હિન્દુ મરણ
ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિ
રાણપુર નિવાસી હાલ કાંદિવલી અશ્ર્વિનભાઇ હિંમતલાલ ગાલિયા (ઉં. વ. ૭૮) તે ૬/૪/૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. કલ્પના (કુંજાબેન) ના પતિ. જીતેન્દ્ર, ધર્મેશ તથા ફાલ્ગુનીના પિતા. ફાલ્ગુની તથા યોગેન્દ્રકુમાર ત્રિવેદીના સસરા. હસમુખભાઈ, ચંદ્રકાન્તભાઈ, કનુભાઈ, સ્વ. હંસાબેન અનીલકુમાર પરમારના ભાઈ. સ્વ. હિંમતલાલ કુબેરદાસ સોલંકીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૨/૪/૨૪ના ૪ થી ૬ કલાકે, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર , અજમેરા સ્કૂલની સામે, યોગી નગર, બોરીવલી વેસ્ટ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાવરાઈ ભાટિયા
ચેન્નઈ નિવાસી સ્વ. જમનાબાઈ દેવજીભાઈ આસરના પુત્ર જયંતભાઈ (ઉં.વ. ૮૧) બુધવાર, તા. ૧૦-૪-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે નિર્મલાબેનના પતિ. સ્વ. કમલભાઈના ભાઈ. નિતિન, અમરિશના પિતા. અ. સૌ. વૈશાલી, અ. સૌ. જિજ્ઞાના સસરા. ગં. સ્વ. રેખાબેનના જેઠ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
સ્વ. ગં. ભગવતીબેન પુરષોત્તમ ઉનડકટ કરાચીવાલા હાલે મુલુન્ડવાળાના પુત્ર હરકીશનભાઈ (ઉં.વ. ૭૩) સોમવાર, તા. ૮-૪-૨૪ના નાથધામ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાલાસિનોર દશા નીમા વણિક
બાલાસિનોર નિવાસી હાલ મલાડ સ્વ. ચંદ્રકાંત ચંદુલાલ પરીખ (તાતીયા)ના ધર્મપત્ની વિણાબેન ચંદ્રકાંત પરીખ (ઉં.વ ૮૪) તે મેહુલભાઈ, હિતેનભાઈ, દક્ષાબેનના માતુશ્રી. પ્રિતીબેન, દીનાબેન, સ્વ. યોગેશકુમારના સાસુ. ચિંતન, પ્રિયલ, રિદ્ધમના દાદી. વિનિતા, ઊર્મિના નાની તા. ૮-૪-૨૪ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૨-૪-૨૪ના શુક્રવારે સાંજે ૫ થી ૭. સરનામું: ડી. જે. ખેતાન ઈન્ટરનેશનલ સ્કૂલ, દાલમિયા કોલેજની બાજુમાં, સુંદરનગરની પાછળ, મલાડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર અને બારમા તેરમાની વિધિ બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
કરાચીવાળા હાલ બોરીવલી સ્વ. જમનાબેન કરસનદાસ લાખાણીના પુત્ર નારાયણદાસ કરસનદાસ લાખાણી (ઉં.વ. ૮૦) તે સ્વ. જયોત્સનાના પતિ. સ્વ. નર્મદાબેન વલ્લભદાસ માણેકના જમાઈ. સ્વ. મૂળરાજ લાખાણી, સ્વ. હેમલતા નટવરલાલ સોનપાલ, ઉર્મિલા મનોજ ઠક્કર, નીતા હરીશ દત્તાણી, સ્વ. અલ્પેશના ભાઈ. સ્વ. માધુરી મૂળરાજ લાખાણી અને ગં. સ્વ. ભાવના અલ્પેશ લાખાણીના જેઠ. જતીન લાખાણી, નિલ્કા શિરીષ દેસાઈ, અલ્કા હરીન મોટલાના પિતા તા. ૧૦-૪-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૨-૪-૨૪ના હાલાઈ લોહાણા મહાજન વાડી, ૧લે માળે, એસ. વી. રોડ, કાંદીવલી વેસ્ટ મુકામે સાંજે ૫ થી ૭ રાખેલ છે.
હાલાઈ ભાટીયા
રશ્મીન જયરાજ આશર (ઉં.વ. ૬૧) તે સ્વ. દ્વારકાદાસ પરષોત્તમ આશરના પૌત્ર. સ્વ. જયશ્રીબેન જયરાજ આશરના પુત્ર. રેણુકાના પતિ. સ્વ. તારામતી ચંદ્રસેન ભાટીયા (બારાવાલા)ના જમાઈ. અ. સૌ. કમલ જીતેશ સંપટના ભાઈ તા. ૧૦-૪-૨૪ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. સર્વે લૌકિક વહેવાર બંધ છે.
કપોળ
ધોળકાવાળા સ્વ. રામજીભાઈ ડાહ્યાભાઈ શાહના પત્ની ગં. સ્વ. લલિતાબેન (ઉં.વ. ૯૦) તે બીપીન, અલ્પા, પન્નાના માતુશ્રી. શૈલેષભાઈ કાચરીયા, જતીન મહેતા, સોનલના સાસુ. માનશીના દાદી. પિયર પક્ષે ઘામેલ નિવાસી સ્વ. પ્રભુદાસ લક્ષ્મીદાસ મહેતાની દિકરી. સ્વ. ચંદુભાઈ, સ્વ. સોમાભાઈ, રણછોડભાઈ, સ્વ. કાન્તાબેન, અરૂણાબેનના ભાભી તા. ૯-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે.