મરણ નોંધ

હિન્દુ મરણ

૧૬મી માર્ચ ૨૦૨૪ના રોજ ઈલાબેન શેઠનું (ઉં. વ. ૮૬) અવસાન થયું. તેઓ કેશવલાલ અને ધનલક્ષ્મી મલકનના પુત્રી. તેઓ સ્વ. વિનોદ વી. શેઠના પત્ની. તેઓ સ્વ. નિલેશ વી. શેઠ, લીના જવાહર ધ્રુવ, યોગેશ વી. શેઠના માતા. તેઓ સ્મિતા એન. શેઠ, જવાહર ધ્રુવ, જાગૃતિ વાય. શેઠના સાસુ. નિશીલ, ત્રિમાલા, કુણાલ, ધીરેન, જસ્મીન અને રાહિલના દાદી. તેઓ સ્વ. હિંમતભાઈ મલકાણ, સ્વ. અનસુયાબેન સાંગાણી અને ઉષાબેન મહેતાના બહેન.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
ગામ ચિતલ (અમરેલી) હાલ જોગેશ્ર્વરી નિવાસી અશ્ર્વિનભાઇ શામજીભાઈ પટેલ (બોરડ) (ઉં. વ. ૭૧) તે ૧૮/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. રાજેશભાઈ શામજીભાઈ પટેલના ભાઈ. તરૂણના પિતા. તેમની પ્રાર્થનાસભા ૨૦/૩/૨૪ના ૪ થી ૬. ૧૨/૦૧, બી આર નગર, પટેલ એસ્ટેટ રોડ, જોગેશ્ર્વરી વેસ્ટ.
શ્રી હ. સ. વી શ્રીમાળી
રૂપાલ નિવાસી હાલ ભાયંદર ચંદ્રકાંત ગુલાબચંદ શાહ (ઉં. વ. ૮૧) તે રમીલાના પતિ. વિપુલ-રિંકુ, મનીષા સંદીપકુમાર, જીમિ સુકેતુકુમારના પિતા. જયશ્રીબેન અરવિંદકુમાર, વિજુમાલા ભરતભાઈ, પદ્માબેન ચીમનલાલના ભાઈ. હર્ષ, મેંઘ મેઘલ, પલક, હેત્વી, ધાના, કશ્યપ, મતિજ્ઞાના દાદા. શ્ર્વસુરપક્ષે હાથરોલ નિવાસી પાલીબેન કેશવલાલ પાનાચંદ વખારિયાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશનામ ગોસ્વામી
ગામ ભાડા તા.માંડવી કચ્છ હાલે મુલુંડ ચેકનાકા ગોસ્વામી જયરામ ગીરી દામોદર ગીરી (ઉં. વ. ૬૩) તે ગં.સ્વ.જમનાબેન દામોદરગીરીના મોટાપુત્ર તા. ૧૮/૦૩/૨૦૨૪ સોમવારના કૈલાશવાસ પામ્યા છે. તે જયાબેન ધીરજભારથી- ગોધરા ભરતગીરી, રાજેશગીરીના મોટાભાઇ. કમળાબેનના પતિ. તેજલબેન વિમલગીરી ગામ વનોરી, રામગીરી અને સુભાષના પિતા. ગામ કાઠડા લખમણપુરી રામપુરીના દોહિત્ર. માડવીના ગંગાગર બેચરગરના જમાઇ. તેમની પ્રાર્થનાસભા તા.૨૦/૦૩/૨૦૨૪ બુધવાર મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, મુલુંડ સ્મશાન ભુમિ, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ વેસ્ટ ૪ થી ૬.
ઘોઘારી લોહાણા
જુનાગઢ નિવાસી હાલ ગોવા, મધુસુદન, (ઉં. વ. ૫૭) તે હિનાના પતિ. તે સ્વ. ભાનુબેન અને સ્વ. રામદાસ હરગોવિંદદાસ ખાલપાડાના પુત્ર. તે પ્રિતીબેન હેમંત સરૈયા, પંક્જ અને જીતેન્દ્રના ભાઈ. તે સ્વ.પુષ્પાબેન અને સ્વ.નવિનચંદ્ર મોહનલાલ પુજારાના જમાઈ. તે રચના, મનાલી અને ધ્રુવના પિતા ૧૭ માર્ચ ૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. મોરજીમ હિલ વ્યુ એપાર્ટમેન્ટ, મોરજીમ, ગોવા, લોકિક વ્યવહાર બંધ છે.
પાટણ દશા પોરવાડ વૈષ્ણવ
પાટણના હાલ મુંબઇ ભગવાનદાસ મહેતા (ઉં. વ. ૮૨)તે સ્વ. પુષ્પાવતી સુંદરલાલ મહેતાના પુત્ર. તે જયશ્રીબેનના પતિ. તે નિકુંજ, વિશાલના પિતા. તે નિકીતા, આશિતાના સસરા. તે શગુન, આકાશ અને સાંચીના દાદા. તે હીરાલાલ ત્રિભોવનદાસ પરીખના જમાઇ. તા. ૧૯-૩-૨૪ના મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ગોવિંદજી પ્રાગજી પરબીયા (ઠક્કર)ના જયેષ્ઠ પુત્ર ચંદ્રકાન્તભાઇ (ઉં. વ. ૮૯) કચ્છ ગામ અંજાર હાલે મુંબઇ જે સરલાબેનના પતિ. અશ્ર્વીન, હેમંત અને મીતા જીતુભાઇ ચંદનના પિતા. કિશોરભાઇ, રમેશભાઇ અને ઇંદુમતી જયંતભાઇ દાવડાના ભાઇ. સ્વ. નારાણદાસ દેવજી ટોડાઇના મોટા જમાઇ. તરૂબેન અને ઉષાબેનના સસરા. તા. ૧૯-૩-૨૪ મંગળવારના રામશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા : રવજી જીવરાજ હોલ, એસ. એન.ડી. ટી. વુમન્સ યુનિવર્સિટી, ૩૩૮, રફી અહમદ કિડવાઇ રોડ, માટુંગા, બુધવાર તા.૨૦-૩-૨૪, ૫ થી ૭.
કચ્છી લોહાણા
સ્વ. મંગલદાસ લીલાધર કારિયા કચ્છ ગામ વડજડ હાલે મુલુન્ડના સુપુત્ર સ્વ. ભૂપેન્દ્રભાઈ (ઉં. વ. ૬૭) સોમવાર, ૧૮-૩-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. મીનાબેનના પતિ. તે મેઘા રાજેષ રાંજન, બિજલ પ્રજ્ઞેશ કારિયા, નીધી દર્શન ઠક્કરના પિતાશ્રી. તે સ્વ. કમળાબેન માણેક, સ્વ. દ્વારકાદાસ અને સુરેશભાઈના ભાઈ. તે સ્વ. ધીરજલાલ કોટકના જમાઈ. તે વિનય, ભાવિકના કાકા. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨૦-૩-૨૪ને બુધવારના સાંજે ૫.૩૦થી ૭ બાલાજી હોલ, ગોપુરમ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરિતાની બાજુમાં, મુલુન્ડ (વે)માં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત