હિન્દુ મરણ
સ્વ.મંજુલાબેન ભરતભાઈ જરદોશ (ઉં. વ. ૮૬) હાલ મલાડ તે સ્વ. કાશીબેન મણીલાલ પરમારના સુપુત્રી, તે સ્વ. રમીલાબેન શ્રીપતભાઈ જરદોશના પુત્રવધૂ સોમવાર તા. ૧૫/૦૪/૨૦૨૪ના શ્રીજીચરણ પામેલા છે પુત્ર પુત્રવધુ – પરાગ – તેજલ જરદોશ, દીકરી જમાઈ – શીતલ અભીજીત િંશ્રગારપૂરે, પૌત્રી જમાઈ- ગુંજન મિતેશ જૈન, કીર્તન, કુનાલ, ધ્વનિતના બા, પ્રાર્થનાસભા તા. – ૧૮/૦૪/૨૦૨૪ ગુરુવાર ૫.૦૦ થી ૭.૦૦. – ક્લબ હાઉસ, રાહેજા ટીપકો હાઇટ્સ, પાસપોર્ટ ઓફિસની ઉપર, રાણી સતી માર્ગ, મલાડ પૂર્વ.
ગીરીનારાયણ બ્રાહ્મણ
નયનાબેન તે ભદ્રાબેન નવિનચંદ્રના પુત્રી તે દામીની, હર્ષરાજ, ભાવેશના બહેન તા. ૧૫-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
અંજનાબેન (કોકિલા) (૮૦ વર્ષ) તે હસમુખભાઈ (ભૂપતરાય) વિઠ્ઠલજી રાજપોપટના ધર્મપત્ની. તે બીનાબેન જશવંતકુમાર ખાખરિયા, સોના રાજ, પુનિતા ગિરીશકુમાર ચંદારાણાના માતુશ્રી. તે સ્વ. ધીરજલાલ બેંકર, સ્વ. નટવરલાલ, સ્વ. પ્રફુલચંદ્ર, જવાહરલાલ, સ્વ. ચંપાબેન કાનાણી, સ્વ. ઇંદુમતી શાંતિલાલ વાઘાણી, સ્વ. જયશ્રીબેન જયંતિલાલ વર્મા, ડૉ. સરલાબેન મનહરલાલ નંદાણી, નલિનીબેન (મીરા) વિનોદરાય સાદરાણીના ભાભીશ્રી તે સ્વ. વ્રજકુંવરબેન અને સ્વ. છગનલાલ મંગળજી કારિયાના સુપુત્રી. તે સ્વ. ભગુભાઈ, મનુભાઈ, ડૉ. વિનોદભાઈ, સ્વ. કાંતાબેન અઢિયા, ગીતાબેન તથા આશાબેનના બહેન. મેંગલોર મુકામે તા. ૧૦.૦૪.૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
શ્રીમતી ગુણવંતીબેન (ઉં.વ. ૯૩) તે સ્વ. જયંતીલાલ સોમૈયાના ધર્મપત્ની સોમવાર, તા. ૧૫-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.મણીબેન અને હરિદાસ રાયચુરાના પુત્રી. સ્વ. ત્રિભોવનદાસ દામજી સોમૈયાના પુત્રવધૂ. સ્વ. રોહિતભાઈ, સ્વ. પલ્લવીબેન, કિરીટભાઈ સોમૈયા, ધવલભાઈના માતુશ્રી. મેઘાબેન, હર્ષાબેનના સાસુ. નીલ, જાહન્વીના દાદી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિશા લાડ વણિક
ખંભાત નિવાસી હાલ મુંબઈ શ્રીમતી હર્ષાબેન ઝવેરી (ઉં.વ. ૬૬) તે રાજુભાઈ ઝવેરીના ધર્મપત્ની. બીજલ, જયના માતુશ્રી. અર્જુન, રોશનીના સાસુ. રીવા, ક્રિશીવના દાદી. ભારતીબેન, છાયાબેનના ભાભી. વર્ષાબેન, રાજેશભાઈ દાણીના બેન સોમવાર, તા. ૧૫-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૪-૨૪ના ૫ થી ૭. સ્થળ: ફેલોશિપ ઓફ ફીઝિકલી હેન્ડીકેપ્ડ, એફે. પી. એચ. બિલ્ડીંગ, લાલા લજપત માર્ગ, હાજીઅલી, મુંબઈ-૪૦૦૦૩૪.
હાલાઈ લોહાણા
પૂનમ (ઉં. વ. ૧૮) હાલ મલાડ તે શીલા સંજય માનસત્તાની દીકરી. તે ભારતી દેવેન્દ્રભાઈ માનસત્તાની પૌત્રી. તે પૂજા મનહરભાઈ માનસત્તાની ભત્રીજી. તે આરતી અને ક્રિશીની બેન. તે પ્રવીનાબેન હરિભાઈ લાલની દોહિત્રી તા. ૧૪/૦૪/૨૪ને રવિવારે અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮.૦૪.૨૪ના ગુરુવારે ૧૦ થી ૧૨, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, મિલાપ સિનેમાની બાજુમાં, એસ વી રોડ, કાંદિવલી પશ્ર્ચિમ.
હાલાઇ લોહાણા
મૂળ ગામ જોડિયા નિવાસી, હાલ દહિસર ગં.સ્વ. ભારતીબેન જમનાદાસ ગણાત્રા (ઉં. વ. ૭૬) તે અશ્ર્વિન, ફાલ્ગુની શાહ તથા વૈશાલી ભીમાણીના માતુશ્રી. સ્વ. પુષ્પાબેન નરોત્તમદાસ માધવજી મહેતાના દીકરી. અ. સૌ. નયન, આશિષકુમાર તથા મિતેશકુમારના સાસુ. વિપુલ મેહતા, કિશોરીબેન લાખાણી, કિરણબેન મિસ્ત્રી, સરોજબેન મજીઠીયા તથા રક્ષાબેન રાયઠઠ્ઠાના મોટાબેન. મંજુલાબેન કોટક, રમાબેન કક્કડ, તરલાબેન માણેકના ભાભી ૧૫/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૮/૪/૨૪ના ૧૦.૩૦ થી ૧૨.૦૦. લોહાણા મહાજનવાડી, શંકર મંદિર પાસે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી રાજગોર
ગામ ફરાદીના હાલે ભાઈંદર સ્વ. મણિશંકર તુલસીદાસ પેથાણીના પુત્રવધૂ. ગં. સ્વ. જાનકીબેન જયંતીલાલ (ઉં. વ. ૬૭) તા.૧૪/૪/૨૦૨૪ રવિવારના રામશરણ પામેલ છે. સ્વ.શામાબાઈ ભાણજી મોતા ગુંદિયાળીના પુત્રી. તે સ્વ.કેશવજી તુલસીદાસ પેથાણી, સ્વ.મુરજીભાઈ તુલસીદાસ પેથાણી, રમણીકભાઈ દયારામના ભત્રીજાવહુ. તે કાંતિલાલ અને સ્વ.નરેન્દ્રભાઈના ભાભી. નિલેશ, દિપક, દીપ્તિ, મનીષાના માતૃશ્રી. નીતાબેન, નિરાલીબેનના સાસુ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
દમણીયા દરજી
મુંબઈ નિવાસી શ્રી રમેશભાઈ દમણીયા (ઉં. વ. ૭૯) તે શુક્રવાર તા. ૧૨.૦૪.૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ, તેઓ સ્વ.જશવંતીબેન અને સ્વ. નરોત્તમદાસના પુત્ર, મેઘના મહેતાના પિતા, નંદીપના સસરા, પાર્થ અને ત્રિશાના નાના તે સ્વ. વિરેન્દ્ર, જ્યોતીન્દ્ર, અરુણા, અંજના, ચંદાના ભાઈ. પ્રાર્થનાસભા રવિવાર તા.૨૧.૦૪.૨૪ ૫ થી ૭. વનિતા વિશ્રામ સ્કૂલ, રિલાયન્સ હોસ્પિટલની બાજુમાં, પ્રાર્થના સમાજ, મુંબઈ ૪૦૦૦૦૪.
હાલાઈ લોહાણા
કુમારી હેમાલી પ્રવિણચંદ્ર ઠક્કર, મૂળ ગામ પોરબંદર, હાલ દાદર, (ઉં. વ. ૪૮) તે સ્વ.કોકિલાબેન પ્રવિણચંદ્ર ઠક્કરની સુપુત્રી. નયના મયુર જોબનપુત્રા, અલકા ખુશવંત હુંજનની મોટીબેન, મન, અનમોલ, લતીકાની માસી. તા. ૧૪-૦૪-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે.
મોઢ વણિક
રાજકોટનિવાસી હાલ માટુંગા સ્વ. પરમાનંદ હિંમતલાલ વોરાના ધર્મપત્ની કંચનબેન (ઉં. વ. ૯૬) મંગળવાર, ૧૬-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે હરજીવનદાસ પારેખના દીકરી. પ્રિયવંદા હસમુખભાઈ વણી, ભારતીબેન મુકેશભાઈ શેઠ, કિરણબેન મુકેશભાઈ શાહ, વંદના અશોકભાઈ શાહ, દિપક અને અનીષના માતુશ્રી. તે આશાબેન તથા મીતાબેનના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
ધ્રાંગધ્રાનિવાસી હાલ મલાડ શશીકાંત ભોગીલાલ પારેખના પત્ની અ. સૌ. સુશીલાબેન (ઉં. વ. ૭૫) ૧૪-૪-૨૪, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે વિશાલ, ડૉ. નમીતા (મીતા)ના માતુશ્રી. તે અ. સૌ. પૂજાના સાસુ. તે સરજુબેન વિજયભાઈ પટેલના વેવાણ. તે સ્વ. ગુણવંતરાય, ચંદ્રકાંત, અનંતરાય તથા જસવંતીબેનના ભાભી. તે શાંતાબેન ઠાકરસી મહેતાના પુત્રી. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૮-૪-૨૪ના ૫.૩૦ થી ૭. ઠે. ઠઠ્ઠાઈ ભાટીયા વાડી, હોલ નં. ૫, શંકર લેન, કાંદીવલી (વેસ્ટ).
કપોળ
લંગાળાવાળા (હાલ કાંદીવલી) ગં. સ્વ. પ્રભાવતીબેન હરકીશનદાસ પરષોતમદાસ મોદી (ઉં. વ. ૮૩) ૧૪-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હરેશ, પરેશ, જયેશ, વર્ષા, સ્વ. હર્ષા, કુસુમ (કવિતા), ક્રિષ્નાના માતુશ્રી. તે વિણા, રશ્મી, તેજલ, સ્વ. અશ્ર્વિનકુમાર, વિજયકુમાર, નિતીનકુમાર, જતીનકુમારનાં સાસુ. તે સ્વ. લાભુબેન વેણીલાલ મહેતા, સ્વ. ચંપાબેન હરજીવનદાસ મોદી, સ્વ. નવીનભાઈ, વસંતભાઈનાં ભાભી. તે ભાડવાકીંયાવાળા સ્વ. નરોતમદાસ વનમાળીદાસ મોદીનાં દીકરી. તે રોનક, મિત્તલ, પાર્થ, રીમા, ધીર, હર્ષ, કુશલ, સ્મીત, કીસાનનાં દાદીની પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૮-૪-૨૪નાં ૪ થી ૬. પ્રાર્થના સ્થળ: હાલાઈ લોહાણા બાળાશ્રમ હોલ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ રોડ, કાંદીવલી (વે.).
લુહાર સુતાર જ્ઞાતિ સમાજ
ભદ્રાવળવાળા સ્વ. રણછોડભાઈ અરજણભાઈ ચૌહાણના પુત્ર હાલ નાલાસોપારા નિરંજનભાઈ રણછોડભાઈ ચૌહાણ (ઉં. વ. ૭૭) ૧૫-૪-૨૪ના શ્રી રામશરણ પામેલ છે. તે પ્રભાબહેનના પતિ. આશિષ, બિંદલ ગૌરાંગ ચિત્રોડાના પિતાશ્રી. તે સ્વ. મગનભાઈ, સ્વ. નારાયણભાઈ, સ્વ. કમળાબેન મોહનભાઈ મિસ્ત્રી. નિર્મળાબહેન મનુભાઈ મિસ્ત્રી, પ્રવીણભાઈના ભાઈ. તે શાંતિભાઈ વસ્તાભાઈ ચિત્રોડાના વેવાઈ. નાગજીભાઈ દેવશીભાઈ મકવાણાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૮-૪-૨૪ના ૫ થી ૭. ઠે. લુહાર સુથાર વેલફેર સેન્ટર, કાર્ટર રોડ નં.-૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી (પૂર્વ).