મરણ નોંધ

હિન્દુ મરણ

અગાશીના વિજય શાંતિલાલ ચૌહાણના પત્ની ઉષા (ઉં. વ. ૫૭) રવિવાર, તા. ૭-૪-૨૪ના અવસાન પામ્યા છે. તે મયૂરી પટેલનાં માતા. વિવેક પટેલનાં સાસુ. ટ્વીશાના નાની. સંગીતા પ્રકાશ ચૌહાણના દેરાણી. કવિતા જિતેન્દ્ર ચૌહાણના જેઠાણી. તેમનું બારમું અને બેસણું તા. ૧૮-૪-૨૪ના રોજ સાંજે ૫ થી ૭. નિવાસસ્થાન: પ્રથમેશ એપાર્ટમેન્ટ, એ-વિંગ, રૂમ નં. ૪૧૬, વીર સાવરકર માર્ગ, કાચ બંગલા પરિસર, વિરાર (પૂર્વ).

ઔ. પિ. જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ બડોલી, હાલ કાંદિવલી અ. સૌ. દક્ષા જાની (ઉં. વ. ૬૯) તા. ૧૨-૪-૨૪ના દેવલોક પામ્યા છે. તે મહેશ ચંદ્રશંકર જાનીના ધર્મપત્ની. રૂચિત (તેજુ)ના માતુશ્રી. બિજલના સાસુ. શનાયાના દાદી. તે ગં. સ્વ. સુશિલાબેન કિશોરભાઇ જાની, ગં. સ્વ. રંજનબેન ઘનશ્યામભાઇ જાનીના દેરાણી. ગામ વસઇ નિવાસી સ્વ. શાંતાબેન જયદેવ દવેના દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૫-૪-૨૪ના સોમવારના સાંજે ૫થી ૭. ઠે. પી-૫, કોમ્યુનિટી હોલ, અલ્પાઇન, સમતાનગર, ઠાકુર કોલેજ પાસે, કાંદિવલી (ઇસ્ટ).
લુહાર સુથાર
ગામ લાલપુર નિવાસી હાલ વિરાર ગં.સ્વ. લાભુબેન અમૃતલાલ ડોડીયાના પુત્રવધૂ. અ.સૌ નયનાબેન દિનેશભાઇ ડોડીયા (ઉં. વ. ૬૦) તે ૧૦/૪/૨૪ના રામશરણ પામેલ છે. તે જીજ્ઞેશ, સાગરના માતુશ્રી. હસમુખભાઈ, અભયભાઈ, નીતાબેન અનીલકુમાર ગોહિલના ભાભી. સ્વ. અરજણભાઈ દયાળભાઈ પરમારના દીકરી, પ્રવીણભાઈ, મનીષભાઈ, સ્વ.સવિતાબેન, સ્વ.મધુબેન, દેવીબેનના બહેન. પ્રાર્થનાસભા ૧૫/૪/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
મહુવા નિવાસી હાલ બોરીવલી સ્વ. પદમાબેન નંદલાલ વલ્લભદાસ મોદીના પુત્ર હિતેષભાઇના પત્ની અ.સૌ માધુરી (માધવી) બેન (ઉં. વ. ૬૧) તા ૧૨.૦૪.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સરોજ નાથુભાઈ, આરતી કમલેશભાઈ, સ્વ.કુસુમબેન સુરેશકુમાર મહેતા, ચેતનાબેન ચેતનકુમાર શાહ, ભાવનાબેન સુરેન્દ્રકુમારના ભાભી. પિયરપક્ષે સ્વ.અનસુયાબેન મનસુખલાલ શાહના દીકરી. ચંદ્રિકાબેન-કૃષ્ણકાંત શાહ, મંજુલાબેન સુભાષચંદ્ર શેઠ, મીનાબેન ભરતભાઇના બહેન. પ્રાર્થનાસભા તા ૧૬.૦૪.૨૪ મંગળવારના ૪:૦૦ થી ૬:૦૦ સ્વામિનારાયણ મંદિર, અજમેરા ગ્લોબલ સ્કુલની સામે, યોગીનગર, બોરીવલી (વેસ્ટ).
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
કથીવદર હાલ સુરત નિવાસી સવિતાબેન નાથાલાલ ઓઝા (ઉં. વ. ૮૨) તા ૮.૪.૨૪ સોમવાર કૈલાસવાસી થયેલ છે. તેઓ વિજય, રીટા રાજેન્દ્ર ઠાકર,દિશા દેવાંગ જોશિના માતુશ્રી. વિભાના સાસુ. અવની તથા વત્સલના મોટા સાસુ. વિરાજ મૈત્રીના દાદી. સપના કરણ અને જીયાના નાની. દિવાળીબેન પરમાનંદ કલ્યાણજી જોશી(પટેલ) (ગામ સિમર)ની પુત્રી પ્રાર્થનાસભા તા. ૧૪/૦૪/૨૪ના રવિવાર ૫થી ૭. શ્રી કચ્છી કડવા પાટીદાર વાડી, રતન નગર, દહિસર ઈસ્ટ.
હાલાઇ લોહાણા
ગામ કુવાડવા (રાજકોટ) નિવાસી હાલ મુંબઈ બિપીનભાઈ જેઠાલાલ કોટેચાના ધર્મપત્ની, સ્વ. પરમાનંદદાસ સાદરાણીના પુત્રી કમળાબેન (ઉં. વ. ૬૭) તે ૧૧/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે રવિ તથા દેવાંગના માતુશ્રી, ઝરણાં તથા ભાવિનીના સાસુ. ભાવિકા તથા ગૌરીના દાદી. પ્રાર્થનાસભા ૧૫/૪/૨૪ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, બીજે માળે, એસ. વિ. રોડ, કાંદિવલી વેસ્ટ.

પરજીયા પટ્ટણી સોની
મૂળગામ ડેડાણ નિવાસી હાલ બોરીવલીના સ્વ.રમેશભાઈ હરદાસભાઈ સતિકુંવર (સોની)ના ધર્મપત્ની ગં. સ્વ રેખાબેન સતિકુંવર (ઉં. વ. ૬૮) તે ૧૨/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ભાવના સુરૂ, નિશા પાડલીયા, અમીષના માતુશ્રી. હિતેશકુમાર સુરૂ, કમલેશકુમાર પાડલીયા, ક્રિષ્નાબેનના સાસુ. વૃષ્ટિ, ધવલ, જુગલ, વિશેષ, પ્રિશાના બા. તે પિયરપક્ષે દાઠાવાળા સ્વ.શાંતાબેન તથા સ્વ.દુર્લભજીભાઈ આત્મારામભાઈ સુરૂના દીકરી. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૧૫/૪/૨૪ના ૧૦.૩૦ થી ૧૨.૦૦. સોની વાડી, શીમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ચોર્યાસી મેવાડા બ્રાહ્મણ
મૂળગામ ઓડ નિવાસી હાલ કાંદિવલીના જનાર્દન કેશવલાલ પાઠક (ઉં. વ. ૮૮) તે ૧૧/૪/૨૪ના દેવલોક પામેલ છે. તે ઇન્દીરાબેનના પતિ. રાજીવ તથા હેતલના પિતા, સ્વ. જાગૃતિબેન, હિમેશકુમાર દેસાઈના સસરા, મુંજાલ-જીનલ, જીલ અભિષેક રાય, ઇશિતા દેવાંગ પાસ્તે, શિવમના દાદા/નાના, સાસરાપક્ષે કપડવંજ નિવાસી સ્વ.પુરુષોત્તમ હરગોિંવદદાસ જોશીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખંભાત દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
થાણા નિવાસી સ્વ. અ. સૌ. દર્શનાબેન તા. ૧૨-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હર્ષભાઇના પત્ની. સ્વ. કિશોરીબેન તથા સ્વ. પ્રફુલભાઇ બાબુભાઇ થાણાવાલાના પુત્રવધૂ. ગં. સ્વ. રેખાબેન તથા સ્વ. દિનેશભાઇ કોઠારીના પુત્રી. પોરોમા તથા પ્રોત્યુષાના માતા. પિયુષભાઇ ધનેરવાના સાસુ. પ્રાર્થનાસભા તા. ૧૪-૪-૨૪, રવિવારના ૪.૩૦થી ૬.૩૦. ઠે. ડેફોડીલ હોલ, ૩જે માળે, ટીપટોપ પ્લાઝા, એલ.બી.એસ.માર્ગ, થાણા (વેસ્ટ).
હાલાઇ લોહાણા
કરાંચીવાળા હાલ ઘાટકોપર સ્વ. કલાવંતી જયંતિલાલ પાંધીની પુત્રી કુમારી કોકિલાબેન પાંધી (ઉં. વ. ૭૬) તા. ૧૨-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. અનિલભાઇ, સ્વ. નયનબેન કિશોરભાઇ રૂપારેલ તથા હર્ષદભાઇના બેન. તથા ગં. સ્વ. ચંદ્રાબેન તથા અ. સૌ. કલ્પનાબેનના નણંદ. હિમાંશુ, જીમિત, દિશા અક્ષય નાખવા તથા દર્શના ફઇબા. સુધીર, રાખીના માસી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાલાસિનોર દશાનીમા વણીક
ભારતીબેન ચંદ્રકાન્ત પરીખ (ઉં. વ. ૮૫) સ્વ. કમળાબેન ઓચ્છવલાલ પરીખ (બખલી)ના પુત્રવધૂ. સ્વ. મંજુલાબેન કાન્તીલાલ શાહ (ભાણાભાઇ)ની સુપુત્રી. સચીવ પ્રશાંતના માતુશ્રી. શ્રુતી, પ્રીતીના સાસુ. સલોની રાહીલ, પ્રાચી, પ્રીતેશ, શના મહેશના દાદી. તા. ૧૨-૪-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૪-૨૪ના રવિવાર ૫.૩૦થી ૭. ઠે. એફ. પી. એચ. ગરવારે હોલ, લાલા લજપતરાય રોડ, લાલા કોલેજની બાજુમાં, મુંબઇ-૪૦૦૦૩૪. લૌકિક પ્રથા તથા બારમા તેરમાની પ્રથા બંધ છે.
કપોળ
મહુવાવાળા હાલ વિલેપાર્લે સ્વ.કમળાબેન દ્વારકાદાસ વોરાના સુપુત્ર હરકિસનદાસ (ઉં. વ.૮૩) તા. ૧૨-૪-૨૪ના શુક્રવારન શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રંજનબેનના પતિ. રાજીવ, પ્રશાંત, ભાવેશા મોદીના પિતા. આશા, મેઘના તથા કાર્તિક મોદીના સસરા. કિરીટભાઇ, પ્રવીણભાઇ, સ્વ. હંસાબેન, સ્વ. રમાબેન અને સ્વ.ભાનુબેનના ભાઇ. સ્વ. અમીદાસ કેશુરદાસ સંઘવીના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુજજર સુથાર
મુંબઇ નિવાસી ભગવાનજીભાઇ વડગામાના સુપુત્ર ધીરજલાલ (ઉં. વ. ૮૦), શુક્રવાર તા. ૧૨-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે હીરાબેનના પતિ. સુરેશભાઇ, ભરતભાઇ, સ્વ. ચંદુભાઇના ભાઇ. રીના, હિના, ડિમ્પલ, હિરલના પિતા. યોગેશ પોપટ, ભાસ્કર રાડિયા, સનિલ ગજજર, નીરજ ધીરના સસરા. કરિશ્મા, સિદ્ધાર્થ, રાજ, પ્રિયા, શ્યામના નાના. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૪-૪-૨૪ના ૪.૩૦થી ૬. ઠે. જલારામ હોલ, હાટકેશ સોસાયટી જુહુ, વિલેપાર્લે (વેસ્ટ).
હાલાઇ લોહાણા
મૂળગામ જૂનાગઢ હાલ બોરીવલી અ. સૌ. જયશ્રીબેન (ઉં. વ. ૭૦) તે મધુસુદન નરોત્તમદાસ કારિયાના ધર્મપત્ની. મહેશ, મિલનના માતુશ્રી. સ્વ. ભરતભાઇ, રાજુભાઇ, હેમંતભાઇ, સ્વ. જયોત્સનાબેનના ભાભી. સ્વ. મનિષા, રિનાના સાસુ. દેવાંગ, નિતી, મિત્તના દાદી. પિયરપક્ષે ચંદુલાલ પુરુષોત્તમ ખિલોસીયાના દીકરી. તા. ૧૩-૪-૨૪ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૫-૪-૨૪ના સોમવારે ૪થી ૬. ઠે. લોહાણા મહાજન વાડી, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી (પશ્ર્ચિમ).

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button