભાઈ શાહ (ઉં.વ. ૫૪) જનોડ ગામ હાલ મુંબઈ. સ્વ. નગીનદાસ નાથાલાલ શાહના જમાઈ. તે જીજ્ઞાસાના પતિ. ભક્તિના પિતા. પરાગ, દિપ્તી, પ્રિતીના ભાઈ. જુલીના જેઠ. તે તા. ૨૪-૪-૨૪ બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૫-૫-૨૪ રવિવારના ૯.૦૦ થી ૧૦.૩૦. સ્થળ: ઠઠ્ઠાઈ ભાટિયા હૉલ નં. ૪, બીજે માળે, એસ.વી. રોડ, કાંદીવલી (વેસ્ટ).
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ફરીયાદકા નિવાસી હાલ બોરીવલી સ્વ. પ્રભાબેન રેવાશંકર રાવળના સુપુત્ર પ્રકાશભાઈ રાવળ (ઉં.વ. ૭૬) તે જ્યોત્સનાબેનના પતિ. દર્શન, દિપાલી તથા મેઘનાના પિતાશ્રી. પિકીં, હિતેશકુમાર, ચિંતનકુમારના સસરા. તે ઉસરડ નિવાસી સ્વ. રવીશંકર રતીલાલ જાનીના જમાઈ. તે ગુરૂવાર, તા. ૨/૫/૨૪નાં શ્રીજીશરણ પામેલ છે. સર્વે પક્ષની સાદડી તા. ૪/૫/૨૪ શનિવારના ૪ થી ૬. લોહાણા મહાજન વાડી, બીજે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ.વી. રોડ. કાંદિવલી વેસ્ટ.
કપોળ
વીરપુર (લાઠી)વાળા, હાલ દહિસર સ્વ. હેમકુંવરબેન વ્રજલાલ મહેતાના પુત્ર મનુભાઈ (ઉં.વ. ૮૩), તા. ૨૯/૪/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રવિણાબેનના પતિ. ઉદય સુનંદા, કલ્પેશ કલ્પના, મીના અનિલ સંઘવી તથા નિમિષા ચેતન સંઘવીના પિતાશ્રી. તે ગીરધરભાઇ, સ્વ. તારાબેન, સ્વ. હસુભાઈ, સ્વ. દમયંતીબેન તથા કલ્પનાબેનના ભાઈ. તે સ્વ. રંજનબેન તથા મધુબેનના જેઠ. તે સ્વ. મણિલાલ કાનજીભાઈ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૫/૫/૨૪ને રવિવારે ૫:૦૦ થી ૭:૦૦, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કાર ધામ, બી-૩૦૨, ડાયમોડા ઇન્ડ. એસ્ટેટ, પેટ્રોલ પમ્પની બાજુમાં, એસ. વી. રોડ, દહિસર (ઈસ્ટ).
હાલાઈ લોહાણા
મુકેશ ઠકરાર (ઉં.વ. ૬૩) મુળ ગામ ભાણવડ હાલ ડોમ્બિવલી. તે સ્વ. વિજયાબહેન તથા દેવજીભાઈ ઠકરારના સુપુત્ર. તે હંસાબહેનના પતિ. તે ધવલ, નીશિતા અને મોહિનીના પિતા. તે સ્વ. મથુરાદાસ વાલજી દતાણીના જમાઈ. તે પ્રિતેશકુમાર, ભાવિન, કરણભાઈ અને મૃણાલીના સસરા. તે કિરીટભાઈ, ધીરજબહેન, પુષ્પાબહેન, ભારતીબહેનના ભાઈ. તા. ૨/૫/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ, જલારામ ધામ, ઓમ આશીર્વાદ સોસાયટી, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજુમાં, મહાત્મા ફૂલે રોડ, ડોમ્બિવલી વેસ્ટ. તા. ૪/૫/૨૪ શનિવાર – ૪:૩૦ થી ૬:૦૦. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
વણી નિવાસી હાલ નાલાસોપારા (વેસ્ટ) અ.સૌ. રીના (રંજનબેન) (ઉં.વ. ૭૦), તેઓ પરેશ ભગવાનદાસ માંડવીયાના ધર્મપત્ની તથા ઉમંગના માતુશ્રી. બીનાના સાસુ. જનયના દાદી. તે સ્વ. ધીરજબેન ભગવાનદાસ માંડવીયાના પુત્રવધૂ. સ્વ. સુશીલાબેન નગીનદાસ ધોળકીયાના દિકરી. જયેન્દ્રભાઈ, ગં.સ્વ. સરોજબેન બળવંતરાય સાંગાણી તથા પન્નાબેન દિનેશચંદ્ર વૈધના નાનાભાઈના પત્ની. તા. ૩૦-૪-૨૪ના મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.