મરણ નોંધ

હિન્દુ મરણ

કંડોળિયા બ્રાહ્મણ
ભાવનગરવાળા હાલ બોરીવલી નિવાસી સ્વ. પ્રમીલાબહેન વસંતકુમાર પંડ્યાના સુપુત્ર જયેશભાઈ (ઉં. વ. ૬૨) તા. ૫-૩-૨૪, મંગળવારના કૈલાસવાસી થયેલ છે. તે જ્યોતિબહેનના પતિ. પાર્થ, પૃથવના પિતા. સ્વ. કાશ્મીરાબહેન, મનીષાબહેન કનુભાઈ, હર્ષાબહેન ઉત્તમભાઈ, હરિશભાઈ વસંતકુમારના ભાઈ. શ્ર્વસુર પક્ષે જાફરાબાદવાળા સ્વ. ભાનુશંકર કેશવજી ભટ્ટના જમાઈ. યોગેશભાઈ, નયનભાઈ, ચંદ્રિકાબહેન અશોકભાઈ વ્યાસ, ભાવનાબહેન પ્રકાશભાઈ વ્યાસના બનેવી. સર્વ પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. ૭-૩-૨૪, ગુરુવારના ૫થી ૭ સ્થળ: જૂનું કલબ હાઉસ, રાહેજા એસ્ટેટ, કુલુપવાડી, બોરીવલી (ઈ).
હાલાઈ લોહાણા
મૂળગામ જામખંભાળીયા હાલ થાણા નિવાસી મીનાબેન પંચમતીયા (ઉં. વ. ૬૭) તે નરેશભાઈ પંચમતીયાના ધર્મપત્ની. તે રંભાબેન કરસનદાસ પંચમતીયાના પુત્રવધૂ. તે વૈશાલીબેન દેવેન તન્ના, અર્ચના દેવાંગ કારિયા, તથા પરાગના માતુશ્રી. તે માદ્રી (મીનુ)ના સાસુ. તે સ્વ. મંગળાબેન કેશવજી રૂધાણીના પુત્રી. તે પંકજભાઈ, સમીરભાઈ, છાયાબેન બિપીનકુમાર, કામિનીબેન ઉમેશકુમાર, ભારતીબેન ગોપાલકુમાર, જયશ્રીબેન હેમલકુમારના બહેન સોમવાર, ૪-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૭-૩-૨૪ના ૪.૩૦ થી ૬. રઘુવંશી હોલ, શ્રીથાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, ખારકર આળી, થાણા (વેસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.
દેસાઈ સઈ સુતાર
મઢડા નિવાસી હાલ ડોંબીવલી સ્વ. જયાબેન ત્રિભોવનભાઈ સરવૈયાના પુત્ર. સ્વ. મનહરભાઈનાં ધર્મપત્ની સ્વ. દમયંતીબેન (ઉં. વ. ૬૫) તે ૩-૩-૨૪ને રવિવારના રામશરણ પામેલ છે. તે રૂચિતભાઈ, શિતલબેન રમેશકુમાર, લીનાબેન શશિકાંત, નીકીતાબેન રિંકલકુમાર, હેમાલીબેન કમલેશકુમારના માતુશ્રી. તે મંજુબેન મફતભાઈ, ઈન્દુબેન ભીખાભાઈ, રંજનબેન અશોકભાઈ, મંગુબેન બિપીનભાઈના ભાભી. તે તળાજા નિવાસી સ્વ. ભીખાભાઈ જેઠાભાઈ ગોહિલના દીકરી. તે રાજેશભાઈ, જયશ્રીબેન વિનોદભાઈ વાઘેલાના બહેન. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૭-૩-૨૪ના ૪થી ૬ સ્વામિનારાયણ મંદિર, આનંદ દિઘે હોલની બાજુમાં, ગાંધીનગર, ડોંબીવલી (ઈસ્ટ).
લુહાર સુતાર જ્ઞાતિ
ગામ મોરવાડા હાલ બોરીવલી, સ્વ. લાભુબેન શામળજીભાઈ ઉમરાણીયાના દીકરા. સ્વ. ધીરજભાઈ ઉમરાણીયાના ધર્મપત્ની સ્વ. દક્ષાબેન (ઉં. વ. ૬૫) ૨-૩-૨૪, શનિવારના રામચરણ પામ્યા છે. તે સ્વ. નાનાલાલભાઈ કરશનભાઈ મકવાણાના તથા ગં.સ્વ. પુષ્પાબેન મકવાણાના દીકરી. ભાવિકભાઈ તથા જનકભાઈના માતુશ્રી. પંકજભાઈ, હસમુખભાઈ, સ્વ. સંજયભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. મુક્તાબેન તથા કલાબેન, અમીતાબેનના ભાભી. તે કિશોરભાઈ નાનાલાલભાઈ મકવાણા તથા હર્ષાબેન હરકિસનભાઈ કવાના બહેન. એમની પ્રાર્થનાસભા ૭-૩-૨૪ના સમય ૫થી ૭. લુહાર સુતાર જ્ઞાતિ વેલફેર સેંટર, કાર્ટર રોડ નં.૩, બોરીવલી (પૂર્વ). લૌકિક પ્રથા બંધ છે.
લુહાર સુથાર
ગામ ગુંદરણવાળા, હાલ બોરીવલી બાલુભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાના ધર્મપત્ની અ.સૌ. નર્મદાબેન (ઉં.વ. ૮૭) તે ૪/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જીવનભાઈ જાધવજી ચિત્રોડા ફિફાદવાળાના દીકરી. બાબુભાઇ, મનસુખભાઇ, મુકેશભાઈ, સુરેશભાઈ, પ્રભાબેન તથા સ્વ. મધુબેનના માતુશ્રી. સ્વ. ભીખાભાઇ, કાંતિભાઈ, વિમળાબેન વાલજીભાઇ, શારદાબેન દુર્લભજીભાઈ, મંગળાબેન જગદીશભાઈના ભાભી. ભાનુબેન, અનિતાબેન, રેખાબેન, રશ્મિબેન, વીરજીભાઈ પરષોત્તમભાઈ, હર્ષદભાઈ મગનભાઈના સાસુ. પ્રાર્થનાસભા ૭/૩/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
કપોળ
શિહોરવાળા, હાલ બોરીવલી સ્વ. નટવરલાલ દ્વારકાદાસ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. સુશીલાબેન (ઉં.વ. ૧૦૦) તે ગં. સ્વ. આશા હસમુખલાલ ગાંધી, ગં.સ્વ. રેખાબેન મધુભાઈ જસાણીના માતુશ્રી. સ્વ. કમળાબેન ઠાકોરલાલ શાહના દીકરી. સંજય, સ્વ. જયેશ, અમિત, ગોપાલ, વિશાલ, સમીર, પારૂલ દિપક સાયર, નીતા વિકુંજ વોરાના નાની. ૪/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
નથ્થુ તુલસી બ્રાહ્મણ
સ્વ. શારદાબેન કે ભટ્ટના પૌત્ર તથા સ્વ. કિરણબેન કિરીટકુમાર ભટ્ટના પુત્ર આશિષ ભટ્ટ (ઉં.વ. ૪૫) તે ૩/૩/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે વૈશાલીના પતિ. પૃથ્વી તથા ખુશીના પિતા. તેમની પ્રાર્થનાસભા ૭/૩/૨૪ના ૫.૩૦ થી ૭. સન્યાસ આશ્રમ, વિલેપાર્લા વેસ્ટ.
પરજીયા સોની
દાઠા નિવાસી હાલ મુંબઈ સ્વ. સુકેષાબેન સુરૂ (ઉં.વ. ૫૭) તે ૩/૩/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સુધીરભાઈ જયંતીલાલ સુરૂના ધર્મપત્ની. બ્રિજેશ તથા વિવેકના માતુશ્રી. સ્વ. મનસુખભાઇ ભીમજીભાઈ ધાણક દામનગરના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મોચી
ગામ ફુલસર હાલ કાંદિવલી અ.સૌ. મીનાબેન ચૌહાણ (ઉં.વ. ૬૦) તે ૫/૩/૨૪ના રામશરણ પામેલ છે. તે નગીનભાઈ ત્રિકમભાઇ ચૌહાણના ધર્મપત્ની. ધર્મેશ, કમલેશ, નીતાના માતુશ્રી. હેતલ, તેજલ, દર્શનકુમારના સાસુ. ગં.સ્વ. ગીતાબેન હીરાભાઈ તથા ગં.સ્વ. હેમલતાબેન ગોરધનભાઈના દેરાણી. ગં.સ્વ. મુક્તાબેન ભીખાભાઇ જેઠવાના દીકરી. પ્રાર્થનાસભા ૭/૩/૨૪ના ૪ થી ૬. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, પહેલે માળે, અંબિકા દર્શન બિલ્ડીંગ, અશોકનગર, કાંદિવલી ઈસ્ટ.
કંઠી ભાટિયા
મૂળ ઢીંચડા હાલ ખારઘરમાં રામદાસ ભાટિયા (ઉં.વ. ૮૬) તે લક્ષ્મીબેન લક્ષ્મીદાસના પુત્ર. તે હંસાબેનના પતિ. તે હેમલ અને ફાલ્ગુની હર્ષદ નેગાંધીના પિતા. મીતાના સસરા. સાસરીપક્ષે સ્વ. વિરમતી વસનજી નાથાણીના જમાઈ. તે હર્ષિલ અને સ્મિતના દાદાજી તા. ૫/૩/૨૪ને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
દારેસલામ નિવાસી, હાલ મુંબઈ મનુભાઈ પાબારી (ઉં.વ. ૮૮) તા. ૫/૩/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સાકરબેન મગનલાલના પુત્ર. શ્રીમતી મંજુલાબેન પાબારીના પતિ. જેન્તીભાઈ ચંદુબેન રૂધાણીના મોટાભાઈ. સ્વ. દ્વારકાદાસ બારાઈના જમાઈ. તે મહેશ, સુનીલ અને દીપક પાબારીના પિતાશ્રી. મમતા, પારુલ અને મીનળ પાબારીના સસરા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૭/૩/૨૪ના ૫.૩૦. થી ૭. વિલે પાર્લે મેડિકલ ટ્રસ્ટ હોલ ગ્રાઉન્ડ ફ્લોર, પીવીઆર સિનેમાની બાજુમાં, દેવલે રોડ, સાઈનાથ નગર, મ્હાડા કોલોની, જુહુ, મુંબઈ-૪૦૦૦૪૯. લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઈ સુથાર
ગામ સુદામડા હાલ પનવેલ સ્વ. કાનજીભાઈ હરજીવન પાણસણિયાના ધર્મપત્ની ગં.સ્વ. જશુમતીબેન (ઉં.વ. ૮૧), તે ભરત, દિપક, મુકેશ, સ્વ. અતુલ, સુનીલના માતુશ્રી. તે જીતેન્દ્ર તથા રીટા ભરત પરમારના કાકી. તે મઠાદ નિવાસી હાલ વિરાર ચતુરદાસ મોહનલાલ સોલંકીના દિકરી. નટવરલાલ, પ્રવિણાના મોટાબહેન. મંગળા, ભાવના, સોનલના સાસુ. તે તા. ૫-૩-૨૪ના શ્રીજીચરણ ગયેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૭-૩-૨૪ના ૪.૦૦થી ૬.૦૦. ઠે. પનવેલ લોહાણા મહાજન વાડી, ૨.ભી. રંગપરીયા માર્ગ, મીરચી ગલ્લી, પનવેલ. લૌકિક વ્યવહાર બંધ છે.
કાઠીયાવાડી મેવાડા સુથાર
ગામ ભાયાવદર હાલ બોરીવલી જયંતિલાલ ગોરધનભાઈ ગઠિયાના ધર્મપત્ની અ.સૌ. સ્વ. દમયંતિબેન ગઠિયાનું અવસાન તા. ૪-૩-૨૪ના સોમવારે થયેલ છે. તે રસિલાબેન, સુશીલાબેન, કવિતાબેન તથા કિશોરભાઈના માતુશ્રી. સ્વ. ચંદ્રકાન્ત રાણપરીઆ, સ્વ. શામળદાસ ધોરાજીયાના સાસુ તથા કિરીટ, કિષ્નાના નાનીમા. એમનું બેસણું શુક્રવાર, તા. ૮-૩-૨૪ના ૪ થી ૬. સ્થળ- સોની વાડી, શિંપોલી રોડ, કાનજી સ્વામી માર્ગ, વિશાલ નં-૨, બિલ્ડીંગની સામે, જૈન દેરાસરની બાજુમાં, બોરીવલી(પશ્ર્ચિમ).
હાલાઈ ભાટીયા
મૂળ આદોની (હાલ મુંબઈ) ચત્રભુજ લક્ષ્મીદાસ લક્ષ્મીબાઈ આશર (ઉં.વ. ૮૮), તે સ્વ. ચંદ્રાવલી (શાંતીબેન)ના પતિ. તે મથુરાદાસ, નંદિનીબેન, સ્વ. જયાબેન, સરલાબેન, હરિદાસ, મંજુલાબેનના ભાઈ. તે સ્વ. કાંતિલાલ વિશનજી વેદ (જલગાંવ વાળા)ના જમાઈ. તે જયેશ, મહેશ, રાકેશ, મનિષાના પિતા. તે જીગ્ના, પ્રિતી, ફાલ્ગુની ભરતભાઈના સસરા. તે કેવીન, અનુપમા, જેની, વિનિત, યશના દાદા તા. ૬-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૮-૩-૨૪ના – બંસીનગર, કુલુપવાડી, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બોરીવલી-ઈસ્ટ, ૪.૩૦ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.
કડી દશા દિશાવળ
મૂળ કડી, હાલ મુંબઈ નિવાસી દિવ્યાબેન ભુપેન્દ્રભાઈ શાહ (ઉં.વ. ૭૯) તા. ૬-૩-૨૪ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે ભુપેન્દ્રભાઈ ચીમનલાલ શાહના પત્ની. અ.સૌ. શિલ્પા રષેશ પટેલ અને અ.સૌ. શ્ર્વેતા સંજીવ ચોક્સીના માતુશ્રી. સ્વ. બાપાલાલ નાથાલાલ ઘડાવાલાના સુપુત્રી. બેસણું તેમજ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
દશા મોઢ માંડલીયા વણિક
વિજયાબેન હિંમતલાલ કલ્યાણી (ઉં.વ. ૮૬) હાલ ગોરેગાંવ તા. ૫-૩-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે કરશનજી અમરસિંહ બાબરિયાના સુપુત્રી તથા જગદિશભાઈ, ભગતભાઈ, તારાબેન તથા સવિતાબેનના બેન તથા સ્વ. અમૃતભાઈ, સ્વ. પરમાણદભાઈના નાના ભાઈના પત્ની. તે નગીનભાઈ, ચેતનાબેન કલ્યાણીના ભાભી. તે વિશાલભાઈ, મોનાબેન, રીટાબેન, રેખાબેનના માતુશ્રી. તે રાજેષભાઈ રાણભાણ, નિતીનભાઈ ગાંધી તથા તુષારભાઈ શાહ (કલકત્તા)ના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીમોઢ ચાતુર્વેદીય ચુંથા સમવાય બ્રાહ્મણ
સ્વ. અ. સૌ. જિજ્ઞાસા (જીજ્ઞા) ચેતનભાઈ દિક્ષિત (ઉં.વ.૬૮) તા. ૬-૩-૨૪ના શિવચરણ પામ્યા છે. ચેતનભાઈ કાંતિભાઈ દિક્ષિતના ધર્મપત્ની. નલીનભાઈ, અરવિંદાબેન અને દક્ષાબેનના ભાભી. જ્યોતિબેનના જેઠાણી, પ્રણય અને કુણાલના માતુશ્રી. મુકુલભાઈ, હિમાંશુભાઈ અને મયંકભાઈના બેન. ઉષાબેન અને મીતાબેનના નણંદબા. પ્રાર્થનાસભા ગુરુવાર, તા.૭-૩-૨૪ સંધ્યા પ થી ૭. શ્રી જીવરાજ ભાણજી હોલ, અશોકનગર સોસાયટી, અશોકનગર, નાહુર રોડ, વૈથારા નગર, મુલુંડ (૫.) મુંબઈ-૪૦૦૦૮૦.
ઝાલવાડ સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
અડવાળ નિવાસી હાલ મુંબઈ અંધેરી જગદીશચંદ્ર અમૃતલાલ દવે (ઉ. વ. ૮૩) બુધવાર, તા.૬-૩-૨૪ના અવસાન પામેલ છે. હંસાબેનના પતિ. જયદિપના પિતાશ્રી તથા મગનલાલ હીરજી વ્યાસના જમાઈ તેમજ સ્વ.ગજાનંદભાઈ દવે, સ્વ. કપિલાબેન મહેતા અને કોકીલાબેન ઠાકરના ભાઈશ્રી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button