મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ સરીબુજરંગ (અમલસાડ)ના સ્વ. રામજીભાઈ ધનજીભાઈ પટેલનાં ધર્મપત્ની પાર્વતીબેનનું અવસાન તારીખ શનિવાર, તા. 2-3-2024ના દિને થયું છે. તે બકુલભાઈ, સરોજબેન, રેખાબેન, વર્ષાબેન, દક્ષાબેન, નયનાબેનનાં માતુશ્રી. તે દિપીકાબેનનાં સાસુ તથા મોહિનીનાં દાદી. એમનુ બંને પક્ષનું બેસણું બુધવાર. તા. 6-3-24ના રોજ બપોરે 2 થી 5 તેમના નિવાસસ્થાને રાખેલ છે. બારમાની પુચ્છપાણીની ક્રિયા બુધવાર, તા. 13-3-24ના રોજ બપોરે 3:00 થી 5:00. લૌકિક પ્રથા બંધ છે. નિવાસસ્થાન ઈ-202, ભાઈદયા નગર, નવઘર રોડ, ભાયંદર (ઇસ્ટ).
કચ્છી લોહાણા
કચ્છ કોઠારા મુલુંડ નિવાસી સ્વ. ઠા. હાંસબાઇ નારાયણજી ટોકરસી અરોડાના પુત્ર પ્રેમજીભાઇ (ઉં. વ. 100)તે સ્વ. ઠા. સાવીત્રીબેન પ્રેમજી અરોડાના પતિ. કચ્છ ગઢસીસાના સ્વ. ઠા. મણીબેન જીવરામભાઇ ગોવિંદજી મોટનપૌત્રાના જમાઇ. સ્વ. વિમળાબેન સુભાષચંદ કતીરા, ભરતભાઇ, અરુણભાઇના પિતા. અ. સૌ. પ્રતિમા, નલીનીના સસરા. સ્વ. ગોદાવરીબેન દયાળજીભાઇ પોપટ, સ્વ. વિઠ્ઠલદાસભાઇ, સ્વ. લિલાધરભાઇ, ગં. સ્વ. શારદાબેન રાઘવજીભાઇ ચોથાણી, દામોદરભાઇ, ચત્રભુજભાઇના ભાઇ. તે રવિવાર, તા.3-3-24 રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, તા. 5-3-24, ગોપુરમ હોલ, પુરુષોતમ ખેરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ડો. આર. પી. રોડ, મુલુંડ (પ), સાંજે 5-30થી 7. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કપોળ
જાફરાબાદવાળા હાલ અંધેરી સ્વ. લક્ષ્મીબેન કરસનદાસ ગોરડીયાના પુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. 83) તા. 3-3-24ના શ્રીજીચરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. સંદીપ, પારુલ, તેજલના પિતા. શિવાની, ધર્મેશ, મનીષના સસરા. સ્વ. નવનીતભાઇ, જયેન્દ્રભાઇ, સ્વ. જયાબેન, નિલમના ભાઇ. સ્વ. પ્રાણજીવનદાસ, હરજીવનદાસ, ગાંધીના જમાઇ. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા, હાલ કાંદિવલી સ્વ. તારાબેન લક્ષ્મીદાસ સંઘવીના સુપુત્ર સ્વ. રાજેશના પત્ની ગં. સ્વ. પ્રિતિ (પ્રફુલા) (ઉં. વ. 59) તા. 3-3-24ના શ્રીજીચરણ પામેલ છે. તે અનુપ-આયુષીના મમ્મી અને દયાનના દાદી. તે ગં. સ્વ. દમયંતિબેન ગોકળદાસ મહેતાની દીકરી. સચિન-જસ્મીના, ગીતા, નયનાના બેન.લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. મેઘજી ડુંગરશી રાણા કચ્છ અંજારવાળા હાલ ભાંડુપના પુત્ર ભગવાનજીભાઇ (ઉં. વ. 88) ભારતીબહેનના પતિ. તે સ્વ. હરીશભાઇના પિતાશ્રી. ગં. સ્વ. ભારતીબેનના સસરા. સ્વ. માલતી મુકેશ જોબનપુત્રા, નયના ભરત ઠક્કર, પ્રજ્ઞા કમલેશ રૂપારેલ, ગં. સ્વ. તૃપ્તી હિતેશ શેઠીયા, મનીષા રાજેશ ઠક્કરના પિતાશ્રી. ચિ. ધવલના દાદાજી. સ્વ. વિઠલદાસ નરસિંહ માણેકના જમાઇ. ધરમશીભાઇ, વિજયભાઇ મણીલાલભાઇ, ઉમેદભાઇ, કિરીટભાઇ, સ્વ. કાંતાબહેન, સ્વ. પુષ્પા, સ્વ. ઉર્મિલબહેનના બનેવી. સોમાવાર, તા. 4-3-24ના રામશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે, પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ સેવા મંડળ
મુડેટી નિવાસી હાલ મુંબઇ સ્વ. ચિતેક્ષ જાની (ઉં. વ. 51) તા. 3-3-24ના રવિવાર મુંબઇ મુકામે દેવલોક પામ્યા છે. તે સ્વ. કીર્તિલેશ અને ગં. સ્વ. સુધાબેનના સુપુત્ર. તે પ્રતિતા અને હાઇકુના ભાઇ. તે ગં. સ્વ. જયાબેન ગુણવંત વ્યાસના ભાણેજ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિ
મુંબઇ સ્વ. પ્રભુદાસ પાનાચંદ દોશીના પુત્ર ગુણવંતરાય પ્રભુદાસ દોશી (ઉં.વ.84) નિરુપમાબેનના પતિ અને મેઘાબેન રાહુલભાઇ મોદીના પિતા. તા. 3-3-24ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
લાઠીવાળા હાલ વિલેપાર્લા અમૃતલાલ પારેખ (ઉં. વ. 100) તે સ્વ. જડીબેન જમનાદાસ પારેખના પુત્ર. તે સ્વ. કાંતાબેનના પતિ. તે સ્વ. રમણીકલાલ, સ્વ. પ્રતાપરાય, સ્વ. કાંતિભાઇ, નંદલાલભાઇ, સ્વ. કમળાબેન,સ્વ. શાંતાબેનના ભાઇ. તે નરેન્દ્ર, નલીની (બેના), વીણા, નયના, નિતાના પિતા. તે અ. સૌ. ઉષાબેન, પ્રફુલભાઇ, કિરીટભાઇ, પંકજભાઇ, સ્વ. દિપકકુમારના સસરા. તે કપીલ અને હેમલના દાદા. તા. 25-2-24ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક ક્રિયા રાખેલ નથી.
કચ્છી લોહાણા
ગં. સ્વ. ચંદ્રીકાબેન હીરજી પ્રધાનજી પવાણી (પૌંઆ)ના ધર્મપત્ની (ઉં. વ. 74) કચ્છ ગામ વાળાપધ્ધર હાલ મુલુંડ તે સ્વ. બચુબાઇ પ્રધાનજી પવાણીની પુત્રવધૂ તા. 3-3-24ના હરીઓમ શરણ પામેલ છે. સ્વ. રૂક્ષ્મણી લાલજી ગંધા, પુષ્પા પ્રધાનજી, મોહન પ્રધાનજીના ભાભી. સ્વ. વિપુલ, કમલેશ, (રાજુ) ગં. સ્વ. કુંતલ રાજેશ રાયચનાના માતુશ્રી. ગં. સ્વ. લક્ષ્મીબેન હીરજી મજેઠીયા ભુજવાળાની દીકરી. પ્રકાશ હીરજી મજેઠીયાની મોટી બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-3-24 સાંજે 5-30થી 7. ઠે. ગોપુરમ હોલ, આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીવાળા નારણદાસ હરજીવનદાસ શેઠના સુપુત્ર બાલકૃષ્ણભાઈના ધર્મપત્ની શારદાબેન (ઉં. વ. 90) રવિવાર તા.: 3-3-2024ના શ્રીજીચરણ પામેલ છે; તે સ્વ. દિપક, યોગેશ, દિનેશ અને વિનયના માતુશ્રી. સ્વ. દમયંતી, હેમા, ભારતી અને જયશ્રીના સાસુ. અમરેલીવાળા સ્વ. ચુનીલાલ પ્રભુદાસ સંઘવીના દીકરી. સ્વ વિઠ્ઠલદાસ, સ્વ મથુરાદાસ, સ્વ ધનલક્ષ્મીબેન, સ્વ ચંપાબેન, સ્વ. મધુસૂદન અને વસંતભાઈના ભાભી. લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
મૂળ કચ્છ ભુજના હાલે થાણા હેમંતભાઈ (ધતુરીયા), (ઉં. વ. 67) તા. 3-3-2024ના હરિઓમશરણ પામ્યા છે. તે રક્ષાબેનના પતિ. તે સ્વ.કલાવંતી નાનાલાલના જ્યેષ્ઠ સુપુત્ર. તે મંગળા નંદલાલ ચઠ્ઠમંદરાના જમાઇ. તે નિતીન, જગદીશ, ધર્મેન્દ્ર, લતાના મોટાભાઈ. તે કુણાલ, તન્વીના પિતા. તે પૂજા, ચૈતન્યના સસરા. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-3-2024ના 5 થી 7, સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુન્ડ વેસ્ટ. સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
બાલાસિનોર દશા નીમા વણિક
પરેશકુમાર દેસાઈ (મેનપુરાવાળા) (ઉં. વ. 68) તા. 28-2-2024ના શ્રીજીચરણ પામ્યા છે. તે વર્ષાબેનના પતિ. તે ગં.સ્વ.વસંતાબેન તથા સ્વ. પ્રવિણચંદ્ર મોહનલાલ દેસાઈના સુપુત્ર. તે સ્વ. હસમુખબેન તથા સ્વ. બાબુલાલ મોહનલાલ ધારિયાના જમાઈ. તે હેમલ અને હેનીના પિતા. તે હેતલ અને સૌમિલના સસરા. તે ક્રિશા અને વેદના દાદા. પ્રાર્થનાસભા તા. 5-3-2024ના શ્રી લોહાણા મહાજન વાડી, કાંદિવલી(વેસ્ટ) 5 થી 7 . 12મા અને 13માની લૌકિક પ્રથા બંધ છે.
કચ્છી ભાટિયા
હાલ બોરીવલી સરલાબહેન ગોવિંદજી ભાટિયા (ઉં. વ. 91) તેઓ સ્વ. ગોવિંદજી રતનશી મૂલજી તથા સ્વ. ગોમતીબાઈ ગોવિંદજીનાં પુત્રી; સ્વ. અનિલકુમાર ગોવિદજી તથા સ્વ. જયાબહેન નરોત્તમ ભાટિયાનાં બહેન. સુશીલાબહેનનાં નણંદ; સુનીલ, દીપ્તિ, દેવી, અ. સૌ. ક્લેરા (સુમી) તથા જ્યુતિકાનાં ફોઈ રવિવાર, તા. 3-3-24ના શ્રીજીચરણ પામ્યાં છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગામડીયા દરજી
બીલીમોરા નિવાસી હાલ બોરીવલીના ગં.સ્વ દર્શનાબેન (પુષ્પાબેન) (ઉં. વ. 76) તે સ્વ. બિપીનચંદ્ર હરકિશનદાસ ટેલરના ધર્મપત્ની. સ્વ. હિમ્મત બલસારાના બહેન. ઝરણાં, નિમિતા, કાર્તિક તથા કૃણાલના માતુશ્રી. મનોજ, કોમલ, અશોક તથા શ્વેતાના સાસુ. રીયાના નાની. અંશ, સિયા, ક્રિષ્નાના દાદી. તા. 26/2/24ના દેવલોક પામેલ છે. તેમનું બેસણું 9/3/24ના 4 થી 6. લુહાર સુથારવાડી, કાર્ટર રોડ 3, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
મોતાળા બ્રામ્હણ
ગામ મોતા હાલ દહિસર પ્રકાશ ભગવતીશંકર કૃષ્ણાલાલ જોશી (ઉં. વ. 83) તે સ્વ. ત્રિકમલાલ વાણીના જમાઈ. સ્વ. શીલાબેનના પતિ. સમીર, ધવલ તથા નંદકિશોરના પિતા. કિરણ તથા રીનાના સસરા. કિશોરીબેન, અનિરુદ્ધભાઈ, સ્વ. નિરંજનાબેન તથા સ્વ. મનેશભાઈના ભાઈ. 2/3/24ના દેવલોક પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
સોરઠીયા બ્રાહ્મક્ષત્રિય
મૂળ સાવરકુંડલા નિવાસી હાલ બોરીવલી ચંદુલાલ ભગવાનદાસ ગરાછ (ઉં. વ. 85) તે 1/3/24ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જયશ્રીબેનના પતિ, હરજીવનદાસ તેતરના જમાઈ. સ્વ. વિજય, સ્વ. દિલીપ, ગીતાબેન જયેશ મર્થકના પિતા. મનસુખભાઇ, સ્વ. દમયંતીબેન કુલીનચંદ્ર છાટબારના મોટાભાઈ. વિવેક જયેશ મર્થકના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
ગં. સ્વ.સરલાબેન હિરાણી (ઉં. વ. 80), શનિવાર, 2-03-2024ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કાંતિલાલ જમનાદાસ હિરાણી (લાઠી)ના પત્ની. સ્વ. દેવરાજભાઈ કાથડભાઈ સતીકુંવર, (અમરેલી)ના દીકરી. પદ્મિનીબેન, રાજેશભાઈ, અલ્કાબેન અને પ્રકાશભાઈના માતુશ્રી. માલતી, પુનિતા, સ્વ. જગદીશકુમાર ઝવેરી, સ્વ. રાજેશકુમાર સલ્લાના સાસુ. દેવાંશ, ખુશાલી, ભવ્ય, ઉજાશ, ધવલ, સાહિલના બા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
મહુવા વાળા હાલ નાલાસોપારા સ્વ. હસમુખબેન દ્વારકાદાસ શેઠના પુત્ર સ્વ. ભુપેન્દ્રભાઈના પત્ની ગીતાબેન શેઠ (ઉં. વ. 71) શનિવાર 02/03/2024ના શ્રીજીચરણ પામેલ છે. તે અલ્પા, શિલ્પા, ફાલ્ગુની તથા જીગ્નેશના માતા. મનીષ, સચિન, શુભ તથા કાદમ્બરીના સાસુ. ભરતભાઇ, યોગેશભાઈ, હંસાબેન કનુભાઇ વોરા, જયશ્રીબેન ચંદુભાઈ વોરાના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?