હિન્દુ મરણ
કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગામ મસ્કાના હાલ ડોમ્બિવલી કુ. રિયા શામજી મોતા (ઉં. વ. ૨૫) તા. ૨૯-૪-૨૪ના રોજ રામશરણ પામેલ છે. તે મંજુલાબેન શામજી મોતાની પુત્રી. સ્વ. કુંવરબાઇ ખીમજી કેશવજી મોતાની પૌત્રી. અ. સૌ. સ્વ. મણીબેન હીરજી બોડાની દોહિત્રી. સ્વ જયંતીલાલ, મનસુખ, પ્રાણજીવન, રમેશ, ભરતની ભત્રીજી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩-૫-૨૪ના શુભમ બેંંકેટ હોલ, ૧લે માળે, શુભાંગી બિલ્ડિંગ, માનપાડા રોડ, દિવ્યા સારીની ઉપર ડો. (ઇસ્ટ). ૪થી ૬.
કચ્છી લોહાણા
સ્વ. શાંતાબેન હરિરામ અનમના સુપુત્ર નવીન હરિરામ અનમ (ઉં. વ. ૮૨) કચ્છ ગામ કુકમા બુધવાર તા. ૧-૫-૨૪ના પૂનામાં અક્ષરવાસી થયા છે. તે ભારતીબેનના પતિ. નિલેશ, રામના પિતા. હેમુ, યોગિનીના સસરા. નારાયણ ખીમજી પંડિતપૌત્ર કચ્છ ગામ મઉના જમાઇ. જમનાદાસભાઇ, નરેન્દ્રભાઇ, અશ્ર્વિનભાઇ, હેમલતાબેન, ઇંદુબેન, શારદાબેન, આશાબેનનાભાઇ. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
હાલાઇ ભાટિયા
ભરત ઠક્કર (ઉં. વ. ૬૭) તે સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. પ્રતાપ ગોકલદાસ ઠક્કરના પુત્ર. તે આનંદના ભાઇ. તે સ્વ. મૈત્રીના જેઠ. તા. ૧-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ દેશલપર ગુંતલી હાલે ઉલવે. સ્વ. શાંતાબેન મંગલદાસ ભીમજી આથાના પુત્ર ગોવિંદભાઈ (દીનેશભાઈ) (ઉં.વ. ૬૫) તા. ૧/૫/૨૪ના શ્રીરામશરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ. તે ગં.સ્વ. ગીતાબેન મહેન્દ્રભાઈ તન્ના, સ્વ. લતાબેન રમેશકુમાર નરમ, કલાબેન મહેશકુમાર પલણ તથા હસમુખભાઈના ભાઈ. લજ્જા કુનાલ દૈયા, ઈશા રાહુલ મજેઠીયા તથા સમીપના પિતાશ્રી. તે સાવિત્રીબેન મથુરાદાસ માધવજી કતિરા નેત્રાવાલાના જમાઈ. ઉષાબેન પ્રતાપ, કલ્પનાબેન વિપુલ, કવિતાબેન નીતિનના નનદોઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ સીતાપુરા હાલ બોરીવલી દિલીપભાઈ રાઠોડ (ઉં.વ. ૫૨) તે ગં.સ્વ. જયાબેન તથા સ્વ. વ્રજલાલ મોહનલાલ રાઠોડના પુત્ર. તે સાસરાપક્ષે મોરબીવાળા કાંતિલાલ રામજીભાઈ સોલંકીના જમાઈ. મનીષાબેનના પતિ. જય તથા ભવ્યના પિતા. ગીરીશભાઈ, યોગેશભાઈ, વર્ષાબેન ઘનશ્યામભાઈ કાતરીયાના ભાઈ તે ૨૯/૪/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા ૩/૫/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, વિશ્ર્વકર્મા ચોક, બોરીવલી ઈસ્ટ.
ઘોઘારી મોઢ વણિક
ચોરવાડ નિવાસી હાલ કાંદિવલી સ્વ. વસંતરાય વલ્લભદાસ મહેતાના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં.વ. ૯૦) તે કિરણ, મુકેશ, જયશ્રીના માતુશ્રી. નિતાના સાસુ. કૃણાલ, માનસીના દાદી. દિલીપભાઈ મહેતાના ભાભી. તે ૩૦/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
કુંકાવાવ મોટી નિવાસી, હાલ બોરીવલી પ્રફુલ્લાબેન સાગલાણી (ઉં.વ. ૬૩) તે હિતેષભાઇના ધર્મપત્ની. તેઓ કોમલબેન ગૌરવકુમાર, ચિરાગભાઈના માતુશ્રી. તે માનસીબેનના સાસુ. તે સ્વ. ચંદ્રિકાબેન મણીલાલ સાગલાણીના પુત્રવધૂ. તે ઇન્દુબેન નાનાલાલ સોમૈયાના પુત્રી. બુધવાર, તા. ૧/૫/૨૪ના અક્ષરધામ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૩/૫/૨૪ના ૪ થી ૬. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, એલ. ટી. રોડ, ડાયમંડ ટૉકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).
નવગામ ભાટિયા
જોડિયાવાળા હાલ મુંબઈ સ્વ. મૂળરાજભાઈ નેગાંધી (ઉં.વ. ૭૫), તે સ્વ. ત્રિકમજી વેલજી નેગાંધી તથા સ્વ. શાંતાબેન નેગાંધીના સુપુત્ર. તે જયંતીભાઈ, સ્વ. રાધાબેન પ્રાણજીવનદાસ, સ્વ. નવિનભાઇ, સ્વ. સુરેશભાઈ, સ્વ. જયસિંહભાઈ, માધવશીભાઈ, હંસાબેન હરિશકુમાર, રણજીતભાઇના ભાઈ. તે સ્વ. ઇન્દુબેન, સ્વ. નલિનીબેન, સ્વ. આશાબેન તથા સૌ. નયનાબેનના દિયર. તે સૌ. અલ્કાબેન અજિતકુમાર, ઉદય, ધર્મેશ, જીગ્નેશ, અ.સૌ. જાગૃતિ નિરવકુમારના કાકા. તે સૌ. દિપાલી, અ.સૌ. તૃપ્તિ, અ.સૌ. ફોરમના કાકાજી, બુધવાર, તા. ૧/૫/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.