હિન્દુ મરણ
કચ્છી લોહાણા
સ્વ. રતનબાઇ અને સ્વ. વીરજી થાર્યા સોપારીવાલા ગામ કચ્છ બરંદા હાલ માટુંગાના સુપુત્ર વલ્લભદાસ (ઉં. વ. ૯૧) તે વિણાબેનના પતિ. તે જયેશ, સુનીલ અને શિલ્પાના પિતા. તે જયશ્રી, આરતી, આનંદભાઇ કારીયાના સસરા. તે સ્વ. મથુરાદાસ વીરજી રેશમવાલા ગામ મોથાળાવાળાનાં જમાઇ. તે સ્વ. મંગલદાસ, સ્વ. કસ્તુરબેન, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. મહેશભાઇના બનેવી. તા. ૯-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, ત્વચાદાન કરેલ છે.
કોળી પટેલ
ખારા અબ્રામાના ગં. સ્વ. મણીબેન (ઉં. વ. ૮૨) તા. ૪-૯-૨૩ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. છગનભાઇ ગોપાળજી પટેલનાં પત્ની. સુરેશ, અનિલ, સ્વ. હિતેષના માતા. મીના, વર્ષાનાં સાસુ. પિયર પક્ષે સ્વ. મગનભાઇ, સ્વ. ધીરુભાઇ, સ્વ. ઠાકોરભાઇ, સ્વ. બાબુભાઇ, સ્વ. ભીખીબેન, સ્વ. સકીબેનના બહેન. અંકિતા, એકતા, કિંજલ, દીપનાં દાદી. પુષ્પપાણી તા. ૧૪-૯-૨૩ના ગુરુવારે બપોરે ૩-૦૦ કલાકે, ઠે. કોલડુંગરી, તિરુપતિ બાલાજી બિલ્ડિંગ, નં. ૨, રૂમ. નં. ૫૦૭, અંધેરી (પૂર્વ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય સહ બ્રાહ્મણ
ધ્રાંગધ્રા નિવાસી હાલ મીરાં રોડ નિવાસી વિશ્ર્વેશભાઈ હર્ષવંતરાય શાી તા.૮.૯.૨૦૨૩ એ સ્વર્ગવાસી થયેલ છે. તે હર્ષવંતરાય ત્રંબકરામ અને રમાબહેન શાીના દીકરા. જ્યોતિબહેન જાની, રાકેશભાઈ, ગાયત્રીબેન, ત્રિમિતી બહેનના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જર ક્ષત્રિય કાડિયા
જયાબેન રાઘવજીભાઈ યાદવ (ઉં. વ. ૭૪) તે મૂળગામ સાવરકુંડલા હાલ બોરીવલી તે સ્વ. રાધવજી ખીમજીભાઈ યાદવ ના ધર્મપત્ની. ભરત, વીણા, રેખા, રશ્મિ, તૃપ્તિના માતુશ્રી. નેહલ, ભરત, વિજય, ભરત, દેવેન ના સાસુ. સ્વ. મોંઘીબેન પરષોત્તભાઈ રાઠોડના દીકરી. ૭/૯/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧૧/૯/૨૩ના રોજ ૫ થી ૭ કલાકે શ્યામ સત્સંગ ભવન, બ્લુ આર્ચ બિલ્ડીંગ ની સામે, મહાવીર નગર, શામજી બાપુ માર્ગ, એકતા નગર કાંદિવલી વેસ્ટ રાખેલ છે.
સૌરાષ્ટ્ર ગુર્જર ક્ષત્રિય
મૂળગામ નાજાપૂર નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ પ્રભાબેન ઠાકરશીભાઈ નાનજીભાઈ સોંડાગર (ઉં. વ. ૯૪) તે ૮/૯/૨૩ના શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. મનજીભાઇ નાનજીભાઈ સોંડાગર ના ભાભી. રમણીક, દલસુખ, મનસુખ, વિનોદ, ભુપેન્દ્ર, દિનેશ તથા અનસૂયાના માતુશ્રી. પુષ્પા, ઉષા, રંજન, સ્વ. ભાવના, પલ્લવી, આશા, જસ્મીના, સ્વ. જગદીશ રામજીભાઈ કનોજીયાના સાસુ. નિલેશ, કેતન, અમિત, ધવલ, સમીર, હર્ષલ, અભય, મનીષા પિયુષ, મેઘના હર્ષિત, ભાવના પરેશ, સિદ્ધિ જયમીન, જીનલ , આયુષી, પ્રિયલના દાદી. તે પિયરપક્ષે બગસરા ખારી સ્વ. મોંઘીબેન મુળજીભાઈ માંડવીયાના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૧૧/૯/૨૩ ના રોજ ૫ થી ૭ કલાકે વર્ધમાન સ્થા જૈન મોટા ઉપાશ્રય, પાંચમે માળે, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ મુકામે રાખેલ છે.
લુહાર સુથાર
મૂળગામ સિદ્ધર હાલ અંધેરી સ્વ. રંભાબેન તથા સ્વ. લીલાધર પોપટ પરમારના પુત્ર રમણીક પરમાર (ઉં. વ. ૭૦) તે ૮/૯/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે દમયંતીબેનના પતિ. વિલાસ-અ.સૌ.પાયલ તથા કુંજન દીનેશકુમાર મિીના પિતા. મુક્તાબેન ચંદ્રકાન્ત સોલંકીના ભાઈ. સાસરાપક્ષે રાજસીતાપુર સ્વ. કંચનબેન નરભેરામ રાઠોડના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૧૧/૯/૨૩ ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી વેસ્ટ મુકામે રાખેલ છે.
ગામડીયા દરજી
હાલ બોરીવલી ગં. સ્વ વસુમતીબેન ચંપકલાલ કાપડિયા (ઉં. વ. ૮૩) ૪/૯/૨૩ ના પ્રભુશરણ પામેલ છે. તે રતનબેન લક્ષમણદાસના પુત્રી. સ્વ. ચંપકલાલ કાપડિયાના પત્ની. જયશ્રી યોગેશ સુરતી તથા કલ્પના કૌશિક મિીના માતુશ્રી. શાંતિલાલ, ચંપકભાઈ, ચંચળબેનના બહેન. લક્ષ્મીબેન તથા ચંદ્રકાન્તભાઈના ભાભી. પ્રાર્થનાસભા ૧૫/૯/૨૩ ના રોજ ૪ થી ૬ કલાકે લેવા પાટીદાર મિત્ર મંડળ (સમાજ ભવન) પ્રગતિ બસ સ્ટોપની બાજુમાં, ગોરાઈ ૨, બોરીવલી વેસ્ટમાં રાખેલ છે.
ઝાલાવાડી સઈ-સુથાર
ગામ-પાટી નિવાસી હાલ કાંદિવલી સ્વ.બાબુલાલ છગનલાલ પરમાર (ઉં. વ. ૭૮)વિજ્યાબેનના પતિ. રાજુભાઈ તથા નીતાબેન ના પપા. તેમજ પ્રભાબેનના સસરા,આયુષી અને તુષારના દાદા. અને જયેશકુમારના સસરા. ધીનલ અને નિખિલના નાના. ૯/૯/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. બેસણું તા-૧૧-૦૯-૨૦૨૩નું રાખેલ છે.સમય- ૪ થી ૬ સ્થળ – સ્વામીનારાયણ મંદિર, ડિ – વિંગ ૧૦૧,અંબિકા દર્શન, સી.પી રોડ,બસ સ્ટોપ ની બાજુમાં, કાંદિવલી (ઈસ્ટ) મુંબઈ-૪૦૦૧૦૧. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ડુંગળવાડા હાલ કાંદિવલી જશવંત રતિલાલ પારેખના ધર્મપત્ની મીનાક્ષી (બેબીબેન) (ઉં. વ. ૭૧) તે ૯/૯/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે ઝરણાં મિતુલ દોશીના માતુશ્રી. ઇન્દિરા ધીરજલાલ મહેતા, મીના મહેન્દ્ર વોરા, જીતેન્દ્ર, હર્ષદના ભાભી. અર્ચના તથા મીરાના જેઠાણી, સ્વ. ઉર્મિલાબેન બળવંતરાય મહેતાના દીકરી. સર્વ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
વૈષ્ણવ
મુંબઈ નિવાસી અમારા માતુશ્રી ગં .સ્વ . ભાનુમતી વિપીનભાઈ ચોકસી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે તે રસેશભાઈ,મીતાબેન દિપકભાઈ શાહ ના મમ્મી અને ધ્રુવ -નિરાલી, નેકા, રેયાના દાદી (લૌકિક વ્યવહાર બંધ છે).
વાડાસિનોર દશાનિમા વણિક
યોગેશચંદ્ર મણીલાલ કચેરીયા (ઠાસરાવાલા) (ઉં.વ. ૭૯) તે સ્વ. ચંદનબેન મણીલાલ કચેરીયાના પુત્ર. સ્વ. કલાબેન કાંતિલાલ કડડીયાના જમાઇ. સ્વ. નલીનીબેનના પતિ. વિશાલના પિતા. શીતલના સસરા. દક્ષાબેન અને પ્રદીપભાઇના વેવાઇ. તા. ૮-૯-૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
રૂક્ષ્મણી જમનાદાસ રૂખાણા (ઉં.વ.૮૯) શનિવાર તા. ૯-૯-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. જમનાદાસ રૂખાણાના પત્ની. ગીતાના માતા. લતા, કલ્પના, સુનીતા, રીટાના કાકી. દીપક, જયોતિ, અમિતના ફોઇ. કાશ્મીરાના માસી. સ્વ. પ્રાગજી ખીમજી પોપટના પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી.ઠે. ૨૦૫, સ્નેહા એપાર્ટમેન્ટ, તાંબે નગર, સરોજિની નાયડુ રોડ, મુલુંડ (વેસ્ટ).