મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છ વાગડ લોહાણા
ગામ ખારોઈના હાલ પનવેલ નિવાસી સ્વ. દયાળજી મોરારજી સોનેતા (રામાણી)ના પુત્ર ચીમનલાલ સોનેતા (ઉં. વ. 84) તે રુક્ષ્મણીબેનના પતિ. સ્વ. હીરજીભાઈ, પ્રવીણભાઈ, સ્વ. શાંતાબેન ચુનીલાલ, સ્વ. ભાનુબેન બાબુલાલના ભાઈ. વિજય, જયેશ, સૌ. પ્રિયા અતુલકુમાર, ભાવિનના પપ્પા. સૌ. આરતી, સૌ. જીગ્ના તથા સૌ.હિરલના સસરા. સ્વ. હરજીવન ધારસી સચદેના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.19.04.24 શુક્રવારના 4 થી 6. શ્રી વિરુપક્ષ મંગલ કાર્યાલય, રત્નાકર ખરે રોડ, અશોકબાગ સામે, પનવેલ 410206: 302 જેસલ પાર્ક સોસાયટી, સાંઇ નગર રોડ પનવેલ. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ કાંદિવલી સ્વ.મહેશકુમાર કિશનદાસ વોરાના ધર્મપત્ની વિણાબેન (ઉં. વ. 80) તા. 16-4-24 મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે મોનિકા શ્યામભાઈ બારોટ અને વૈશાલી ભાવેશભાઈ ગાંધીના માતુશ્રી. તે મનુભાઈના ભાભી. પિયરપક્ષે દેલવાડાવાળા સ્વ.જમનાદાસ કાનજી પારેખની સુપુત્રી. તે સ્વ. ગુલાબરાય, સ્વ.અનંતભાઈ, દિલીપભાઈ, પદ્માબેન, નિર્મળાબેન, સ્વ.હંસાબેન અને સ્વ. શારદાબેનના બેન, પ્રથા, કણ્વ, ઉપાસના, જૈનિક અને શુભમના નાની. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોળ દશાશ્રીમાળી વૈષ્ણવ વણિક
અ. સૌ. દમયંતીબેન (ઉં. વ. 86) તે મહેન્દ્ર ચુનીલાલ શાહના ધર્મપત્ની તે સ્વ. ચુનીલાલ પ્રાણલાલ શાહના પુત્રવધૂ તથા સ્વ. વેણાકુંવર તથા સ્વ. પ્રભુદાસ સવચંદ દેસાઈના પુત્રી. જ્યોતી, હર્ષા તથા સ્વ. હીરેનના માતુશ્રી. તે કપીલભાઈ મહેતાના સાસુ. વિરાજના નાની 17-4-24ના શ્રીજીચરણ પામેલ છે. લૌકીક વ્યવહાર રાખેલ નથી.
મોઢ બ્રાહ્મણ
મુળ અંજાર નિવાસી હાલ મુલુંડ ચંપકલાલ ઉપાધ્યાય (ઉં. વ. 88) જેઠાલાલ દેવશંકર ઉપાધ્યાયના પુત્ર. સ્વ. હંસાબેનના પતિ. હિરેનભાઈ અને જનકભાઈના પિતા. હેમાંગી અને જલ્પાના સસરા. રોનક, સલોની અને સિદ્ધાંતના દાદાજી. સ્વ. વસંતભાઈ, મધુબેન, સ્વ. રમાબેન, પુષ્પાબેન, સ્વ. નવીનભાઈના ભાઈ 17-4-24ના કૈલાશવાસી થયા છે. પ્રાર્થનાસભા શનિવાર, 20-4-24ના ગોપુરમ હોલ, મુલુંડ (પ.) 4 થી 6.
વિશિષ્ટ બ્રાહ્મણ
ગામ રાજપીપળા (હાલ અંધેરી)ના સ્વ. જયંતભાઈ ઉપેન્દ્રભાઈ પંડયા (ઉં. વ. 75)નું 15-4-24, સોમવારના નિધન થયેલ છે. તેઓ સ્વ. હર્ષાબેનના પતિ. સ્વ. મીહિરભાઈના પિતા. અર્ચનાબેનના સસરા. જડકલાવાળા રમેશભાઈ મોહનભાઈ મકવાણાના વેવાઈ. પ્રાર્થનાસભા 20-4-24, શનિવારના 4 થી 6 નિવાસસ્થાને સોસાયટીના કોમ્યુનિટી હોલ, ગેટ નં. 1માં. નિવાસસ્થાન મહાલક્ષ્મી ટાવર્સ, ન્યૂ ડી. એન. નગર, ધ કલબની સામે, લિંક રોડ, અંધેરી (વે).
ગોધરી દશા શ્રીમાળી
મૂળ છપારા હાલ મુંબઇ ઉમેશભાઇ જમનાદાસ અજમેરા તે સુશીલાબેન વનરાવનદાસ મોદી ડુંગર નિવાસીના પતિ. પ્રણવ, કુંતલના પિતા. દેવલ તરમેન્દ્ર પંડિત, મિલન સૂર્યકાંત ઉદાનીના સસરા. પાર્થ, ઇશાના દાદા. હિતા, વેદીકાના નાના. સ્વ. મધુસુદન, શૈલેન્દ્ર, નિલેન્દ્રના ભાઇ. મંગળવાર તા. 16-4-24ના અક્ષરધામ નિવાસી થયા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. 19-4-24ના 6.30થી 7.30. ઠે. માતોશ્રી આર્ટસ અને સ્પોર્ટસ ટ્રસ્ટ, મીનાતાઇ ઠાકરે પ્લેગ્રાઉન્ડ, સુપ્રીમો એકિટવિટી સેન્ટર, જોગેશ્વરી-વિક્રોલી લીંક રોડ, ભારત પેટ્રોલ પંપ સામે, અંધેરી (પૂર્વ).
કચ્છી લોહાણા
દેવજી ઉકેડા કારિયા ગામ મુધાનના ધર્મપત્ની. સ્વ. સેજબાઇ ઉકેડા કારિયાની પુત્રવધૂ ગં. સ્વ. નાનબાઇ દેવજી કારિયા (ઉં. વ. 97) સ્વ. પાર્વતીબાઇ શીવજી માખીસોતા ગામ લાખાપરની પુત્રી. સ્વ. દેવજીભાઇ, સ્વ. હિરજીભાઇ, સ્વ. ધારશીભાઇ, સ્વ. જેરામભાઇ, સ્વ. દામજીભાઇ, સ્વ. હેમાબાઇ, સ્વ. કુંવરબાઇના બેન. સ્વ. ભગવતી નરસિંહદાસ, સ્વ. મંગળા દિનેશ, ગ. સ્વ. નિર્મળા વિનોદ, રૂક્ષમણી ભૂપેન્દ્ર, મંજુલા દેવજી, વિજયાલક્ષ્મી અશોકકુમારના માતોશ્રી. પુષ્પા (પ્રીતી), સ્મિતા, મહેશ, (મનીષ), રીના, રાજીવ, નિશા, કેતન, તોરલ, મીરા, અમિતના નાનીમા. પ્રાર્થનાસભા તા. 19-4-24ના શુક્રવાર કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, મુલુંડ (વેસ્ટ), સાંજે 5.30થી 7, લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મુંબઇ નિવાસી અ. સૌ. શશીકલાબેન ઠક્કર (ઉં. વ. 84) બુધવાર તા. 17-4-24ના અક્ષરનિવાસી થયા છે. તે સૂર્યકાન્ત ઠક્કરના ધર્મપત્ની. તે સ્વ. ગંગાબેન, સ્વ. મગનલાલ ઠક્કરના પુત્રવધૂ. તે સ્વ. નારાયણદાસ તથા સ્વ. જયોત્સનાબેન બદિયાણીના સુપુત્રી. તે રાગીણી, અ. સૌ. બ્રિંદા તન્ના, ભાવેશના માતુશ્રી. પ્રાર્થનાસભા શનિવાર, તા. 20-4-24ના સાંજે 5થી 6.30. ઠે. યોગી હોલ, શ્રી સ્વામિનારાયણ મંદિર, દાદર (પૂર્વ) રાખેલ છે.
દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માંગરોળ નિવાસી, હાલ કાંદિવલી શશીકાંત પુરુષોત્તમદાસ કાલિદાસ શાહ (ઉં. વ. 88) જે સ્વ. અરુણાબેનના પતિ. સ્વ.જયેશભાઈ અને સમીરભાઈના પિતા. જાન્કીબેન, ફાલ્ગુનીબેનના સસરા. અમરતલાલ ભગવાનદાસ દોશી, જગન્નાથ નેમચંદ પારેખના જમાઈ. મણીકાંતભાઈ, નરેન્દ્રભાઇ, પ્રફુલભાઈ, જયશ્રીબેન, ભારતીબેનના મોટાભાઈ. રાધિકા, ભાવિક, અનુશ્રી, હેત્વીના દાદા તા. 16 એપ્રિલના દિવસે સ્વર્ગસ્થ થયેલ છે. સાદડી તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
લુહાર સુતાર જ્ઞાતિ,
ગામ મોરબી, હાલ કુંભારવાડા, મુંબઈ નિવાસી શ્રી કાંતીલાલ ગણેશભાઈ પિત્રોડાના ધર્મપત્ની, તથા માણેકબેન જીવણલાલ પરમાર લોંગિયાવાળાની દીકરી. સ્વ. રેખાબેન પિત્રોડા (ઉં. વ. 64) તા.16/4/2024ને મંગળવારે રામશરણ પામ્યા છે. તે મિલીબેન, અજયભાઈ અને કમલેશભાઈના માતૃશ્રી. તે શિલ્પાબેન અજયભાઈ પિત્રોડા, રીનાબેન કમલેશ ભાઈ પિત્રોડાના સાસુ. મેહુલ કુમાર પંચાલના સાસુ. પ્રાર્થનાસભા 19-4-24 શુક્રવારના 4 થી 6. પ્રજાપતિ રામમંદિર ગોળદેવલ મંદિરની પાસે, ગ્રાન્ટ રોડ, મુંબઈ 400004.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button