મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ મંદિર, હાલ સાંતાક્રુઝ સ્વ. ભાનુમતીબેન તથા સોમચંદ પ્રભુદાસ પટેલના સુપુત્ર હસમુખભાઈ (ઉં. વ. ૫૫), મંગળવાર, તા. ૧૯-૩-૨૦૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તે જયશ્રીબેન તથા જગદીશભાઈના ભાઈ, ઉષાબેનના દીયર, સોનલ, મીનાક્ષીના કાકા, પ્રવિણ તથા વિવેકના કાકા સસરા, તેમનું બેસણું ગુરુવાર, તા. ૨૧-૩-૨૦૨૪ના રોજ ૨ થી ૫ તથા પુચ્છપાણી શનિવાર, તા. ૩૦-૩-૨૦૨૪ના રોજ ૩ થી ૫ તેમના નિવાસસ્થાને રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) ઠે. વાકોલા બ્રીજ, ધોબીઘાટ, ન્યુ મરાઠા વિકાસની સામે, સાંતાક્રુઝ (ઈસ્ટ)
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
લુણસાપુર (હાલ સુરત) નિવાસી લલીતાબેન દેવશંકર (બાબુભાઈ) ભટ્ટ (ઉં. વ. ૬૫) ૧૯-૩-૨૪ના કૈલાસવાસી થયેલ છે. તેઓ દિવાળીબેન વીઠલજી વલ્લભજી ભટ્ટની પુત્રવધૂ. તે વીરબાઈબેન નાનાલાલ જીવરાજ ઉપાધ્યાય (ગામ મોઠા)ની પુત્રી. પ્રાર્થનાસભા ૨૧-૩-૨૪, ગુરુવાર ૪થી ૬ સ્થળ: સાંઈ મંદિર હોલ, એસ.એન. દુબે રોડ, રાવલ પાડા, દહિસર ઈસ્ટ. ઉત્તર ક્રિયા સરવણી તીર્થ સ્થળે રાખેલ છે.
માધવપુર ગિરનારા બ્રાહ્મણ
મુંબઈ નિવાસી નંદા મનોજ પંડ્યાના પુત્ર આદિત્ય (ઉં. વ. ૨૭) તે સ્વ. ચંદ્રપ્રભાબેન અનંતરાય પંડ્યાના પૌત્ર. તે ઈંદિરાબેન મહાસુખરાય ભટ્ટના દોહિત્ર. તે કુંદન-મુકેશ, હર્ષા-જયેશ તથા આરતી-જનકના ભત્રિજા. તે પ્રજ્ઞા જોષી, નયના-અજય તથા નિકીતા-અભયના ભાણેજ. સોમવાર, ૧૮-૩-૨૪ના શ્રીમાધવશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
સ્વ. ભાનુબેન લોટીયા (ઉં. વ. ૯૧) મૂળ ગામ માંગરોળ હાલ ડોમ્બીવલી. તે સ્વ. નગીનદાસ મોતીચંદ લોટીયાના ધર્મપત્ની. તે ચંદ્રકાંત, સ્વ. નરેન્દ્ર, દક્ષાબેન પંકજભાઈ સાંગાણી તથા મીનાબેન કેતનભાઈ સેલારકાના માતુશ્રી. તે વીણાબેનના સાસુ. તે કેતન શાંતિલાલ લોટીયાના મોટા કાકી. તે સ્વ. દામોદર કાનજી મહેતાના પુત્રી. તે પુનિત અને નિકુંજના દાદી ૧૮-૩-૨૪ના ડોમ્બિવલી મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે. નિવાસસ્થાન: ચંદ્રકાંત નગીનદાસ લોટીયા ફ્લેટ નં. એ-૪, કોમલ પેલેસ, અયોધ્યા નગરી, માનપાડા રોડ, ડોમ્બિવલી (ઈસ્ટ).
કંઠી ભાટિયા
જામનગર (સાપર) નિવાસી હાલ મુંબઈ શ્રીમતી મિનાક્ષીબેન (ઉં.વ. ૬૮) તે કિરીટભાઈના ધર્મપત્ની. તે કમળાબેન લધાભાઈ કાનજી નેગાંધીના જયેષ્ઠ પુત્રવધૂ. ધનેશ, વિજય, નલીનીબેન, વીણાબેન, ગીતાબેન, વર્ષાબેનના ભાભી. મિનાક્ષીબેન (મનીષાબેન)ના જેઠાણી. જય, માનસના મોટા મમ્મી તા. ૧૪-૩-૨૪, ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
નવગામ ભાટિયા
ગં. સ્વ. કુમુદબેન આસર (ઉં.વ. ૮૭) તે સ્વ. ચંદ્રકાંત વિઠ્ઠલદાસ આસરના ધર્મપત્ની. સ્વ. ભગવાનજી ગીરધરલાલ રામૈયાની દીકરી. રૂપા કેતન આસર, સ્મિતા શૈલેષ સંપટના માતુશ્રી. ધ્રુવ, અમીના નાની. તા. ૧૬-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ વિશાનાગર વણિક
ગામ માણસા, હાલ મુંબઈ (મલાડ) કનૈયાલાલ દેવીદાસ શાહ ૧૮-૩-૨૪, સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તે કૈલાશબેનના પતિ. સ્વ. દેવિદાસ અને સ્વ. સરસ્વતિબેનના પુત્ર. સ્વ. રતિલાલ અને સ્વ. ગોમતિબેનના જમાઈ. તે હર્ષા, વિનયના પિતા અને સંગિતા, મુકેશકુમારના સસરા. તે સ્વ. સુરેશભાઈ, બિપીનભાઈ, રાજૂભાઈ, પંકજભાઈ, હર્ષદભાઈના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૧-૩-૨૪ના ગુરુવાર ૫થી ૭ જગમોહનદાસ ગોકુલદાસ મેમોરિયલ હોલ, એન.એલ. હાઈસ્કૂલ કમ્પાઉન્ડ, ગેટ નં. ૪, ભાદરણ નગર રોડ નં. ૧, એસ.વી. રોડ, મલાડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
સ્વ. નંદલાલ (ઉં. વ. ૮૦) તે સ્વ. જયાબેન તથા બાબુલાલ ત્રિભોવનદાસ જસાણીના પુત્ર. સ્વ. ઉષાબેનના પતિ. જયેશ, કિરણ તથા ભાવનાના પિતા. રાજેશકુમારના સસરા. સ્વ. ચંદ્રકાંત, શશીકાંત તથા દિનેશના ભાઈ. સ્વ. કેશવજી ઓધવજી દત્તાણીના જમાઈ ૧૯-૩-૨૪ના મેંગલોર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૨૧-૩-૨૪ના રોજ ૫થી ૬ ગુજરાતી સ્કૂલ, અલ્કે, મેંગલોર ખાતે રાખેલ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગયારશે બ્રાહ્મણ
ભાવનગરવાળા હાલ કલવા નિવાસી સ્વ. ચંદ્રકાંત બાલકૃષ્ણ દવેના પુત્ર સ્વ. પ્રમોદભાઈના પત્ની ગ.સ્વ. અરૂણાબેન (ઉં. વ. ૭૯) તે પ્રજ્ઞેશ, કોમલ, સ્વ. રીના, તેજલ પરેશ દેસાઈ, દૃષ્ટિ, ક્રિષ્નાના માતોશ્રી. સ્વ. વિજયભાઈ, સ્વ. હર્ષાબેનના ભાભી. મહુવા નિવાસી હાલ માટુંગા સ્વ. ભુપતરાય ગિરજાશંકર જાનીના પુત્રી. સ્વ. ઈંદિરા, નિરંજન, ઝરણા, નિલા, દ્રુપદના બહેન ૧૮-૩-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક પ્રથા વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
દામનગર નિવાસી હાલ નાલાસોપારા સ્વ. રમણીકલાલ પોપટલાલ જાજલના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. ૮૩) તે રશ્મિ રાજેન્દ્રકુમાર બોસમિયા, અંજના નરેન્દ્રકુમાર જગડ, જયેશ, સ્વ. હિતેશના માતુશ્રી. સ્વ. રક્ષાના સાસુ. ધવલના દાદી. સ્વ. લીલાવંતીબેન રમણીકલાલ ઓધવજી પડિયાના પુત્રી. રજનીકાંત, સ્વ. મંગળાબેન આશરા, ભારતીબેન (કરુણા) મણિયાર, કુંદનબેન જગડ, સુરેશના મોટાબેન ૧૬-૩-૨૪, શનિવારના અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શ્રી લોહાણા મહાજન વાડી, એસ.વી. રોડ, શંકરના મંદિર નજીક, કાંદિવલી પશ્ર્વિમ ૨૧-૩-૨૪, ગુરુવારે ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઈ સુથાર
પ્રભુદાસ જેઠાલાલ મકવાણા વિંછીયા નિવાસી હાલ કાંદીવલી સ્વ. અરૂણાબેન મકવાણાના પતિ (ઉં.વ. ૭૫) તા. ૧૭-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સતીષભાઈ, આશાબેન, રૂપાબેન, નલીનભાઈના પિતાશ્રી. તે વર્ષાબેન, હેતલબેન, બીજલબેન, યોગેશકુમાર, રવિન્દ્રકુમાર, જતીનકુમાર, મયુરકુમારના સસરા. તે ભગવાનભાઈ, સ્વ. લીલીબેન, સ્વ. નિર્મળાબેન, મીનાબેન, સ્વ. હસમુખભાઈ, મુકેશભાઈ, નરેશભાઈના ભાઈ. તે મનુભાઈ મગનલાલ ચૌહાણના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૧-૩-૨૪ને ગુરૂવાર ૪ થી ૬. પ્રાર્થના સ્થળ- વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ગ્રાઉન્ડ ફ્લોર, એલ ટી રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).
કપોળ
ડેડાણવાળા હાલ દહિસર, સ્વ. પ્રવીણચંદ્ર મથુરાદાસ મહેતા તથા ગં. સ્વ. મંજુલાબેન મહેતાના સુપુત્રી અમિષા (ઉં.વ. ૪૪) તા. ૧૮/૩/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રક્ષા શૈલેષ ચિતલિયા, હેમા પરાગ પારેખ, છાયા, તૃપ્તિ, ફોરમના બહેન. મોસાળપક્ષ સ્વ. લલ્લુભાઈ કરસનજી મહેતાના દોહિત્રી. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવેલ છે.
ગામડીયા દરજી
મૂળગામ ઉઠળી નિવાસી હાલ કાંદિવલી સ્વ. પ્રભુદેવ રઘુનાથ હજારીના ધર્મપત્ની ગં.સ્વ. મીનાક્ષીબેન હજારી (ઉં.વ. ૭૭) તે ૧૩/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે હિતેશ, સંગીતા, કવિતા, પૂનમના માતુશ્રી. ક્રિષ્ણા, શશીકાંત કાપડિયા, અશોક નાયક, નરેશ ટેલરના સાસુ. હર્ષિલ, અનિરુદ્ધ, આકાશ, કરીના, કિરણના બા. પિયરપક્ષે સુરતવાળા સ્વ. કમુબેન હરિલાલ વખારિયાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ગામ-રોહીડા નિવાસી હાલ મીરા રોડ સ્વ. લક્ષ્મીશંકર ગજાનંદજી ઓઝાના ધર્મપત્ની સ્વ. નિર્મલાબેન ઓઝા (ઉં.વ. ૮૪) તા. ૧૮-૩-૨૪ના દેવલોક પામેલ છે. તે નરેન્દ્રભાઇ, ગીતેશભાઈ, હિનાબેન જીતેન્દ્ર ત્રિવેદીના માતાજી. સ્વ. કમલાબેન ચીમનલાલના ભાભી. નિરંજના, જીગીશા, સ્વ. જીતેન્દ્રકુમાર ત્રિવેદીના સાસુજી. પ્રણાલી પ્રિયાંક, જ્યોત, રોચક, જીત, વૈદિક જીતેન્દ્રના દાદીજી-નાનીજી. વાસા નિવાસી સ્વ. ધુરીબાઈ નાથુરામ દવેના દીકરી. પ્રાર્થનાસભા બન્ને પક્ષની તા. ૨૧-૩-૨૪ને ગુરૂવારે ૦૫ થી ૦૭. આધાર હોલ દૌલતનગર, બોરીવલી ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
દશા સોરઠીયા વણિક
આકોલા નિવાસી હાલ બોરીવલી વિનોદરાય (ઉં.વ. ૭૯) તે સ્વ. ચંપાબેન તથા સ્વ. ધીરજલાલ મોતીચંદ સાંગાણીના પુત્ર. સરલાબેનના પતિ. સ્વ. મૂળચંદ ટીકાભાઈ શેઠ લંડનના જમાઈ. સંજય, યોગેશ, રિટા ગૌરાંગ ગોરસિયાના પિતા. ગં. સ્વ. વિમળાબેન લક્ષ્મીકાંત પારેખ, ગં.સ્વ. શારદાબેન નવનીતલાલ મહેતા, સ્વ. શોભાબેન, હંસાબેન અરુણકુમાર જસાણી, ભરત, જયેશ, બીના ભરતકુમાર જસાપરાના ભાઈ. જીજ્ઞા, ઇશિતાના સસરા. પ્રિશા, સાચી, પૂજા, શ્રુતિના દાદા-નાના. તે ૧૮/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ પાલઘર રમેશભાઈ તુલસીદાસ પોપટ (ઉં.વ. ૮૨) તે ૧૯/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રેખાબેનના પતિ. નરેન્દ્ર, રાજેશ, હરીશના મોટાભાઈ. મનીષા, પિયુષ, સાગરના પિતા. મનીષ સીમરિયા (ઠક્કર), મેઘા તથા પૂજાના સસરા. સુરતવાળા સ્વ. રમીલાબેન બાબુભાઇ ઠક્કરના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૧/૩/૨૪ના ૪ થી ૬. વિઠ્ઠલ મંદિર હોલ, સોનોપંત દાંડેકર માર્ગ, પાલઘર વેસ્ટ.
ઝાલાવાડી સઇ સુથાર
રાણપુર નિવાસી હાલ કાંદિવલી ભરતકુમાર ઉત્તમલાલ રવજીભાઈ ગાલીયા (ઉં.વ. ૬૮) તે ૧૭/૩/૨૪ના રામશરણ પામેલ છે. તે હર્ષાબેનના પતિ. જીજ્ઞા શાહના પિતા. નિરાજકુમાર યોગેશભાઈ શાહના સસરા. હસમુખભાઈ, રમેશભાઈ, મુકેશભાઈ, સ્વ. ભારતીબેન નાનાલાલ પરમાર, ગં.સ્વ. સગુણાબેન કાંતિલાલ પાટડીયા તથા રેખાબેન નલિનકુમાર પનસાનીઆના ભાઈ. સાસરાપક્ષે ધંધુકાવાળા હાલ મુલુન્ડ ગં.સ્વ. સુશીલાબેન વિઠ્ઠલભાઈ હાલરીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૨/૩/૨૪ના ૪ થી ૬. સનરાઇઝ હોલ, શ્રી મહાલ એ વિંગ, આનંદીબાઈ કાળે કોલેજની બાજુમાં, સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા પટ્ટણી સોની
મૂળગામ હળેન્ડાવાળા હાલ દહિસર સ્વ. નરોત્તમદાસ પોપટલાલ સોની ચલ્લાના ધર્મપત્ની શાંતાબેન સોની ચલ્લા (ઉં.વ. ૯૨) તે ૨૦/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે પોપટભાઈ નથુભાઈ સાગર બગદાણાના દીકરી. રમાબેન રમેશકુમાર, સ્વ. નીરુબેન જેન્તીભાઇ, સરોજબેન જયસુખલાલ , દિનેશભાઇ, રાજુભાઈના માતુશ્રી. બીના તથા ફાલ્ગુનીના સાસુ. ભૂમિકા, ધ્રુવ, જાનવી, વિરાજના દાદી. પ્રાર્થનાસભા ૨૧/૩/૨૪ના ૪.૩૦ થી ૬.૦૦. સોનિવાડી, શીમ્પોલી સિગ્નલ બોરીવલી વેસ્ટ.
ઔદિચ્ય સહસ્ત્ર પિસ્તાલીસ જ્ઞાતિ
મૂળ ખેડ ચાંદરણી નિવાસી હાલ મીરારોડ સ્વ. મહેન્દ્રભાઈ રાજારામ ભટ્ટના ધર્મપત્ની ગં.સ્વ. સૂર્યાબેન (સીમાબેન) ભટ્ટ (ઉં.વ. ૬૯) તે ૧૭/૩/૨૪ના કૈલાશવાસી પામેલ છે. તે સુનિલ, જાગૃતિ, મીનલના માતુશ્રી. સપના, સ્વ. યકીન મહેતા, સુજીત દુબેના સાસુ, પિયરપક્ષે સિદ્ધપુરવાળા સ્વ. સુશીલાબેન તથા સ્વ. પ્રિયકાંત ગોરધનદાસ ઠાકરના દીકરી. પ્રાર્થનાસભા ૨૧/૩/૨૪ના ૪ થી ૬. કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ, રતન નગર, દૌલત નગર રોડ નં ૧૦, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બાજુમાં બોરીવલી ઈસ્ટ.
સારસ્વત બ્રાહ્મણ
કેશોદ નિવાસી, હાલ વડાલા – મુંબઈ નિવાસી, પ્રવીણભાઈ જોશી (ઉં.વ. ૭૬), તે સ્વ. નાનુભાઈ ભોવન જીંદાનીના પુત્ર. આશાબેનના પતિ. ચી. યશ અને ચી. ડોલીના પિતાશ્રી. કૃપાલી તથા સિદ્ધાર્થભાઇના સસરા. વિજયભાઈ, ભારતભાઈ, જયેશભાઈ, લતાબેન, ગીતાબેન, ચંદ્રિકાબેન, વિભાબેનના ભાઈ. સ્વ. માણેકલાલ અમૃતલાલ શાહના જમાઈ, તા. ૧૭/૩/૨૪ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ ચાંદગઢ વાળા હાલ કાંદિવલી, માણેકબેન કુરજીભાઈ ડોડીયાના સુપુત્ર કાળુભાઈ ડોડીયા (ઉં.વ. ૮૦) તા. ૨૦/૩/૨૪ના બુધવારના સ્વર્ગવાસ થયા છે. તે રમાબેનના પતિ. તે મનીષભાઈના પિતા. તે સ્વ. ધનજીભાઈ, સ્વ. વિનોદભાઈ તથા દતુભાઈ, સ્વ. નર્મદાબેનના ભાઈ. તે મહુવાવાળા ત્રિભોવનદાસ માધવજી કવાના જમાઈ. તે જાગૃતિબેનના સસરા. પ્રાર્થનાસભા તા. ૨૩/૩/૨૪ના શનિવારના ૫ થી ૭. સ્થળ: લુહાર સુથાર વાડી, દતપાડા રોડ, વિશ્ર્વકર્મા ચોક, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી ઈસ્ટ.
હાલાઈ ભાટિયા
રાજેશ દમયંતી ભગવાનદાસ નારાયણદાસ ગાંધી (ઉં.વ. ૬૯), તે અ.સૌ. રૂપા (પ્રજ્ઞા)ના પતિ. અ. સૌ. પ્રિતી પ્રમોદ ગાંધી-રાવ તથા ગુન્જાના પિતા. સ્વ. શિરીષ, સ્વ. નલિન તથા અ. સૌ. નયના મહેન્દ્ર વેદના ભાઈ. શર્મિષ્ઠા તથા સુધાના દેર. ભાવિન આશા અશ્ર્વિન આશરના બનેવી. સ્વ. રણછોડદાસ સંપટ (લાલાઈ)ના દોહિત્ર, મંગળવાર, તા. ૧૯ માર્ચના અમદાવાદ મુકામે, શ્રીના ચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો