મરણ નોંધ

હિન્દુ મરણ

દશા ઝારોળા વણિક
ખંભાત નિવાસી હાલ કાંદિવલી રોહિતભાઈ ફડિયા (ઉં. વ. ૮૬), તે સ્વ. વિદ્યા ગૌરી તથા સ્વ પુરુષોત્તમભાઈ ફડિયાના સુપુત્ર. મીરાબેનના પતિ. હેતલ, ખ્યાતિના પિતા. સ્વ. રોહિણીબેન બિપીનભાઈ પારેખ, મીનાક્ષીબેન નવીનભાઈ બૂચ, યામિનીબેન મહેન્દ્રભાઈ પટેલ, નિખિલભાઈ અને નીતિનભાઈના મોટાભાઈ ૨૨/૦૩/૨૪ને શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ ભાટિયા
અ. સૌ. અમિતા ગાંધી (ગોકળગાંધી) (ઉં. વ.૬૭) તે ૨૨/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સુભાષ દ્વારકાદાસ ગાંધીના ધર્મપત્ની. બીજલ દેવાંગ, કેવલ- પ્રાચીના માતુશ્રી. પિયરપક્ષે જામનગરવાળા સ્વ. કુસુમબેન, સ્વ.કરસનદાસ કલ્યાણજી સંપટના દીકરી. સ્વ. સુધાબેન ચંદ્રસિંહ, સ્વ.માલતીબેન માનસિંહભાઈ, સ્વ.બિન્દુબેન બિપીનભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. અનિલભાઈ, સ્વ.કિરણભાઈના બહેન. શકુંતલાબેન (હેમાબેન) હર્ષદભાઈ, પ્રકાશભાઈ, નલિનીબેન (મીનાબેન) મુકુંદભાઈના ભાભી. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૬/૩/૨૪ના ૫ થી ૬. મંડપેશ્ર્વર સિવિક ફેડ્રેશન, જીમખાના રોડ, પ્રેમનગર, બોરીવલી વેસ્ટ.
કપોળ
ડેડાણવાળા હાલ દહિસર, સ્વ. પ્રવીણચંદ્ર મથુરાદાસ મહેતા તથા ગં. સ્વ. મંજુલાબેન મહેતાના સુપુત્રી અમિષા (ઉં. વ. ૪૪) તા ૧૮/૦૩/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ.મથુરાદાસ તથા સ્વ. ભાગીરથીબેનના પૌત્રી. સ્વ.મનહરલાલ, ગં. સ્વ.ઉષાબેન નવીન, સુધાબેન ઘનશ્યામ, નયનાબેન સૂર્યકાંત, ભારતી(હંસા)બેન હેમંતના ભત્રીજી. તે રક્ષા શૈલેષ, હેમા પરાગ, છાયા હિતેશ, તૃપ્તિ, ફોરમના બહેન. મોસાળ પક્ષ શિહોરવાળા સ્વ. લલ્લુભાઈ કરસનજી મહેતાના દોહિત્રી. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવેલ છે.
સારસ્વત બ્રાહ્મણ
મૂળ ગામ જામખંભાળિયા હાલ નિવાસી મલાડ (પૂર્વ) ભુપેન્દ્ર ભાનુશંકર સાતા (જોશી) (ઉં. વ. ૫૧) તા.૨૨/૦૩/૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે, તે સ્વ.ભાનુશંકર અને ગં. સ્વ.ગૌરીબેનના પુત્ર. તે પ્રતિભાબેનના પતિ. તે જયંતિલાલ અને લીલાબેન ત્રિવેદીના જમાઈ. તે સ્વ.કિરીટ, ગં.સ્વ.વનિતાબેન, શિલ્પા સમીરકુમારના ભાઈ. તે માનસી, અદિતિ અને નિમેષના પિતા, તે યશકુમારના સસરા.
કપોળ
મહુવાવાળા હાલ નાશીક સ્વ. નટવરલાલ ભવાનીદાસ વોરાના ધર્મપત્ની રમાબેન વોરા (ઉં. વ. ૯૬) તા. ૨૧.૦૩.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સુરેશભાઈ, પ્રવીણા-ભરત સંઘવી, રાજેશ, હિના જીતેન્દ્ર છેડાના માતુશ્રી. તે રેણુકા, જયશ્રીના સાસુ. તે સ્વ. મનસુખલાલ, રમણીકલાલ વોરાના ભાભી. તે મોનજી ભગવાનદાસ મહેતા ના દીકરી. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગામ ફરાદી હાલ મુંબઈ સ્વ.મણિશંકર તુલસીદાસ રામજી પેથાણીના સુપુત્ર નરેન્દ્ર (ઉં. વ. ૬૫) તા.૨૧-૩-૨૦૨૪, ગુરુવારના રામશરણ પામેલ છે. તે સ્વ. જયાબેનના પતિ. સ્વ. વિમલ, હિતેશ્રીના પિતાશ્રી. હિતેશ પ્રાણજીવન માકાણીના સસરા. માહી નીતિના નાના. ગામ બિદડાના વેલબાઈ રામજી માધવજીના જમાઈ. પ્રાર્થનાસભા રખવામાં આવેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ, ગામ મીઠી રોહર, હાલ મુંબઈ. ધ્રુવ જતીન ઠક્કર, (ઉં. વ. ૧૮) તે કૃપા જતીન ઠક્કરના પુત્ર. ધ્વનિના ભાઈ. રંજનબેન ચંદ્રકાંત ઠક્કરના પૌત્ર. સોનીના ભત્રીજા. તે દક્ષાબેન અશ્ર્વિનભાઈ ઠક્કર ના દોહિત્ર. તા. ૨૧ માર્ચ ૨૪ ના પ્રભુશરણ પામેલ છે. તેની પ્રાર્થનાસભા તા. ૨૪ માર્ચ ૨૪ ના રોજ સેલીબ્રેશન સ્પોર્ટસ ક્લબ ગાડૅન નંબર ૫, લોખંડવાલા કોમપલેક્સ અંધેરી (પશ્ર્ચિમ) સમય સવારે ૧૦ થી ૧૨. સ્ત્રીઓએ તે જ દિવસે આવી જવુ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ
અંજાર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મંગલાગૌરી સ્વ. જડુલાલ દોશીના સુપુત્ર મહેશભાઇ (ઉં. વ. ૬૭) શનિવાર, તા. ૨૩-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નીતાબેનના પતિ. પરમ સમાધીજી મ. સ. નાં. સંસારી પિતાશ્રી. કું. કાંચીના પિતાશ્રી. યોગેશભાઇ, ઇન્દિરા રમણીકલાલ મહેતાના ભાઇ. સ્વ. સ્નેહલતા મનસુખલાલ ઢીલાનાં જમાઇ. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ જખૌ વસંત મુલજી ગણાત્રાના ધર્મપત્ની અ. સૌ. તારાબેન ગણાત્રા (ઉં. વ. ૬૯) ગુરુવાર તા. ૨૧-૩-૨૪ના રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. કસ્તુરબેન અમૃતલાલ કોટકના પુત્રી. મનોજ વસંત ગણાત્રા અને ચેતના જયેશ વીરાના માતા. જયેશ અને હેમાના સાસુમાં. દેવાંશ, ખુશીના દાદીમા. હૃદયના નાનીમા. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
વલસાડ નિવાસી હાલ મુલુંડ ભૂપેન્દ્રભાઇ ખેમચંદ શાહ (ઉં. વ. ૭૮) તા. ૨૩-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. સ્વ. ભાનુચંદ્ર, પ્રદ્યુમનભાઇ, સ્વ. ઇશ્ર્વરભાઇ, નરેશભાઇ, સ્વ. કુસુમબેન, સ્વ. નયનાબેનના ભાઇ. તે સેહુલ, જીજ્ઞા તથા બીજલના પિતાશ્રી. અમીષા, વિરેન, વિવેકના સસરા. પિયર પક્ષ સ્વ. અનંતરાય મોહનલાલ દોશીના જમાઇ. હેમંતભાઇ, શૈલેશભાઇ, હંસાબેન, સ્વ. નલીનીબેનના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થના તા. ૨૬-૩-૨૪ મંગળવારે ૪થી ૬. ઠે. યોગી હોલ, માઉન્ટકલાસીક કલબ હાઉસમાં મુલુંડ (વેસ્ટ).
મોઢ બ્રાહ્મણ
કપડવંજ નિવાસી હાલ મુલુંડ ભુપેન્દ્ર મંગળદાસ ત્રિવેદી (ઉં. વ. ૭૭) તે અરુણાબેનના પતિ. ગૌરવ, મેઘા, સ્વાતિના પિતા. તા. ૧૯-૩-૨૪ના વડોદરા મુકામે દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૬-૩-૨૪ના મંગળવારના રોજ ૪થી ૬, ઠે. સુયોગ હોલ, સંત જ્ઞાનેશ્ર્વર રોડ, મુલુંડ (પૂર્વ).
હાલાઇ લોહાણા
મૂળ ગામ ટંકારા હાલ થાણા નિવાસી ગં. સ્વ. મંદાબેન ગણાત્રા (ઉં. વ. ૭૦) તે સ્વ. દિનેશભાઇ કેશવજી ગણાત્રાનાં પત્ની. તે ઉર્વશીબેન નિલેશભાઇ મોદી, સ્નેહલ અને જનકના માતુશ્રી. તે સ્વ. મધુભાઇ, લલીતભાઇ, કિશોરભાઇ, ભરતભાઇ, સ્વ. કિરીટભાઇ, અશોકભાઇ, સતીષભાઇ, સોનલ સુનિલભાઇ નથવાણીના ભાભી. તે સ્વ. શારદાબેન તેમ જ સ્વ. શાંતિલાલ ભગવાનજી મજેઠીયાના પુત્રી. તે સ્વ. રાજુભાઇ, કિશોરભાઇના બહેન. તે નિલેશભાઇ પ્રમોદભાઇ મોદી, સોનમબેન તથા નેહાબેનના સાસુ. શુક્રવાર, તા. ૨૨-૩-૨૪ શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનસભા સોમવાર, તા. ૨૫-૩-૨૪ના ૫થી ૬.૩૦. ઠે. થાણા હાલાઇ લોહાણા મહાજનવાડી, રઘુવંશી હોલ, ખારકર આળી, થાણા (પશ્ર્ચિમ), લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સં.ઔ.અ.બ્રાહ્મણ
નિતીનભાઈ જોષી, તણસા નિવાસી હાલ મિરારોડ સ્વ. ગૌરીશંકર જોષી તથા સ્વ. રમાબેન ગૌરીશંકર જોષીના પુત્ર. ગં.સ્વ. ઈલાબેનના પતિ. હેતલ અને પ્રતિકના પપ્પા. સ્વ. દિલીપભાઈ, સ્વ. ગૌતમભાઈ, સ્વ. ધર્મિષ્ઠાબેન મહેન્દ્રકુમાર, ગં. સ્વ. કુસુમબેન રમણિકલાલના ભાઈ. ગં.સ્વ. શારદાબેન દલપતરાય જાનીના જમાઈ. તા. ૨૧-૩-૨૪ના કૈલાસવાસ પામેલ છે. પ્રાર્થનાસભા તેમના નિવાસ સ્થાને તા. ૨૬-૩-૨૪ મંગળવારે ૫ થી ૭. ઠે. ૨-૨૦૩, રશ્મિ સિદ્ધાર્થ સોસાયટી, રામદેવ પાર્ક, મીરારોડ-ઈસ્ટ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ