મરણ નોંધ

હિન્દુ મરણ

દશા મોઢ માંડલિયા વણિક
બિલખા (જૂનાગઢ)ના હાલ કાંદિવલી નિકુંજભાઈ કોઠારીના પત્ની માનસીબહેન (ઉં. વ. ૪૪), તે રાયના, કેનિષાના માતુશ્રી. માલાબહેન રાજેન્દ્રભાઈ કોઠારીના પુત્રવધૂ. નરેન્દ્રભાઈ, મુકેશભાઈ, ઇન્દિરાબહેન પ્રફુલ્લ શાહના ભત્રીજી વહુ. શૈલજાબહેન, સિદ્ધાર્થભાઈ, શેખરભાઈની ભાણેજ, શોભનાબહેન પારેખની દીકરી તા. ૧૫.૩.૨૪ શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭.૩.૨૪, રવિવારે ૪ થી ૬. વૈષ્ણવ બેંકવેટ, પારેખનગર, શતાબ્દી હોસ્પિટલ સામે, કાંદિવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ નંદુબાર નિવાસી હાલ વિરાર ગીરીશભાઈ શાંતિલાલ ઠક્કર (ઉનડકટ)ના ધર્મપત્ની અ.સૌ. સુલભાબેન ઠક્કર (ઉં. વ. ૬૬) તે ૧૩/૩/૨૪ના બુધવારના શ્રીજીશરણ પામેલ છે. તે તૃપ્તિ, ધનેશના માતુશ્રી. હિતેશ હિંદુસેતા, પ્રિયંકાના સાસુ. પિયરપક્ષે કેશોદવાળા સ્વ. પાર્વતીબેન, સ્વ.પરષોત્તમદાસ ભાણજી ધનેશાના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ મહુવાવાળા, હાલ વડોદરા વિજયભાઈ મનસુખલાલ ચૌહાણ તથા ભારતીબેન ચૌહાણના સુપુત્ર ગૌરાંગ ચૌહાણ (ઉં. વ. ૩૫) તે પૂજાના પતિ. વિવાંશના પપ્પા. રીંકલ વિક્રાંતભાઈ, રોનક ચૌહાણ, પીન્કેશ ભરતભાઈ, પંકજ ભરતભાઈના ભાઈ. દર્શના, સ્મિત, દક્ષ, અક્ષરના કાકા. યાના – યાશીના મામા. તે સ્વ પ્રફુલભાઈ વલ્લભભાઈ મકવાણા અને ગં.સ્વ.ચંદ્રિકાબેન મકવાણા (આણંદ)ના જમાઈ. તે તા. ૧૩/૩/૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮/૦૩/૨૪ને સોમવાર. એ-૫/૪૦૩ મંગલા ગ્રીન્સ ઉમાં વિદ્યાલય પાસે તરસાલી વડોદરા.
કચ્છી લોહાણા
કચ્છ ગામ ખોંભડી હાલે કલકતા સ્વ. કસ્તુરબેન તથા વિઠ્ઠલદાસ ગાંગજી બારૂના જયેષ્ઠ પુત્ર કિશોરભાઇ (ઉં. વ. ૭૮) તા. ૧૫-૩-૨૪ના કલકતા મધ્યે શ્રીરામશરણ પામેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ. સ્વ. મણીબેન હરિરામ કોઠારી (પારપ્યા) નખત્રાણા હાલ કાંકેર છત્તીસગઢના જમાઇ. રાજીવ તથા સ્વ. રિશીનાં પિતાશ્રી. વિનોદ, સુધીર, સંજય, સ્વ. માલતીબેન મંગલદાસ પવાણી, રશ્મીબેન, રમેશચંદ્ર પૂંજાણી, મધુબેન ભૂપેન્દ્ર પલણ, ભારતીબેન ભરત ભીંડે, રેખાબેન પ્રવિણચંદ્ર ગંધા તથા પંકજબેન નરેશ પોપટના ભાઇ. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ચંચલબેન પ્રાગજી ટોપણદાસ કોઠારી ગામ ભાડચ હાલ મુલુંડના પુત્ર બિપીન કોઠારી (ઉં. વ. ૫૯) તે નેહાબેનના પતિ. તે કરણ, વંશિતાના પિતા. તે સ્વ. પ્રેમજી વેલજી રૂપારેલ ગામ બરંદાવાલાના જમાઇ. હાલ માટુંગા મુંબઇ તે સ્વ. ભગવાનદાસ પ્રાગજી કોઠારી, ભગીરથીબેન ધરમશીભાઇ પલણ, ભાનુબેન અરવિંદભાઇ ચંદન (નેત્રાવાળા), સ્વ. હેમાબેન નારાયણજી તન્ના, પ્રમોદાબેન રાજનભાઇ ઠક્કર, શારદાબેન શરદભાઇ અસાની, વર્ષાબેન હેમંતભાઇ રીયા તથા મધુબેન મુકેશભાઇ સોતાના ભાઇ તા. ૧૬-૩-૨૪ના મુલુંડ મધ્યે શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૭-૩-૨૪ના ગોપુરમ હોલ, પુરુષોતમ ખેરાજ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, જગજીવન રામનગર, મુલુંડ (વેસ્ટ), સમય: ૫-૩૦થી ૭. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
અ. સૌ. ગીતા દાવડા (ઉં. વ. ૭૧) તે રાજેશકુમાર હિંમતલાલ દાવડાના પત્ની હાલ કાંદિવલી તે અમીષ તથા ભક્તિના માતુશ્રી. કેતનકુમાર નવીનચંદ્ર ભોજાણી, શ્ર્વેતા અમીષ દાવડાના સાસુ. સ્વ. વાલીબેન વલ્લભદાસ સોનેચાના પુત્રી. સ્વ. અરવિંદભાઇ, સ્વ. સુરેશભાઇ, સ્વ. દિલીપભાઇ, સ્વ. સુધીરભાઇ, સ્વ. ધીરુભાઇના બહેન. માહી, માહીરના દાદી. તા. ૧૫-૩-૨૪, શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૩-૨૪ના સોમવારે ૫થી ૭. ઠે. હાલાઇ લોહાણા બાળાશ્રમ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ષટેન્શન રોડ, કાંદિવલી (વેસ્ટ), પિયર પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
ખંભાતી વિશા લાડ વણિક
ગં. સ્વ. રશ્મીકા કીર્તિભાઇ ઝવેરી (ઉં. વ. ૮૦) અજય અને વૈશાલીના મમ્મી. તે પરી અને ઇશાના દાદી-નાની. ચી. શીતલ, વિરાજના સાસુ. ગં. સ્વ. ભાવના ભૂપેન્દ્રભાઇના દેરાણી. અનીશ, કિરણ, કેતનના કાકી. હંસાબેન અને માલતીબેનના ભાભી. તા. ૧૬-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૮-૩-૨૪ના વર્ધમાન અપાશ્રય, ઓપ : ડાયમંડ ટોકિઝ, બોરીવલી (વેસ્ટ), ૪થી ૬.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…