મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ લોહાણા
તારાબેન સૂર્યકાન્ત કાપડીયાના સુપુત્ર જનક (રાજુભાઇ) કાપડીયા (ઉં. વ. ૬૯) કેશોદના હાલ મુલુંડ તા. ૩-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે જયોતીબેન (વર્ષા)ના પતિ. કમલાબેન રામકુમાર કતીરાના નાના જમાઇ. તે સોનલબેન હેમેન્દ્રભાઇ માખેચાના નાનાભાઇ. ક્રિનાબેનના પિતા. મયંકકુમાર વસંતભાઇ ઠક્કરના સસરા. દેવના નાનાજી, શૈલેશભાઇ, કિરણભાઇના નાનાભાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા, શુક્રવાર, તા. ૫-૪-૨૪, ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની પાસે, મુલુંડ (વેસ્ટ), સાંજે ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાઘેર દશા. શ્રીમાળી વણિક
સામતેર નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. ભાયચંદ જીવરાજ શાહના ધર્મપત્ની ચંપાબેન શાહ (ઉં. વ. ૧૦૦) તે સ્વ. પ્રવીણભાઇ, સ્વ. જયશ્રીબેન, હર્ષાબેન, સર્યુબેન, ભરતભાઇના માતુશ્રી. તે કાન્તાબેન તથા વર્ષાબેનના સાસુ. તે જીજ્ઞાબેન, નિલેશભાઇ, હેમલબેન, રીનલબેનના દાદી. તે શૈલેષભાઇ, નીશાબેન, હિતેશભાઇ, દિપ્તીબેન, ચાર્મીબેન, નિધીબેનના નાની. તા. ૩-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ મહુવા નિવાસી હાલ બોરીવલી કિશોરભાઈ કલ્યાણભાઈ કવા (ઉં. વ. ૬૩) તે ૩/૪/૨૪ના વૈકુંઠવાસ થયેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ. ધર્મેશભાઈ, અનિલભાઈ, ચેતના કિર્તીકુમાર હરસોરાના પિતા. સ્વ. ત્રિભોવનભાઈ, દેવીલાબેન, પ્રેમિલાબેન, જયાબેન, નિર્મળાબેન, રમેશભાઈ, સ્વ.મીનાબેનના ભાઈ. ગામ મહુવા ભીખાભાઇ વનમાળીભાઈ મકવાણાના જમાઈ. પ્રાર્થનાસભા ૫/૪/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે બોરીવલી ઈસ્ટ.
ઔદિચ્ય બ્રાહ્મણ
વરેઠા નિવાસી હાલ બોરીવલી સ્વ. વિઠ્ઠલદાસ તથા મંગુબાના પુત્ર રમણભાઈ જોશી (ઉં. વ. ૮૬) તે ૩/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે મધુબેનના પતિ. પરેશભાઈ, બિન્દુબેન, હીનાબેનના પિતા. જીજ્ઞાબેન, મેહુલભાઈ ઠાક્કર, જયેશભાઇ હિરાનીના સસરા. પ્રાર્થનાસભા ૫/૪/૨૪ના ૪ થી ૬ કલાકે. કોરાકેન્દ્ર હોલ, ઈલાઈટ લક્સરી સ્પાની બાજુમાં, દલવીનગર, શીમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.
ક્ષત્રિય રાજપૂત
રતાળિયા (ગણેશવાલા) હાલ બોરીવલી ઉદયસિંહ (બાપાલાલ) મમુભા જાડેજાના ધર્મપત્ની ઇંદ્રબા (ઉં. વ. ૮૦) તે ૩/૪/૨૪ના અવસાન પામેલ છે. તે ગં. સ્વ.લક્ષ્મીબાના દેરાણી, ગિરિરાજસિંહના કાકીમાં. જીતેન્દ્રસિંહ, રોહિતસિંહ, મીનાબા, મીતાબાના માતુશ્રી. સોનલબા, વૈશાલીબા, રાણા જયદેવસિંહ, રાણા મહાદેવસિંહના સાસુમાં, ગામ માલણીયાદ સ્વ.દીપસિંહ ઝાલાના દીકરી. તેમની પ્રાર્થનાસભા ૫/૪/૨૪ના ૪ થી ૫.૩૦. વર્ધમાન સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ બોરીવલી વેસ્ટ.
દશા અમદાવાદી અડાલજા મોંઢ વણિક
હાલ દહિસર નિવાસી સ્વ.જયંતીલાલ વેણીલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ.સુધાબેન શાહ (ઉં. વ. ૯૦) તે ૨/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે નૈમિષભાઇ, જાગૃતિબેન, કિન્નરીબેનના માતુશ્રી. રાહુલભાઈ, શ્રદ્ધાબેનના સાસુ. યુક્તિના નાની. સ્વ. અરવિંદભાઈ, સ્વ.મુકુંદભાઈ, પ્રકાશભાઈ ત્રિકમલાલ કોઠાવાલા, સ્વ.રમાબેન, ઉષાબેન, પ્રભાબેનના બહેન. સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ.વિરમતીબેન, સ્વ.નરેન્દ્રભાઈ, શોભનાબેન, મહેન્દ્રભાઈના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૬/૪/૨૪ના ૫ થી ૭. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ હોલ, બીજે માળે, અશોકવન, હનુમાન ટેકડી, શિવવલ્લભ રોડ, દહિસર ઈસ્ટ.
દેસાઇ સઇ-સુથાર જ્ઞાતિ મંડળ.
ગામ સખવદર હાલ જોગેશ્ર્વરી દેવજીભાઇ વશરામભાઇ મકવાણાના પુત્રવધૂ. વિનોદભાઇ દેવજીભાઇ મકવાણાના ધર્મપત્ની ઉષાબેન (ઉં. વ.૫૯) તે તા.૧/૪/૨૪ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. વૈભવભાઇ, નિમિત્તભાઇના માતુશ્રી. ઉર્વશીબેન , હિરલબેનના સાસુ. પ્રદીપભાઇના ભાઇના પત્ની. રાજુલા નિવાસી હાલ બોરીવલી (ગોરાઇ) સ્વભાણજીભાઇ શામજીભાઇ વાઘેલાના દિકરી, પ્રાર્થનાસભા તા.૫/૦૪/૨૦૨૪ શુક્રવારે ૩:૦૦ થી ૫:૦૦. દેસાઇ સઇ-સુથાર જ્ઞાતિ મંડળ. મુંબઇ સ્વયંભુ ગણેશ મંદિરની સામે, અશોક ચક્રવર્તી રોડ નં-૪ કાંદીવલી (ઇસ્ટ)લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ પોરબંદર નિવાસી હાલ મુંબઈ, જયેશભાઇ મધલાણી, તે સ્વ. વિમળાબેન તથા સ્વ. રામદાસભાઇ તુલસીદાસભાઇ મધલાણીના પુત્ર. સ્વ. વેલાબેન તથા સ્વ. દામજીભાઈ ભિમજીભાઈ માનસાતા (કલકત્તાવાળા) ના જમાઈ. તે રશ્મિબેનના પતિ. તે સ્વ. મધુસૂદનભાઈ તથા અ. સૌ. રક્ષાબેન જસવંતલાલ મેહતાના ભાઈ, ગૌરાંગ તથા અનિરુધ્ધના પિતાશ્રી. ૩જી એપ્રિલના શ્રીજીશરણ પામ્યા છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૫/૪/૨૦૨૪ના ૫.૩૦-૭ , ખડાયતા ભુવન, પ્લૉટ નં. ૩૨, હનુમાન રોડ, પાર્લા, ઇંગ્લિશ સ્કુલની બાજુમાં, વિષ્ણુ પ્રસાદ સોસાયટી, નવપાડા, પાર્લા (ઇ).
હાલાઈ લોહાણા
મૂળ ગામ જામદેવાળિયા હાલ કાંદિવલી ગં.સ્વ. શાંતાબેન ગગુલાલ સિમરીયા (ઉં. વ. ૯૫) તા. ૩-૪-૨૦૨૪ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે રૂગનાથ જીવાભાઈ સામાણીના દીકરી. તે પ્રવિણભાઈ, મણીભાઈ, પ્રમોદભાઈ, રમેશભાઈ, લાભુબેન ખિમજીભાઈ, મંગુબેન અનિલકુમાર, રીટાબેન ભરતકુમારના માતુશ્રી. તે કંચન, ભારતી, હર્ષા, રચનાના સાસુજી. તે મેહુલ, અમિત, ચિરાગ, નિર્મલ, હાર્દિક, પૂજા, મેઘા, કૃપા, મીરાના દાદી. તે હેતલ, કીંજલ, મેઘા, એકતા, તેજલના દાદીજી સાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૫-૪-૨૦૨૪ને શુક્રવારના ૫.૦૦ થી ૭.૦૦. સૈઝ બેંન્કવેટ હોલ, સૈઝ પ્લાઝા મોલ, માર્વે રોડ, નુતન વિદ્યાલયની બાજુમાં, મલાડ-વેસ્ટ.
દશા સોરઠિયા વણિક
કોચીન નિવાસી ગં. સ્વ. સરલાબેન તે સ્વ. નવીનભાઇ ગોપાલદાસ જસાપરાના ધર્મપત્ની (ઉં. વ. ૮૪) તે શ્યામના માતુશ્રી. તે પારૂલના સાસુજી. સિદ્ધાર્થના દાદીમા. તે સ્વ. વન્તુબેન ડાયાલાલ વખારિયા, સ્વ. ફૂલચંદભાઇ, સ્વ. ઝવેરીભાઇ તથા શ્રી ભવાનીભાઇના ભાભી. તે સ્વ. ગીતાબેનના જેઠાણી. કોચીન મુકામે તા. ૩-૪-૨૪ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી ભાટીયા
સરોજ ભાટિયા, સ્વ. ગિરીશ હરગોવિંદ ભાટીયાના ધર્મપત્ની. સ્વ. ઉષા હરગોવિંદ ભાટીયાના પુત્રવધૂ. સ્વ. દમયંતી પ્રતાપસિંહ આશરના દીકરી. જીત-તરંગના માતા. ઉદિતાના નાની. રાજન, ચારુના બહેન. તા. ૩-૪-૨૪ના અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button