હિન્દુ મરણ
ઓદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
જામનગર નિવાસી હાલ થાણા ગં.સ્વ. શારદાબેન મનુભાઈ રાવળ (ઉં. વ. ૧૦૩) ૧૨-૩-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ડૉક્ટર સ્વ. પિનાકિન રાવળ, સ્વ. ડૉક્ટર કલ્યાણી દવે, સ્વ. પુર્ણા શાહ તથા મિહિર રાવળના માતુશ્રી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
કોળી પટેલ
ગોરેગામ (વેસ્ટ) નિવાસી શ્રીમતી કમળાબેન પટેલ (ઉં.વ. ૮૮) મંગળવાર, તા. ૧૨-૩-૨૪ના રોજ સ્વર્ગવાસી પામ્યા છે. તે ઠાકોરભાઈ પટેલના પત્ની. હંસાબહેન, મનહરભાઈ, જ્યોત્સનાબહેન, મહેશભાઈના માતુશ્રી. ઉત્તમભાઈ, ઉષાબહેન, ગિરીશભાઈ, હિનાબહેનના સાસુ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૪-૩-૨૪ના ૪ થી ૬ સરદાર વલ્લભભાઈ પટેલ હોલ (સોસાયટી હોલ), જવાહર નગર, એસ. વી. રોડ, ગોરેગામ વેસ્ટ.
ચરોતર લેઉવા પટેલ
ગુતાલ ગામ, હાલ બોરીવલી પુરષોત્તમ બદાભાઈ પટેલ (ઉં. વ. ૮૦) ૧૧-૩-૨૪ના દેવલોક પામેલ છે. તે સવિતાબેનના પતિ. કૌશિક, જતીન, ભાવના, દિપ્તી અને રીયાના પિતાશ્રી. નેહલ, નંદિતાબેનના સસરા. ઓમ, પ્રદીપ, હિતના દાદાશ્રી. તેમની પ્રાર્થનાસભા ૧૪-૩-૨૪ના ૪.૩૦ થી ૬.૩૦. લોટસ બેન્કવેટ હોલ, ચોથે માળે, રઘુલીલા મોલ, કાંદિવલી વેસ્ટ.
કચ્છી લોહાણા
કેતન કેસરવાલાના ધર્મપત્ની અ. સૌ. તોરલ કેસરવાલા (ઉં. વ. ૫૧) પુષ્પાબેન હીરજી કેસરવાલા ગામ કોકલીઆ હાલ ઘાટકોપર ભગવાનભાઈ, વિજયાલક્ષ્મીના પુત્રવધૂ તેમ જ દેબશ્રીના માતુશ્રી. નીતાબેન સુધીરભાઈ કોટક અને ભાવનાબેન હિરેનભાઈ પટેલના ભાભી. સ્વ. ઈન્દીરાબેન તથા સૂર્યકાંત રામજી અભાણીના દીકરી. રાજુલબેન હિમાંશુ પટેલ અને પારૂલબેનના બેન શ્રીરામશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૫-૩-૨૪ના શુક્રવારે ૪ થી ૬. સ્થળ: સ્વામીનારાયણ સંસ્કાર કેન્દ્ર, સરીતા પાર્ક, ગારોડિયા નગર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈ). લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
કરાચીવાળા સ્વ. રૂક્ષ્મણીબેન કુંવરજી નારણજી કારિયાના પુત્રવધૂ ગં.સ્વ. વૈશાલી (ઉં. વ. ૮૦) તે સ્વ. અશોકભાઈના પત્ની. તે મનીષ, મૌસમીના માતુશ્રી. અ.સૌ. ડીંકીના સાસુજી. તે સ્વ. કિશોરભાઈ, સ્વ. જયંતભાઈ, સ્વ. અરૂણભાઈ, સ્વ. જયાબેન, સ્વ. રેખાબેન, સ્વ. સ્મિતાબેનના ભાઈના પત્ની. તે સ્વ. સુમતિબેન સુંદરદાસ દ્વારકાદાસ ઠક્કરના પુત્રી ૧૨-૩-૨૪ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ રોહા કોટડા હાલ ઠાકુરલી ઈસ્ટ સ્વ. રણજીત જયરામ સોમૈયા-ઠક્કર (ઉં. વ. ૭૭) તે ગં.સ્વ. હેમલતાબેનના પતિ ૧૨-૩-૨૪ના હરિઓમ શરણ પામ્યા છે. તે સ્વ. વેલબાઈ જયરામ સોમૈયાના નાના પુત્ર. તે સ્વ. નર્મદાબેન પ્રધાનજી રૂપારેલના જમાઈ. તે ડિમ્પલ તથા નિતેશના પિતાશ્રી. તે કિરણભાઈ, અશ્ર્વિનભાઈ માખીસોતાના સસરા. તે ક્ધડેશ્ર્વરી અને આકાશ, મહેકના નાનાજી-દાદાજી. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગામ ફરાદીના હાલે ઘાટકોપરના રેખાબેન (ઉં. વ. ૬૨) તે ભરતભાઇ જોષીના ધર્મપત્ની. તે સૌરભ, કાર્તિકના માતુશ્રી. ચિંતલના સાસુ. પરમના દાદી. સ્વ. જમણાબેન તથા ધનજી કલ્યાણજી જોષીના પુત્રવધૂ. સ્વ. કેશરબેન તથા મેઘજી શિવજી મોતાના સુપુત્રી. તે સ્વ. તારાબેન, રસીલા, સ્વ. ચંદ્રિકા, વસંત, હસમુખ તથા શરદના બહેન. મંગળવાર, ૧૨/૩/૨૪ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
હાલાઇ લોહાણા
મુળવતન બીલખા નિવાસી હાલ ભાયંદર ગં. સ્વ. કલાવતીબેન તથા સ્વ. મંગળદાસ ત્રિભોવનદાસ માણેકના સુપુત્રી. મીનાબેન માણેક (ઉં.વ. ૬૧) તે વિવેકના માતુશ્રી. રાજેશ, જયેશ, હરેશ, પરેશના બહેન. રૂપા, રિટાના નણંદ. મોહિત, ચિરાગ, દેવાંગ, ચાર્મી પંકજના ફઈબા. તે તા. ૧૧/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૪/૩/૨૪ના ૪ થી ૬. વિનાયક મંદિર, વિનાયક હોલ, સ્ટેશન રોડ, વિનાયકનગર, ભાયંદર વેસ્ટ.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
રાજુલાવાળા હાલ મલાડ પ્રવિણચંદ્ર મનસુખલાલ મોનજી પડિયા (ઉં.વ. ૭૮) તે ૧૧/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. મનીષ તથા નેહલના પિતા. હેમા, નિલેષકુમાર ચુનીલાલ નિર્મળના સસરા. ધનસુખલાલ, મુકેશભાઈ, ઉર્મિલાબેન મહેન્દ્રકુમાર મણિયાર, પુષ્પાબેન નરેન્દ્રકુમાર છાટબારના મોટાભાઈ. સાસરાપક્ષે સિમરણવાળા સ્વ. કમળાબેન તથા સ્વ. પ્રભુદાસ દયાળજી છાટબારના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૪/૩/૨૪ના ૪ થી ૬. લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકરમંદિર પાસે, એસ. વી રોડ, કાંદિવલી વેસ્ટ.
ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
માણાવદર નિવાસી વાસુદેવભાઈ પંડ્યા હાલ મુંબઈ (ઉં.વ. ૮૪) તે સ્વ. વિજયાબેન જગજીવન પંડ્યાના પુત્ર. સ્વ. નલિની પંડ્યાના પતિ. હિતેશ, સોનલ, અમીના પિતા. રિટા, ભરત, સૌરભના સસરા. ઊર્મિલ, વિધિ, સ્વ. ધવલ, માનસી, પૂજા, વૈભવના દાદા/નાના. સ્વ. જયબાળાબેન, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ઇન્દુબેન, સ્વ. પ્રકાશભાઈ તથા ઉષાબેનના ભાઈ. ૧૨/૩/૨૪ના કૈલાશવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
સ્વ. કાંતિલાલ કરસનદાસ ઝવેરીના સુપુત્ર દિલીપભાઈ (ઉં.વ. ૭૪) નિધન તા. ૯/૩/૨૪ના થયેલ છે. જસવંતભાઈ, સ્વ. રમેશભાઈ, જીતેન્દ્રભાઈ, મુકેશભાઈના ભાઈ. માલિની કિરીટકુમાર ધ્રુવ, ચંદ્રેશ સંદીપ ભાવીસા, નીરવ ધોળકિયાના પિતા. મેંદરડાવાળા સ્વ. વસંતરાઈ મુલચંદ પારેખના જમાઈ. સ્વ. જગદીશભાઈ અને નટવરભાઈ વસંતરાઈ પારેખ રાજકોટવાળાના બનેવી. તેમનું ઉઠમણું તા. ૧૪/૩/૨૪ ગુરુવારના ૪ થી ૬. સ્થળ: સિધેશ્ર્વર મહાદેવ મંદિર ઝાંઝરડા રોડ, જૂનાગઢ રાખવામાં આવેલ છે.
ગુર્જર સુતાર
સ્વ. નારાયણભાઈ વડગામા (ઉં.વ. ૭૧) મુળગામ સરસઈ, હાલ મુંબઈ. સ્વ. હરિલાલ મેઘજીભાઈ, ગં.સ્વ. ગંગાબેન હરીલાલ વડગામાના સુપુત્ર. રંજનબેનના પતિ. મનિષભાઈ, પ્રદીપભાઈ અને જયોતીબેનના પિતા. અમિષાબેન, હેતલબેન અને મયૂરકુમારના સસરા. પ્રિશા અને વૈષ્ણવીના દાદા. પલ, અનીકાના નાના. તા. ૧૨-૩-૨૪ને મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૩-૨૪ના ગુરુવાર ૫:૦૦ થી ૬:૩૦. શ્રી ગુર્જર સુતાર વિશ્ર્વકર્મા બાગ, ૩૬/૩૭, બજાજ રોડ કમલા નગર, વિલેપારલે વેસ્ટ.
હાલાઇ લોહાણા
જેતપુર નિવાસી હાલ દહિસર ગં. સ્વ. મંજુલાબેન સાદરાણી (ઉં.વ. ૮૪) તે ૧૨/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કાંતિલાલ હરજીવન સાદરાણીના પત્ની. જીતેન્દ્ર, દિનકર, મનોજના માતુશ્રી. રસિકભાઈ હરજીવનભાઈ સાદરાણીના ભાભી. ભક્તિ, ધ્રુવી, વિરાજ, રાજવી તથા રવિના દાદી. સ્વ. મેંઘજી ડાહ્યાભાઈ સોઢાના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૪/૩/૨૪ના ૫ થી ૭. રાજશ્રી બેન્કવેટ હોલ, ડી વિંગ, બીજે માળે, ઓર્ચિડ પ્લાઝા, એસબીઆઈ બેન્કની બાજુમાં, દહિસર ઈસ્ટ.
કપોળ
નસિરાબાદવાળ હાલ જળગાંવ સ્વ. ઉત્તમલાલ વિઠ્ઠલદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. શકુંતલાબેન (ઉં.વ. ૮૩) તા. ૧૨/૩/૨૪ને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સુનીલ, સંદીપ અને સોનલબેનના માતુશ્રી. જયશ્રી, જીજ્ઞા અને અશોકભાઈ મોદીના સાસુ. ચિ. સાગર – સ્નેહા, સત્ય, શિવાની, સૌદર્યા, અનિરુદ્ધ – મલ્લિકા, સુચિતા અને ભાવિનના દાદી/નાની. ભરૂચવાળા સ્વ. છગનલાલ કલ્યાણદાસ શાહના દિકરી. સ્વ. ધીરજલાલ, સ્વ. ચીનુભાઈ, સ્વ. પ્રાણલાલભાઈ, સ્વ. બુલબુલભાઈ, સ્વ. દિનુભાઈના બહેન. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
જાફરાબાદ વાળા સ્વ. હંસા (હીરાબેન) ધીરજલાલ ગોરડીયાના સુપુત્ર શ્રી પ્રદીપભાઈ (ઉં.વ. ૬૩) તે જયશ્રીબેનના પતિ. જીમિત અને રિદ્ધિના પિતાશ્રી. તે પિનલ અને હાર્દિક વ્યાસના સસરા. તે પ્રકાશભાઈ, સ્વ. ગીતાબેન, નીતા કિરીટ વળીયા, દક્ષા નિરંજન શેઠના ભાઈ. તે સિહોર વાળા સ્વ. ધીરજલાલ રતિલાલ ચિતલીયાના જમાઈ, તા. ૧૩/૩/૨૪ને બુધવાર શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૫/૩/૨૪ને ૫ થી ૭. જલારામ હોલ, એન.એસ. રોડ નં. ૬ જુહૂ વિલેપાર્લે (વે.).
હાલાઈ લોહાણા
મુકુંદરાઈ કોટક (ઉં.વ. ૮૨) મુળ જામનગર, હાલ કાંદિવલી વસંતબેનના પતિ. સ્વ. હરિદાસ રામજી કોટક, ગ.સ્વ. અમૃતબેનના સુપુત્ર. સ્વ. ભગવાનદાસ, ગ.સ્વ. વિમળાબેન તુલસીદાસ સચદેવના ભાઈ. નીતાબેન ચેતન કોટેચા, સ્વ. સંગીતાબેન, બીનાબેન, નિલેશભાઈ, શિલ્પાબેનના પિતાશ્રી. કોકિલાબેન નિલેશ કોટકના સસરા. સ્વ. વીઠલદાસ ગોપાલદાસ સાયાની (સલાયા વાળા)ના જમાઈ, તા. ૧૧-૩-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. (પ્રાર્થના સભા રાખેલ નથી) : લૌકિક વ્યવહાર બંધ છે.
પાટણવાડા પંચાલ
ગામ સુણોક હાલ મીરા રોડ નિવાસી પંચાલ રામચંદ્રભાઈ ચુનીલાલ (ઉં.વ. ૮૨), સોમવાર, તા. ૧૧-૩-૨૪ના દેવલોક પામ્યા છે. તે ડાહીબેનના પતિ. ચંદુલાલ અને સોમચંદભાઈના મોટાભાઈ. જગદીશ, રજનીકાંત, પંકજ અને પુષ્પાબેનના પિતાજી. ચંદ્રીકા, સારીકા, અંજના અને મુકેશકુમારના સસરા. કુંદન, સાહીલ, ધ્રુવીલ, હર્ષ, જય અને નીલના દાદાજી. પ્રાર્થનાસભા તા. ૧૫-૩-૨૪ને શુક્રવારે ૩ થી ૬. સ્થળ- સ્વામીનારાયણ (બીએપીએસ મંદિર) સેક્ટર નં-૧૦, સેક્ટર નં-૨ની સામે, શાંતીનગર, મીરારોડ-ઈસ્ટ.