હિન્દુ મરણ
કોળી પટેલ
ખરસાડ નિવાસી (હાલ નવસારી) પુરુષોત્તમભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા સ્વ. વજ્યાબહેનના પુત્ર સુરેશભાઈ (ઉં. વ. 69) શનિવાર, તા. 9-3-24ના દેવલોક પામ્યા છે. તેઓ આશાબહેનના પતિ. રોઝીના પિતા. સંતોષના સસરા. પ્રવીણભાઈ, જગદીશભાઈ, મહેશભાઈ, ઇન્દુબેન, ગજરાબહેન, બીનાબહેનના ભાઈ. રાજુ, રાજેન્દ્ર, પિન્ટુ, ગોરુ, પિન્કી, સોની, પ્રતિમા અને સ્વ. રીટાના કાકા. તેમનું બેસણું બુધવાર, તા. 13-3-24ના 2થી 4. તેમ જ પુષ્પાણિ બુધવાર, તા. 20-3-24ના 3થી 4. ઠે. 4, માતૃકૃપા સોસાયટી, અલકાપુરી, વિજલપોર, હરિધામ અપાર્ટમેન્ટની સામે, સાંઈબાબા મંદિર નજીક, નવસારી-ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
કોળી પટેલ
ગામ દેસાઈના કોરીવાડ હાલ મુંબઈ અંધેરી ગોવિંદભાઇ પટેલ તે સ્વ.વિઠ્ઠલભાઈ તથા સ્વ ભાણીબેનના જ્યેષ્ઠ પુત્ર તા.9/3/24 શનિવારે શ્રી ચરણ પામ્યા છે. તે સ્વ.વિજયાબેન શામજીભાઈ, સ્વ દેવજીભાઈ ઉર્ફ -બચુભાઈ, સ્વ.નારણભાઇ ઉર્ફ સુમનભાઈના ભાઈ તથા કુસુમબેનના પતિ, કલ્પેશ અને નીલમના પપ્પા, ચંદ્રકાન્ત અને સ્નેહાના સસરા. યશીલના દાદા હેત્વી અને સ્તુતિ નાના. એમનું બેસણું એમના મુંબઈ સ્થિત નિવાસ સ્થાન તા 13/3/24 બુધવાર બપોરે 2 થી 5 તેમ જ પિયર પક્ષનું બેસણું સામ સામે એજ સમય એ જ નિવાસ્થાન રાખેલ છે. 12મું પુષ્પાણિ તા 20/3/24 બુધવારના બપોરે 3 થી 5, નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે લોકિક રિવાજ બંધ છે. નિ. 701 સાતમે માળે સંકલ્પ સોસાયટી, બેંક ઓફ મહારાષ્ટ્ર અને જનતા ફરસાણની સામે, કોલ ડુંગરી સહાર રોડ અંધેરી પૂર્વ.
અખિલ ગિરિનારાયણ બ્રાહ્મણ
મૂળ માંગરોલ, હાલ નાનાચોક, મુંબઈ નિવાસી હસમુખ હરિવલ્લભ ભટ્ટ (ઉં.વ. 82) તે ચંદ્રિકાબેનના પતિ. તે સ્વ. હેમપ્રભા હરિવલ્લભ વિઠ્ઠલજી ભટ્ટના પુત્ર. તે અરૂણાબેન ભોગીલાલ પુરોહિત તથા સ્વ. જ્યોતિબેન દિલીપભાઈ પુરોહિતના ભાઈ. તે સ્વ. રાજુલબેન, અનિલ, તુષાર, સ્વ. પ્રશાંતના મામા શનિવાર, તા. 9-3-24ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ વતન કેશોદ હાલ વિરાર નિવાસી રમેશભાઈ સોઢા (ઉં. વ. 65) તે તા. 10/3/24ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ કેશવજી નાનજી સોઢા તથા રામકુંવરબેન સોઢાના સુપુત્ર. તે દીનાબેન ના પતિ. હાર્દિકના પિતાશ્રી. તે સ્વ.નંદલાલ, સ્વ.જયંતીભાઈ, સ્વ.ધીરજલાલ, સ્વ.કાંતિભાઈ, સ્વ.અનિલભાઈ, સ્વ.મનસુખભાઈ, સ્વ.ચંપાબેન રતિલાલ, ગં.સ્વ. રૂપાબેન ઉદયકુમારના ભાઈ. સ્વ. રામજી લખમશી માણેકના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12/3/24ના 5:00 થી 6:30. પ્રાર્થનાસભા સ્થળ: શ્રી હાલાઈ લોહાણા માહાજન વાડી, બીજે માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદીવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
મોચી
ગામ જેતપુર કાઠી હાલ બોરીવલી સ્વ. મુક્તાબેન રમેશભાઇ ચૌહાણના પુત્ર હસમુખભાઇ રમેશભાઇ ચૌહાણ (ઉં. વ. 57) તે દમયંતિબેનના પતિ. કૌશલ, રાજનના પિતાશ્રી. ફોરમબેનના સસરા. ઇલા જગદીશવાળા, આરતી દીલીપ સોદાગર, સોનલ મનસુખ વાઢેરના ભાઇ. વેદના દાદા.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
મહુવા હાલ કાંદીવલી નિવાસી અ. સૌ. ચંદ્રિકાબહેન હર્ષદરાય ઠાકર (ઉં. વ. 76) તા. 10-3-24ના કૈલાસવાસી થયેલ છે. તે ભાવિક, જતીનના માતુશ્રી. તે નીપા ભાવિક ઠાકર તથા સંગીતા જતીન ઠાકરના સાસુ. કાશીબહેન નર્મદાશંકર ઠાકરની પુત્રવધૂ. જેકુવરબેન કરસનજી નથુભાઇ ઓઝા, ગામ ડુંગર, કાંદિવલીની પુત્રી. પ્રાર્થનાસભા તા. 12-3-24 મંગળવાર, 5થી 7. ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી, 1લે માળે, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).
હાલાઇ ભાટીયા
ગં. સ્વ. મંજુલા મર્ચંટ (ઉં. વ. 83) તે ઠા. હરિદાસ (કાકુભાઇ) મર્ચંટના ધર્મપત્ની. તે ઠા. હરિદાસ પુરેચાની સુપુત્રી. તે સ્વ. મંજુલા મૂળરાજ મર્ચંટ, શાંતિબાઇ મર્ચન્ટના પુત્રવધુ. તે ચિ. વિમલના માતુશ્રી. અ. સૌ. તૃપ્તિના સાસુ. ચિ. ઓમના દાદી. સ્વ. સુંદરદાસ પુરેચા, સ્વ. વિમળાબેન મટાણી, સ્વ. અ. સૌ. ભાનુબેન આશરના બેન. રવિવાર, તા. 10-3-24ના શ્રીજીચરણ પામેલ છે. ઠે.રૂમ, નં. 52, કે. એન. ભાટિયા બિલ્ડિંગ, પ્રાર્થનાસમાજ, મુંબઇ-400004. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠિયા વણીક
ગળથર નિવાસી હાલ મીરારોડ ગં.સ્વ. ભાનુબેન મનસુખલાલ મીઠાણી (ઉં. વ. 92) તે અનિલભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, મીતાબેન અરવિંદકુમાર સંઘાણીના માતા. તે સ્વ. અમૃતલાલ, સ્વ. કેશવલાલ, સ્વ. પોપટલાલ, સ્વ. જયંતીભાઇ, તારાબેન અનંતરાયના ભાઈના પત્ની. તે સ્વ. રસિકભાઈ, સ્વ. વસંતભાઈ, કનૈયાલાલ, ભૂપતરાયના બેન. તે સ્વ. અમરચંદ ભીમજી, સ્વ. મનસુખલાલ ભીખાલાલ, જશવંતરાય નાગરદાસ, ચેતનભાઇ જનાણી, હસમુખભાઈ નાનાલાલ, ઉત્તમભાઈ વાલજીભાઈના વેવાણ રવિવાર, 10-3-24ના શ્રીજીચરણ પામેલ છે. જેની પ્રાર્થનાસભા ગુરુવાર, 14-3-24ના 4થી6 સ્થળ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, 1લે માળે, સેક્ટર નં.10, શાંતિનગર, મીરારોડ (ઈસ્ટ).
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય બ્રાહ્મણ
હળવદ નિવાસી, હાલ મુંબઈ ગં.સ્વ. ભાનુમતીબેન પાઠક તે સ્વ. ફુલશંકર પ્રભાશંકર પાઠકના પત્ની. શૈલેષ તથા કવિતા કૌશલ વોરાના માતુશ્રી. નીતાના સાસુ. પ્રણવ, પાર્થના દાદી. પિયરપક્ષે સ્વ. જેઠાલાલ મુંગટરામ મહેતાના દીકરી 10-3-24ના કૈલાશવાસી થયેલ છે. તેમની પ્રાર્થનાસભા 13-3-24, બુધવાર 4.30થી 6.30 નિવાસસ્થાને રાખેલ છે. નિવાસ: બી-402, ઈન્દર દર્શન, જામલી ગલ્લી, બોરીવલી (વે). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
ભુજપરના સ્વ. લક્ષ્મીબાઈ ભાણજી જોષીના સુપુત્ર સ્વ. અમૃતલાલ જોષી (ઉં.વ. 77) તા. 10-3-24, રવિવારના રામશરણ પામેલ છે. સ્વ. ગોદાવરીબેનના પતિ. મનીષાબેન, અતુલભાઈ, રીતેષભાઈના બાપુજી. સ્વ. વિનોદભાઈ કરશનજી ભટ્ટ, સોનલબેન, સ્વ. તેજલબેનના સસરા. ત્રિવેણીબેન જીતેન્દ્ર રાજગોર નખત્રાણ, ઉષાબેન રમેશ મોતા ભુજ, રાજેશ ભાણજી જોષી ગામ ભુજપરનાં મોટાભાઈ. ગામ ગોધરાના સ્વ. ધનબાઈ લક્ષ્મીદાસ માઠાણીના જમાઈ. પ્રાર્થના: તા. 12-3-24, 4થી 6 સ્થળ: કરશન લધુનિસર હોલ, તુલીંજરોડ ચાર રસ્તા, નાલાસોપારા (ઈસ્ટ).
દમણિયા દરજી
મુંબઈ નિવાસી બાલકૃષ્ણ (બંસીભાઈ) દમણિયા (ઉં.વ. 74) તા. 8-3-24ના દેવલોક પામ્યા છે. તે નંદનના પિતા. અ. સૌ. કવિતાના સસરા. સ્વ. નર્મદાબેન અને સ્વ. લક્ષ્મીદાસના પુત્ર. સ્વ. કલ્પનાબેનના પતિ. સ્વ. જશવંતલાલ, સ્વ. હરીશચંદ્ર, સ્વ. વિનોદભાઈ, સતીશચંદ્ર, સ્વ. કોકીલાબેનના ભાઈ. ગં.સ્વ. નિર્મળાબેન, ગં.સ્વ. પદ્માબેનના દિયર. લૌકિક વ્યવહાર બંધ છે. એમની પ્રાર્થનાસભા તા. 16-3-24, 5થી 7 સ્થળ: વનિતા વિશ્રામ, રીલાયન્સ હરકીસન હોસ્પિટલ પાસે, પ્રાર્થના સમાજ, મુંબઈ- 400 004.
વિશા સોરઠિયા વણિક
માધવપુરવાળા હાલ ગોરેગામ નિવાસી કાંતાબેન રતિલાલ શાહ (ઉં.વ. 88) તે શૈલેષ, પ્રકાશ અને ઈલાના માતુશ્રી. તે રેખા અને રક્ષા અને વિજયભાઈના સાસુજી. તે જય, રુચિ, રાજ અને રીમાના દાદીમા. તે કાર્તિક અને ગૌરવના નાનીમા. તે ભાનુબેન અને હંસાબેનના જેઠાણી તા. 8-3-24 શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હરિયાણા ચોવીસી ઔદિચ્ય સહસ્ત્ર બ્રામ્હણ
ટંકારા નિવાસી હાલ અંધેરી યોગેશકુમાર પ્રેમશંકર શુક્લ (ઉં. વ. 69) તે તા. 8/3/24ના સ્વર્ગવાસી થયેલ છે. તે કમલાબેનના પતિ. મોનાના પિતા. દીગાન્તના સસરા. મૃદાંગ તથા મીણાંકના નાના. સ્વ. મહેશભાઈ શુક્લ અને ચેતનાબેન પંડ્યાના ભાઈ. ચંદ્રિકાબેનના દિયર, લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
વિસા સોરઠિયા વણિક
માધવપુરવાળા હાલ ગોરેગામ નિવાસી કાન્તાબેન રતિલાલ શાહ (ઉં.વ. 88) તે શૈલેષ, પ્રકાશ અને ઈલાના માતુશ્રી. તે રેખા અને રક્ષા અને વિજયભાઈના સાસુજી. તે જય, ચિ, રાજ અને રીમાના દાદીમા. તે કાર્તિક અને ગૌરવના નાનીમા, તે ભાનુબેન અને હંસાબેનના જેઠાણી 8/3/24ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિસાનગર વણિક
વિસનગરના વતની હાલ મુંબઈ નિવાસી ગં.સ્વ. સુનંદા સૂર્યકાન્ત પરીખ. સૂર્યકાન્ત મંગળદાસના પત્ની. સ્વ. પરાગ, વિભા, સંધ્યા, નિશાના માતાજી. શ્રધ્ધા ભદ્રેશ અને જયતના સાસુમા (ઉં. વ. 90) શનિવાર, 9-3-24ના શ્રીજીચરણ પામ્યા છે.
દશા સોરઠીયા વણિક
બગસરા નિવાસી હાલ મુંબઈ અ.સૌ. રાખીબેન અપૂર્વભાઈ કાચલીયા (ઉં. વ. 49) તે 7-3-24ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સુરેખાબેન અને સ્વ. કિશોરભાઈ તારાચંદ કાચલીયાની પુત્રવધૂ. તે ધીર અપૂર્વ કાચલીયાના માતુશ્રી. તે ગં.સ્વ. મીનાબેન અને સ્વ. અરૂણભાઈ રજનીકાંતભાઈ (નાગપુર)ની સુપુત્રી. તે પશાંત અરૂણભાઈ, રીના નીલેશના બહેન. તે પૂર્વી અને અમીતકુમાર કાંતીલાલના ભાભી. તે સ્વ. ઈંદૂબેન ચીમનલાલ તે સ્વ. નીર્મલાબેન પ્રવિણભાઈ અને તે ગં.સ્વ. અરૂણાબેન બીપીનભાઈની ભત્રીજા વહુ. લૌકિક પ્રથા બંધ છે. ચક્ષુદાન અને અંગ દાન કરેલ છે.
મચ્છુ કઠિયા સાઈસુથાર જ્ઞાતિ
મૃદુલાબેન ગોહિલ-દીદી (ઉં. વ. 100) તે સ્વ. કાનજીભાઈ રવજીભાઈ ગોહિલના પુત્રી. તે સ્વ. કિશોરભાઈ, હર્ષદભાઈ, અરવિન્દભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. શાંતાબેન જંગબારી, મંગળાબેન ચાવડા, શ્રીમતી નીનાબેન નલિન કાપડીયાના બેન. તે શ્રીમતી પારૂલ અને ડૉ. કૌશિક ગાંધીના મોટા મમ્મી 10-3-24ના વૈકુંઠધામ સિધાવ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.