મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ છાપર (હાલ સાંતાક્રુઝ) છગનભાઇ ડાહ્યાભાઇ પટેલ (ઉં. વ. ૮૨) શુક્રવાર તા. ૫-૪-૨૪ના અવસાન પામ્યા છે. તે સ્વ. લીલાબેનના પતિ. તે ભૂપેન્દ્રભાઇ, મીનાબેન અને રમેશભાઇના પિતાશ્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. કમળાબેન મજેઠીયા (ઉં. વ. ૭૭) મૂળ કચ્છ ગામ માતાજીના નેત્રા હાલ ઘાટકોપર, સ્વ. કિર્તીકુમાર ડુંગરશી મજેઠીયાના ધર્મપત્ની, સ્વ. હરીરામ વાઘજી સોતા ગામ મુરુની પુત્રી. કામીની, જીજ્ઞેશ, સ્વ. પિયુષના માતુશ્રી. મહેશકુમાર પ્રવીણભાઇ ભીંડેના સાસુ. સ્વ. અશ્ર્વીનભાઇ, મહેશભાઇ, સ્વ. પુષ્પાબેન હરેશ ગણાત્રા, સ્વ. વિજયા વિનય કોઠારીના બહેન. તે દક્ષાબેન અને જયોતીબેનના જેઠાણી. તા. ૪-૪-૨૪ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૬-૪-૨૪ના ૫.૩૦થી ૭. ઠે. સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સિહોરવાળા સ્વ. વિમળાબેન તથા સ્વ. જીવરાજ પરશોતમદાસ સંઘવીના જયેષ્ઠ પુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૮૦) (હાલ વડોદરા) બુધવાર તા. ૩-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે મધુકાંતાબેનના પતિ. અ. સૌ. બેલા સંજયકુમાર મહેતાના પિતા. સ્વ. વાસંતી હસમુખરાય મહેતા, કિશોર-ભાવના, હીના જીતેન્દ્ર કરવત, ભરત-સ્વ. આશા, સ્વ. મનોજભાઇ નંદલાલ સંઘવીના ભાઇ. સિહોરવાળા સ્વ. હરીલાલ પ્રભુદાસ મહેતાના જમાઇ તથા સિહોરવાળા સ્વ. ત્રિભોવનદાસ, સ્વ. જયંતીલાલ નારણદાસ મહેતાના ભાણેજ. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
મૂળ વતન જખૌ હાલ મુંબઇ મુલુંડ નિવાસી સ્વ. રાજેશ જોષી (લચ્છા) (ઉં. વ. ૪૯) તે સ્વ. શકુંતલાબેન અને સ્વ. રવિશંકર મુલજી જોશી (લચ્છા)ના સુપુત્ર તે ફાલ્ગુનીબેનના પતિ. તે અ. સૌ. હંસાબેન મોહનલાલ પોપટલાલ જોષી (રતનેશ્ર્વર)ના જમાઇ. તે ભાવેશ અને જયેશના નાનાભાઇ. તે પૂનમબેન અને પ્રીતીબેનના દિયર. તે પ્રથા અને ક્રિશાના પિતા. ગુરુવાર તા. ૪-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ ભાણગોર હાલ વસઈ નિવાસી ગ. સ્વ. લીલાવતીબેન ખીમજી માણેક (ઉં. વ. ૮૪) તે વિજયભાઈ, જીતુભાઈ, ભારતીબેન નરેશ મશરૂ, શોભાબેન જીતેન્દ્ર સીરોદરીયા, મીનાબેન અશ્ર્વિન ગંભીરના માતુશ્રી. તે માળિયા હાટીનાવાળા વિઠ્ઠલદાસ ભીમજી પૉબારીના દીકરી. તે મમતા અને પૂજાના સાસુ. રોનક, પ્રીશીતાના દાદી. તા. ૪-૪-૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થના સભા તા.૬-૪-૨૪ શનિવારના ૪.૩૦ થી ૬, કે. ટી વાડી હોલ, ૧લે માળે, ૬૦ ફૂટ રોડ, હોલી પેરેડાઇઝ સ્કૂલની બાજુમાં વસઈ (વેસ્ટ). લોકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
પોરબંદર નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. જયાબેન દાવડા (ઉં. વ. ૮૮) તે ૪/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ગોપાલદાસ નાનજી દાવડાના ધર્મપત્ની. રાજુભાઈ, સ્વ. અજયભાઇ, નયનાબેન નવીનચંદ્ર, કાશ્મીરાબેન ચેતનકુમાર, સ્વ.ભારતીબેનના માતુશ્રી. હીનાબેન, દક્ષાબેનના સાસુ. રેશ્મા અમિત, મેઘના અભિષેક, મમતા શાહિલ, સલોનીના દાદી, સ્વ. લાલજીભાઈ નેણશી કારિયાના દીકરી. સ્વ.કિશોરલાલ લાલજીના બહેન, બંને પક્ષની પ્રાર્થનાસભા ૭/૪/૨૪ના ૫.૦૦ થી ૬.૩૦. શ્રી અરુણકુમાર જે. વિ. ગોકળ સભાગૃહ, શ્રી હાલાઇ લોહાણા બાળાશ્રમ, મંગુભાઇ દત્તાણી રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી વેસ્ટ.
બ્રહ્મભટ્ટ
મૂળ સરાડિયા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. જમનાદાસ વીરજી ભટ્ટ (લખલાણી)ના ધર્મપત્ની ગં. સ્વ પ્રભાબેન (ઉં. વ. ૮૫) તે ૪/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.જયેશ તથા દક્ષાના માતુશ્રી. ગં.સ્વ મીનલ તથા વિપુલકુમાર મગનલાલ સદાવૃત્તિના સાસુ, પાર્થ તથા સીખાના દાદી. સ્મિત, ડિમ્પલ રવિ વ્યાસના નાની. પિયરપક્ષે ખોનપુરવાળા સ્વ. જીવીબેન જેસંગભાઈ સદાવૃત્તિના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકઠીયા સઇ સુથાર.
મૂળ ગામ આરબલુસ હાલ સાંતાક્રુઝ સ્વ. વિજ્યાબેન મગનલાલ ટંકારીયાના પુત્ર ચંદ્રકાંત (ખન્ના) ટંકારીયા (ઉં. વ. ૫૫) તે ૩/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે પ્રવીણભાઈ, રાજેશભાઈ, પ્રકાશભાઈ, સ્વ.જયસુખભાઇ અશ્ર્વિનભાઇ, દક્ષાબેન કપિલભાઈ રાઠોડના ભાઈ. પ્રાર્થનાસભા ૬/૪/૨૪ના રોજ ૫ થી ૭. રોટરી ક્લબ, જુહુતારા રોડ, શીવાસ સલોનની બાજુમાં, મિલેનયર શોરૂમની સામે, સાંતાક્રુઝ વેસ્ટ.
૨૫ ગામ ભાટિયા
ગં. સ્વ. ઉષાબેન (ઉં. વ. ૯૦) તે સ્વ.દ્વારકાદાસ હીરાલાલ સરૈયાના ધર્મપત્ની. હરેશ, વિજય, નિલેશ, કિરણ પ્રફુલકુમાર ટોપરાણી, રિટા ભરત આશર, અમિષા અનિલ સંપટના માતુશ્રી. ખોખરીવાળા સ્વ. લીલાબેન લક્ષ્મીદાસ આશરના પુત્રી. સ્વ.મનુભાઈ, સ્વ.દુષ્યંતભાઈ, સ્વ.જયાબેન, સ્વ. પ્રેમિલાબેનના બહેન. મીના, ગીતા, રશ્મિના સાસુ. તે ૪/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૬/૪/૨૪ના ૫ થી ૭. મહાવર હોલ, જનતા નગર, સ્ટેશન રોડ, ભાયંદર વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
અહમદનગર વાળા (હાલ નવી મુંબઈ) શ્રી ચંદ્રકાંત હરજીવનદાસ ભાઈચંદ મહેતાના ધર્મપત્ની અ.સૌ. શકુંતલા (ઉં. વ. ૮૧ ) તે સ્વ.ભાનુબેન જયંતીલાલ મહેતાની પુત્રી, કેતન, ફાલ્ગુનીના માતુશ્રી. હેમાલી,દેવાંગના સાસુ. શરદ, મુકેશ, હંસા, સ્વ.દમયંતી, ઉષા, ભારતી, જયશ્રીના બહેન. તા.૪/૪/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવીવાર તા.૭/૪/૨૪ના ૧૦ થી ૧૨ – સ્વામિનારાયણ કલા કેન્દ્ર, સેકટર ૧૦/૧૨ એ, મીની સી શોર રોડ, વાશી, નવી મુંબઈ.
ક્ષત્રિય સગર સમાજ
મહુવા નિવાસી હાલ બોરીવલી સ્વ.કાશીબેન તથા સ્વ.રવજીભાઈ હમીરભાઇ પરમારના સુપુત્ર ભરતભાઈ પરમાર (ઉં. વ. ૬૧) તે ૫/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ચેતનાબેનના પતિ, પ્રતીક, વેદાંતના પિતા. મધુભાઈ, વિનોદભાઈ, મનસુખભાઇ, અશોકભાઈ, મંજુલાબેન ચુડાસમાંના ભાઈ, સાસરાપક્ષે ગં. સ્વ.શોભનાબેન નેન્સીભાઈ પરમારના જમાઈ. પ્રાર્થનાસભા ૬/૪/૨૪ના ૪ થી ૭. શિરોડકર ગુરુજી દત્તમંદિર, એક્સર મેટ્રો સ્ટેશન નીચે, યોગી ટાવરની સામે, બોરીવલી વેસ્ટ.
કપોળ
રસનાળવાળા હાલ અમદાવાદ સ્વ. મંગળાબેન નાગરદાસ મહેતાના પુત્ર બળવંતભાઇ (ઉં. વ. ૮૪) તા. ૪-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રવિણાબેનના પતિ. કેતન, બીના, રાધિકા, રાજીવ મહેતાના પિતાશ્રી. સ્વ. ડો. વિનોદ, અશોક, પ્રફૂલ, હંસા ભરતકુમાર મુનીના વડીલ ભાઇ. જતન, ધવલના દાદા-નાના. સ્વ. રતિલાલ હરીલાલ ભુવાના જમાઇ. લૌકિક ક્રિયા બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker