હિન્દુ મરણ
વિશા લાડ વણિક
મુંબઈ નિવાસી વિપીન (બાબુલ) પરીખના પત્ની છાયા પરીખ (ઉં.વ. 63) તે સ્વ. રોબીન, શ્રુતીના માતા. પારસ, સંજનાના સાસુ. દિલીપ, રંજનાના બેન. અવિનાશ, ભરત, સ્વ. રોહિણીના ભાભી શનિવાર, તા. 30-3-24ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજિયા સોની
ગામ જસદણ, હાલ મુંબઈ (બોરીવલી)વાળા સ્વ. રમાબેન પ્રવિણભાઈ ધોરડા (ઉં.વ. 63) તે સોની ગિરધરભાઈ પરશોત્તમભાઈ ધોરડાના પુત્રવધૂ. સ્વ. પ્રવિણભાઈ ધોરડાના પત્ની. અશ્વિનભાઈ, નિતીનભાઈ, લલિતભાઈ, ચેતનભાઈ, વિણાબેન, ભાવનાબેનના ભાભી. દેવાંગ, નિર્મલ, જસ્મીતા રાકેશ મીનાવાલા, ઈશીકા બીરજુ સલ્લાના માતુશ્રી. શ્વેતા, મીતલના સાસુ. ધીરુભાઈ હરીભાઈ સાગરના દીકરી શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 4-4-24 ને ગુરુવારે 4 થી 6 સોની બેંકવેટ (સોની વાડી), શિંપોલી રોડ, બોરીવલી વેસ્ટ.
દશા મોઢ માંડલીયા વણિક
ગામ સરખડા હાલ મુંબઈ સ્વ. દેવેન્દ્ર દામાણી (ઉં.વ. 81) તે સ્વ. રોહીણીબેનના પતિ. સ્વ. શારદાબેન- સ્વ. ધીરજલાલ દામાણીના પુત્ર. સ્વ. શારદાબેન – સ્વ. ગીરધરલાલ મણિયારના જમાઈ. ઈંદીરાબેન, સુધીરભાઈ, નલીનાબેનના ભાઈ. નેમીષ, જેસલના પિતા. મીતા, ચેતનાના શ્વસુર તા. 1-4-24ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. જયાબેન અનમ (ઉં.વ. 73) મૂળ કચ્છ ગામ વાંઢ હાલે મુલુન્ડ સ્વ. અરવિંદજી નારાયણજી અનમના ધર્મપત્ની. સ્વ. રતનશી ગોવિંદજી કતિરા (કોઠારા)ના પુત્રી. મુકુંદ, પવિત્રાના માતુશ્રી. વિપુલ શાંતિલાલ પાવાણી, મીનાના સાસુ. શાંતિલાલ રતનશી કતીરા, સરસ્વતી, દમયંતી, લક્ષ્મીના બહેન. ભગવતી જયંતીલાલ અનમના જેઠાણી તા. 31-3-24ના મુલુંડ મધ્યે રામશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 2-4-24ના 5 થી 7 ગોપુરમ હોલ, આર. પી. રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટીયા
કચ્છ માંડવી નિવાસી સાવિત્રીબેન ખટાઉ વેદ (ઉં. વ. 80) તે સ્વ. લક્ષ્મીબેન ખટાઉ વેદના સુપુત્રી. સ્વ. હેમલતા કનકસિંહ વેદના નણંદ. દમયંતીબેનના બેન. અર્ચના ચેતન વેદ તથા લક્ષા અક્ષય જાનીના ફઇ. તા. 31-3-24ના મુંબઇ મુકામે શ્રીના ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નાઘેર દશા મોઢ માંડલિયા વણિક
ઉના નિવાસી હાલ ભાયંદર ગં. સ્વ. પુષ્પાબેન દલસુખરાય સોલંકી તથા ગં. સ્વ. દક્ષાબેન જયંતીલાલ સોલંકીના સુપુત્ર, કમલેશ સોલંકી (ઉં. વ. 62) તા. 30-3-24 શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે અલકાબેનના પતિ. હેતલ નીરવ શાહના પિતા. તે સંજયભાઇ, ધીમતભાઇ, સ્વ. ચંદ્રીકાબેન, દેવયાનીબેન, ભાવનાબેન, જીનાબેન, અલ્પાબેનના ભાઇ. છોટાલાલ મોરારજી મોદીના જમાઇ. પ્રાર્થનાસભા તા. 2-4-24ના મંગળવારે 5થી 7. ઠે. રાજસ્થાન હોલ, નવરંગ હોટેલની બાજુમાં,60 ફીટ રોડ, ભાયંદર (વેસ્ટ).
કચ્છી લોહાણા
ગં. સ્વ. મંજુલાબેન શંકરલાલ મુરજી કોટક (ઉં.વ.82) ગામ કચ્છ વડઝર હાલે મુલુંડ ચેકનાકા તા. 31-3-24ના રવિવારના રામશરણ પામેલ છે. તે સ્વ. જાદવજી જેરામ સોમેશ્વરાના સુપુત્રી. ચંદ્રકાન્ત ઠક્કરના બહેન. તે ભારતી, દિપક, નીતા, પરેશના માતુશ્રી. તે સ્વ. હરેશ હરીયાણી, અરવિંદ ઠક્કર, અ. સૌ. રીટા અને અ. સૌ. નીતાના સાસુમા. જય, શ્રદ્ધા, આયુષીના દાદી. રાહુલ, અવનિ, સ્વ. હિરેન, ધર્મેશ તથા કિરણના નાની. પ્રાર્થનાસભા તા. 2-4-24ના મંગળવારે 5-30થી 7. ઠે. ગોપુરમ હોલ, જ્ઞાનસરીતા શાળાની પાસે, આર. પી. રોડ, મુલુંડ (પશ્ચિમ), લૌકિક વ્યવહાર
બંધ છે.
મેઘવાળ
ગામ શિહોર, હાલ મુંબઇના સ્વ. નાનજીભાઇ કરસનભાઇ પડાયાના ધર્મપત્ની સ્વ. વાલીબેન (ઉં. વ. 82) તા. 23-3-24ના શનિવારના રામચરણ પામ્યા છે. તે સ્વ. કરસનભાઇ પાલાભાઇ પડાયા તથા સ્વ. પ્રેમાબેનના (પુત્રવધૂ). સ્વ. બદ્યાભાઇ હામાભાઇ પારધી તથા નામલબેનના (દીકરી). ધનજીભાઇ, સ્વ. ગીતાબેન ખાખડીયા, સ્વ. ભાનુબેન રાવલીયાના (માતુશ્રી). લક્ષ્મીબેનના (સાસુ), ઉતમ, વિશાલના દાદી. બારમાની વિધિ તા. 3-4-24ના બુધવારના સાંજે 5.00.કલાકે ઠે. સુવર્ણ ક્રિડા મંડળ હોલ, શિવસેના શાખા ક્ર. 173ની સામે પ્રતિક્ષા નગર નં.1. સાયન કોલીવાડા.
હાલાઇ ભાટીયા
જલગામવાળા સ્વ. હરગોવિંદ દામોદર વેદ (અફીણી) જલગામવાળાના પુત્ર ગોપાલ હરગોવિંદ વેદ (ઉં. વ. 60), સ્વ. મનીષાબેનના પતિ. તથા સ્વ. વિજયસિંહ સંપટના જમાઇ (દુબઇ) સ્વ. રાકેશ, દેવીદાસ, કલ્પેશ, સોનલ યજ્ઞેશ પોરેચાના મોટાભાઇ તથા કરણના પિતા. ભાવિનીના સસરા. તા. 1-4-24ના શ્રીજીચરણ પામ્યા છે. ઉઠમણું ગુરુવાર, તા. 4-4-24ના સવારે 10.00 કલાકે, જલગામમાં સત્ય વલ્લભભવનમાં રાખેલ છે.
હાલાઇ લોહાણા
ગરેજ વાળા હા.વિલેપારલા ઠા.રામજી રુઘાણી (ઉં. વ. 88) તે ભાનુમતીના પતિ. સ્વ. રાધાબેન સુંદરજી ધરમસી રુઘાણીના પુત્ર. તે સ્વ સંતોકબેન વસનજી બાટવિયા (ઠક્કર)ના જમાઈ. તે સ્વ દુધીબેન, અમૃતબેન, રંભાબેન, પ્રેમકુંવરબેન તથા નર્મદાબેનના ભાઈ. માયાબેન ચંદ્રકાન્ત જસાણી, નિલેશ, હિના, ભાવેશ તથા ભવ્યાના પિતાશ્રી. મધ્યાના નાના. તે મેહુલ નિપુનચંદ્ર પરીખ તથા સ્નેહલના સસરા તા. 1.4.2024ના શ્રીજીશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર તા 4.4.2024ના 5.00 થી 6.30. ચતવાણી બાગ, પહેલે માળે , વિલે પાર્લે (ઈસ્ટ).