મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
પાલીતાણાવાળા હાલ ભાયંદર સ્વ. હર્ષદરાય કાંતિલાલ પારેખના ધર્મપત્ની ગં. સ્વ. પ્રફુલાબેન (ઉં. વ. ૬૮) તે કમલેશ, રેખા, સોનલ, સ્વ. ધારા, દિપીકાના માતુશ્રી. તે પારુલ, વિપુલ મહેતા, અલ્પેશ કરવત, સત્યેન મોદી, હાર્દિક પારેખના સાસુ. તે અમરેલી વાળા સ્વ. બળવંતરાય પ્રભુદાસ દેસાઈની સુપુત્રી. તે સ્વ. સવિતાબેન ભૂપતરાય પારેખના દેરાણી, સ્વ. છોટાલાલના ભાભી. પક્ષની પ્રાર્થનાસભા તા. ૩.૩.૨૦૨૪ના રવિવાર, ૪ થી ૬, ભાયંદર કપોળવાડી, ગીતાનગર, ભાયંદર (વેસ્ટ).
ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
મૂળ વતન આસોદર હાલ મુંબઈ રમણીકલાલ લક્ષ્મીશંકર વ્યાસના ધર્મપત્ની સ્વર્ગીય અખંડ સૌભાગ્યવતી ભારતીબેન વ્યાસ (ઉં. વ. ૯૨) તા. ૧/૩/૨૪ના અવસાન – કૈલાશવાસ થયેલ છે. તે કિરીટભાઈ યજ્ઞેશભાઇના મમ્મી. જ્યોતિબેન ડિમ્પલબેનના સાસુ ઇન્દ્રવદનભાઈ મેતાના બહેન. તેમની પ્રાર્થનાસભા તા. ૪/૩/૨૪ના સોમવાર ૪ થી ૬. ૧૦૪ -મંગલ મહેશ બાગ, કોરાકેન્દ્ર બસ સ્ટોપ પાસે, ગણપતિ મંદિર ની પાછળ , એ.સ .વી રોડ , નોબેલ મેડિકલની સામે, બોરીવલી (વેસ્ટ).
હાલાઇ ભાટિયા
મુંબઈ નિવાસી અંજનાબેન નેગાંધી તે સ્વર્ગવાસ યશવન્ત નરોત્તમ ગાંધીના પત્ની તે તા. ૨૯/૨/૨૪ શ્રીજીચરણ પામેલ છે.તે ભાવેશ (મોન્ટુ)નેગાંધીના માતા. ગાયત્રી ભાવેશના સાસુ. ભક્તિ અને ખાવાઈશના દાદી. તે સ્વર્ગવાસી પ્રતાપસિંહ વસનજી તથા કુસુમબેન કજારિયાના દીકરી. તે સ્વ પ્રતાપસિંહ, ચિતરંજન, કીર્તિ, ઇન્દુમતી અનીલકુમાર ભાટિયા અને હેમકલા માનસિંહ ઉદેશીના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.
બ્રહ્મભટ્ટ
આદપુર હાલ મુંબઇ નિવાસી પંકજ પુષ્કરભાઇ કનોજિયા (ઉં. વ. ૬૯) તે સ્વ. ત્રિવેણીબેન તથા સ્વ. પુષ્કરભાઇના મોટા સુપુત્ર. તે પ્રતિમાબેનના પતિ. બીના વિભાકર લખલાણી અને પિયુષભાઇના ભાઇ. મનીષાબેનના જેઠ. ગં. સ્વ. પુષ્પાબેન કનકરાય લખલાણીના જમાઇ. તા. ૨૯-૨-૨૪ના ગુરુવારના દિને અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. દમયંતીબેન મોરારજી લાલજી ખાંટ કચ્છ દર્શડીવાળાના મોટા પુત્ર હર્ષદભાઇ (ઉં.વ. ૭૮) તે વિજયાના પતિ. રૂપેશ-ભાવિનના પિતાશ્રી. સ્વ.દેવજી વેલજી કતીરાના જમાઇ. જાગૃતિ, રીનાના સસરા. નૈશદ, ભરત, પ્રીતી ઠક્કર, સ્વ. રક્ષા સુરેન્દ્ર ઠક્કર, અંજની ઠક્કરના ભાઇ. જાન્વી, સલોની, પાર્થ, પલકના દાદા. તા. ૧ માર્ચ૨૪ના શ્રી રામશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
શિહોરવાળા હાલ ગીરગામ, મુંબઇ સ્વ. નવીનચંદ્ર ભગવાનદાસ મહેતાના પત્ની ગં. સ્વ. કુંદનબેન (ઉં. વ. ૮૧) તા. ૨૯-૨-૨૪ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે અમરેલીવાળા સ્વ. મોહનલાલ ઝવેરલાલ પારેખના પુત્રી. સ્વ. કાન્તિભાઇ, સ્વ. રમેશભાઇ અને કિરીટભાઇ પારેખના બેન. તે સ્વ. રમણીકલાલ, સ્વ. કનૈયાલાલ અને સ્વ. મુકુંદભાઇ, સ્વ. નિર્મળાબેન, સ્વ. પુષ્પાબેનના ભાભી.તે સ્વ. ભાનુમતી, સ્વ.લલિતાબેનના દેરાણી અને ગં. સ્વ.ચારુબેનના જેઠાણી. સર્વે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગામ કાલીતલાવડી મધુલતાબેન (ઉં. વ. ૮૦) સ્વ. દયારામ મોરારજી રવજી ચોથાણીના ધર્મપત્ની. સ્વ. હીરજી શામજી માણેકના પુત્રી (અંજાર) તા. ૨૯-૨-૨૪ના ગુરુવારના નાસિક ખાતે શ્રીજીચરણ પામેલ છે. જીતેન્દ્રભાઇ, હિતેશભાઇ, સૌ. પૂર્ણિમાબેન કિર્તીભાઇ સોમૈયા, સૌ. મમતાબેન નીતીનભાઇ કારીયાના માતુશ્રી. સૌ. કિરણ, સૌ. સોનલના સાસુમા. મીનલ બીરેનભાઇ ગણાત્રા, મીતલ ધીરેનભાઇ અનમ, જીનલ કૌશિકભાઇ બારૂ તથા કરણ અને હીરલના દાદીમા. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩-૩-૨૪ના કચ્છી લોહાણ મહાજનવાડી, દીડોરી રોડ, પંચવટી, નાસિક ખાતે ૪થી ૫, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ ભુજ કચ્છ હાલે મુલુંડ નાહુર ગાંવ ગં. સ્વ. જશોદાબેન બિહારીલાલ કોટકનાં દ્વિતીય સુપુત્ર નરેન્દ્રભાઇ (ઉં. વ. ૭૨) તે ખુશલતા બેનના પતિ. તા. ૨૯-૨-૨૪ના શ્રીહરિશરણ પામેલ છે. તે આશાબેન, કીર્તિભાઇ, પરેશભાઇ, સંજયભાઇ, પ્રણવભાઇના ભાઇ. તે સ્વ. દેવજી નારાયણજી તન્ના ગામ રવાપરના જયેષ્ઠ જમાઇ. તે સેજલ મોનાણી, ધર્મિષ્ઠા મૃગ અને દર્શનના પિતા. જેન્ડીશભાઇ રાજેશભાઇ સૌ. તન્વીના સસરા. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩-૩-૨૪ના ગોપુરમ હોલ, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વે), સાંજે ૫-૭. બૈરાઓએ તે દિવસે આવી જવું લૌકિક વ્યવહાર બંધ છે.
ગામડિયા દરજી
વલસાડ (હાલર નિવાસી) હાલ મુંબઇ મલાડ સ્વ. જયંતિલાલ પ્રાણજીવન ટેલર (ઉં. વ. ૮૫) ગં. સ્વ. પુષ્પાબેન જયંતીલાલ ટેલરના પતિ. સ્વ. રતનબેન પ્રાણજીવન ટેલરના પુત્ર. સ્વ. કૌશિક, નરેન્દ્રના પિતા. સ્વ. શાંતાબેન ડાહ્યાભાઇ ટેલરના જમાઇ. પુષ્પા, ગીતા, સરલા, રમીલા, સ્વ. હંસા, પદમાના ભાઇ. ૨૪મીએ દેવલોક પામ્યા છે. બેસણું તા. ૫-૩-૨૪ના મંગળવારના સાંજે ૪થી ૬. ઠે. કે.ઇ.ધીરજ સરસ્વતી, ગ્રાઉન્ડ ફલોર, ધીરજ પ્લેટિનમની સામે, રામનગર, ચીંચોલી બંદર રોડ, મલાડ (વેસ્ટ).
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
કુતિયાણા નિવાસી હાલ ડોમ્બિવલી સ્વ. જયેન્દ્રભાઇ એન. કકૈયાના ધર્મપત્ની હર્ખાબેન (ઉં. વ. ૭૭) તા. ૨૯-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સનીના મમ્મી. એકતાના સાસુ. ચંપાબેન જગન્નાથ મામતોરાની દીકરી. લૌકિક પ્રથા બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…