મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ કછોલી નિવાસી (હાલ મલાડ) સ્વ. સવિતાબેન તથા સ્વ. ડાહ્યાભાઈના સુપુત્ર પ્રમોદભાઈ (ઉં. વ. 47) તા. 29-9-23 ના રોજ દેવલોક પામ્યા છે. તે પુષ્પાબેનના પતિ, ગૌરવ તથા સ્મિતના પપ્પા, લક્ષ્મીબેન તથા અશ્વિનભાઈના ભાઈ, મેઘાબેનના જેઠ, તક્ષના મોટા પપ્પા. ગામ ખરસાડ (લુહાર ફળિયા) નિવાસી સ્વ.જયેશભાઈ/ઉકાભાઈ (મોતીબુચા વાળા) તથા સ્વ.જયાબેનના જમાઈ. તેમનું બેસણું ગુરુવાર તા. 5-10-23 ના બપોર 2 થી 4 વાગ્યે અને તેમની પુષ્પપાણી મંગળવાર તા.10-10-23 ના બપોરે 03 વાગ્યે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક રિવાજ બંધ છે. નિવાસ સ્થળ: 1207, બિલ્ડીંગ બી-2, ફ્લોર 12, ઓમકાર એસ.આર.એ., શાંતારામ તળાવ, મલાડ (પૂર્વ).
વિસા સોરઠિયા વણિક
રહીજવાળા હાલ વિલેપાર્લે ગં.સ્વ. સુશીલાબેન શાંતિલાલ શાહ (ઉં.વ. 78) તે સ્વ. શાંતિલાલ ભગવાનદાસ શાહ ના ધર્મપત્ની , તે નિમેષ , શેફાલી , દીપ્તિ ધાર્મિક પાતાણીના માતૃશ્રી , તે સ્વ. હરકિસનદાસ, સ્વ. હરિદાસ, શશીરાજ, સ્વ. પ્રભાબેન, સ્વ. પુષ્પાબેન, ચંદ્રિકા, જયશ્રી, અણાના બહેન શનિવારે તા. 30-9-2023ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
માધવપુર (ઘેડ) વાળા હાલ મુંબઈ વસંતબેન (ઉં.વ.91), તે ગોરધનદાસ પ્રેમજી ઠકરારના પત્ની. તે સ્વ. જડાવબેન અને ગોકળદાસ પુજારાના સુપુત્રી. તે સ્વ. દુલભભાઈ, સ્વ. કેશવલાલ, સ્વ. પ્રાગજીભાઈના નાના ભાઈના ધર્મપત્ની. તે સ્વ. નરેન્દ્રભાઈના ભાભી. તે સ્વ. પ્રવીણભાઈ, દીપક, ભારતી મુકેશ તન્નાના માતોશ્રી. નીલા તથા મુકેશ હરિદાસ તન્નાના સાસુ. તા. 1-10-23ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા લાડ વણિક
કડોદ હાલ કાંદિવલી કિરીટભાઈ સી. શાહ (ઉં.વ. 76) તેઓ સ્વ. ચંદુલાલ શાહ તથા સ્વ. કાંતાબેન શાહના પુત્ર. ગં.સ્વ. ભારતીબેન કે. શાહના પતિ. હેમલ શાહ તથા સાગર શાહના પિતા. બેલા અને હેતલના સસરા. સ્પર્શ અને ક્રિશના દાદા. તા. 1-10-23ના (રવિવાર) નિધન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક સમાજ
મેંદરડા હાલ મલાડ સ્વ. પ્રતિભાબેન હસમુખલાલ શેઠની મોટીપુત્રી તથા નુતનના મમ્મી રેખાબેન હસમુખલાલ શેઠ (ઉં.વ. 61) તા. 30-9-23ના શ્રીજીચરણ પામ્યા છે. તથા રોનક કુમારના સાસુ. વિહાનના નાની તથા વીણા, ભાવના, પ્રીતિ, ભરત, કમલેશના બેન તથા સ્વ. વિનોદચંદ્ર તથા નરેન્દ્ર ત્રિભોવનદાસ શેઠની ભત્રીજી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
ગં. સ્વ. ઇન્દુબેન (ઉં.વ. 74) તે સ્વ. કાકુભાઇ જમનાદાસ વસંતના ધર્મપત્ની. તે સ્વ. નિતિનભાઇ, મીનાબેન જયેશકુમાર ઠકરાર, પ્રિતીબેન દિલીપકુમાર દક્ષિણી, ચાબેન શકીલભાઇ મર્ચન્ટના માતૃશ્રી. તે સ્વ. શાંતાબેન તથા સ્વ. પ્રાગજી મુલજી વિઠલાણી (વાંદરાવાળા)ના દીકરી. ચિ. દેવના દાદી તથા ગં. સ્વ. પ્રિતીબેનના સાસુ તેમજ સ્વ. લીલાવતીબેન, સ્વ. શાંતાબેન, સ્વ. હંસાબેન, ચંદ્રિકાબેન, સ્વ. શ્યામભાઇના ભાભી, તા. 1-10-23ના રવિવારે, શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. જમનાદાસ શામજી ઠક્કર (ભલ્લા) ખેડોઈવાલા, હાલે હુબલીવાળાના સુપુત્ર હરીશભાઈ (ઉં.વ. 63), મંગળવાર, તા. 26/9/23ના પરમધામવાસ પામ્યા છે. તે હર્ષાબેન (ઈંદિરા)ના પતિ. તે સ્વ. શૈલેષભાઈ, દેવેન્દ્ર તથા શ્રીદેવી (દિવ્યા) દિલીપભાઈ ચંદનના ભાઈ. તે શ્રુતિ ચિંતન તન્ના તથા દિપ્તીના પિતાશ્રી. તે સ્વ. જમનાદાસ દામજી પલણ પનવેલવાળાના જમાઈ. તે ગં.સ્વ. રીટાબેનના દિયર. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
હિન્દુ મેઘવાળ
બારમાની વિધિ, ગામ પાંચતલાવડા હાલ તુલસીવાડીમાં રહેતા સ્વ. લિલાવતી રમેશ બારિયા (ઉં.વ. 61) તેઓ તા. 30/9/23ના રામશરણ પામ્યા છે. સ્વ. રમેશભાઈના ધર્મપત્ની તથા સ્વ. ગંગાબેન અને સ્વ. અમરસિંગ બારિયાના પુત્રવધૂ. સ્વ. મધુબાઈ અને સ્વ. સોમજીભાઈ વેગડાના દીકરી. કુ. કંચનબેનના માતૃશ્રી. તેમના બારમાની વિધિ તા. 4-10-23 બુધવારે સાંજે 5:00 કલાકે સ્થાન: એ2 નવરંગ હા.સો.નાં પંટાગણ મહાલક્ષ્મી, સંતશ્રી વિરમેઘમાયા માર્ગ, મુંબઈ:400034 સ્થાને રાખવામાં આવેલ છે.
કપોળ
શિહોર હાલ બોરીવલી નલીનકુમાર ગંગાદાસ મહેતા (ઉં.વ. 88) રવિવાર, 1 ઓકટોબર, 23ના શ્રીજીચરણ પામ્યા છે. તે ધનલક્ષ્મીબહેનના પતિ. જુગલકિશોર મહેતાના ભાઇ. તે રાજેશ, રીટા તથા ભાવેશના પિતાશ્રી. હર્ષા, હિમાંશુ તથા જાગૃતિના સસરા. સિહોરવાળા છોટાલાલ લક્ષ્મીદાસ મુનીના જમાઇ. તથા મોહનલાલ અમૃતલાલ પારેખ તથા કાન્તિલાલ પારેખના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કોડીનાર મોઢ વણિક
મયૂર શાહ (ઉં. વ. 66) તે સ્વ. વીઠ્ઠલદાસ શાહ તથા ગં. સ્વ. પુષ્પાબેનના પુત્ર. નીરુબેનના પતિ. મીત અને મનનના પિતા. શુભ્રાના સસરા. તથા કૌશિક, હિમાંશુ અને સોનલના ભાઇ તા. 1-10-23ના શ્રીજીચરણ પામ્ય છે. ઠે. 105, ઓમ કલ્પતરૂ, વર્તક રોડ, કાષિ ભુવનની સામે, વિલેપાર્લે (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર સાઠા બ્રાહ્મણ જ્ઞાતિ
સઢા હાલ ઘાટકોપર દેવેશભાઇ ગોર (ઉં. વ. 56) તે સ્વ. હરિશચંદ્ર કેશવલાલ ગોર તથા સ્વ. ઊર્મિલાબેન ગોરના સુપુત્ર. મીતાબેનના પતિ. અ. સૌ. ધરાબેનના પિતા. સાહિલકુમાર રાજેન્દ્રભાઇ કપાસીના સસરા. સ્વ. આશાબેન ધીરજલાલ વ્યાસ, અ. સૌ. હિનાબેન જયેશકુમાર જોશી, પ્રિતેશભાઇ, બિમલભાઇ હસમુખલાલ ગોરના ભાઇ. (અડપોદરા નિવાસી) ગં. સ્વ. નિરંજનાબેન મૂળશંકર પંડયાના જમાઇ તા. 30-9-23ના ઘાટકોપર ખાતે દેવલોક પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-10-23ના ગુરુવારે 5થી 7. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button