મરણ નોંધ

હિન્દુ મરણ

વિશા સોરઠીયા વણિક
મોટા કાલાવડવાલા હાલ મુંબઇ સ્વ. લક્ષ્મીચંદ જમનાદાસના સુપુત્ર હસમુખભાઇ (ઉં. વ. ૮૧) તા. ૨૦-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. મૃદુલાબેનના પતિ. આદીત, હેતલના પિતા. નેહા, સંજીવના સસરા. અવીરાજના દાદા. જહાનવી, કુશના નાના. પ્રવીણભાઇ, કિશોરભાઇ, ભગવાનદાસભાઇ, હરકીશનભાઇ તથા ઉષાબેનના ભાઇ. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
મૂળ વતન પાળિયાદ, હાલ અંધેરી નિવાસી સૌ. કલ્પનાબેન (ઉં.વ. ૭૨) તા. ૨૧-૬-૨૪ના રોજ અક્ષરનિવાસી થયા છે. તે રમેશભાઈના ધર્મપત્ની. અ. નિ. જસુમતી કેશવલાલ વડોદરીયાના પુત્રવધૂ. સ્વ. નલીનીબેન પ્રકાશભાઈ, હેમા મુકેશભાઈ, હિતેષી તરૂણભાઈ, મીનાબેન પંકજભાઈના ભાભી. સેજલ બીરેન કરાણી અને રીના વિરલ શાહના માતુશ્રી. માહિર, આયુષ, જીઆનાના નાની. પિયર પક્ષે સ્વ. ભાનુબેન ચંદુલાલના પુત્રી. દીના શૈલેષના બહેન. પ્રાર્થનાસભા તા. ૨૩-૩-૨૪ના રાખેલ છે. સ્થળ: અમૃત બાગ, બજાજ રોડ, વિલેપાર્લા વેસ્ટ. સમય: ૫ થી ૭.
કચ્છી લોહાણા
રમેશચંદ્ર કાકુભાઈ સોમૈયા (ઉં.વ. ૮૨) કચ્છ ગામ લખપત હાલ મુલુન્ડ (મુંબઈ) નિવાસી તા. ૨૧-૩-૨૪ના રામશરણ પામેલ છે. તે અરૂણાબેનના પતિ. સ્વ. દેમાબાઈ કાકુભાઈ સોમૈયાના જયેષ્ઠ પુત્ર. સ્વ. લક્ષ્મીબેન લીલાધર કોટક (ખાવડાવાળા)ના નાના જમાઈ. સ્વ. પ્રફુલાબેન રમેશચંદ્ર પલણના બનેવી. સ્વ. પુષ્પાબેન જેઠાલાલ ચંદે, સ્વ. રસિક તથા મનસુખભાઈના ભાઈ. પલ્લવી તથા મિતેષના પિતા. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણિક
ક્રાંકચ નિવાસી હાલ સાંતાક્રુઝ સ્વ. લીલાવતી પ્રેમચંદ શાહના સુપુત્ર ભાનુરાય શાહ તા. ૨૦-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કલાવતીના પતિ. સ્વ. જમનાદાસભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ.પ્રભાબેન, સ્વ. રમાબેન તથા અ. સૌ. હસુબેન ધીરેન પારેખના ભાઇ. તે ધર્મેશ, અનીલ, પ્રજ્ઞા, દીપા મીતેશ કુરાણીના પિતા. તે મીના, તેજલના સસરા. સ્વ. ચંદુભાઇ ભગવાનજી વિભાકર તથા બીપીન ભગવાનજી વિભાકરના બનેવી. લૌકિક વ્યવહાર બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
મોરચંદ નિવાસી હાલ થાણા ગં. સ્વ. મધુકાંતાબેન ભૂપતરાય વ્યાસના પુત્ર વિજયભાઇ (ઉં. વ. ૫૦) તે હીનાબેનના પતિ. પ્રિયા, દિશા, શુભના પિતાશ્રી. તે નલીનભાઇ, હિતેશભાઇ, જયેશભાઇના ભાઇ. તે ગં. સ્વ. પ્રવીણાબેન ગજાનંદભાઇ દેસાઇના જમાઇ. તથા નિરંજનભાઇ તથા ડિમ્પલબેન શૈલેષકુમાર ભટ્ટના બનેવી. બુધવાર તા. ૨૦-૩-૨૪ના કૈલાસવાસી થયેલ છે. સર્વપક્ષીય પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૩-૩-૨૪ના સાંજે ૪થી ૬.ઠે. જીવરાજ ભાણજી હોલ, અશોકનગર, મેહુલ ટોકીઝની બાજુમાં, મુલુંડ પશ્ર્ચિમ.
હાલાઇ લોહાણા
મૂળ ગામ ગરેજ હાલ કાંદિવલી નીવાસી સ્વ. નર્મદાબેન રૂધાણી (ઉં. વ. ૮૯) તા. ૨૧-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે ભાણજી ઓધવજી રૂધાણીના ધર્મપત્ની. સ્વ. કરસનદાસ પ્રેમજી મીઠીયાના દીકરી. સ્વ. મીનાબેન રમેશકુમાર મસરાણી, હેમાબેન જીતેન્દ્રકુમાર વિઠલાણી, સ્વ. કિશોરભાઇ અને વિનોદભાઇ તથા જયશ્રી કીરીટકુમાર ઠકરારના માતા. ગં. સ્વ. જયોતિબેન કિશોર રૂધાણી, પ્રીતીબેન વિનોદ રૂધાણીના સાસુજી. પ્રાર્થનાસભા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર હાલાઇ લોહાણા મહાજનવાડીની સામે, ચોથે માળે, કાંદિવલી (વેસ્ટ), શુક્રવારે, તા. ૨૨-૩-૨૪ના સાંજે: ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
વીણાબેન અનારકટ (ઉં. વ. ૯૫) તે સ્વ. કનૈયાલાલ નારણદાસ અનારકટ (બચુભાઇ)ના ધર્મપત્ની. તે સ્વ. રાજેશ્રી સુરેશભાઇ ઠક્કરના માતુશ્રી. તે સ્વ. મનુભાઇ મોનજી ગઢિયાની પુત્રી. તે સ્વ. મણિબેન નારણદાસ અનારકટના પુત્રવધૂ. તે રમાબેન, હંસાબેન, સ્વ. અમૃતલાલભાઇ, તે સ્વ. મહેન્દ્રભાઇ, અરવિંદભાઇ, સ્વ. મહેશભાઇ, અનિલભાઇના બેન. તે દિવ્યેશ તથા સ્વ. હેમંતના નાનીમા. સોમવાર, તા. ૧૮-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
તળાજા નિવાસી હાલ દહિસર દાણી ઇન્દ્રવદન મહેતા (ઉં.વ. ૮૧) તે ગં.સ્વ. કુંદનબેન રમણીકલાલ મહેતાના પુત્ર. રેખાબેનના પતિ. અર્ચના નિમેષ, વૈશાલી અમિતના સસરા. દિલીપભાઈ, અશોકભાઈ, પૂર્ણિમા પ્રદ્યુમ્ન વડિયા, સ્વ. પલ્લવી લલિતભાઈ પટેલના ભાઈ. તે સાસરાપક્ષે પેટલાદ નિવાસી હાલ વિલેપાર્લા દિનેશભાઇ, સ્વ. પંકજભાઈ નટવરલાલ શાહ તથા આશાબેન મુકેશભાઈ વસાણીના બનેવી. તે ૨૦/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દેસાઈ જ્ઞાતિ
પાલનપુર નિવાસી હાલ મલાડ દેવકરણ ધનાભાઈ દેસાઈ (ઉં.વ. ૬૯) તે ૧૩/૩/૨૪ના રામશરણ પામેલ છે. તે શાંતાબેનના પતિ. રોહન, દર્શના, મનીષાના પિતા. અલ્પા, ધ્રુવ પરીખ તથા પાર્થ નથવાનીના સસરા. નાગજીભાઈ તથા બીજલભાઈના ભાઈ. સાસરાપક્ષે પાલનપુરવાળા સ્વ. લાડુબેન દેવાભાઇ દેસાઈના જમાઈ. પ્રાર્થનાસભા ૨૩/૩/૨૪ના ૫ થી ૭. વર્ધમાન સ્થા જૈન સંઘ, પહેલે માળે, પારેખ ગલ્લી કોર્નર, લોહાણા મહાજનવાડી સામે, એસ.વી.રોડ, કાંદિવલી વેસ્ટ.
મોઢ વણિક
સુરત નિવાસી હાલ બોરીવલી શિરીષ બરફીવાલા (ઉં.વ. ૭૮) તે ૧૯/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. નીરવ તથા મેહુલના પિતા. પૂનમના સસરા. રિવા ફિબીના દાદા. પ્રાર્થનાસભા ૨૨/૩/૨૪ના ૪ થી ૬. વર્ધમાન સ્થા જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
મેઘવાળ
ગામ આયાવેજ ૧, હાલ તુલસીવાડી મુંબઈ સ્વ. વિશ્રામ કમાભાઈ વણેલ (ઉં.વ. ૬૮) મંગળવાર, તા. ૧૯-૩-૨૪ના અવસાન પામ્યા છે. તે સ્વ. જાનાબાઈ અને કમાભાઈના પુત્ર અને સ્વ. નાનુબેનના પતિ. સ્વ. નિલેશભાઈ, સ્વ. પ્રિતીબેનના પિતાજી. સ્વ. કરસનભાઇ, સ્વ. પ્રવિણભાઈના ભાઈ. વિનોદભાઈના કાકા. તેમનું બારમું શનિવાર તા. ૨૩-૩-૨૪. ૧૦ કલાકે તેમના નિવાસસ્થાન : ૧૮૦૭ એ૧ના વેલફેર હોલમાં, સામંતભાઈ રાઠોડ માર્ગ, તુલસીવાડી, મું. ૩૪.
કચ્છી લોહાણા
કચ્છ ઞામ કોઠારા હાલે માધાપર તે લીલાવતીબેન ધારશી રૂપારેલનાં સુપુત્ર તુલસીદાસ (ઉં.વ. ૬૭) તે હેમાબેનના પતિ. તે સીતાબેન વેલજી ગણાત્રા કચ્છ ગાામ તેરા વાલાના જમાઈ. સ્વ. નરસીભાઈ, સ્વ. કાનજીભાઈ, કેશવજીભાઇ, કુંવરજીભાઇ, સ્વ. આશાબેનના ભાઈ. શ્રદ્ધા નિલેશભાઈ, અંકુરના પિતાશ્રી. પ્રજ્ઞાબેનના સસરા તા. ૨૦-૩-૨૪ના કચ્છ મધ્યે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મુંબઇ મધ્યે રાખેલ નથી.
શીહોર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ
બળવંતરાય ભાનુશંકર દવે, તે શ્રીમતિ જ્યોતિ દવેનાં પતિ. દર્શન – સાગરનાં પિતા. સ્વાતિ – છાયાનાં સસરા. જાગ્રવી – મહિકા – દક્ષનાં દાદાજી, તા. ૨૦/૦૩/’૨૪, સ્વર્ગસ્થ થયા છે. પ્રાર્થનાસભા તા. ૨૩/૩/૨૪, શનિવારે ૪.૦૦ થી ૬.૦૦. વિલે પાર્લે મેડિકલ અસોસિયેશન હૉલ, ગ્રાઉન્ડ ફ્લોર, જનાર્ધન રામજી મ્હાત્રે માર્ગ, ચંદન સિનેમાની પાછળ, સાંઈનાથ નગર, જે.વી. પી. ડી. સ્કીમ, જુહુ, મુંબઈ-૪૦૦૦૪૯.
લોહાણા
કુમારી ચરુલતા કલ્યાણદાસ કાનાણી (ઉં.વ. ૫૮), તે સ્વ. નલીનીબેન કલ્યાણદાસ રામદાસ કાનાણીના સુપુત્રી. તે શૈલેષભાઈ અને હરનિષભાઈના બેન. તે સ્વ. લક્ષ્મીદાસ રામદાસ કાનાણી તથા ગં.સ્વ. લીલાબેન સુરેશભાઈ કાપડિયા તથા શ્રી પદ્મસેન રામદાસ કાનાણીના ભત્રીજી તથા સ્વ. મહેન્દ્રભાઈ ભગવાનદાસ ઠક્કર (વડોદરાવાળા)ના પૌત્રી તા. ૧૬-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત