મરણ નોંધ

હિન્દુ મરણ

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
રસીલાબેન (રમાગૌરી) પ્રભાશંકર ઉપાધ્યાય (ઉં.વ. ૮૬) તે હિતેન્દ્રભાઈ, કમલેશભાઈ, અરૂણાબેન બીપીનકુમાર, ગાયત્રીબેન જયદેવભાઈ, હર્ષાબેન પરેશકુમાર, કાશ્મીરાબેન દીપકકુમારના માતુશ્રી. અ. સૌ. ભાવના હિતેન્દ્રભાઈ, અ. સૌ. પારૂલ કમલેશભાઈના સાસુમા. હાર્દિક, ધૈર્ય, ધ્વનીબેનના દાદીમા. અ. સૌ. પૂજા હાર્દિકના દાદી સાસુમા. જશવંતભાઈ, જગદીશભાઈ, ભારતીબેનના મોટા બેન સોમવાર, તા. ૨૨-૪-૨૪ના અક્ષરવાસી થયા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૫-૪-૨૪ના ૫ થી ૭ ભક્તિધામ મંદિર, નારાયણ નગર, સાયન-ચુનાભઠ્ઠી (ઈસ્ટ).
વિશા લાડ વણિક
સ્વ. જયંતીલાલ થાણાવાળા (ઉં. વ. ૮૯) તે સ્વ. નવલબેન અને સ્વ. તુલસીદાસ કીલાભાઇ થાણાવાલાનાં પુત્ર. તે સ્વ. વિમલાબેન હીરાલાલ શાહ, સ્વ. કૃષ્ણલાલ, સ્વ. હરિયંતલાલ, સ્વ. ધર્મિષ્ઠાબેન ધરમદાસ મરચંટ, સ્વ. લક્ષ્મીકાંત, સ્વ. આનંદીલાલ, સ્વ. જયમતીબેન, સ્વ. રજનીકાંત, કુ. અરુણાબેનનાં ભાઇ મંગળવાર, તા. ૨૩ એપ્રિલ ૨૪ના, શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા હાલ મુંબઇ જીતેન્દ્ર તુલસીદાસ સંઘવી (ઉં. વ. ૮૯) તા. ૨૦-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હરકિસનદાસ માધવજી ગાંધીના જમાઇ. તે ગીતાબેનના પતિ. ફાલ્ગુની કેતન શાહ, જનક સંઘવી, હેમાલી હેમંત પંડયાના પિતા. કેતન રમણલાલ શાહ, સ્વીટી જનક, હેમંત દયાનંદ પંડયાના સસરા. જયોતિ પ્રવીણ મિઠાઇવાળા અને સ્વ. કિરીટ તુલસીદાસના ભાઇ. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૫-૪-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. ભાટીયા મહાજનવાડી, ૩૯૮, કાલબાદેવી રોડ, કાલબાદેવી મંદિરની બાજુમાં, મુંબઇ-૨.
કચ્છી ભાટીયા
ગં. સ્વ. માલીની (ઉં. વ. ૯૩) સ્વ. મથરાદાસ લાલજી મરચન્ટ (પડછ)નાં ધર્મપત્ની. છાયા ભરત ઉદેશી, દક્ષા પંકજ આશર, વર્ષા વિરેન ભાટીયા તથા જય મરચન્ટનાં માતુશ્રી. સ્વ. મણીબેન હરજીવન આશરનાં સુપુત્રી. બાબુલાલ, નટવરલાલ તથા કનકકિશોરનાં બેન. નિકીતા, અલ્પા, શ્રેયાના નાનીમા સોમવાર, તા. ૨૨-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૫-૪-૨૪ના સાંજે ૫થી૬.૩૦. ઠે. ઇન્ડિયા બુલ્લ સ્કાય, યોગા રૂમ, ૧૪મે માળે, ૮૮૨, સેનાપતિ બાપટ માર્ગ, પ્રભાદેવી, પરેલ રેલવે સ્ટેશન નજીક મધ્યે રાખેલ છે, પ્રાર્થનાસભા પછી લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
મૂળ વતન ગઢડા (સ્વામીના) હાલ ઘાટકોપર નિવાસી અ. સૌ. સંગીતાબેન ગિરીશભાઇ કામદાર (ઉં. વ. ૬૦) તા. ૨૨-૪-૨૪ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે જયંતીલાલ ગોપાળજી કામદારના પુત્રવધૂ. તે જસ્સી પ્રતિક કામદાર, આયુષી પાર્થ કામદારના સાસુ. તે યુવાન, આવિયાનના દાદી. બકુલભાઇ, પ્રિતીબેન અને રૂપલબેનના બહેન. ધરાબેનના નણંદ. તે અરુણાબેન અરવિંદભાઇ નાનાલાલ ગાંધીના દીકરી. પ્રાર્થનાસભા બુધવાર, તા. ૨૪-૪-૨૪ના સાંજે ૪-૩૦થી ૬. ઠે. પરમકેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર (વે.).
કપોળ
ડેડાણવાળા (હાલ કાંદિવલી) સ્વ. છગનલાલ માવજી મહેતાના દીકરા નલિનકાન્ત (ઉં. વ. ૭૮) તે કનકલતાનાં પતિ. જીજ્ઞેશ, મિથુનના પિતા. વિશાખા, દર્શિનીનાં સસરા. તે સ્વ. સુરેશચંદ્ર, સ્વ. જયંતીલાલ, સ્વ. અનંતરાઇ, સ્વ, કિશોરચંદ્ર, બિપીનચંદ્ર, સ્વ. મંજુલાબેન ધીરજલાલ મહેતા તથા સ્વ. ગુલાબબેન વિનોદરાય મહેતાના ભાઇ. શ્ર્વસુર પક્ષે માણસાવાલા વ્રજલાલ ચુનીલાલ શાહના જમાઇ શનિવાર, તા. ૨૦-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ગામ ધ્રાફા નિવાસી હાલ મીરારોડ અ.સૌ. મનીષાબેન ગોહિલ (ઉં.વ.૪૬) તે સુનિલભાઈ ગોહિલના ધર્મપત્ની, હંસાબેન ભીખુભાઇ ગોહિલના પુત્રવધૂ, રાહુલના માતુશ્રી, ગં. સ્વ હંસાબેન રમેશભાઈ મકવાણા ગામ ચલાલાવાળાના દીકરી, મયુરભાઈ, પારસભાઈ, કવિતા હિતેષભાઇ કારેલીયા, નિશાબેન પ્રશાંતભાઈ ગોહિલના બહેન, શિલ્પાબેન દીપકભાઈ દાવડા, હીનાબેન જનકભાઈ દાવડાના ભાભી. તા. ૨૨/૪/૨૪ના સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૨૫/૪/૨૪ ના ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, વિશ્ર્વકર્મા ચોક, બોરીવલી ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
વિશા લાડ વણિક
મલાડ નિવાસી સુરતી વિશા લાડ વણિક શોભનાબેન સુરેશચંદ્ર ખાંડવાલા (ઉં.વ.૯૩) તા. ૨૧/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ડો. સુનિલ, ભરત તથા સ્મિતાના માતુશ્રી, ડો. સીમા, પારૂલ તથા ક્રિષ્નાના સાસુ, કંદર્પ ખુશાલી, નિશિથના દાદી તથા હેમાલી રોનિતના નાની, સ્વ. મદનબેન મોહનભાઇ કાપડિયા અંકલેશ્ર્વરવાળાના દીકરી. નિવાસસ્થાન : સી /૬૦૧, મોરેશ્ર્વરધામ લીબર્ટી ગાર્ડન રોડ નં ૩, મલાડ વેસ્ટ.
દશા ઝારોળા વણિક
મુંબઈ નિવાસી સ્વ.બાલકૃષ્ણ નાણાવટી તથા પદ્માવતીબેનના મોટાપુત્ર શ્રી જતીન નાણાવટી (ઉ.વ.૭૯) તે સરોજબેનના પતિ, સમીર, શેફાલી, મેહુલના પિતા, સ્વ.હરીશ, હેમા, કામિનીના ભાઈ, તા.૨૨-૪-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ …તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી