હિન્દુ મરણ
કોળી પટેલ
ગામ ખરસાડ હાલ ખેતવાડી અ. સૌ. ચંપાબેન જયેશભાઇ પટેલ (ઉં. વ. ૫૩)નું ગુરુવાર, તા. ૧૧-૪-૨૪ના અવસાન થયેલ છે. તે જયેશભાઇના ધર્મપત્ની. તે સ્વ. રેવાબેન તથા કરસનદાસ મણીલાલ પટેલના પુત્રવધૂ. તે ભારતીબેન, હંસાબેન, મીનાબેન તથા સ્વ. જાગૃતીબેનના ભાભી. તે નીરવ, તન્વી, વિપુલ, રિદ્ધિ, લોમા તથા પલ્લવીના મામી. તે નયનાબેન, ભરતભાઇ, પ્રકાશભાઇ તથા વાસંતીબેનના બેન. બેસણું સોમવાર, તા. ૧૫-૪-૨૪ના બપોરે ૨થી ૫, તેમની પુષ્પપાણી સોમવાર, તા. ૨૨-૪-૨૪ના બપોરે ૩થી ૪, તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. ૧૫/૧૭, કેમ્બે હાઉસ, રૂ. નં. ૨૩, ખેતવાડી ૧૨મી ગલી, મુંબઇ-૪૦૦૦૦૪.
મેઘવાળ
ગામ શામપરા હાલ મુંબઇ સાંતાક્રુઝ સ્વ. રાણીબેન કુંઢડીયા (ઉં. વ. ૮૫) તે બુધવાર તા. ૧૦-૪-૨૪ના રામશરણ પામ્યા છે. તે સ્વ. ડોસાલાલા કેશવ કુંઢડીયાના પત્ની. તે ઉર્મિલાબેન-પ્રદ્યુમનભાઇ અને સુરેશભાઇના માતાજી. તે ગ્રેટાબેન, રશ્મીબેનના સાસુ. તે સ્વ. કેશવભાઇ વાધા કુંઢડીયા, સ્વ. અમરબેન કેશવભાઇ કુંઢડીયાના પુત્રવધૂ. તે સ્વ. મુળજી કલા ચાવડા, સ્વ. કેસરબેન મુળજી ચાવડાના દીકરી. તેમના બારમાની વિધી સોમવાર, તા. ૧૫-૪-૨૪ના સાંજે ૫-૦૦ વાગે. નિવાસસ્થાન: ટી-૩૧, માવજી રાઠોડ સોસાયટી, રહેજા કોલેજની સામે, રીલીફ રોડ, સાંતાક્રુઝ (પશ્ર્ચિમ).
નવગામ ભાટીયા
ધ્રોલ નિવાસી હાલ મીરારોડ મુંબઇ હરિદાસ માધવજી વેદ (ઉ. વ. ૭૦) તે ગુણવંતી માધવજી વેદના પુત્ર. પ્રતાપસિંહ નરોતમદાસ આશરના જમાઇ. મીનાબેનના પતિ. સ્વ. કુસુનબેન ગોપાલદાસ સંપટ, ગંગા, સ્વ. દમયંતી શિરીષ ચોકસી અને કુ. જયોતિબેન વેદના ભાઇ. તે નારાયણદાસ વસનજી મર્ચન્ટના ભાણેજ. તા. ૧૪-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. સી-૧૯, ફલેટ નં.૦૦૪, સહકાર સીએચએલએસ, શાંતિનગર, મીરારોડ.
ઘોઘારી લોહાણા
ગ્રાંડ રોડ (મુંબઇ) નિવાસી ગં. સ્વ. કંચનબેન (ઉનડકટ) (ઉં. વ.૮૯) તા. ૧૩ એપ્રિલ ૨૪ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હરગોવિંદદાસ ત્રિભોવનદાસ ઉનડકટના પત્ની. સ્વ. પ્રભુદાસ નાનજી તન્ના (કલ્યાણ)ના પુત્રી. જીતેન્દ્ર, રમેશ, હર્ષદા વિનોદ પૂજારા, જયોતિ ગિરીશ ઠક્કરના માતુશ્રી. રંજનબેન અને આશાબેનના સાસુ. તે ભાવેશ, રીના, ધર્મેશ, નિર્મિતના દાદી. અમીત, અનીતા, જય, સ્નેહના નાની. પ્રાર્થનાસભા તા. ૧૫-૪-૨૪ સોમવારે ૪થી ૬. ઠે. મુંબઇ પાટીદાર સમાજ હોલ, ૬ ફ્રેન્ચ બ્રીજ, એ.આર.રાંગણેકર રોડ, ગામદેવી, ધરમ પેલેસની પાછળ રાખેલ છે. મુંબઇ-૪૦૦૦૦૭, લૌકિક પ્રથા બંધ છે.
બાલાસિનોર દશા નિમા વણિક
કિર્તનલાલ મણીલાલ પારેખ (ઉં. વ. ૯૫) મણીલાલ ચંદુલાલ પારેખન સુપુત્ર. સ્વ. કુસુમબેન પારેખના પતિ. ગં. સ્વ. મીના, સ્વ.પંકજ, રશ્મિકા, નિલેશના પિતા. સ્વ. સતીષકુમાર, ગં. સ્વ. કોકીલાબેન, અશોકકુમાર કેતકીબેનના સસરા. મણીબેન મોહનલાલ ઝવેરીના જમાઇ. તા. ૧૨-૪-૨૪ના ડાકોર મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
મોચી
ગામ બગસરા હાલ સુરત સ્વ. નરશીભાઇ માધવજીભાઇ ચોહાણના પત્ની જયાબેન નરશીભાઇ ચૌહાણ (ઉં. વ. ૯૦) તા. ૫-૪-૨૪ શુક્રવારે રામચરણ પામ્યા છે. તે સ્વ. કાંતિભાઇ, ધીરુભાઇ, રમેશભાઇ, ભરતભાઇ, હરેશભાઇ, સ્વ. મંજુબેન, ઇન્દુબેન, કુંદનબેન, ચંદ્રિકાબેનના માતુશ્રી. ગં. સ્વ.લીલાબેન, જયશ્રીબેન, દયાબેન, સોનલબેન, ભારતીબેન, સ્વ. હરજીવનભાઇ, ઘનશ્યામભાઇ, ભગવાનજીભાઇ, પ્રફુલભાઇના સાસુ. રાજેશભાઇ, મહેશભાઇ, દિપક, સ્વ. હિતેશ, વૈભવ, ક્રિષ્ણા, ગૌરવ, ઉદય, મંથનના દાદી. ઉત્તર ક્રિયા સુરત મુકામે તા. ૧૫-૪-૨૪ના રાખેલ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
બીપીન કાંતિલાલ દેસાઇ (ઉં. વ. ૭૮) તે સ્વ. સાવિત્રીબેન કાન્તિલાલ ગરબડદાસ દેસાઇના પુત્ર. તથા સ્વ. તારાબેન રતીલાલ પરીખના જમાઇ. કુમુદના પતિ. તે નેહા, સેહલ, શીતલના પિતા. જીજ્ઞેશ, દેવેન, મિતુલના સસરા. સાચી, દર્શી, નીલ, અલિસ્સા, રાયનના નાના. પ્રાર્થનાસભા તા. ૧૬-૪-૨૪ના મંગળવારે સાંજે ૫.૩૦થી ૭.૩૦. લૌકિક પ્રથા બંધ છે. ઠે. પાટીદાર સમાજ, ફ્રેંચ બ્રીજ, મુંબઇ-૪૦૦૦૦૭.
કપોળ
જાફરાબાદવાળા સ્વ. દેવકુંવરબેન હરજીવનદાસ ગોરડિયાના સુપુત્ર શાંતિલાલ (ઉં.વ.૮૬) તે હાલ બાંદ્રા નયનાબેનના પતિ, ધીરેન તથા બીનાના પિતા, યોગિતાના સસરા, જયકિશનભાઈ, ભરતભાઈ, સ્વ. રમાબેન, સ્વ. પ્રભાબેન, ચંદ્રિકાબેન, સ્વ. જશીબેન, સ્વ. પદમાબેન તથા સ્વ. મધુબેનના ભાઈ, રાજુલાવાળા દ્વારકાદાસ મેંઘજી મહેતાના જમાઈ. તા.૧૨/૪/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ પીઠડ નિવાસી હાલ કાંદિવલી સ્વ. સુરેશભાઈ રતિલાલ ઠક્કર (મજીઠીયા)ના ધર્મપત્ની ગં.સ્વ હંસાબેન ઠક્કર (મજીઠીયા) (ઉં.વ.૭૧) તે તા.૧૨/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ભાવિન તથા ધવલ- અ. સૌ. પારૂલના માતુશ્રી, ગં.સ્વ લીલાબેન રજનીકાંત મજીઠીયા તથા અ.સૌ. શકુંતલાબેન ગીરીશભાઈ મજીઠીયાના જેઠાણી, પિયરપક્ષે ગુરગઢ નિવાસી સ્વ. મંજુલાબેન તથા સ્વ. છગનલાલ વશનજી સામાણીના દીકરી, વિનોદભાઈ, ગોપાલભાઈ, સ્વ. રાજેશભાઈ, કમલેશભાઈ, રાકેશભાઈ, કુસુમબેન કિશોરભાઈ સવજાણી, ઇલાબેન મહેન્દ્રભાઈ સોઢા, કપિલાબેન જયેશભાઇ પોંદાના બહેન. સદગતની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
ગં. સ્વ મંજુલાબેન મઝૂમદાર (મટાણી) (ઉં.વ.૮૭) તે હાલ મુલુન્ડ તા. ૧૨/૪/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નંદદુલારના ધર્મપત્ની. ઊર્મિ તથા પાર્થના માતુશ્રી, સ્વ. હરીશ, પંકજ તથા સ્વ. ચેતનના બહેન, સ્વ. મોતીબેન ચરણદાસ મટાણી ના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ હિરણવેલ (વેરાવળ), હાલ નાસિક નિવાસી રતિલાલ અમૃતલાલ કારીયા (ઉં.વ.૮૩) શનિવાર, તા. ૧૩ એપ્રિલનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રિકાબેનનાં પતિ. હિતેશ, સંગીતા બીજોય કુલથીનાલ, જયેશ, જીજ્ઞેશનાં પિતા , સ્વ. ચત્રભુજ પૂજારા (રાજકોટ)નાં જમાઈ, નંદિની, પ્રીતિ તથા નમિતાનાં સસરા, તે ઋતુ , કાંચન, લક્ષ, યશ, કૃતિ, શ્યામનાં દાદા . પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૫ એપ્રિલ , સાંજે ૫ થી ૬, આર.પી. વિદ્યાલય, પંચવટી, નાસિક ખાતે રાખવામાં આવેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
મહુવા નિવાસી હાલ બોરીવલી સ્વ. પદમાબેન નંદલાલ વલ્લભદાસ મોદીના પુત્ર હિતેષભાઇના પત્ની. અ.સૌ માધુરી (માધવી) બેન (ઉ .વ. ૬૧) તા ૧૨-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સરોજ નાથુભાઈ, આરતી કમલેશભાઈ, સ્વ. કુસુમબેન સુરેશકુમાર મહેતા, ચેતનાબેન ચેતનકુમાર શાહ, ભાવનાબેન સુરેન્દ્રકુમાર અજમેરાના ભાભી, પિયર પક્ષે સ્વ. અનસુયાબેન મનસુખલાલ શાહના દીકરી, ચંદ્રિકાબેન-કૃષ્ણકાંત શાહ, મંજુલાબેન સુભાષચંદ્ર શેઠ અને મીનાબેન ભરતભાઈ ગાંધીના બહેન. પ્રાર્થનાસભા તા. ૧૬.૪.૨૪ મંગળવારના સાંજે ૪ થી ૬. સ્વામિનારાયણ મંદિર, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, યોગીનગર, બોરીવલી (વેસ્ટ) રાખેલ છે.