મરણ નોંધ

હિન્દુ મરણ

ઉષાકાંત ગણપતરાય અંતાણી (ઉં. વ. ૭૭) તે સ્વ. નયનાના પતિ. દિપાલી સિદ્ધપુર, હર્ષના પિતાશ્રી. સ્વ. રમેશભાઇ તેમ જ સ્વ. અરુભાઇ તેમ જ રસીલાબેનના ભાઇ. મંજુલાબેન અને સ્વ. હેમાબેનના દિયર. સ્વ. પ્રિતેશ, સૌ. હેતલનાં સસરા. ભાનુબેન તેમ જ ચંદ્રકાન્તભાઇ ઢેબરના જમાઇ મોરબી ખાતે તા. ૨૩-૪-૨૪ના અવસાન થયું છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ માંડવી હાલ મુંબઇ સ્વ. શાંતિલાલ ભવાનજી મડિયારના ધર્મપત્ની ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૬૯) બુધવાર, તા. ૨૪-૪-૨૪ના શ્રી રામશરણ પામેલ છે. તે સ્વ. કાનજી રણછોડદાસ દૈયા કચ્છ ગામ હમલામંજલ હાલ મુંબઇના સુપુત્રી. ભાવેશ, વિશાલ તથા ભાવનાબેન ભાવિક ભરતભાઇ ચોથાણીના માતુશ્રી. સંગીતાબેન બાબુલાલ મડિયાર, સ્વ. પ્રેમજી, ભરત, સ્વ. શંકર, સ્વ. જયોત્સનાબેન પ્રમોદ હિંદુસોતાના બહેન. સ્વ. વેણીલાલ તથા રમણીકલાલના ભાભીશ્રી. પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
ખસ નિવાસી હાલ મલાડ સ્વ. સવિતાબેન નંદલાલ શાહના સુપુત્ર ચંદ્રકાન્ત (ઉં. વ. ૭૯) તા. ૨૨-૪-૨૪ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તે ફાલ્ગુની, તૃપ્તી, દર્શના, પિંકી, નિરવના પિતાશ્રી. ધર્મિષ્ઠા વી. દાણીના ભાઇ. તે રાકેશ, શૈલેષ, મેહુલ, જલ્પાના સસરા. મગનલાલ ઓધવજીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૬-૪-૨૪ના સાંજે ૫થી ૭. ઠે: ઘનશ્યામદાસ સરાફ માતૃમંદિર હોલ, પોદાર પાર્ક સર્કલ પાસે, મલાડ (ઇસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
થોરડી નિવાસી સ્વ. મનસુખલાલ કુંવરજી મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. ઇન્દુબેન (ઉં. વ. ૮૬) તા. ૧૮-૪-૨૪ના ગુરુવારે ભાવનગર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે પુષ્પાબેન બળવંતરાય મહેતાના દેરાણી. સ્વ. સુભાષભાઇ, રાજુભાઇ, સુરંગીબેન, માધવીબેન તથા પન્નાબેનના કાકી. પિયર પક્ષે ભાવનગર નિવાસી સ્વ. બળવંતરાય મણીલાલ મહેતાના દીકરી. રમેશભાઇ, સ્વ. કાંતાબેન, સ્વ. લલીતાબેન, સ્વ. જયાબેન, સ્વ. પુષ્પાબેન તથા પ્રફુલ્લાબેનના બહેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કચ્છી ભાનુશાલી
ડોણ (તા.માંડવી) લખમીબાઈ અરજણભાઈ કટારીયા (ઉં. વ. ૯૫) મંગળવાર, તા.૨૩-૪-૨૪ના મુલુન્ડ ખાતે ઓધવશરણ પામેલ છે. તે જેઠ. સ્વ. હરજી નાનજી પુત્રો સ્વ. બાબુભાઈ, ચત્રભુજ, વસંત, શરદ, સ્વ. જેઠાલાલ, સ્વ. દયાળજી, ડૉ. લક્ષ્મીદાસ. પુત્રી- જમાઈ કસ્તુરબેન નરેન્દ્ર ગોરી- ભાડાઈ, પ્રીતી હિતેશ જોઈસર શીરવા, શીતલ સંજય ખાનીયા નાંગીયા, અવની ચૈત્યકુમાર, તન્વી રાકેશ ગોરી લઠેડી, માવિત્ર સ્વ. સોનબાઈ હીરજી તેજા મેંગર મોટા રતાડીયા, પૌત્રવધૂ-પૌત્ર શીતલ હિતેશ, માનસી રિકીન, પવનજીત અંકિત, દ્રષ્ટિ મિથિલ. લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠીયા વણિક
રાજુ શાહ (ઉં.વ. ૬૨) તે સ્વ. નારણદાસ લક્ષ્મીદાસ શાહના પુત્ર. તે રીટા રાજેશ ભણશાલી, કીર્તિ પ્રદીપકુમાર વૈદ્ય, ધીરેન નારણદાસ શ્રીમાંકરના ભાઈ. સ્વ. નર્મદાબેન દિલસુખલાલ કાટકોરીયા, સ્વ. રાધાબેન અનુપચંદ પારેખ, સ્વ. સંધ્યાબેન વિનોદચંદ્ર ધ્રુવ, સ્વ. શાંતાબેન ચુનીલાલ વૈદ્ય, સ્વ. હરકીશનદાસ લક્ષ્મીદાસ શાહના ભત્રીજા. સ્વ. ચંદ્રકાંત દેવચંદ અટીલા, સ્વ. મણીલાલ દેવચંદ અટીલા, સ્વ. નયનાબેન ઈન્દુકુમાર શાહના ભાણેજ તા. ૨૪-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સાદડીની પ્રથા બંધ છે.
મેઘવાળ
ગામ કરદેજ (હાલ મુંબઇ) નિવાસી ગં. સ્વ. પ્રેમિલાબેન ગોહિલ મંગળવાર તા. ૧૬-૪-૨૪ના શ્રીરામશરણ પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. ખોડિદાસ હમીર ગોહિલના પુત્રવધૂ. સ્વ. શ્યામજીભાઇ ખોડીદાસ ગોહિલના પત્ની. ધીરજભાઇ, ઉષાબેન, જયાબેનના માતા. જયોત્સનાબેન, પ્રેમજીભાઇ લકુમના સાસુ. પ્રાચી, ધર્મીના દાદી. સ્વ. મધુબેન તથા સ્વ. નાનજીભાઇ રામજી બોરીચાના દીકરી. બારમાની વિધિ તા. ૨૭-૪-૨૪ના શનિવારે ૫.૦૦ કલાકે, બીએમસી ચાળ, કે બ્લોક, રૂમ. નં.૨, મેઘનગર, આર્થર રોડ, ચિંચપોકલી.
કપોળ
ધોલેરાવાળા, હાલ કાંદિવલી સ્વ. શશીકલા કાંતિલાલ ત્રિભોવનદાસ મહેતાના પુત્ર પ્રફુલ (ઉં. વ. ૬૫) તે તા. ૨૫-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હીનાબેનના પતિ. તે શિવાનીના પિતા. તે મધુ, હિરેન, હેમંતના ભાઇ. તે જાફરાબાદવાળા સ્વ. જસુમતી ભવાનીદાસ સંઘવીના જમાઇ. તે સ્વ. મનસુખલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. ધીરજલાલના ભત્રીજા. લૌકિક પ્રથા બંધ છે. ઠે. બી-૩૦૩, શ્રી વલ્લભ એપાર્ટમેન્ટ, કમલા વિહાર સ્પોર્ટસ કલબ લેન, કાંદિવલી (પશ્ર્ચિમ).
નવગામ ભાટિયા
કાલાવડ નિવાસી હાલ બોરીવલીના વિઠ્ઠલદાસ મોરારજી જાધવજી નેગાંધી (ઉં. વ. ૮૨) તે ૨૪/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. વિરમતીબેનના પતિ. મુકુલ, ધીરેન તથા રક્ષાના પિતા. જયશ્રી, આશા, હિમાંશુકુમાર રણજીતભાઈ આશરના સસરા. સ્વ.બાબુભાઇ, સ્વ. જીવણદાસ, સ્વ. જમનાબેન સંપટ, સ્વ. મણીબેન ઉદેશી, સ્વ. કસ્તુરબેન આશર, સ્વ. જયાબેન વેદ, ગં. સ્વ લીલીબેન વેદ તથા સ્વ. શાનુબેન સંપટના ભાઈ. તે સાસરાપક્ષે કાલાવડવાળા સ્વ. ત્રિભુવનદાસ વિઠ્ઠલદાસ સંપટના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ગામ ભાવનગર, હાલ વિલેપાર્લે નિવાસી ગં.સ્વ હસુબેન મોદી (ઉં. વ. ૯૪) સોમવાર તા. ૨૨.૦૪.૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ.ઈશ્ર્વરલાલ વૃજલાલ મોદીનાં ધર્મપત્ની. પંકજ, તુષાર, અજય, પરાગનાં માતૃશ્રી. કલ્પના, પ્રફુલ્લા, માલતીનાં સાસુમા, આશિષ, કાનન, નિકીતા, વિરાજ, દેવાંશીનાં દાદીમાં, મહુવા નિવાસી સ્વ.પ્રભુદાસ દુર્લભદાસ સરવૈયા (મહેતા)નાં દીકરી. સ્વ.પદમાબેન બિહારીલાલ, સ્વ.સરલાબેન ગુણવંતરાય, સ્વ.મનહરલાલ પ્રભુદાસનાં બેન. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગઢશીશા હાલે મુલુંડ નિવાસી સ્વ.મણીબેન અને સ્વ. જીવરામ ગોવિંદજી મોટનપૌત્રાના પુત્ર સ્વ.દેવીદાસભાઈના ધર્મપત્ની ગં. સ્વ. જ્યોત્સનાબેન (ઉં. વ.૭૩) તે સ્વ.પાર્વતીબેન અને સ્વ.લાલજીભાઈ સતજુગાના પુત્રી. શિતલબેન હિતેશભાઈ, ગીતાબેન ચેતનભાઈ, શિલ્પાબેન રાજેશભાઈ, નેહલબેન મનીષભાઈ અને છાયાબેન ભાવેશભાઈ ગટાના માતા. સ્વ.જયાબેન મોતીરામભાઈના દેરાણી. સ્વ.ભાનુમતીબેન મુલરાજભાઈ, સ્વ.વિજયાબેન મહાવીરભાઈ, સ્વ.સાવિત્રીબેન પ્રેમજીભાઈ , ગં.સ્વ.કસ્તુરબેન માધવજીભાઈ, ગં.સ્વ. શારદાબેન લીલાધરભાઈના ભાભી. બુધવાર તા.૨૪-૦૪-૨૦૨૪ના શ્રીરામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા.૨૬-૦૪-૨૦૨૪ના ૫:૩૦ થી ૭:૦૦. ઠે. શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, પહેલે માળે, આર.આર.ટી.રોડ, મુલુન્ડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
મુળ ગામ જામ સલાયા નિવાસી સ્વ. કરશનદાસ જમનાદાસના પુત્ર સ્વ. વામનરાય જોષી (ઉં. વ. ૮૩) તા.૨૩-૦૪-૨૦૨૪ના મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે દિપકભાઈ, શ્યામભાઈના પિતા. પ્રાર્થનાસભા તા. ૨૬/૦૪/૨૦૨૪ના શુક્રવારે ૪ થી ૫. ભાટીયા ભગિરથી મંદિર, ૮૮, દાદી શેઠ અગિયારી લેન, અનંતવાડી, કાલબાદેવી રોડ, મરીનલાઈન (પૂ.).
મચ્છુ કઠીયા સઈ સુથાર
મૂળ ગામ માળીયા હાટીના હાલ દુબઈ પીતાંબરભાઈ નાગજીભાઈ પરમાર (ઉં. વ. ૯૦) તા. ૨૩-૪-૨૦૨૪ના મંગળવારે લોનાવાલા મધ્યે શ્રીજીચરણ પામ્યા છે. તે વિજયાબેનના પતિ. તે સ્વ. કાનજીભાઈ, સ્વ.પ્રભુદાસભાઈના નાનાભાઈ, પરસોત્તમભાઈ વેલજીભાઈ પરમાર(જૂનાગઢ)ના જમાઈ. તે ભરતભાઈ, ધર્મેન્દ્ર (રાજુ)ભાઈ, પ્રકાશભાઈ, પ્રવિણાબેન જયંતકુમાર લીંબડ, હંસાબેન જયંતકુમાર કાપડિયા, બીનાબેન રશ્મિકાંત કાપડિયા. પ્રિતીબેન ઉમેશકુમારના પિતાશ્રી. તે જીગ્નાબેન, રેશ્માબેન, અને જ્યોતિબેનના સસરાજી. પ્રાર્થનાસભા તા. ૨૬-૪-૨૦૨૪ના શુક્રવારે ૪.૦૦ થી ૬.૦૦. સ્થળ- સોની વાડી, શિમ્પોલી ક્રોસ લેન, એસ.વી.રોડ, બોરીવલી-વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button