મરણ નોંધ

હિન્દુ મરણ

અંજારીયા ભાટિયા
અ. સૌ. મધુ (મૃદુલા) બિપિન વેદ (ઉં. વ. 74) તે નિખિલ તથા અમિષનાં માતુશ્રી. અ. સૌ.માધુરી નિખિલનાં સાસુજી. શિવાયનાં દાદીમા. તે સ્વ. પુષ્પા ગોકુલદાસ વેદનાં પુત્રવધૂ. સ્વ.રતનબેન કરસનદાસ ભાણજી સંપટનાં પુત્રી. રવિવાર તા.7-4-2024નાં શ્રીજીચરણ પામેલ છે.તેમની પ્રાર્થનાસભા બુધવાર તા.10-04-2024નાં 4 થી 5. મીની પંજાબ લેક સાઈડ હોટેલ, બેન્ક્વૅટ હોલ, 1લે માળે, જે.વી.એલ.આર, પવઈ, મુંબઇ 400076.
સૌરાષ્ટ્ર દરજી સમાજ બાબરીયાવાળ
ગામ નવીજીકાદ્રી નિવાસી હાલ દહિસર સ્વ. ભગવાનભાઇ લાખાભાઇ વાઘેલાના ધર્મપત્ની ગં. સ્વ. ધનુબેન (ઉં. વ. 62) તે 7/4/24ના રામશરણ પામેલ છે. તે સંજય, મનીષ, ભારતી રવિકુમાર પંડ્યાના માતુશ્રી. સ્વ.બાઘાભાઈ, સ્વ. કાળાભાઇ, ભીખાભાઇના નાનાભાઈના પત્ની. પાટીમાણસા નિવાસી પ્રવીણભાઈ, નિતેશ શામજીભાઈ, રમીલાબેન કિશોરભાઈ, હંસાબેન ગીરીશભાઈના બહેન. તૃપ્તિ, રશ્મિના સાસુ. તેમની પ્રાર્થનાસભા 9/4/24ના 4 થી 5.30. દેસાઈ દરજી સમાજની વાડી, અશોક ચક્રવતી રોડ, સ્વયંભુ ગણપતિ મંદિર સામે, કાંદિવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હાલ કાંદિવલી સ્વ. હીરાલક્ષ્મી તથા સ્વ. વણારસીભાઇ ત્રંબકલાલ મહેતાના પુત્ર દિનેશભાઇ (ઉં. વ. 73) તે સ્વ. બિપીનચંદ્ર, નિર્મળાબેન સંઘવી, સરોજબેન સંઘવી, નિરંજનાબેન વોરાના ભાઈ. રસીલા બિપીનચંદ્ર મહેતાના દિયર. દર્શના, હેમલ, શિવાંગી તથા સિદ્ધિના કાકા 6/4/24ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હરસોલ સત્તાવીશ જ્ઞાતિ
રણાસણ નિવાસી હાલ ભાયંદર ગજરાબેન પૂનમચંદ શાહ (દોશી) પુત્ર મહેન્દ્રકુમાર શાહ (દોશી) (ઉં. વ. 73) તે 6/4/24ના અરિહંતશરણ પામેલ છે. તે શર્મિષ્ઠાબેનના પતિ. જીમિ સુકેતુ, શ્વેતા ધનેશકુમાર, સ્વાતિ પિયુષકુમારના પિતા. બચીબેન મણિલાલ, મધુબેન ચંદુલાલ, મનીષાબેન જશવંતલાલ, સ્વ. સવિતાબેન અમૃતલાલ, સ્વ. કાંતાબેન તેજપાલભાઈ, સ્વ. કંચનબેન જશવંતલાલ, સુનંદાબેન કીર્તિલાલના ભાઈ. મુલુકચંદભાઈ ભાયચંદભાઈ ગાંધીના જમાઈ. ભાવયાત્રા 10/4/24ના 10 થી 12. માંહેશ્વરી ભવન, 100 ફૂટ રોડ, ફાયર બિગ્રેડની પહેલા, ભાયંદર વેસ્ટ.
ગામડીયા દરજી
ચણવાઇ નિવાસી હાલ બોરીવલી પ્રવિણકુમાર વનમાળીદાસ ટેલરના પત્ની કોકિલાબેન ટેલર તા. 30-3-24ના અવસાન પામેલ છે. તે અવનિકાના માતા. કમલેશ રમેશ વિજીવાવાલાના સાસુ. રમેશ ટેલર, રમાબેન દલાલ, પ્રતિભા શાહનાં ભાભી. લતાના જેઠાણી. પ્રાર્થનાસભા બુધવાર, તા. 10-4-24ના 3થી 5. ઠે. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ નં-3, અંબામાતા મંદિર સામે, બોરીવલી (ઇસ્ટ).
ગીરનારા બ્રાહ્મણ
આજક નિવાસી હાલ મુંબઇ-કાંદિવલી ગં. સ્વ. ગીતાબેન ભરતભાઇ પુરોહિત (ઉં. વ. 75) તે સોમવાર, તા. 8-4-24ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સરસ્વતીબેન ગિરધરલાલ પુરોહિતના પુત્રવધૂ. તે સ્વ. કલાબેન ભક્તિપ્રસાદ જોષીના પુત્રી. તે જાગૃતિ અને ચિરાગનાં માતુશ્રી. તે કિરિટકુમાર અને હિરલના સાસુ. તે નયનભાઇ અને જનકભાઇના બહેન. લૌકિક પ્રથા બંધ છે.
ચેવલી ભણસાળી
મહેન્દ્ર રામદાસ ભણસાળી તે સ્વ. રામદાસભાઇ તથા સ્વ. અરુણાબેનના પુત્ર (ઉં. વ. 83), તે ઝેબુનબેનના પતિ. મોનીષા, નીશીતા, રાજીવ તથા અજયના પિતા. તેમ જ રાજનભાઇ શાંત્નુ, પૂજા, રિકસીના સસરા. તે તનવી, મેઘના, નીના, વંશ, નિર્વાનના દાદાજી તા. 6-4-24ના દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા તા. 11-4-24ના ગુરુવારના ઠે. રાંગેશ્વર હોલ, યશવંતરાવ ચૌહાન સેન્ટર, નરીમાન પોઇન્ટ, મુંબઇ-400021. સાંજે 5થી 7.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button