હિન્દુ મરણ
વાંઢ હાલે રાયણના વિજયા (ભચી)બેન મુરજી શિવજી બોરીચા (ઉં. વ. ૯૦) તા. ૨૩-૦૩ના અવસાન પામેલ છે. મક્કાબાઇ શીવજી ડાયાના પુત્રવધૂ. જીતેન્દ્ર, મધુના માતુશ્રી. નાંગલપુરના મમીબાઇ કોરશી દેઢીયાની પુત્રી. નાનજી, કોડાયના જેઠીબાઇ ભવાનજીના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. બીજલ બોરીચા, ડી-૩૧૭, શિવ કૃપા સોસાયટી, ન્યુ જમુનાની બાજુમાં, તુલીંજ રોડ, નાલાસોપારા (પૂ.).
કોળી પટેલ
ગામ ખરસાડ ઓરી ફળીયા હાલ મલાડ (પૂ) રતિલાલ પ્રભુદાસ પટેલ (ઉં. વ. ૭૯) ગુરુવાર તા. ૨૧-૩-૨૪ના દેવલોક પામ્યા છે. તે સ્વ. વાસંતીબેનના પતિ. અંજના, ભાવના, નરેશના પિતા. ભરતભાઇ, હરીશભાઇ, ભાવિનીબેનના સસરા. શ્ર્વેતા, પ્રાચી, કાવ્યાના દાદા. મીત, દીપ, નમ્રતા, ચિરાગના નાના. તેમનું બન્ને પક્ષનું બેસણું બુધવાર, તા. ૨૭-૩-૨૪ના રોજ ૨થી ૪. પુષ્પપાણી સોમવાર, તા. ૧-૪-૨૪ના રોજ ૩થી ૫. તેમના નિવાસસ્થાને: રૂમ. નં. ૧૭, હરભજન બક્ષી સિંગ ચાલ, ચાલ નં.૪, હનુમાન નગર, કુરાર વિલેજ મલાડ (પૂ). લૌકિક પ્રથા બંધ છે.
પટેલ
રમણભાઈ લલ્લુભાઈ પટેલ (ઉં.વ. ૮૦) તા. ૨૧-૩-૨૪ના રોજ દેવલોક પામેલ છે. તે સ્વ. દુર્ગાબેનના પતિ. સ્વ. ભરત, ભાવેશ અને ઉષાના પિતા. મનિશા, દીપિકા અને મનહરના સસરા. તેમની પ્રાર્થનાસભા તા. ૨૭-૩-૨૪ સાંજે ૪થી ૬ સ્થળ: ઠઠ્ઠાઈ ભાટિયા હોલ (હોલ નં. ૪), શંકરલેન નમ: હોસ્પિટલની સામે, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. સુશીલાબેન મુલજી ચંદન અને સ્વ. મુલજી જાદવજી ચંદનના જયેષ્ઠ પુત્ર મધુસુદન ચંદન (ઉં. વ. ૭૩) ગામ માતાના નેત્રા, કચ્છ હાલે મુંબઇ જે અનસુયાબેનના પતિ. નીરજ અને કિષ્ણાના પિતા. શીતલબેન અને કુલીનભાઇના સસરા. જીતેન્દ્ર, ચંદન અને ભારતીબેન રાજનભાઇ પોપટના મોટાભાઇ. સ્વ. ઝવેરબેન મંગલદાસ પોપટના જમાઇ તા. ૨૪-૩-૨૪ના રવિવારના રામશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા : ઠે. રવજી જીવરાજ હોલ, એસ.એન.ડી.ટી. વુમન્સ યુનિવર્સિટી, ૩૩૮, રફી અહમદ કીડવાઇ રોડ, માટુંગા, મંગળવાર, તા. ૨૬-૩-૨૪,
૫થી ૭.
હાલાઇ લોહાણા
મુંબઇ સ્થિત ગં. સ્વ. હીરાલક્ષ્મી હિંમતલાલ ખખ્ખર (ઉં. વ. ૧૦૩) તે પ્રવીણભાઇ ડો. સુરભીબેન, ડો. સુશીલાબેન, કુસુમબેન અશ્ર્વીનકુમાર મજીઠીયા, શોભનાબેન નિલેશકુમાર ઠક્કર, સૌહીણીબેન ભરતકુમાર વોરાના માતુશ્રી. માનસીબેનના સાસુ. જાનવી આદીત્યકુમાર સોનછાત્રા, ડો. ઉત્સવ, ડો. ઋત્વીકના દાદી. ડો. દીશા, પૂનમ, અમીષા, દીપ, મનીષા, કૃષ્ણના નાનીમા રવિવાર, તા. ૨૪-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ ભાટીયા
વલ્લભદાસ જમનાદાસ કાપડીયા (કાકા) (ઉં. વ. ૯૬) તે સ્વ. વીણાબેનનાં પતિ. સ્વ. દ્વારકાદાસ પુરુષોતમનાં જમાઇ. યતીશનાં પિતા. આરતીના સસરા. સ્વ. લીલાધર, સ્વ. ગોકીબેન, સ્વ. મધુરીબેન તથા સ્વ. કૃષ્ણકુમારના ભાઇ. કલ્યાણજી લાલજીનાં દોહીત્રા રવિવાર, તા. ૨૪-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૨૬-૩-૨૪ના, ૪.૩૦થી ૫.૩૦. ઠે. જૂની હાલાઇ ભાટીયા મહાજનવાડી, કાલબાદેવી રોડ, મુંબઇ-૨ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મૂળ ગામ મહુવાવાળા (હાલ કાંદિવલી) સ્વ. પુષ્પાબેન મનસુખલાલ છગનલાલ ગાંધીના પુત્ર અરવિંદભાઇ (ઉં. વ. ૭૫) તા. ૨૨-૩-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. મિતા અમોલ, સોનલ રાજેશ, ઉર્વી ચિરાગના પિતાશ્રી. ભવ્ય અને સવીના દાદા. કનુભાઇ, ધીરુભાઇ, સ્વ. સુરેશભાઇ, અશોકભાઇ, દમયંતીબેન વિનોદરાય, દિન્તા હર્ષદરાય, વીણા દિપકભાઇના ભાઇ. શ્ર્વસુર પક્ષે રાજુલાવાળા લક્ષ્મીદાસ તુલસીદાલ જેઠાલાલ સંઘવીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૬-૩-૨૪ના મંગળવારે, ઠે. દૈવી ઇટરનિટી બિલ્ડિંગ, બેન્કવેટ હોલ, ભાટીયા સ્કૂલની સામે, દેવનગર, સાઇબાબા નગર, બોરીવલી (વેસ્ટ), ૫થી ૭.
હાલાઇ ભાટીયા (વિરજીયાણી)
નલીનભાઇ રવિવાર તે તા. ૨૪-૩-૨૪ના શ્રીજીના ચરણ પામ્યા છે. તે સ્વ. જયાબાઇ મનુભાઇ કાપડીયાના પુત્ર. તે સ્વ. નીનાના પતિ. સ્વ. દિનેશના પિતા. સ્વ. વેલાબાઇ દ્વારકાદાસ કાજરીયાના જમાઇ. સ્વ. સુરેશભાઇ, ગં. સ્વ. રજનીબેન, ગં. સ્વ. જયોતિબેન રામદાસ, પ્રવીણભાઇ, અ. સૌ. અરુણા નિમેશ ભિમાણી, હેમંતના ભાઇ. લૌકિક પ્રથા બંધ છે.
માધવપુર ગિરીનારાયણ બ્રાહ્મણ
અજય અનંતરાય જેષ્ટારામ ભટ્ટ (ઉં. વ. ૬૫) તા. ૨૫-૩-૨૪ના વસઇ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે કુમુદબાળા અનંતરાય ભટ્ટના પુત્ર. સ્વ. પ્રકાશ અને અમિતના મોટાભાઇ. માધવ, ગૌરવના કાકા તથા રશ્મિના જેઠ. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ
મૂળ વતન રાજપીપળા હાલ મુંબઈ નિવાસી પંકજ મનુભાઈ પંડ્યા (ઉં. વ. ૭૦) તા. ૨૧ – ૦૩ – ૨૦૨૪ના દેવલોક પામ્યા છે. તે કનકના પતિ. ધવલ, શ્યામના પપ્પા, અ. સૌ. પૂર્વી, અ. સૌ. પ્રાચીના સસરા અને સાયેશાના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા નિમા વૈષ્ણવ વણિક
ઝાલોદ નિવાસી હાલ મુંબઈસ્થિત ગં.સ્વ. જમુબેન રસીકલાલ શાહ (ઉં. વ. ૯૦) શુક્રવાર, તા. ૨૨-૩-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રસીકલાલ રાયજીભાઈ શાહના પત્ની. સ્વ. ગોરધનદાસ શેઠ અને સ્વ. ચંદાબેન શેઠના સુપુત્રી. કનૈયાલાલ શેઠ, સ્વ. પ્રવિણભાઈ શેઠ અને કિરણભાઈ શેઠના બહેન. કાશ્મીરા, અમીતા, અચલા, શિલ્પા, સોનલ અને ધીરેનના માતુશ્રી. કિરણકુમાર, સ્વ. મુક્તેશકુમાર, સતીષકુમાર, નિખીલકુમાર, હર્ષદકુમાર અને ભૈરવીના સાસુજી.