મરણ નોંધ

હિન્દુ મરણ

ઇડર ઔદિચ્ય ૨૭ જ્ઞાતિ બ્રાહ્મણ
શ્રી ભરતકુમાર ભટ્ટ (ઉં.વ. ૮૩) (ગામ મેસણ) હાલ નાલાસોપારા સ્વ. મોતીલાલ ભવાનીશંકર તથા સ્વ. ડાહીબેનના પુત્ર. સ્વ. હંસાબેનના પતિ. સ્વ. બંસીભાઈ, નિરૂપમાબેહન, ગીતાબહેનના ભાઈ. વિમલાબેનના દિયર. મિલિન્દ, મિતાલી તથા સ્વ. પિનલના પિતા. ઋષભના દાદા, તા. ૧૬/૪/૨૪ને મંગળવારના દેવલોક પામેલ છે. સાદડી પ્રથા બંધ છે.
અનાવિલ બ્રાહ્મણ
સુધાબેન નાનુભાઈ દેસાઈ (બાલી) ઉર્ફે શાંતાબેન રતિલાલ પટેલ (ઉં.વ. ૧૦૦), (ગામ રેંટલાવ, પારડી, ઉદવાડા), હાલ વિલેપાર્લે તે સ્વ. અંબાલાલ મોતીભાઈ પટેલ તથા સ્વ. લક્ષ્મીબેન પટેલના દિકરી. સ્વ. ભરતકુમાર રતિલાલ પટેલના માતુશ્રી. નિર્મલાબેનના સાસુ. ઉદય, અવની વિપુલ શાહ, પ્રીતિ ઉત્પલ તલાટીના દાદી. સેજલના વડસાસુ. નિશી, સાહિલ, ઉર્વી તથા રોહનના વડદાદી, તા. ૧૫-૪-૨૪ સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
પરજીયા સોની
લાઠીવાળા હાલ મલાડ ગં.સ્વ. શારદાબેન યાદવ (જગડા) (ઉં.વ. ૭૬) તે ગારિધારવાળા સ્વ. રૂગનાથભાઈ દેવરાજભાઇ ઢાકાના દીકરી. સ્વ. ધનજીભાઈ રામજીભાઈ યાદવ (જગડા)ના ધર્મપત્ની. હિતેશ, સ્વ. પલ્કેશ, ગં.સ્વ. અલકા દિનેશકુમાર સાગર, મીના લલિતકુમાર સાગર, છાયા અલ્કેશકુમાર ધકાણના માતુશ્રી. આરતીના સાસુ. સ્નેહા, ખુશ, નિકુંજ, ભાવિન, ભક્તિ, આકાશ, ડિમ્પલ, દર્શન, કશિશના બા. તે ૧૫/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી ૧૮/૪/૨૪ ગુરુવાર ૫ થી ૬. સોનીવાડી, શીમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ.
કપોળ
અમરેલીવાળા હાલ કાંદિવલી સ્વ. તુલસીદાસ ચુનીલાલ સંઘવીના ધર્મપત્ની ગં. સ્વ. દિન્તાબેન (ઉં.વ. ૮૬) તે ૧૫/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સંજય-શીલા, હમીશ-જીગીષા, આરતી જયેશ મહેતા, દક્ષા મુકેશ દેસાઈના માતુશ્રી. પિયરપક્ષે સથરાવાળા સ્વ. મોતીબા ખુશાલદાસ જાંગલાના દીકરી. વિવેક-સપના, હાર્દિક-નિર્વીશા, સૌમિલ તથા બંસરીના દાદી. મેહુલ -રીતુ, કુણાલ -રાધિકા, સલોની, મિહિરના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
સ્વ. ચંદુલાલ હરજીવનદાસ ભુપતાણી (બગસરાવાળા)ના ધર્મપત્ની ગં.સ્વ. કનકલતાબેન ભુપતાણી (ઉં.વ. ૬૨) તે તા. ૧૪-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. કુમાર, હર્ષ, તુષાર, ભાવના ધીરેનકુમાર આંણદપરાના માતૃશ્રી. તે સ્વ. નરેંદ્રભાઈ, હસમુખભાઈ, નવિનભાઈ વનમાળીદાસ, જીતુભાઈ હિમ્મતભાઈ, કિરિટભાઈ મુળચંદભાઈના ભાઈના પત્ની. સ્વ. દક્ષાબેન માંડવિયા, વર્ષાબેન પારેખ, દિવ્યાબેન સાંગાણી, જ્યોતસનાબેન ઘોળકિયાના ભાભી. સ્વ. કાંતિભાઈ, સ્વ. કેશવભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. હસમુખભાઈ, કિશનભાઈ જેચંદભાઈ, સ્વ. કાંતાબેન ધ્રુવ, મંજુલાબેનના બેન. પ્રાર્થનાસભા તા. ૧૮-૪-૨૪ના ગુરૂવારે ૫ થી ૭. શ્રી લોહાણા મહાજનવાડી, પહેલા માળે, એસ.વ્હી રોડ, કાંદિવલી (૫).
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
બાબરાવાળા હાલ વિદ્યાવિહાર, અ.સૌ. કુંદનબેન (ઉં.વ. ૭૬) તે પ્રવીણભાઈ રામજી આશરાના ધર્મપત્ની. સ્વ. પ્રાણલાલ દયાલજી છાટબારના દીકરી. સ્વ. નર્મદાબેન પડિયા, સ્વ. ઝવેરચંદ, સ્વ. નટવરલાલ, સ્વ. મહેન્દ્રભાઈના ભાઈના પત્ની. ચંપકલાલ, દિનકરરાય, કિશોરભાઈ, મનસુખભાઇ નિર્મળના ભાણેજ. શૈલેષભાઇ, અજય તથા પરેશના કાકી. ૧૬/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
ગામ ભાડલાવાળા હાલ મલાડ સ્વ. જબુબેન બચુભાઈ પરસોત્તમભાઈ ડોડીયાના પુત્ર સ્વ. ચન્દ્રકાંતભાઈ (ઉં.વ. ૭૪) તા. ૧૩/૪/૨૪ને શનિવારે શ્રીચરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. શૈલેષ, નિકિતા અભયકુમાર પટેલના પિતાશ્રી. સ્વાતિના સસરા. સ્વ. જેઠાભાઈ, સ્વ. રતિભાઈ, સ્વ. સુરેશભાઈ, મુકેશભાઈના ભાઈ. ગામ સાવરકુંડલાવાળા સ્વ. ફુલચંદભાઈ ધનજીભાઈ ચૌહાણના જમાઈ. સાદડી તા. ૧૮/૪/૨૪ને ગુરુવારે ૫ થી ૭. સ્થળ: લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ નં.૩, અંબાજી મંદિરની પાસે, બોરીવલી ઈસ્ટ.
દશા સોરઠિયા વણિક
છાડવાવદર નિવાસી હાલ વસઈ, સ્વ. ભાઈચંદ ગુલાબચંદ માલવિયાના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૭૮) ૧૬-૪-૨૪ને મંગળવારે શ્રીજીશરણ પામેલ છે. તે ધર્મેશ, સોનલ નરેન્દ્ર માધાણી, દિપાલી રાહૂલ યાદવના માતા તથા રૂપાના સાસુ. તે છોટાલાલ, હરગોવિંદભાઈ, સ્વ. જશવંતભાઈ, ચંદ્રેશભાઈ, ગં.સ્વ. નિર્મળાબેન પ્રભુદાસ વજીર, સ્વ. મધુબેન રમણીકલાલ વખારિયાના ભાભી. તે સ્વ. તલકચંદ નાથાલાલ વેકરીયાના દીકરી. તે સ્વ. દિનેશભાઈ, સુરેશભાઈ, અરવિંદભાઈ તથા જ્યોત્સનાબેન અનંતરાય દેસાઈ, ગીતાબેન અજયકુમાર ગોરસિયાના બેન. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
ઘાટકોપર (મુંબઈ) નિવાસી ગં.સ્વ. લીલાવતીબેન ભૂપતરાય ગણાત્રા (ઉં. વ. ૯૮) ૧૬-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મોહનલાલ કેશવજી સૂચક (કલ્યાણ)ના પુત્રી. તે દિનેશભાઈ, ચન્દ્રકાંતભાઈ, કિશોરભાઈ, દિપકભાઈ, અરૂણાબેન જયંતીલાલ કરિયા, દર્શનાબેન દિલીપભાઈ સોમૈયાના માતુશ્રી. ભારતીબેન, મધુબેન, સ્વ. કીર્તિબેન, જ્યોતિબેનના સાસુ. તેમની પ્રાર્થનાસભા ૧૯-૪-૨૪ના શુક્રવારે ૪થી ૫.૩૦ શ્રી મહારાજા અગ્રેશન ભવન, ૩જો માળ, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર ઈસ્ટ.
હાલાર મચ્છુકાંઠા
ભાવસાર છગનલાલ નારણદાસ સરવૈયા (ઉં. વ. ૮૮) મંગળવાર, ૧૬-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મધુકાંતા સરવૈયાના પતિ. ગં.સ્વ. અશ્ર્વિનાબેન પ્રવીણભાઈ ગુંદીગરા તથા બીપીનભાઈ, દિનેશભાઈ અને અનિલભાઈના પિતાશ્રી. સ્વ. વિનોદભાઈ, પ્રવીણભાઈ, પ્રમોદભાઈ, શ્રીમતી મંજુબેન ડાહ્યાલાલ સોલંકીના ભાઈ. હિતેશ પ્રવિણભાઈ ગુંદીગરાના નાના. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૮-૪-૨૪ના ૫થી ૭, શ્રી હાલાઈ લુહાણા મહાજન વાડી, બીજે માળે, એસ.વી. રોડ, શંકર મંદિરની પાસે, કાંદીવલી (વેસ્ટ).
ગૌડ મેડતવાળ બ્રાહ્મણ
સ્વ. પ્રવિણાબેન મહેન્દ્રભાઈ જોષી, તે દિલીપભાઈ જોષી (વિરાર), મનોજભાઈ જોષી (રાજકોટ) તથા સંગીતાબેન બંદિશકુમાર જાનીના માતૃશ્રીનું તા. ૧૪-૪-૨૪ને રવિવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૧૮-૪-૨૪ ને ગુરૂવાર તેમના નિવાળસ્થાને ગૌરીશંકર એપાર્ટમેન્ટ, કોપરીનાકા, વિરાર (ઇ) ૪ થી ૬.
હાલાઈ લોહાણા
દ્વારકા નિવાસી, હાલ ડોમ્બિવલી રજનીકાંત ત્રિભોવનદાસ કાનાણી (ઉં.વ. ૭૮) સોમવાર, તા. ૧૫-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સરલાબેનના પતિ. ગં.સ્વ. ભાઈલાલ તુલસીદાસ વિઠ્ઠલાણીના જમાઈ. યોગીતા અને મનોજના પિતાશ્રી. દીપકભાઈ ચંદે, ભાવનાબેન કાનાણીના સસરા. મનનના દાદા અને પ્રતિકના નાના. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર
બંધ છે.
કપોળ
અમરેલીવાળા, હાલ મલાડ ભૂપતરાય અમીદાસ મહેતાના ધર્મપત્ની અ.સૌ. ઉષાબેન (ઉં.વ. ૮૩) બુધવાર, ૧૭-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે મનીષ, મયૂર, ઝરણાના માતુશ્રી. નીતા મહેતા, કેતન સંઘવીના સાસુ. આકાશ, દિશાના દાદી. દૃષ્ટિ, વૃષભના નાની. ભવાનીદાસ કરશનદાસ વોરાની દીકરી. રસિલાબેન, સ્વ. નલીનીબેન, પન્નાબેન, શૈલાના ભાભી. સર્વે લૌકિક પ્રથા બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
…તો 160થી શરૂ થશે Mobile Number! ડેટ નાઈટ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીરો સામે આવી આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs…