મરણ નોંધ

હિન્દુ મરણ

કાઠીયાવાળી મેવાળા સુથાર ગામ માવીયા હાલ દહીંસર ચંદુલાલ પરસોત્તમભાઈ રાણપરીયાના ધર્મપત્ની અ. સૌ. સ્વ. રેખાબેન રાણપરિયાનું અવસાન ૩-૩-૨૪, રવિવારના થયેલ છે. તે દેવાંગ અને ભાવિકાના માતુશ્રી. ધવલભાઈના સાસુ તથા દેવાંશના નાની. બંને પક્ષનું બેસણું ગુરુવાર, ૭-૩-૨૪ના ૫ થી ૭. ઠે. શ્રી લુહાર સુતાર જ્ઞાતિ હિતેરક્ષક મંડળ (મુંબઈ), વિશ્ર્વકર્મા ચોક, નિયર અંબાજી મંદિર, દત્તપાડા રોડ, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી (ઈસ્ટ).
દશા સોરઠિયા વણિક જ્ઞાતિ
બોરીવલી નિવાસી ઉષાબેન (ઉં. વ. ૭૮) રમણીકલાલ ભીખાલાલ શ્રીમાંકરના ધર્મપત્ની તા. ૪/૩/૨૪ને સોમવાર બોરીવલી શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ સન્મુખલાલ લાલદાસ શાહની દિકરી. તે સંજય, સુનિલ, છાયા ભરતકુમાર સાંગાણીના માતોશ્રી. તે રાજશ્રી, રશ્મિ, ભરત કુમારના સાસુ. તેજસ, ક્રિના પ્રતીક ધોળકિયા, શરણ્યાના દાદી. તે વિજયભાઈ, શારદા પ્રવિણચંદ્ર માવાણી, તે હંસા કીર્તિભાઈ ગાંધી, તે વનિતા દિલીપકુમાર શાહના ભાભી. સાદડી તેમજ લોકિક ક્રિયા બંધ છે.
નવગામ વિશાદિશાવલ વણિક
ગામ મહેસાણા હાલ મહાવીરનગર કાંદિવલી સ્વ.શિવલાલ વિઠ્ઠલદાસ શાહના સુપુત્ર હસમુખલાલ (ઉં. વ. ૮૩) તા. ૪/૩/૨૦૨૪ને સોમવાર શ્રીજીચરણ પામેલ છે. તે ઉર્મિલાબેનના પતિ. સ્વ. બિમલભાઈ, જયેશભાઇ અને મનીષભાઈના પિતા. ઉષાબેન હરિષચંદ્રના ભાઈ. રશ્મિબેન, હિનાબેન અને મોનાબેનના સસરા. સ્વસુરપક્ષ માણસા નિવાસી સ્વ નાથાલાલ મગનલાલ ગાંધીના જમાઈ. લૌકિક વહેવાર રાખેલ નથી.
ઔદિચ્ય સારસ્વત બ્રાહ્મણ
નરેશચંદ્ર ધનસુખરામ ભટ્ટ (ઉં. વ. ૮૬) ગામ સંજાલી હાલ કાંદિવલી તે ૩/૩/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે નીતિનભાઈ, વંદનાબેન, આરતીબેન, અંજલીબેનના પિતા. શ્રદ્ધા, આયુષના દાદા. હેમંત, અંકિત, પાયલ, જીલ, આયુષી, શ્રેયા, રિદ્ધિના નાના. વૈશાલી, અશ્ર્વિનીના નાનાસસરા. પ્રાર્થનાસભા ૭/૩/૨૪ના ૪ થી ૬. મંગલમય ટાવર, ૧૫ મેં માળે, એમ જી ક્રોસ રોડ ૧, સાંઈનગર, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી દશા દિશાવળ વણિક
મુંબઈ નિવાસી ઉપેન્દ્રભાઈ માણેકલાલ શાહ (ઉં.વ.૮૪) તે બિંદુબેનના પતિ. તે પ્રિતેશ અને નેહાના પિતાશ્રી. જયાબેન અને હર્ષદભાઈના નાનાભાઈ કવિતા અને નિરવભાઈના સસરા. તા.૦૩-૦૩-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા બુધવાર, તા. ૬-૩-૨૪ના ૪ થી ૬ રાખેલ છે. સ્થળ: હોલ ઓફ હાર્મની, નેહરુ સેન્ટર, વરલી.
ઔદીચ્ય સહસ્ત્ર સાઠા બ્રાહ્મણ
ટીંટોઈ નિવાસી હાલ કાંદીવલી પંકજભાઈ તે સ્વ. મંજુલાબેન ચીમનલાલ મગનલાલ ઠાકરના પુત્ર (ઉં. વ. ૭૦)નું અવસાન ૪-૩-૨૪ સોમવારના થયેલ છે. તે ભાવનાબેનના પતિ. અમીતભાઈ, ભાવિકભાઈ, બીનલબેનના પિતા. મોનાલીબેન, પંકજભાઈ પટેલના સસરા. સુધીરભાઈ, રાજેશભાઈ સંજયભાઈના મોટાભાઈ. સ્વ. જયાબેન ચંદ્રશંકર રાવલના જમાઈ. સ્વર્ગસ્થની પ્રાર્થનાસભા ગુરુવાર, ૭-૩-૨૪ના સાંજે ૫થી ૭, સરનામું: વૈષ્ણવ હોલ, ૬એ, પારેખ નગર, વૈષ્ણવનગર, અપોજીટ શતાબ્દી હૉસ્પિટલ, એસ. વી. રોડ, કાંદીવલી (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
સુરતી વિશા લાડવણિક
મૂળ સુરત હાલ મુંબઈ નિવાસી સ્વ. સ્મિતાબેન અરવિંદભાઈ દલાલના પુત્ર કિરણભાઈ (ઉં. વ. ૪૯) તે પાયલબેનના પતિ. જશના પિતા. કેતનભાઈના ભાઈ. હેમીતાબેનના દિયર. આકાશ, દેવના કાકા ૩-૩-૨૪ રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
દશા મોઢ માંડલિયા વણિક
ઉષાકાંત ગોકળદાસ દામાણી (ઉં. વ. ૮૩) ચોરવાડ નિવાસી હાલ મુંબઈ (સાયન) કુસુમબેનના પતિ. સ્વ. કિશનભાઈ દામાણીના ભાઈ. સ્વ. ધરમશી વિઠ્ઠલદાસ શાહના જમાઈ તથા ડૉ. પ્રદિપભાઈના બનેવી. અનિષ-પારૂલ, પરીન-કૃપાલી, કિંજલ-અદિતીના પિતા. આદિત્ય-મન્ના, યશ્વી-વંશ, પ્રિયંકા, ધ્રુની તથા ફ્રેયાના દાદા મંગળવાર, ૫-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા ગુરુવાર, ૭-૩-૨૪, ૫થી ૭, એસએનડીટી વુમન્સ કોલેજ, રવજી જીવરાજ ચંગદાઈવાલા બેન્કવેટ, રફી અહમદ કિડવાઈ રોડ, માટુંગા, મુંબઈ-૧૯. લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button