હિન્દુ મરણ
લોહાણા
કલ્યાણ નિવાસી નીતિનભાઈ (ઉં વ. ૬૯) તા. ૨૦/૦૪/૨૪ ના રોજ શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તે કાંતાબેન અજીતકુમાર ભિવંડીવાલાના પુત્ર. તે સેજલબેનના પતિ. તે મલાડ નિવાસી સ્વ. નર્મદાબેન બચુભાઈ માધવાણીના જમાઈ. તે શ્રદ્ધા, દિપ તથા પુનિતના પિતાશ્રી. તે વિશાલકુમારના સસરા. તે બિપીનભાઈ, નિલેશભાઈ, સરોજબેન, રીટાબેન, ભાવનાબેન, સંધ્યાબેનના ભાઈ. પ્રાર્થનાસભા સોમવાર, તા.૨૨/૦૪/૨૪ના રોજ સાંજે ૪.૩૦ થી ૬.૦૦. માતુશ્રી શ્યામબાઈ લોહાણા મહાજનવાડી, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, કલ્યાણ પશ્ર્ચિમ.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
મૂળગામ નવાભવનાથ નિવાસી, હાલ દહિસર સ્વ. પ્રજ્ઞાબેન તથા સ્વ. ભગવતીપ્રસાદ ડાહ્યાલાલ જોષીના પુત્ર મહર્ષિ જોષી (ઉં. વ. ૩૧) તે ૧૫/૪/૨૪ ના રોજ કૈલાશવાસી થયેલ છે. તે રીયાના પતિ. રાજેશ્ર્વરી કરણ ઓઝા તથા પ્રિયંકાના ભાઈ. મોસાળપક્ષે કલ્પેશ કાંતિલાલ વ્યાસ તથા અલકા ચેતન જોષીના ભાણેજ. સાસરાપક્ષે ભરૂચવાળા અ. સૌ. રીટાબેન તથા ગૌરાંગભાઈ નિરંજનભાઈ મહેતાના જમાઈ. વિવાનના પિતા. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૩/૪/૨૪ ના રોજ સમય ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
શિહોર નિવાસી અ. સૌ હંસાબેન હરિલાલ મહેતા (ઉં. વ. ૮૪) તે ગુણવંતરાય મનસુખલાલ દવેના ધર્મપત્ની. શરદકુમાર, ભાવેશ, રાજેશના માતુશ્રી. મનીષા, મીના, હર્ષા તથા જીતેશકુમારના સાસુ. સ્વ. હરિલાલ જયાનંદ મહેતાના દીકરી. હિમાની, ઉન્નતિ, જયમીન, તપસ, રિદ્ધિ તથા અંજલિના દાદી. ગુંજન દેસાઈના નાની. ૧૮/૪/૨૪ ના રોજ કૈલાશવાસી થયેલ છે. તેમની સાદડી ૨૨/૪/૨૪ ના રોજ ૪.૩૦ થી ૬.૩૦ કલાકે નિવાસસ્થાને ક્ષેમપ્રદા મારુતિ નગર, સ્ટેશન રોડ શિહોર ખાતે રાખેલ છે.
દશા ઘોઘવા મોઢ વણિક
પાટણ, હાલ વિલેપાર્લે નિરંજનભાઈ મોતીલાલ મહેતા ( ઉં. વ. ૮૫) તે કિરણબેનના પતિ. સ્વ. ગણેશભાઈ, સ્વ. દમયંતીબેન, સ્વ. પ્રમોદભાઈ, સ્વ. હંસાબેન, સ્વ. સુરેશભાઈ, રોહિતભાઈના ભાઈ. તે સ્વ. તરલાબેનના દિયર. અ સૌ. ઉષાબેનના જેઠ. તે શિલ્પા રાજેન્દ્ર પારેખ ને કુ. જુથિકાના પપ્પા. જયશ્રી રાજેશકુમાર શાહ, અલ્પા રાકેશ મહેતા અને પરીંદા મિતુલ પરીખના કાકા તા. ૨૦/૦૪/૨૪ ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. વસાણી હાઉસ, લજપતરાય રોડ, વિલેપાર્લે પશ્ર્ચિમ.
દશા સોરઠીયા વણિક
હમાપર નિવાસી હાલ કાંદિવલી મુંબઈ મનસુખલાલ ઝવેરચંદ ગગલાણી (ઉં. વ. ૭૮) તા. ૨૦.૦૪.૨૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે મંજુલાબેન ગગલાણીના પતિ. તે મેહુલભાઈ, દર્શનાબેન, સંદીપભાઈના પિતા. તે મનીષભાઈ જસાણી, મનીષાબેન તથા પ્રીતિબેનના સસરા. સ્વ.કાંતિભાઈ, સ્વ.વ્રજલાલભાઈ, સ્વ.અશોકભાઈ, સ્વ. ગીરીશભાઈ, મહેશભાઈ, સ્વ.બચ્ચીબેન, સ્વ.મંગળાબેન, સ્વ. લાભુબેન, વિજયાબેનના ભાઈ. તે સ્વ. વ્રજલાલ ભગવાનજી ભુપતાણીના જમાઈ. તેમની પ્રાર્થના સભા સોમવાર તા. ૨૨.૦૪.૨૪ ના સાંજે ૫.૦૦ થી ૭.૦૦ ના રાખેલ છે. સ્થળ : વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ૪થે માળે, એસ.વી.રોડ, કાંદિવલી પશ્ર્ચિમ.
હાલાઇ લોહાણા
અ. સૌ. મીરાબેન (નયનાબેન) મહેશકુમાર બોરિયા (ઉં. વ.૬૧) મૂળ ગામ રાજકોટ હાલ મલાડ મહેશકુમાર અમૃતલાલ બોરિયાના ધર્મપત્ની. નીતિનભાઈ અમૃતલાલ બોરિયા તથા શ્રીમતી પ્રવીણાબેન વિનયકુમાર સૂચકના ભાભી, અ. સૌ રુચિતા મિહિરકુમાર વસાણી, અનુપમા તથા કરણના માતુશ્રી. સ્વ. જયંતીલાલ રામજીભાઈ ખીમાણીના દીકરી. જીતેન્દ્રભાઈ, જશવંતભાઈ, વસંતભાઈ ખીમાણીના બહેન. ૨૦/૪/૨૪ શનિવાર રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર ૨૨/૪/૨૪ ના રોજ સાંજે ૫ થી ૭ કલાકે હાલાઇ લોહાણા બાળાશ્રમ,મથુરાદાસ એક્ષટેંશન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી વેસ્ટ. વેલેપાર્કિંગની વ્યવસ્થા રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
ગં. સ્વ. રમાબેન પ્રભુદાસ ગાંધી (ઉં. વ. ૯૨) તે હાલ ડોમ્બિવલી તા.૧૯/૪/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. પ્રભુદાસ ગાંધીના ધર્મપત્ની. સ્વ. દામોદરદાસ વલ્લભજી કુરાણીના દીકરી. સ્વ. રમેશચંદ્ર દામોદરદાસ કુરાણી તથા સ્વ. નિર્મળાબેન ગોરધનદાસ શાહના બહેન. ગં. સ્વ. જશવંતીબેન રમેશચંદ્ર કુરાણીના નણંદ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ સારસ્વત બ્રાહ્મણ
સ્વ. વિજય ભાનુશંકર જોશી (ચટ્ટ) સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ તે ભારતીબેનના પતિ. સ્વ. ઉષાબેન ભાનુશંકર જોશી (ચટ્ટ)ના સુપુત્ર. સ્વ. મનુબેન વસંતરાય કુવાના જમાઇ. સ્વ. સંજય, નિલેશ, અ. સૌ. દિપાના પિતાશ્રી. તા. ૧૮-૪-૨૪ના ગુરુવાર કૈલાસવાસ થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કંઠી ભાટીયા
અ. સૌ. સોનલ અને આશિત આશરના પુત્ર ઉર્વેશ (ઉં. વ.૨૩) તે ગં. સ્વ. વીણા ગોવિંદ આશરના પૌત્ર. અ. સૌ. જીજ્ઞા હિતેશ આશરનો ભત્રીજો. તે સ્વ. ઉષાબેન વિજય સંપટના દોહિત્ર તા. ૧૯-૪-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કોડીનાર મોઢ વણિક
ગં. સ્વ. નિરંજનાબેન જયેન્દ્રભાઇ શાહ (ઉં. વ. ૭૫) હાલ મુંબઇ તા. ૨૦-૪-૨૪ના શ્રીજીચરણ થયેલ છે. સ્વ. જયેન્દ્રભાઇના પત્ની. હિતેષભાઇ શાહ, મનીષાબેન શાહ, પીયુષકુમાર તથા ગીતાબેન, યશ, વિનીક્ષા. પ્રાર્થનાસભા તા. ૨૨-૪-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. સતરાઇઝ હોલ, શ્રીજી મહેલ, આનંદીબાઇ કોલેજની સામે, સાંઇબાબા નગર, બોરીવલી (વેસ્ટ).
ગુર્જર સુથાર
સ્વ.હીરાબેન કલ્યાણજીભાઇ વડગામા (ઉં. વ. ૧૦૧) તા. ૨૦/૦૪/૨૪ ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ.કલ્યાણજી જીવાદેવશી વડગામાના ધર્મપત્ની તેમજ ગં. સ્વ.કાંતાબેન કુંવરજીભાઈ પેશાવરિયા, સ્વ.શાંતાબેન બાબુલાલ અનુવાડીયા, મંજુલાબેન ભુપેન્દ્રભાઇ ભાડેશિયા, રમીલાબેન કલ્યાણજીભાઇ વડગામા, પ્રતિભાબેન બડુકભાઈ ભાડેશિયા, હર્ષાબેન હર્ષદભાઈ આહલપરાના માતા. સ્વ. શ્યામભાઇ જીણાભાઇ બકરાણીયાના દીકરી. પ્રાર્થનાસભા તા. ૨૨/૦૪/૨૪. સોમવારના રોજ સાંજે ૫:૩૦ થી ૭:૦૦. સ્થળ : શ્રી ગુર્જર સુતાર વિશ્ર્વકર્મા બાગ , બજાજ રોડ, વિલેપાર્લે (વેસ્ટ).
અનાવિલ બ્રાહ્મણ
વલસાડ અબ્રામા-મુંબઇના સ્વ. કાંતિલાલ (રવુભાઇ) નીછાભાઇ નાયક-દેસાઇના પત્ની સુરેખાબેન કાંતિલાલ નાયક દેસાઇ તા. ૧૮-૪-૨૪ના ગુરુવારના અવસાન પામ્યા છે. પુત્રો : રિપન કે. દેસાઇ, તુષાર કે. દેસાઇ, વહુઓ: બીજલ આર. દેસાઇ, જસ્મીન ટી. દેસાઇ, પૌત્રો: મિતુલ આર. દેસાઇ, એકતા આર. દેસાઇ, જતન ટી. દેસાઇ. પિયર પક્ષ: સ્વ.છોટુભાઇ લાલભાઇ દેસાઇના પુત્રી. લીલાપોર ભાઇ: બી. સી. દેસાઇ. પ્રાર્થનાસભા તા. ૨૨-૪-૨૪ના સોમવારના સાંજે ૪થી ૬. ઠે. ૧લે માળે, વિશ્ર્વેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે (વેસ્ટ),
મુંબઇ-૫૬.
લોહાણા
મનુભાઇ રાજ (ઉં. વ. ૯૦) તે શનિવાર તા. ૨૦-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મેવાબેન અને સ્વ. કલ્યાણજી કાનજી રાજપોપટના પુત્ર. દક્ષાબહેનના પતિ. જીજ્ઞેશ-નીપા, સોનલ-ડો. જય પંડયાના પિતા. આકાશ-તનીશા, પિયા-માનાના દાદા. સરલા-સ્વ. હંસરાજ, સ્વ. મોના-સ્વ. દ્રિરેક, સ્વ. રેખા-સ્વ. ભરત, આશા-સ્વ. વિરેન, વિણા-ધિરેન, સ્વ. વિજયા નટવરલાલ મસરાણી, નયના-પ્રવીણ મશરૂના ભાઇ. લૌકિક પ્રથા અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.