મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
ભેરાઇવાળા હાલ પારલા-મુંબઇ, સ્વ. જીવકુંવરબેન અને રતિલાલ ગાંધીના પુત્ર તે સ્વ. નિર્મળાબેનના પતિ વિઠ્ઠલદાસ (ઉં. વ. 91) ગુરુવાર તા. 4-4-24ના શ્રીજીચરણ પામેલ છે. તે હર્ષા, રાજેશ, સોનલના પિતા. તે પ્રીતિ, સુનિલના સસરા. તે સ્વ. જગજીવનદાસ, સ્વ. લલિતાબેન, સ્વ. માધવદાસ, ગં. સ્વ. ઇન્દુબેન તથા સ્વ. વનરાવનદાસના ભાઇ. તે જયોતિબેનના દેર. તે સાવરકુંડલાવાળા સ્વ. કમળાબેન રતિલાલ મહેતાના જમાઇ. તે નિશાંત-એનિકા, ધ્વનિના દાદા. સલોની-આકાશ, સોનીરા, આદિત્ય, રિયાના, રિતિકના નાના. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
રાજુલા નિવાસી હાલ સાંતાક્રુઝ નિર્મળાબેન દ્વારકાદાસ સંઘવી (ઉં. વ. 89) તે સ્વ. દ્વારકાદાસ વૃજલાલ સંઘવીના પત્ની. તે સ્વ. કેતન, સ્વ. મિલન, આરતીબેન જયેશભાઇ પારેખના માતુશ્રી. તે ગુંજન (રેખા), નીલમ અને સ્વ. જયેશભાઇના સાસુ. તે ગ્વાલિયરવાળા સ્વ. શામળદાસ દેવચંદભાઇ મોદીના પુત્રી. તે સ્વ. જયંતિભાઇ, સ્વ. ચીમનભાઇ, સ્વ. મોહનભાઇ, ઉષાબેન ધીરજલાલ ગાંધીના બહેન. તા. 6-4-24ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
મહુવાવાળા હાલ મુંબઇ સ્વ. બીપીનભાઇ હરકીસનદાસ પારેખના ધર્મપત્ની હંસાબેન (ઉં.વ. 80) તે શનિવાર, તા. 6-4-24ના શ્રીજીચરણ પામેલ છે. તે વૈશાલી સંદિપ પારેખ તથા દિપાલી ભાવેશકુમાર મહેતાના માતુશ્રી. તે મહેક, માહી, જાનવી, હેતલના દાદી. તે ભારતીબેન મહેન્દ્રભાઇ પારેખ, માલતીબેન ધ્રૂવકુમાર દોશી તથા હર્ષિકા ગૌરાંગ ગાંધીના ભાભી. મોસાળ પક્ષ નાથાલાલ મગનલાલ ગાંધીના પુત્રી. લૌકિક પ્રથા બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button