મરણ નોંધ

હિન્દુ મરણ

અ. સૌ. આશિતા મોદી (ઉં.વ. ૪૩) ગામ અમરેલી હાલ મુંબઈ તા. ૩-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સમીર મોદીના ધર્મપત્ની. સ્વ. દક્ષાબેન અને જગમોહનદાસ હરગોવિંદદાસ મોદીના પુત્રવધૂ. જેનીલના માતુશ્રી. સ્વ. કલ્પનાબેન અને વિજય કાંતિલાલ દોશીના પુત્રી. વંદના હિતેશકુમાર મહેતા, જીજ્ઞા પ્રકાશકુમાર સાંઘાણીના ભાભી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૫-૪-૨૪ના ૫ થી ૭. લુહાણા બાલાશ્રમ હોલ, અતુલ ટાવર પાસે, ઈરાની વાડી, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી મારૂ કંસારા સોની
(હાલ ઘાટકોપર) કચ્છ માંડવી નિવાસી સ્વ. સુંદરજી મેઘજી બુદ્ધભટ્ટીના પુત્ર રમેશ સુંદરજી (ઉં.વ. ૭૮) તે સુશીલાબેનના પતિ. દિપેશ અને ભૈરવી – નિમીષકુમાર કોઠારીના પિતાશ્રી. પાર્થના દાદા. બિહારીલાલ, ચંદ્રકાન્તભાઈ, મનસુખલાલભાઈ અને કિશોરભાઈના ભાઈ. સ્વ. નથુભાઈ ટોકરશી સોનીના જમાઈ મંગળવાર, તા. ૨-૪-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪-૪-૨૪, ગુરુવારના ૫ થી ૭ શ્રી બાલાજી હોલ, બાલાજી મંદિર, તિલક રોડ, સરોજ ટેક્ષટાઈલની બાજુમાં, ઘાટકોપર ઈસ્ટ.
વાલમ બ્રાહ્મણ
ખડખડના મૂળ સુલતાનપુર હાલ ઘાટકોપર જનાર્દન ભગવાનદાસ જોશી (ઉં.વ. ૮૭) તે સ્વ. તારાબેન મગનલાલ ઉપાધ્યાય, સ્વ. ઈન્દુમતીબેન શશીકાન્તભાઈ ઉપાધ્યાય, રંજનબેન હરસુખભાઈ જોશી, સ્વ. હર્ષદભાઈના ભાઈ. સ્વ. ઉર્મિલાબેનના પતિ. ઈલાબેન હર્ષદભાઈના જેઠ. નિરવભાઈ, વિપુલભાઈ, જયમાલાબેનના પિતાશ્રી. વંદનાબેન નીરવભાઈ જોષી, ભૈરવી વિપુલભાઈ જોશી, બકુલભાઈ રજનીકાંત રાવલના સસરા. સ્વ. ત્ર્યંબકભાઈ રાજારામ ભટ્ટ મૂળીના જમાઈ ૧-૪-૨૪, સોમવારે અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
વણી નિવાસી, હાલ અંધેરી સ્વ. લાડકોરબેન પ્રાણજીવનદાસ પારેખના પુત્ર વિનોદરાય પારેખ (ઉં.વ. ૯૦) તે સ્વ. જ્યોત્સનાબેનના પતિ. સ્મિતા, રીટા, રાજેષ, નિલેશનાં પિતા. મુકેશ, સુભાષ, તેજલ તથા ખ્યાતિનાં સસરા. કાંતાબેન ધ્રુવ, જશુબેન શાહનાં ભાઈ. ગિરિશભાઈ ગગલાણી, અંનતરાય વેકરિયાનાં વેવાઈ. ૨-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ગુર્જર સુતાર
રાજથળી નિવાસી, હાલ કાંદિવલીના સ્વ. સવિતાબહેન બટુકભાઈ જુંઝવાડિયા (ઉં.વ. ૭૯) રવિવાર, તા. ૩૧-૩-૨૪ના દેવલોક પામ્યા છે. તેઓ સ્વ. બટુકભાઈનાં પત્ની. અરવિંદ, નીતાનાં માતુશ્રી. સ્વ. ભનુભાઈ, સ્વ. કુસુમબહેન, સ્વ. નબુબહેન, સ્વ. શારદાબહેન, સ્વ. મનસુખભાઈ, નાગજીભાઈ, પ્રાગજીભાઈનાં બહેન. નંદલાલ, શિલ્પાનાં સાસુ. હર્ષિલ, મીતુનાં દાદી. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૪-૪-૨૪ પાંચથી સાત નિવાસસ્થાન: ૩૭૯, સુગમ સોસાયટી, રૂમ નંબર ૧૩, સેક્ટર નંબર ૩, ડોમિનોઝ પીત્ઝાની સામેની ગલી, કાંદિવલી (વેસ્ટ).
હાલાઈ બ્રહ્મક્ષત્રિય
જામનગર હાલ (મલાડ) નિવાસી જયાબેન ટાટારીયા (ઉં.વ. ૮૬) તે અંનતરાય ટાટારીયાના ધર્મપત્ની. સ્વ. દયાબેન અને વિઠ્ઠલદાસ મર્થકના સુપુત્રી. સ્વ. નારાયણભાઈ, પ્રતાપભાઈના ભાભી. સ્વ. રંજનબેન, સ્વ. કાંતિભાઈ, કિશોર, કિરણ, જીતેન્દ્ર, હર્ષદા, અશોક, રોહિતના મોટાબહેન તા. ૩૧/૩/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી ગુરુવારના તા. ૪/૪/૨૪ના નિવાસ સ્થાને પ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. એડકોન રેસીડન્સી, કુરાટ વિલેજ, કલાસીક હોટલ અને ડીર્માટની પાસે, પુષ્પા પાર્ક રોડ નંબર ૬, મલાડ- પૂર્વ.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગ્યારસે બ્રાહ્મણ
જસપરા નિવાસી હાલ ભાવનગર ભાનુશંકર પંડ્યા (ઉં.વ. ૮૭) તા. ૩/૪/૨૪, બુધવારના શિવચરણ પામેલ છે. તે સ્વ. અંબાબેન તથા સ્વ. નથુશંકર મહાશંકર પંડ્યાના પુત્ર. પુષ્પાબહેનના પતિ. સ્વ. લાભશંકરભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. લલિતભાઈ, સ્વ. કાંતાબેન ચંપકલાલ, સ્વ. જસુમતીબેન શંકરલાલ, ગં.સ્વ. અનસુયાબેન મહાસુખરાયના ભાઈ. સ્વ. રવિશંકર જીવરામભાઈ વ્યાસ (ઠાડચ)ના જમાઈ. મુકેશભાઈ, દિલીપભાઈ, કીર્તિબેન, નીતાબેન, મીનાબેનના પિતાજી. જયેશકુમાર રાવલ , ઉમેશકુમાર રાવલ, બ્રિજેશકુમાર રાવલ, નેહલગૌરી, આરતીગૌરીના સસરા. કિશોરભાઈ, સંજયભાઈના કાકા. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૪/૪/૨૪ ગુરૂવાર ૪:૦૦ થી ૬:૦૦ સ્થળ: કિશોર લાભશંકર પંડયા, સુનીલ-કિસન નગર, પોસ્ટઓફિસ સામે, તુલીંજ રોડ, નાલાસોપારા (પૂર્વ). લૌકિક પ્રથા બંધ છે.
ઔદીચ્ય ટોળક બ્રાહ્મણ (રાજપીપલા)
મિનેષ ભટ્ટ (ઉં.વ. ૬૭) તા. ૩૧/૩/૨૪ રવિવારના દેવલોક પામ્યા છે. તે સ્વ. કાંતિલાલ લાભશંકર ભટ્ટ તથા ગં. સ્વ. પદમાવતી ભટ્ટના નાનાપુત્ર. કિશોરીના પતિ. સ્વ. મહેશ, સ્વ. ઉમેશ, જટેશ, ગં.સ્વ. શશીબેન શાંતિલાલ પંડ્યાના નાનાભાઈ. ગં. સ્વ. છાયા અને દેવયાનીના દિયર તેમજ જીગ્નાના કાકા. રહેઠાણ: જટેશ કાંતિલાલ ભટ્ટ, રામદાસ વાડી, વીરજી મણી ભુવન, મેન કસ્તુરબા રોડ, બોરીવલી પૂર્વ. લૌકિક રિવાજ બંધ રાખેલ છે.
નવગામ વીશાદીશાવાળ
મહેસાણા નિવાસી હાલ કાંદીવલી અ.સૌ. ઝરણાબેન શાહ (ઉં.વ. ૬૯) તે સ્વ. હીરાલાલ ગોપાલદાસ શાહના પુત્ર. રમેશભાઇના ધર્મપત્ની. નિશાંત તથા સપનાની મમ્મી. ખ્યાતી તથા નિખિલકુમારની સાસુ. નિષ્ઠાની દાદી. તીર્થની નાની તા. ૧/૪/૨૪ સોમવારના શ્રીજીચરણ થયા છે. પ્રાર્થનાસભા તા. ૪/૪/૨૪ ગુરુવારના ૫ થી ૭ હાલાઇ લોહાણા મહાજનની વાડી, પહેલે માળે, શંકર મંદીરની બાજુમાં, એસ.વી. રોડ, કાંદીવલી (વેસ્ટ). પીયરપક્ષ સ્વ. ચીનુભાઈ જેઠાલાલ શાહ (ગોઝારીયા) બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તે જ સ્થળે અને તે જ સમયે રાખવામાં આવેલ છે.
હાલાઈ લોહાણા
જામ દેવળીયા નિવાસી હાલ દાદર ગં.સ્વ. રામકુંવરબેન ગોકાણી (ઉં.વ. ૮૭) તે સ્વ. જીવણલાલ મોહનલાલ ગોકાણીનાં ધર્મપત્ની. તે અશોકભાઈ, લલિતભાઈ, અતુલભાઈ, દમયંતીબેન દિલીપકુમાર ચંદારાણા, સુશીલાબેન નૈષદકુમાર રાયચુરા, દક્ષાબેન રોહિતકુમાર રાજપોપટ, મીનાબેન મયંકકુમાર પોપટનાં માતુશ્રી. મીનાબેન, સ્વ. સંગીતાબેન, નિશાબેન, દિલીપકુમાર, નૈષદકુમાર, રોહિતકુમાર, મયંકકુમારનાં સાસુમા. તે સ્વ. મટુબેન આણંદજી ચંદારાણાનાં દીકરી. તે સ્વ. મોરારજીભાઈ, સ્વ. રમણીકભાઇ, સ્વ. ચુનીભાઈ તથા સ્વ. નિર્મળાબેન જમનાદાસ પાબારીનાં ભાભી, મંગળવાર, તા. ૨-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button