હિન્દુ મરણ
જેતપુર નિવાસી હાલ ઘાટકોપર (મુંબઇ) જયંતીભાઇ ગિરધરલાલ શેઠ (ઉં.વ. ૮૪) તા. ૧૧-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હસુમતીના પતિ. ધર્મેશભાઇના પિતા. દર્શનાના સસરા. કુંજ અને હર્ષદાના દાદા. સ્વ. પ્રાણલાલભાઇ, સ્વ. લક્ષ્મીચંદભાઇ, બીપીનભાઇ, સ્વ. કાતાબેન કઢી, સ્વ. મંછાબેન કાચલિયા, સ્વ. મીનાબેન ધીયા, હીરાબેન શાહના ભાઇ. સાદડી અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મોઢ ત્રિવેદી બ્રાહ્મણ
જામનગર નિવાસી હાલ મુંબઇ સ્વ. શિવકુમાર (શિવુભાઇ) દવેના ધર્મપત્ની ચંદ્રકલાબેન (ઉં. વ. ૯૩) તે શિરીષભાઇ, વીરુભાઇ તથા યોગેશભાઇના માતુશ્રી. પૂર્ણિમાબેન, દેવદત્તાબેન તથા વર્ષાબેનના સાસુ. ગુરુવાર તા. ૧૧-૪-૨૪ના કૈલાસવાસ (સ્વર્ગવાસ) થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોઢ વણિક
રાજકોટ નિવાસી હાલ કાંદિવલી (વેસ્ટ), ગં. સ્વ.સુધાબેન અંબાણી (ઉં. વ. ૬૯) તે તા. ૬-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હર્ષદરાય કાંતિલાલ અંબાણીના ધર્મપત્ની. મમતા, એકતા, કૃતિકાના માતુશ્રી. જિજ્ઞેશકુમાર પારેખ, જયદીપકુમાર પારેખ અને કેયુરકુમાર વોરાના સાસુ. સુરેશચંદ્ર કાંતિલાલ અંબાણીના ભાભી. હેતલ અને પ્રતીકના ભાભુ. સ્વ. તારાબેન ઇંદુલાલ પારેખ તથા સ્વ. ઇંદુલાલ ફૂલચંદ પારેખના દિકરી.
ઘોઘારી દશા દિશાવળ વણિક
રોહિસાવાળા હાલ મુંબઈ માલતીબેન જાટકીયા (ઉં.વ. ૭૮) તે ચંદ્રકાન્ત ભીખાલાલ જાટકીયાના પત્ની. પ્રગ્નેશ, સમીર, શીતલ, હેતલના માતા. હેમાલી, કોમલ કમલેશ સીરોદરીયા, રણજીત નાયરના સાસુ. વત્સલ, માનવ, રાશીના દાદી. દીતી, શ્રુષ્ટી, સાક્ષીના નાની તા. ૧૧-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૩-૪-૨૪ના ૫ થી ૭. સ્થળ: વિશ્ર્વેશ્ર્વર ભવન, ૧લે માળે, સન્યાસ આશ્રમ કંપાઉન્ડ, વિલેપાર્લા વેસ્ટ.
કચ્છી લોહાણા
સ્વ. હંસાબેન ઠક્કર (રાઈચના) (ઉં.વ. ૮૪) ગામ મઉ, હાલ ઘાટકોપર નિવાસી તા. ૧૧-૪-૨૪, ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે બચૂબેન મંગળદાસ ઠક્કર (અનમ)ના દિકરી, ગામ વિંજણ. સ્વ. ચંદ્રકાંત હરિરામ ઠક્કરના પત્ની. કિશોરભાઈ, રાજેન્દ્રભાઈ, કલ્પેશભાઈના માતુશ્રી. સ્વ. કવિતાબેન, કલ્પનાબેન, પૂર્ણાબેનના સાસુ. મીનલ, નીરવ, હાર્દિક, પ્રિયંકા, માન્યુના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૪-૨૪, શનિવારના સ્વામિનારાયણ મંદિર હોલ, લવંડર બાગની બાજુમાં, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (ઈ.), ૪ થી ૬. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
દશા મેવાડા અમદાવાદી વણિક
પાદર નિવાસી હાલ ગોરેગાંવ નવીનચંદ્ર (ગોપાલભાઈ) શાહ (ઉં.વ. ૮૪) તા. ૧૦-૪-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સાંકળચંદ માણેકલાલ શાહના પુત્ર. સ્વ. નટવરલાલ મોહનલાલ શાહના જમાઈ. ઉષાબેનના પતિ. રવિન, જયોતિના પિતા. હિરલ, મહિમાના દાદા. લૌકિક પ્રથા તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. કમલાબેન લક્ષ્મીદાસ સોમૈયા (ઉં.વ. ૮૩) કચ્છ ગામ માંડવી હાલે મુલુંડ તે સ્વ. દિનેશ, સ્વ. અનિલ, સ્વ. મુકેશ, નીતિન, બિપીનના માતુશ્રી. ગં. સ્વ. પૂર્ણિમા, ગં. સ્વ. ગૌરી, કુમુદ, જીજ્ઞાના સાસુ. મોરારજી સુરજી આઈયાના પુત્રી. ગં. સ્વ. શારદાબેન, સ્વ. પુષ્પાબેન, હંસરાજભાઈ આઈયાના બેન. વિમલ, ધારા આલોક સબનીસ, વિરાજ, અવની ચેતન ઠક્કર, કૃપાના દાદી તા. ૧૧-૪-૨૪ના રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૪-૨૪, શનિવારે ૫ થી ૬.૩૦ ગોપુરમ હોલ, જ્ઞાન સરિતા સ્કૂલ પાસે, આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી વણિક
હાલ સાયન ગં. સ્વ. રશ્મિબેન ગણપતદાસ લક્ષ્મણદાસ શ્રોફના પુત્ર રાજીવ (ઉં.વ. ૫૨) તા. ૧૧-૪-૨૪, ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સારીકાના પતિ. રાયનના પિતા. ગં. સ્વ. વિજયાબેન રાજેન્દ્રભાઈ સરાફ (અમરાવતી)ના જમાઈ. પ્રીતિ પરીખ, તૃપ્તિ શાહના ભાઈ. શરદભાઈ પરીખ, મેહુલભાઈ શાહના સાળા. પ્રાર્થનાસભા રાખેલ નથી અને લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ ભાટિયા
ગં. સ્વ. શોભનાબેન શરદકુમાર વેદ હાલ અંધેરી (ઉં.વ. ૮૬) તે સ્વ. જગજીવનદાસ ગોપાલદાસ વેદના પુત્રવધૂ. સ્વ. લીલાધર મકનજી આશરના પુત્રી. અ. સૌ. ભૈરવી, હિના, સ્વાતી, જેલમ, આરતી, સંગીતાના માતુશ્રી મુંબઈ મુકામે તા. ૧૦-૪-૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
અનંત આશર (પમાણી) (ઉં. વ. ૬૫) તે સ્વ. સંતોકબેન ચત્રભુજ હરીદાસ આશરના સુપુત્ર. તે સ્વ. કંચનબેન હરજીવનદાસ મશરૂના જમાઈ. તે અ. સૌ. પ્રમોદીનીના પતિ. તે રિતેશ અને કાજલના પિતા. તે ઝરણા અને કૌશિકના સસરા. તે ત્વિશાના દાદા ગુરુવાર તા. ૧૧.૦૪.૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૪.૦૪.૨૦૨૪ રવિવારના ૪:૦૦ થી ૬, શ્રી. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, જૈન ઉપાશ્રય, એસ. વી. રોડ, સેંટ્રલ બેંકની બાજુમાં, કાંદિવલી વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી લોહાણા
અ.સૌ. માયા ઠક્કર, (ઉં. વ. ૬૬) તે દિપક ઠક્કરના ધર્મપત્ની, તે ગં.સ્વ. સવિતા ગુણવંતલાલ ઠક્કરના પુત્રવધૂ. માધવી જતીન સોઢા, પૂજા વિક્રાંત, ચિલય તથા ધ્રુવના માતુશ્રી. સ્વ.જયાબેન બાબુલાલ વસાણીના દીકરી તથા રિદ્ધિ મુકેશભાઈ, પારૂલ સુમનભાઈ, ગં.સ્વ.નીલાબેન ગૌતમ ઠક્કર તથા જ્યોતિ દેવાંગ પજવાણીના ભાભી. તથા શનાતા, હનિષા અને દેવાંશના નાની તા. ૧૧-૪-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૩-૪-૨૦૨૪ શનિવારે ૪.૩૦ થી ૬.૩૦. સ્થળ- લોહાણા મહાજન વાડી, ૧લે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ.વી.રોડ, કાંદિવલી-વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી દશા પોરવાડ વણિક
જંબુસર હાલ મલાડ નિવાસી દિપકભાઈ રમેશચંદ્ર નાણાવટીના ધર્મપત્ની કલ્પનાબેન નાણાવટી, (ઉં. વ. ૭૫) તે મમતા ધવલભાઈ શાહ તથા સમીર નાણાંવટીના માતુશ્રી. ધવલભાઈ શાહ, શ્રીમતિ સેજલ સમીર નાણાવટીના સાસુજી ગુરૂવાર તા. ૧૧-૪-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૪-૪-૨૦૨૪, ૫.૦૦ થી ૭.૦૦, સ્થળ- ક્લબ હાઉસ, પામ કોર્ટ, ડી.માર્ટની બાજુમાં, લિંકરોડ, મલાડ-વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી
જેસર નિવાસી હાલ બોરીવલી સ્વ. નાગરદાસ જગજીવનદાસ દોશીના પુત્ર શાંતિભાઈ (ઉં. વ. ૮૫) તે ૧૦/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભાવનાબેનના પતિ. આશિષ, ભાવિક, શિલ્પા પ્રફુલકુમાર તથા તરૂણા યોગેશકુમારના પિતા. જયંતીભાઈ, અરવિંદભાઈ, ચંદ્રકાન્તભાઈ, નીતિનભાઈ, રસીલાબેન, વિલાસબેન, રિટાબેનના ભાઈ. સ્વ.હિંમતલાલ કચરચંદ શાહ (દાઠાવાળા)ના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કડોદ વિશા લાડ વણિક
રાજેન્દ્ર ચુનિલાલ ત્રિભોવનદાસ શાહ (ઉં. વ. ૮૪) તે સ્વ. જ્યોત્સનાબેનના પતિ. પ્રજ્ઞેશભાઈ, સ્વ. મધુસુદનભાઇ, સ્વ. નલિનભાઇના ભાઈ, યશ, ઉર્મી, નિધીના કાકા, ૧૧ એપ્રિલ ૨૪, ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ ભાટિયા
સ્વ. કિરીટ વિજયસિહ ભકતાના પત્ની ગં. સ્વ. રેખા, તે સ્વ વિરમતી વિજય સિંહ ભકતાના પુત્રવધૂ. તે સ્વ કલાવતી ધરમસિહ ગોકલગાંધી (અકોલા)ના પુત્રી. ચિ સચિનના માતૃશ્રી. અ.સૌ. સીમા (જ્યોતિ)ના સાસુ. સ્વ. પત્તાપસિંહ, અરુણભાઈ, અનિલભાઈ, નલિનીબેનના ભાઇના વહુ (ઉં. વ. ૬૯) તા. ૧૧-૪-૨૪ વાર ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૪-૨૪ રવિવારના ૪.૩૦ થી ૬.૦૦. શ્રીભાટિયા ભાગીરથી ,દાદીશેઠ અગિયારી લેન, મુંબઇમા રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે ).
દેસાઈ સઈ સુતાર
તળાજા નિવાસી હાલ મુંબઈ (ચુનાભટ્ટી), સ્વ. રતિભાઇ પ્રાગજીભાઇ વાઘેલાના પત્ની સ્વ. ધનકુંવરબેન વાઘેલા (ઉં.વ.૮૫) તા.૯/૪/૨૪ના મંગળવારના રામચરણ પામ્યા છે. તેઓ નરેન્દ્રભાઈ, નિર્મળાબેન દિનેશકુમાર દેસાઈના માતા. સુનિતાબેનના સાસુ. કાંતાબેન મકનલાલ રાઠોડ, સ્વ.ગીરધરભાઈ, સ્વ.ચુનીભાઈ, સ્વ. દુર્લભજીભાઈ, સ્વ.શાંતિભાઈ, સ્વ.રમેશભાઈના ભાભી. કુંભણ નિવાસી સ્વ.ઝવેરભાઈ તેજાભાઈ સોલંકીના દીકરી. મયુરી, ભક્તિ,અંજલી,ભાવિનના દાદી. તેમની સાદડી શનિવાર તા.૧૩/૪/૨૪ના ૪ થી ૬. હનુમાન ક્રીડા મંડળ મેદાન,૭૬/૧૦, જરીવાલા બિલ્ડીંગ, સ્વદેશી મિલ રોડ, પોલીસ સ્ટેશનની સામે, સાયન ચુનાભટ્ટી ખાતે રાખવામાં આવી છે.
સાઠોદરા નાગર
અમદાવાદ નિવાસી હસિતભાઇ જીતેન્દ્રભાઈ અધ્વર્યું તારીખ ૧૨ – ૪ – ૨૪ ને શુક્રવારે સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ. જીતેન્દ્રભાઈ બાલુશંકર તથા સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઈ અધ્વર્યુંના નાના પુત્ર. હરિતા અધ્વર્યુંનાં પતિ. પુનિત જીતેન્દ્રભાઈ અધ્વર્યુંનાં ભાઈ તથા સૌ.મીરાબેન કૌશલકુમાર આચાર્યના ભાઈ, નિસર્ગ અને પૂર્વગના પિતા. તેમ જ મહેન્દ્રભાઈ કેશવલાલ મણિયારના જમાઈ. સ્વ. નિલેશભાઈ મણિયાર, પલ્લવી બેન કિર્તીભાઈ સાંગાણી, નેહલબેન પ્રેમભાઈ સુહાગના બનેવી. સ્વર્ગસ્થની પ્રાર્થનાસભા ૧૪ – ૪ – ૨૪ ને રવિવારે સવારે ૯.૩૦ કલાકથી ૧૧.૩૦ કલાક સુધી શ્રી રણછોડરાયજીનું મંદિર, જીવરાજ પાર્ક ભાનુચંદ્ર સોસાયટી પાસે, ૧૩૨ ફૂટ રીંગ રોડ, જીવરાજ પાર્ક અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.