મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
દેલવાડાવાળા સ્વ. કાંતાબેન લક્ષ્મીદાસ તાપીદાસ ગોરડિયાના પુત્ર નરેન્દ્રભાઇ (ઉં. વ. ૬૨) તા.૨૧-૪-૨૪ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. લીના, તેજસ ગોરડિયાના પિતાશ્રી. બરવાળાવાલા પ્રભુદાસ જીવરાજ પારેખના જમાઈ. તે રજનીભાઇ, ઉષાબેન આર. સંઘવી, સ્વ. હર્ષા કિશોરભાઈ દોશી, ભારતીબેન જવાહરભાઈ પારેખ, હેમલતા મહેશભાઈ મહેતાના ભાઈ. મોટા જાદરાવાળા બાબુભાઈ નાનજીભાઈ શેઠના ભાણેજ. પ્રાર્થનાસભા તા.૨૩-૪-૨૪ મંગળવાર, સમય સાંજે ૫ થી ૭. શ્રી શ્યામ સત્સંગ ભુવન, ઓફ મહાવીર નગર, એકતા નગર, શ્યામજી બાપુ માર્ગ, બ્લ્યુ આર્ક બિલ્ડિંગની સામે, લિંક રોડ, કાંદિવલી વેસ્ટ.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
પાલીતાણા હાલ મુંબઈ ગજાનંદભાઈ ગોપાળજી પંડયા (ઉં. વ. ૭૯) તા. ૨૦-૪-૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. જયશ્રીબેનના પતિ. મેહુલીબેન મહેતા તથા હિતેષભાઈ (હરિભાઈ)ના પિતાશ્રી. સ્વ. કેશુભાઈ, સ્વ. વૃજલાલભાઈ, સ્વ. લાભશંકરભાઈ, ચંદ્રકાંતભાઈ, સ્વ. દેવીબેન ભટ્ટ, જશુમતીબેન જાની, અનંતરાય પંડયાના ભાઈ. સ્વ. કાંતીભાઈ ત્રિવેદીના જમાઈ. નયનબેન, મૃણાલીનીબેન (કલાબેન), માલાબેનના બનેવી.
હાલાઇ લોહાણા
મૂળ ગામ દ્વારકા હાલ કલ્યાણ ગં. સ્વ. હંસાબેન (ઉં.વ.૮૨) તે સ્વ. નરસીદાસ ગોવિંદજી મોદીના ધર્મપત્ની. તે હેતલ જીતેન્દ્ર જોલીના માતુશ્રી. તે સ્વ. જમનાબેન ગોરધનદાસ રાવડેરાના પુત્રી. તે જીતેન્દ્ર ભારત ભુષણ જોલીના સાસુમા. તે સ્વ. ભગવાનદાસ તથા દ્વારકાદાસ તથા કુસુમબેન (અનિતા) અનિલભાઇ આડતિયાના ભાભી. મિલન, મોહકના નાનીમા તા. ૧૯ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોઢ વણિક
ધીરજલાલ શાંતિલાલ મહેતા, (ઉં. વ. ૮૮) તે સ્વ. નંદિની મહેતાના પતિ. મૈત્રી શાહ અને નીરદના પિતા. દેવાંગ શાહ અને વૈશાલીના શ્ર્વસુર. કનિકા અને અમનના નાના અને તારાના દાદા. તથા સ્વ. હિંમતલાલ, ચીમનલાલ કનૈયાલાલ, સુશીલાબેન, મંજુબેન, વાંસતીબેન, ઇંદિરાબહેન, સુહાસીનબેનના ભાઇ. ૨૨ એપ્રિલ, ૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૫ એપ્રિલ ૨૪ના ગુરુવારે એફપીએચ હોલ, લાલા લજપતરાય માર્ગ, હાજીઅલી, મુંબઇ મુકામે સાંજે ૫થી ૭ દરમિયાન રાખેલ છે.
પંચાલ સુથાર
ગામ વલસાડ પારડીના હાલ મલાડ, અ.સૌ. પુષ્પાબેન (ઉં. વ. ૮૩) તે નાનુભાઈ રામજીભાઈના ધર્મપત્ની ૨૦-૪-૨૪ને શનિવારના શ્રીજીશરણ પામ્યા છે. તે દિનેશભાઈ, બિપીનભાઈ, પન્નાબેનના માતુશ્રી. નિતાબેન, નિશાબેન, સ્વ. ગિરીશભાઈના સાસુજી. સેગવી નિવાસી મંછાબેન ખુશાલભાઈ મિસ્ત્રીની પુત્રી. તે રતિલાલભાઈ, લલૂભાઈના બહેન. તે જુગલ, હાર્મી, પ્રિયાંશના દાદી. તેમની પ્રાર્થનાસભા ૨૪-૪-૨૪ને બુધવારના સાંજે સમય ૪થી ૬ વાગે સ્થળ- શ્રી ઠઠ્ઠાઈ ભાટિયા હોલ, શંકર લેન, કૈલાશ નગર, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ. સાસરા પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકિક તેમ જ અન્ય વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ
મહુવા નિવાસી શારદાબેન પ્રતાપરાઈ ચંદુલાલ મહેતાના સુપુત્ર હાલ ઘાટકોપર ગીરીશભાઈ પ્રતાપભાઈ મહેતા (ઉં. વ. ૬૬) તે સુધા હસમુખરાઈ મોદી તથા ઈલા રમેશચંદ્ર શેઠના ભાઈ ૨૧-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button