મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
સ્વ.પાર્વતીબેન દયારામ હંસરાજ રાછ કચ્છ ગામ કુકમા હાલે અહમદનગર નિવાસીના પુત્ર મંજુલાબેનના પતિ નવીનભાઇ દયારામ રાછ (ઉં. વ. ૮૨) તા. ૨૯-૩-૨૪ના શુક્રવારના રામશરણ પામેલ છે. સ્વ. લીલાવતીબેન, સ્વ. સાકરબેન, સ્વ. શાંતાબેન, સ્વ. નરસીદાસ, સ્વ. પ્રેમાબેન, ગં. સ્વ. પ્રભાબેન, ગં. સ્વ.રતનબેનના ભાઇ. સ્વ. કાનજી નારાયણજી સોમૈયા કલ્યાણપુરવાલાના જમાઇ. ગં. સ્વ. ગોદાવરીબેન, તુલસીદાસભાઇ, દિલીપભાઇના બનેવી. પ્રાર્થનાસભા તા. ૩૧-૩-૨૪ના રવિવારના ૪-૩૦થી ૫-૩૦. ઠે. સરદાર પટેલ વાડી, તિલક રોડ, અહમદનગર રાખેલ છે. દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મોડાસા એકડા વિશા ખડાયતા સાઠંબા સમુદાય
સાઠંબાના વતની હાલ કાંદિવલી મોહનલાલ છગનલાલ શાહના સુપુત્ર ભરત શાહ તા. ૨૭-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે દીપિકાબેનના પતિ. પારુલ, કિંજલ, રોનકના પિતા. રશેષ મિલન, ઝલકના સસરા. અને પિયર પક્ષે સ્વ. નટવરલાલ ભીખાલાલ શાહ, બન્ને પક્ષનું બેસણું રવિવાર, તા. ૩૧-૩-૨૪ના ૪થી ૬. ઠે. ઠઠ્ઠાઇ ભાટિયા સેવા ફંડ, નમ: હોસ્પિટલની સામે, બીજા માળે, હોલ નં.૪, શંકર લેન, કાંદિવલી (વેસ્ટ).
હાલાઇ લોહાણા
કાંદિવલી નિવાસી મહેશકુમાર દત્તાણી (ઉં. વ. ૭૬) તે સ્વ. મંજુલાબેન તથા સ્વ. હરજીવનદાસ ત્રીકમદાસ દત્તાણીના પુત્ર. મૃદુલાબેનના પતિ. સતીષભાઇ તથા સ્મીતાબેન મોદીના મોટાભાઇ. ફેમેન તથા કેતનના પિતા. તેમ જ દિપાલી, બીજલના સસરા. તે સ્વ. હીરાલક્ષ્મી ચંપકલાલ ગોકાણીના જમાઇ. ગુરુવાર તા. ૨૮-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩૦-૩-૨૪ના ૫થી ૭. ઠે. શ્રી હાલાઇ લોહાણા મહાજનવાડી, ૨જે માળે, કાંદિવલી (પ.).
કચ્છી લોહાણા
કચ્છ ગામ બરંદા (હાલે મુલુંડ) સરોજ ભરત રવાસિયાનો પુત્ર આનંદ (સ્વીટુ) (ઉં. વ. ૪૩) સ્વ. સાવિત્રીબેન ધરમશી દયાલજી રવાસિયાના પૌત્ર. તે સ્વ. લીલાવતીબેન હેમરાજ બારૂઆ (ગામ ખોંભની) વાળાના દોહિત્ર. તે શેફાલી ભરત નાનજી ઠક્કરના મોટાભાઇ. તે ધ્વનીલ અને વેનીલના માસા. તે સ્વ. ગિરીશભાઇ, રીટાબેન, જયેશભાઇના ભત્રીજા. તા.૨૮-૩-૨૪ના ગુરુવારના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩૧-૩-૨૪ના ૫થી ૭. ઠે. સારસ્વત વાડી, ૧લે માળે, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
અમરેલી નિવાસી હાલ મુંબઇ અ. નિ. વિજયાબેન દ્વારકાદાસ પરીખના પુત્રવધૂ અને સ્વ. તારાબેન ઇંદુલાલ પરીખના પુત્રી. અ. નિ. માલતીબેન રમેશભાઇ પરીખ (ઉં. વ. ૭૩) તે દિપાલી તથા અમીતના માતુશ્રી. જીજ્ઞેશ, જીગીશાના સાસુ. વત્સલના નાની. દેવાંશીના દાદી તા. ૨૮-૩-૨૪ના ગુરુવારના અક્ષરનિવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૩૧-૩-૨૪ રવિવારના ૫થી ૭. ઠે. બીએપીએસ, સ્વામીનારાયણ મંદિર, અક્ષરધામ કોમ્પ્લેક્સ, એસ. વી. રોડ, મિલાપ ટોકીઝની બાજુમાં, મલાડ (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. મંગલદાસ દામજી તન્ના અને ગં.સ્વ. ચંદ્રાબેન તન્ના કચ્છ ગામ ગુવર હાલ પુના નિવાસીના સુપુત્ર લહેરીલાલ (ઉં. વ. ૬૫) તે દિવ્યાબેનના પતિ ગુરુવાર ૨૮-૩-૨૪ના રામશરણ પામેલ છે. એકતા સુમીતભાઈ કિંગર અને કૃણાલના પિતાશ્રી. રેખાબેનના સસરા. નિર્મળાબેન મુકેશભાઈ સ્વાર, રાજેન્દ્ર (રાજુ) મંગલદાસ તન્ના, રેખાબેન કલ્પેશભાઈ સચદે, સ્વ. શોભનાબેન રમેશભાઈ કમાણીના મોટાભાઈ. રમેશભાઈ જેઠમલ નરમ કલકત્તાવાળાના જમાઈ. એમની બન્ને પક્ષ તેમજ નાનાણા પક્ષ તરફથી પ્રાર્થનાસભા શનિવાર, ૩૦-૩-૨૪ના ૪થી ૫. શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી સ્વ. જેઠાનંદ દામજી ઠક્કર પથ કિરાડ ગલ્લી, પાલખી ચોક, પુના મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મોંઢ ચાતુર્વેદિય રાજગોર સમવાય બ્રાહ્મણ
વલ્લભીપુર નિવાસી હાલ દહિસર ઉમેશચંદ્ર જોશી (ઉં. વ. ૬૨) તે ૨૮/૩/૨૪ના કૈલાશવાસ થયેલ છે. તે સ્વ. ગુણવંતીબેન તથા સ્વ.વેણીશંકર હરિલાલ જોશીના પુત્ર. સ્વ. લેખાબેનના પતિ. હર્ષના પિતા. જનકભાઈ, યોગેશભાઈ, કૌશિકભાઈ, હર્ષાબેન અશ્ર્વિનકુમાર રાજગુરૂ, જયશ્રીબેન અરુણકુમાર રાજ્યગુરૂના ભાઈ. સાસરાપક્ષે શેરા નિવાસી સ્વ. સુશીલાબેન તથા સ્વ. દિલીપભાઈ ચંદ્રશંકર જોશીના જમાઈ. પ્રાર્થનાસભા ૩૦/૩/૨૪ના ૫ થી ૭. બી એમ સી હોલ, ત્રીજે માળે, મનન બિલ્ડીંગની સામે, સાંજી હોટલની પાસે, ન્યુ લિંક રોડ દહિસર ઈસ્ટ.
મોચી
રાજુલાવાળા હાલ કાંદિવલી જેન્તીભાઈ મનુભાઈ કેશુર (ઉં. વ. ૭૪) તે ૨૮/૩/૨૪ના રામશરણ પામેલ છે. તે કલ્પનાબેનના પતિ. નિલેશ, ભાવના, રેખા, વર્ષાબેનના પિતા. ભાવિકા, કિશોર, ઉમેશ, કપિલના સસરા. સ્વ. પ્રવીણભાઈ, રમેશભાઈ, સ્વ. પુષ્પાબેન, જયાબેનના ભાઈ. હીરના દાદા. પ્રાર્થનાસભા ૩૦/૩/૨૪ના, ૪ થી ૬. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, બસ સ્ટોપની પાસે, કાંદિવલી ઈસ્ટ.
કપોળ
મહુવા વાળા (મોટા જાદરા) હાલ કાંદિવલી – સ્વ. પ્રતાપરાય મગનલાલ સંઘવીનાં ધર્મપત્ની હિરાલક્ષ્મી (ઉં. વ. ૭૭) તે શિહોરવાલા અનંતરાય ગુલાબરાય પારેખના દીકરી. તે નયનભાઈ, ચંદ્રકાંતભાઈ, અનિલભાઈ, કનકબેન હસમુખરાય ગોરડિયા, અંજુબેન શેલેશભાઇ વોરા, શીલાબેન જીતેન્દ્ર હકાણીનાં માતુશ્રી. જયશ્રીબેન, ભારતીબેન, ફાલ્ગુની બેનનાં સાસુ. દિપાલી જતીન મહેતા, વેભવ, હેતલ, ગૌરવ, ધવલનાં દાદી. ધર્મેશ, પરાગ, નિપા હિતેશ પારેખ, શીવાંગ, અવીશ, મનનનાં નાની. પ્રાર્થનાસભા તા. ૩૦-૦૩-૨૦૨૪ શનિવાર ૫ થી ૭ ના, વાંજાવાડી હોલ, મથુરાદાસ એક્સ્ટેન્શન્સ રોડ, ધનામલ સ્કૂલની સામે કાંદિવલી વેસ્ટ.
કપોળ
સાવરકુંડલાવાળા હાલ ચેન્નાઇ નિવાસી સ્વ. વિદુબેન ચંદ્રકાંત જયંતીલાલ ગાંધીના પુત્ર ભરત (ઉં. વ. ૭૦) સોમવાર, તા. ૨૫/૦૩/૨૦૨૪ શ્રીજીચરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. પંકતિ લક્ષ્મીનારાયણ, હર્ષ -સોના અને સ્નેહા કૃષ્ણપ્રસાદના પિતાશ્રી. તે રશ્મિ મહેન્દ્ર દેસાઈ. તરૂણી યોગેશ મહેતાના મોટાભાઈ. તે અમરેલીવાળા સ્વ.જગમોહનદાસ નરસીદાસ વલીયાના જમાઈ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
સાવરકુંડલાવાળા હાલ કાંદિવલી, સ્વ. ચંદ્રભાગા ઓધવજી ગોપાળજી મહેતાના પુત્ર બળવંતરાય (ઉં. વ. ૭૩), તે અ.સૌ. કલ્પનાબેનના પતિ. તુલસીદાસ, સ્વ. વિનુભાઈ, મધુકાંત, સ્વ. રમાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. વસુમતીબેન, સ્વ. નિર્મળાબેન, યશોમતીબેન, સ્વ. ચંપાબેન તથા સ્વ. ભદ્રાબેનના ભાઈ. જીગ્નેશ-મિતલ, મિતેશ-જલ્પા, ગૌરવ-હિરલના પિતાશ્રી. ડેડાણવાળા નંદલાલ છગનલાલ મહેતાના જમાઈ. આદિત્ય, જીયા, મહેર, ન્યારાના દાદા તા. ૨૮-૩-૨૦૨૪, ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગોયલા મોખારા નિવાસી હાલ મુલુંડના રંજનબેન કાંતિ સોમૈયાના પુત્ર બિજલ (ઉં. વ. ૪૨) બુધવાર તા. ૨૭-૩-૨૦૨૪ના સ્વર્ગવાસ પામ્યા છે. તે પ્રતિકભાઈના ભાઈ, તે જીગ્નાના પતિ. તે ક્રિસીના પિતા. તે ભુજ નિવાસી હાલ મુલુન્ડ, કાશ્મીરાબેન અશ્ર્વિન લવજી ચંદે (ઠક્કર)ના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર તા. ૩૧-૩-૨૦૨૪ના ૫.૩૦ થી ૭.૦૦, ગોપુરમ હોલ, આર.પી.રોડ, મુલુન્ડ-વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
ચંપાબેન રાડિયા (ઉં. વ. ૬૯) મૂળ ગામ – જામખંભાળિયા, હાલ – ભિવંડી નિવાસી, તે રમેશભાઈના પત્ની. તે હર્ષાબેન યોગેશકુમાર માખેચા, નૈનાબેન નિલેશકુમાર રાઈચા, રાજેશભાઈ તથા મોનિકાબેન શૈલેષકુમાર મજેઠીયાના માતોશ્રી. તે સ્વ. શાંતાબેન તથા લીલાધરભાઈ ઉનડકટના દીકરી. તે સ્વ. સુરેશભાઇ ઉનડકટ, પરેશભાઈ ઉનડકટ, મીનાબેન રાડિયા તથા માલતીબેન ફુલવંદાના બેન. ગુરૂવાર તા.૨૮/૦૩/૨૪ના ભિવંડી મુકામે શ્રીજીચરણ પામેલ છે, બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર તા. ૩૦/૦૩/૨૪ના ૪:૦૦ થી ૬:૦૦, રાધા ગોવિંદ હૉલ, નીલકંઠ મંદિર પાસે, નવી ચાલ, તીન બત્તી, ભિવંડીમાં રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button