મરણ નોંધ

હિન્દુ મરણ

ગામ ઉદવાડા (મોટા પુઢા)ના કાંદિવલી સ્વ. દિનેશ દયારામ પંચાલ (ઉં. વ. ૭૭) તા. ૨૨/૩/૨૪ને શુક્રવાર શ્રીજીચરણ પામ્યા છે. તે ગં. સ્વ.ભારતીબેનના પતિદેવ. તે સ્વ. ધનસુખભાઈ, સ્વ. પ્રમોદભાઈ, સ્વ. રંજનબેન અને મહેન્દ્રભાઈના ભાઈ. તે રાજીવભાઈ, નેહાબેનના પિતાશ્રી. તે રાધિકાના સાસરા. તેઓ પદ્મનાભ, મધુસૂદનના દાદાજી. તે જિનીના નાના. તેમની પ્રાર્થનાસભા તા : ૨૮/૩/૨૪ને ગુરૂવાર ૦૪.૩૦ થી ૬.૩૦ વાગ્યે, શ્રીજી બૈંગક્વિટ, બી – ૧લે માળે, સરકારી ઔદ્યોગિક વસાહત, પ્લોટ. નં. ૯૭, કાંદિવલી ( પશ્ર્ચિમ ), ચારકોપ, લૌેકિક તેમજ અન્ય વ્યવહાર બંધ છે.
સારસ્વત બ્રાહ્મણ
મૂળ ગામ જામખંભાળિયા હાલ મલાડ ભુપેન્દ્ર સાતા (જોશી) (ઉં. વ. ૫૧) તે ૨૨/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં. સ્વ. ગૌરીબેન ભાનુશંકર સાતાના પુત્ર. પ્રતિભાબેનના પતિ. લીલાબેન જયંતીલાલ ત્રિવેદીના જમાઈ. સ્વ. કિરીટભાઈ, ગં. સ્વ. વનિતાબેન તથા શિલ્પા સમીરકુમારના ભાઈ. માનસી, અદિતિ, નિમેષના પિતા. યશ કુમારના સસરા.
સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ખેડાવાડા નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ. વિનોદીની પાઠક (ઉં.વ. ૮૫) તે સ્વ. રતીલાલ શિવલાલ પાઠકના ધર્મપત્ની. તે સ્વ. નાનાલાલા દુ. ઠાકરની પુત્રી. તે વિજયભાઇ, સંજયભાઇ, મિતાંજલીબેન અને કેતનભાઇના માતુશ્રી. તે પ્રિતીબેન, વંદનાબેન, જગતકુમાર અને સેજલના સાસુ. તા. ૨૫-૩-૨૪ના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહારની પ્રથા
બંધ છે.
નથુ તુલસી ઔદીચ્ય બ્રહ્મ સમાજ
મૂળ જામ દુધઇ નિવાસી, હાલ થાણા સ્વ. વસંતરાય મગનલાલ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. કાંતાબેન મહેતા (ઉં. વ. ૮૦) તે દિલીપભાઇ, ચંદ્રેશભાઇ, સ્વ. હિતેશભાઇ તથા આશાબેનના માતુશ્રી. પૂનમ, જીજ્ઞા, પૂજા, જીતેશકુમાર લાભશંકરભાઇ વ્યાસના સાસુ. સિદ્ધાંત, જય, અંકિતા તથા ઇશાના દાદી. ભાવિન તથા કૈરવીના નાનીમા. સ્વ. ઉમિયાશંકર લક્ષ્મીશંકર મહેતાના દીકરી તા. ૨૨-૩-૨૪ને શુક્રવારના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૮-૩-૨૪, ૪થી ૬. ઠે. શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ તીર્થ ધામ (જૈન દેરાસર), ૧લે માળે, ઘોડબંદર રોડ, કાસરવડવલી, થાણે (વેસ્ટ).
હાલાઇ લોહાણા
મૂળ ગામ પડધરી, હાલ કાંદિવલી ગં. સ્વ. મંજુલાબેન લલિતભાઇ .આહ્યા (ઉં. વ. ૮૨) તે દેવાંગ, વૈશાલી જયેશકુમાર દોશીના માતુશ્રી. સૌ. નિશાબેનના સાસુ. ચિ. પૂરવના દાદી. તે સ્વ. વલ્લભદાસ ઉનડકટના સુપુત્રી. તે પરેશ, નલીનભાઇ આહ્યા, સુનીલ કિશોરભાઇ આહ્યાના કાકી. તા. ૨૫-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સારસ્વત બ્રાહ્મણ
કચ્છ ગામ જખૌ હાલ મુલુંડ અરવિંદ સોનપાર (ઉં.વ.૭૪) તે સ્વ. કાશીબાઇ હરિરામ શિવજી સોનપરના સુપુત્ર. તે અરુણાબેનના પતિ. તે જીજ્ઞા પંકજકુમાર રાડિયા, નિલેશ, અમિતના પિતાશ્રી. તે ગં.સ્વ. ભગવતીબેન ભાણજી રાડિયા (નારાયણ સરોવર)ના જમાઇ. તે સ્વ. અશોક ભાણજી રાડિયાના બનેવી. તે નીતા, નિલેશ, શિલ્પા, અમિતના સસરા. તે તા. ૨૫-૩-૨૪ના રામચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૩-૨૪ના સારસ્વતવાડી, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ) ગ્રાઉન્ડ ફલોરમાં ૫થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
ઊંટવડ નિવાસી હાલ ખારધર વિજયાબેન તથા સ્વ. ચંદુલાલ કાનજી ધોળકીયાના પુત્ર ભરત (ઉં. વ.૭૧)તે મધુબેનના પતિ. રવિ, તેજસ પ્રવિણ પારેખના પિતા. સ્વ. ભાઇલાલભાઇ ધાબળીયાના જમાઇ. ભદ્રેશ, જયેશ, તુષાર અને માલા કોટીયનના મોટાભાઇ. ગુરુવાર તા. ૨૧-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણીક
ખોરાસાવાળા સ્વ. સુશીલાબેન નારણદાસ ત્રિભોવનદાસ શેઠના સુપુત્ર રમેશ શેઠ (ઉં. વ. ૭૧) મુંબઈ (ફોર્ટ) ૨૩-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રતિમાના પતિ. સ્વ. અરવિંદ, સ્વ. કિરીટ, ગીતા મહેશ સાંગાણી, ગં.સ્વ. મીના કૌશિક માલવિયાના ભાઈ. સ્વ. દામોદરદાસ મુલચંદ ઝવેરીના જમાઈ. કર્ણ તથા કુંજના પિતાશ્રી. ગં.સ્વ. મીના અરવિંદ શેઠના દિયર. તેઓની પ્રાર્થનાસભા ૨૮-૩-૨૪ના ગુરુવારના ૪.૩૦થી ૬.૩૦ યશવંતરાવ ચવ્હાણ સેન્ટર, ૭/૮, જનરલ જગન્નાથ ભોંસલે રોડ, નરીમન પોંઈટ, મુંબઈ-૨૧.
લુહાર સુથાર
ગામ ધોકડવાવાળા, હાલ ઘોડબંદર થાણા. સ્વ. જમનાબેન જસાભાઈ કરસનભાઈ પરમારના નાના દીકરા રસીકભાઈ પરમાર (ઉં. વ. ૬૧) ૨૪-૩-૨૪, રવિવારના સતલોક ચરણ પામ્યા છે. તેઓ શીલાબેનના પતિ. ધવલભાઈ, વિશાલભાઈ અને ભાવિષાબેન પ્રિયેશકુમારના પિતા. સ્વ. વશરામભાઈ, સ્વ. ઓધવજીભાઈ, રતિલાલભાઈ, સ્વ. જગદિશભાઈ, સ્વ. કાશીબેન છગનભાઈ, ગં.સ્વ. મંજુલાબેન મનસુખભાઈ, હંસાબેન બકુલભાઈના નાનાભાઈ. ગામ ચલાલાવાળા ગં.સ્વ. મંજુલાબેન મોહનભાઈ સિદ્ધપુરાના જમાઈ. તેઓ દિશાબેન અને ધારાબેનના સસરા. તેમની પ્રાર્થનાસભા ગુરુવારના ૨૮-૩-૨૪, ૫થી ૭, સ્થળ શ્રી લુહાર સુથાર જ્ઞાતિ વેલ્ફેર સેંટર, દત્ત પાડા રોડ, બોરીવલી ઈસ્ટ.
નવગામ ભાટીયા
ગોંડલ નિવાસી હાલ વડોદરા જોયેશ મુકુંદભાઇ સંપટ (ઉં. વ. ૫૬) તા. ૨૨-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મુકુંદભાઇ તથા ગં. સ્વ. જયોતિબેનના પુત્ર. તે પારૂલબેનના પતિ. તે આયુષ અને એકલવ્યના પિતા. તે પ્રિતીબેનના ભાઇ.
બ્રહ્મક્ષત્રિય
મુલુંડવાસી અ. સૌ. રજની પેટીગરા. તે પ્રદીપ પેટીગરાના પત્ની. સીમા, ચિત્રા અને દિવ્યાના મમ્મી. ઇશાન, શાન, કબીર, પ્રીતના નાનીમા. સંદીપ અને મુકેશના સાસુમા શનિવાર માર્ચ ૨૩, ૨૦૨૪ના (ઉં. વ. ૭૭) શ્રીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટીયા (અંજારીયા)
ગં. સ્વ. બીના બાબુસિંહ આશર (કુસુમ) (ઉં.વ.૭૯) તે આણંદજી જમનાદાસ આશરના પુત્રવધૂ. જમનાબાઇ પ્રેમજી (કલીકટવાળા)ના પુત્રી. મુકેશના મમ્મી. અ. સૌ. સોનુના સાસુમા. મોહિત અને જીલના દાદી. અ. સૌ. મેઘાના દાદી સાસુ. તા.૨૪-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ખંભાત દશા મોઢ અડાલજા વણિક
ખંભાત નિવાસી હાલ મુંબઇ નવીનચંદ્ર શાહ (ઉં.વ. ૭૭) તે સ્વ. રતિલાલભાઇ અને સ્વ. લીલાવતીબેન શાહના પુત્ર. મીનાબેનના પતિ. પીંકી (જલ્પા) અંક્તિના પિતા. ધારાના સસરા. સ્વ. જયાબેન શાંતિલાલ પરીખ, સ્વ. મંજુલાબેન શ્યામલાલ ભરૂચી, હંસાબેન દિવ્યાકાન્ત પરીખ, ધરમદાસ રતિલાલ શાહ, પ્રદ્યુમન રતિલાલ શાહ, અંજનાબેન સુરેશકુમાર શાહના ભાઇ. સ્વ. મુળજીભાઇ અને કલાવતીબેન પરીખના જમાઇ તા. ૨૧-૩-૨૪ના ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૩-૨૪ના ગુરુવારે ૫થી ૭. ઠે. મુંબઇ પાટીદાર સમાજ, મફતલાલ બાગ, ૬, ફ્રેન્ચ બ્રિજ, મુંબઇ-૪૦૦૦૦૭.
વિસનગરા નાગર બ્રાહ્મણ
પાનસર નિવાસી, હાલ મુંબઇ, ગં. સ્વ. કોકીલા રમેશ રાવલ (ઉં.વ. ૮૪), રમેશ ઉમિયાશંકર રાવલના પત્ની. રેશ્મા, રાજુલના માતુશ્રી, રાજેશ, મઝહરના સાસુ. શફીક, પૃથવના નાની તા. ૨૬/૩/૨૪ના રોજ હાટકેશ શરણ પામ્યાં છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા દિશાવળ વણિક
કોળીયાક નિવાસી હાલ વિલેપાર્લે કપિલ કાનાણી (ઉં. વ. ૬૬) તે સ્વ. અરવિંદાબેન તથા સ્વ. યશવંતરાય અમૃતલાલ કાનાણીના સુપુત્ર. રાજલબેનના પતિ. હમીર, હદયાના પિતાશ્રી. કાલિંદી તથા અંકિત અગ્રવાલના સસરાજી. અંજનીબેન, પંકજભાઇ, સ્વ. પિંકીના મોટાભાઇ. ગં. સ્વ. કાંતાબેન મનહરલાલ પટેલના જમાઇ શનિવાર, તા. ૨૩-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા.૨૮-૩-૨૪ના ૫થી ૭. ઠે. વિશ્ર્વેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ કંપાઉન્ડ, વિલેપાર્લા (પ.)
કપોળ
અમરેલીવાળા હાલ અમદાવાદ મનમોહનદાસ (મનુભાઈ) મગનલાલ સંઘવી (ઉં. વ. ૯૦) તે સ્વ. જયશ્રીબેનના પતિ. નિમિષભાઈ, હેમાંગભાઈના પિતા. વંદનાબેન-બંસીબેનના સસરા. મેઘ-તિથી, હેમ-નિશા, જય-પ્રિતુ, ક્રિષ્નાના દાદા. સ્વ. ભવાનીદાસ, સ્વ. અનંતરાયના નાનાભાઈ. સ્વસૂરપક્ષે કુંઢડાવાળા સ્વ. અમૃતલાલ ધરમશી ભુતાના જમાઈ ૨૧-૩-૨૪, ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે.
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
લુણકી નિવાસી, હાલ વસઈ (મુંબઈ) ચૈતન્ય (ઉં. વ. ૬૨) ૨૪-૩-૨૪ના સ્વર્ગવાસી થયેલ છે. તે ગં.સ્વ. હંસાબેન સ્વ. લલીત ચન્દ્ર દવેના પુત્ર. પ્રિતીબેનના પતિ. પ્રણવના પિતા. કાજલના સસરા. પલ્લવીબેન, હિમાંશુ (ગોપી)ભાઈના ભાઈ. પાયલના જેઠ, શિવના દાદુ. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળ ગામ પડધરી નિવાસી હાલ મલાડ ગં. સ્વ. વનીતાબેન તથા સ્વ. ચીમનલાલ પરષોત્તમદાસ રાજદેવના પુત્ર દીપકભાઈ રાજદેવ (ઉં. વ. ૬૪) તે ૨૬/૩/૨૪ના અક્ષરધામ પામેલ છે. તે પદમાબેનના પતિ. ચાર્મીના પિતા. કિશોરભાઈ, રાજેશભાઈ (બાબો), હરદીપભાઈ (તેજસ)ના ભાઈ. મિલનકુમાર અરુણભાઈ પરમારના સસરા. તે સાસરાપક્ષે બાલાગામવાળા હાલ મુંબઈ સ્વ. મંજુલાબેન તથા સ્વ. જયંતીલાલ ગીરધરલાલ રૂપારેલિયાના જમાઈ. પ્રાર્થનાસભા તા.૨૮/૩/૨૪ ના ૪ થી ૬. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકરમંદિર પાસે, એસ વી રોડ કાંદિવલી વેસ્ટ.
અનાવિલ બ્રાહ્મણ
ગામ ડુંગરી, હાલ બોરીવલી નિવાસી અ. સૌ. શ્રીમતી ચંપાબેન દેસાઈ (ઉં. વ. ૬૭) સોમવાર, તા. ૨૫.૦૩.૨૪ના દેવલોક પામ્યા છે. તે નટવરલાલ ખંડુભાઈ દેસાઈના ધર્મપત્ની. રૂપેશ, રાજેનના માતુશ્રી. ભક્તિ, કીર્તિના સાસુમા. હિરવિતા, બાની, હીયાના દાદીમા. તે સ્વ. ઝીણાભાઈ જગનજી દેસાઈ તથા કમુબેન ઝીણાભાઈ દેસાઈના પુત્રી. ધનસુખભાઈ, કૃષ્ણકાંત (કાનજીભાઇ), શૈલેષભાઇ ઝીણાભાઈ દેસાઈ તથા મોંઘીબેન હરેશકુમાર દેસાઈના બેન. પ્રાર્થના સભા ગુરૂવાર તા ૨૮-૦૩-૨૪નાં ૪:૦૦ થી ૬:૦૦. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ.એલ.ટી રોડ, બોરીવલી(વેસ્ટ), (ડાયમંડ ટોકીઝની સામે).
કપોળ
શિહોરવાલા હાલ મલાડ (સ્વ.કનૈયાલાલ ભવાનીદાસ દોશીના ધર્મપત્ની ગં.સ્વ. મંગલાબેન (ઉં. વ. ૯૪) તા.૨૬.૩.૨૪ને મંગળવાર શ્રીજીચરણ પામ્યા છે. જેઓ જીતુ ભાઈ (જીતેન્દ્ર), જયેશ, હર્ષા હસમુખરાય મહેતા, ઈલા જીતેન્દ્ર કુમાર મહેતાના માતુશ્રી. અ.સૌ. સીમા તથા અ. સૌ.નીતાના સાસુ. તથા પીનલ, પંકિત, અ.સૌ. વૈશાલી પારિતોષ કાણકિયાના દાદી. અમિત, વિશાલ, અનુજ, રોહનના નાનીમા. તે મોટા આંકડિયાવાળા સ્વ. કાંતિલાલ કુરજી ભુવાના બહેન. તેમની પ્રાર્થના સભા ગુરુવાર તા.૨૮.૩.૨૪ના, ૫ થી ૭ વાગ્યે કપોળ બેન્કવેટ હોલ, રામચંદ્ર લેન એક્સટેન્શન (કાંચપાડા) મલાડ વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
સુરતી દશા શ્રીમાળી વણિક
સ્વ. શોભનાબેન હર્ષદકાંત હિરાલાલ મપારાના પુત્ર ભરતભાઈ મપારા, (ઉં. વ. ૭૮) તે મંદાકિની (સ્વાતિ)ના પતિ. શ્રેયા, કશ્યપના પિતા. વિરલભાઈના સસરા. મધુભાઈ, સ્વ. વિજયભાઈ, શિરીષભાઈ, ગીરીષભાઈ, જયશ્રી સુરેશભાઈ ગુજરાતી, સ્વ.મીનળબેન વિજયભાઈ ગુજરાતીના ભાઇ. ગં. સ્વ. નિર્મળાબેન સુંદરલાલ ચોકસીના જમાઈ ૨૫-૩-૨૪ના સોમવારના કાંદિવલી વેસ્ટ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
રાજાવાઢા હરસુખરાય દામજી (ઉં. વ. ૮૨) તે સ્વ. મૂકતાબેન દામજી રાજાવાઢા ગામ મોટી મઉના પુત્ર. તે કાંતાબેનના પતિ. તે સ્વ. શામજીભાઈ સનિશ્ચરા નલિયાવાળાના જમાઈ તા. ૨૪.૩.૨૪ ને રવિવારના રામશરણ પામેલ છે. તે હિતેશ, નીતા ધર્મેશ, ઇલા ભાવેશ લીલાની, સુનિતા નીતિન મચ્છર, અલ્કા પરાગ મહેતાના પિતાશ્રી. તે ધર્મેશ મચ્છર, સ્વ. ભાવેશ લીલાની, નીતિન મચ્છર, પરાગ મહેતા, દક્ષા હિતેશના સસરા. તે સ્વ. કાંતિલાલ, ધીરજલાલ, હિંમતલાલ અને સ્વ ઉર્મિલાબેન પરમાનંદ દુબળના ભાઈ. તેમની પ્રાર્થના સભા તા.૨૭.૩.૨૪ ને બુધવારના પાંજીવાડી, કાંજુરમાર્ગ ઈસ્ટ, ૪.૦૦ થી ૫.૦૦.
પાંચ ગામ વિશા ઝારોળા વણિક
ધિણોજ નિવાસી, હાલ કાંદિવલી ગં. સ્વ. રમીલાબેન ગાંધી (ઉં. વ. ૭૯) શનિવાર, તા ૨૩મી માર્ચ ૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વિપીનચંદ્ર ચંદુલાલ ગાંધીના ધર્મપત્ની. કુણઘેર નિવાસી સ્વ. વાડીલાલ દલસુખભાઈ શાહના સુપુત્રી. તે સોનલ, જીજ્ઞેશ તથા સ્વ મુકુલના માતુશ્રી. તે ભરતકુમાર, રીટા અને સારિકાના સાસુ. શિવમ, શ્રીજા અને દેવેશીના દાદી. ઝરણા અને રાહુલના નાની. તેમની પ્રાર્થનાસભા તા. ૨૮મી માર્ચ ૨૪, ૫ થી ૭. હાલાઈ લોહાણા બાલાશ્રમ, મંગુબાઈ દત્તાણી માર્ગ, અતુલ ટાવર પાસે, કાંદીવલી.
કપોળ
દેલવાડાવાળા હાલ નેરલ નિવાસી સ્વ. સવિતાબેન પ્રાણલાલ ગોરડિયાના પુત્ર પ્રવિણચંદ્ર (ઉં. વ. ૮૦) તા. ૨૫-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે આરતીબેનના પતિ. હિતેષ અને હર્ષલના પિતાશ્રી. નીપા અને સેલ્વીના સસરા. આશીકા, સ્વ. સુશીલાબેન મહેન્દ્રભાઈ સંઘવી, ગં. સ્વ. સરોજબેન મૃદુલભાઈ સંઘવી, સ્વ. કિશોરભાઈ, સ્વ. કિરણભાઈના મોટાભાઈ. શ્ર્વસુરપક્ષે મહુવાવાળા પ્રવિણચંદ્ર હરિલાલ સંઘવીના જમાઈ. તેમની સર્વ પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૮-૩-૨૦૨૪ ગુરુવારના ૫ થી ૭. લૌકિક પ્રથા બંધ છે. સ્થળ- ફૂટવાળા કલ્ચરલ સેન્ટર, પ્લોટ નં-૬, સેક્ટર- ૫, નેરૂલ-ઈસ્ટ, રિલાયન્સ ફ્રેસની બાજુમાં, નવી મુંબઈ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ