મરણ નોંધ

હિન્દુ મરણ

મુંબઇ સ્થિત હીરજીભાઇ પટેલના પુત્ર જીતેન્દ્રભાઇ પટેલ (ઉં. વ. ૭૫) (બાબા) તે સ્વ. નિર્મળાબેનના પતિ. સ્વ. જીજ્ઞા મિરાન્ડા, અલ્પા તથા દૃષ્ટિના પિતા. સુરેશભાઇના ભાઇ. ભાવેશ મદન, કરણ શાહ તથા બ્રાયન મિરાન્ડાના સસરા. બ્લેકે મિરાન્ડાના દાદા. તા. ૨૯-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી લોહાણા
દામનગર નિવાસી હાલ બોરીવલી સ્વ. રતિલાલ દામોદર ઠક્કરના પુત્ર કાંતિલાલ રતિલાલ ઠક્કર (ઉં. વ. ૮૮) તા. ૨-૩-૨૪ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે મંગળાબેનના પતિ. ભરત, સંજય, વિપુલના પિતા. મીના, નીતા, શ્રુતિના સસરા. ધરા યશ પંચાલ, રિદ્ધિ, સિદ્ધાર્થ, મીત, ધવન્ય, મનસ્યના દાદા. તે સ્વ. પ્રભાબેન ત્રિભોવનદાસ મશરૂના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૪-૩-૨૪, સોમવારના ૪થી ૬. ઠે. વર્ધમાન સ્થાનકવાસી સર્વોદય હોલ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).
હાલાઇ લોહાણા
ગામ વરવાળા હાલ ભિવંડી નિવાસી પલ્લવીબેન (ઉં. વ. ૬૨) તે જયેશભાઇ ડુંગરશી જટણીયાનાં ધર્મપત્ની. તે ગૌરવ તથા હાર્દિકનાં માતુશ્રી. તે માહી તથા ધારાનાં સાસુ. તે દ્વિશ, યાના તથા ધિયા દાદી. તે શૈલેશ-આશા, સ્વ. અનિલ-ઇલા તથા વિપુલ-તૃપ્તીના ભાભી. તે સ્વ. દ્વારકાદાસ હંસરાજ કારિયા, પેણવાળાના દીકરી. શુક્રવાર તા. ૧-૩-૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૪-૩-૨૪ના ગણપતિ મંદિર, પી. આર. હાઇસ્કૂલની પાછળ, બ્રાહ્મણ આળી, ભિવંડી ખાતે સાંજે ૪-૩૦થી ૬, લૌકિક પ્રથા બંધ છે.
ખંભાત લેઉઆ પાટીદાર
ખંભાત નિવાસી ગં. સ્વ. વસંતબેન (ઉં. વ. ૯૧) રવિવાર, તા. ૩-૩-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શશીકાંતભાઇના ધર્મપત્ની. સુનીલ અને સોનલના માતુશ્રી. કુસુમબેન, રક્ષાબેનના જેઠાણી અને વિમુબેનનાભાભી. તે જયશ્રી, અમિષી અને પ્રકાશકુમારના સાસુ. પ્રાર્થનાસભા તા. ૪, માર્ચ, ૨૪ના સાંજે ૫-૭ કલાકે. ઠે. ભારતીય વિદ્યાભવન, મુંબઇ ખાતે રાખેલ છે.
ગૂગળી બ્રાહ્મણ
ગં. સ્વ. સુલોચનાબેન (ઉં. વ. ૭૫) સ્વ. રણછોડદાસ કુંવરજી વાયડાના ધર્મપત્ની. મુકેશ, વિનય, સ્વ. શૈલેષ, નીતા ઉપાધ્યાયના માતોશ્રી. સ્વ. વિજયાબેન રણછોડદાસ મનરાજાની પુત્રી. ધનલક્ષ્મી, રીટા, ભરત ઉપાધ્યાયના સાસુ. સ્વ. ઇશ્ર્વરભાઇ, જયસુખભાઇ, ભારતી દવે, નિતિકા પાઢના બહેન. અવની, શ્રેયસ, ધ્વનિ દિપેશ શાહ, ભૂમિકા રવીશ મહેતા, ચિરાગ, વિદ્યાના દાદી. તે ગુરુવારે તા. ૨૯-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. ઠે. ૧૪૫-બી. ડો. વિગાસ સ્ટ્રીટ, રૂ. નં.૩૫, ૪થે માળે, ગાયવાડી, કાલબાદેવી રોડ, મુંબઇ-૨, લૌકિક વ્યવહાર નથી.
હાલાઇ ભાટિયા (ચામર)
ગિરીશ પદમશી આશર (ઉં. વ. ૬૬) તે સ્વ. સાવિત્રીબેનના પુત્ર. સ્વ. અ. સૌ. પ્રીતિના પતિ. સ્વ. પરમાનંદ જીવરાજ લિલાણીના જમાઇ. ગં. સ્વ. જુલીબેન યોગેશ આશરના દેવર. અ. સૌ. હેમાલી રાજન કાપડિયાના પિતા. કૃણાલ અને અ. સૌ. ડિમ્પલ વૈભવ પાટીલના કાકા. તા. ૧-૩-૨૪ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૪ માર્ચ ૨૪, સોમવારે ૫થી ૬.૩૦. ઠે. સુંદરબાઇ હોલ, ચર્ચગેટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. પૃથ્વીરાજ (રાજુભાઇ) હીરજીભાઇ રણછોડદાસ કોટક (ઉં. વ. ૬૭) મૂળ ગામ કોટડી મહાદેવપૂરી હાલે માધાપર તે સ્વ. ધીરજબેન હિરજીભાઇ કોટકના પુત્ર. રોહિણીબહેનના પતિ. અનુપ કોટકના પિતાશ્રી. સ્વ. ડો. વનરાજભાઇ તેમ જ વિજયલક્ષ્મીબેન કોટકના નાનાભાઇ.અ. સૌ. નિકિતા અનુપ કોટકના સસરા. અ. સૌ. મંગળાબેન સુરેશભાઇ ગણગણાત્રાના જમાઇ. તા.૧-૩-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૪-૩-૨૪ સોમવરના માધાપર નવાવાસ બાપાશ્રીના વંડા મધ્યે રાખેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker