મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ વાસણ, હાલ જોગેશ્ર્વરી સ્વ. જશુબેન કરસનદાસ પટેલ (ઉં.વ. ૭૮) બુધવાર તા. ૨૦-૯-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. કરસનદાસના પત્ની. મહેશ, કેતન, નયનના માતુશ્રી. ભાવના, દક્ષા, પ્રવીણના સાસુ. આશિષ, કામેશના દાદી. ભાવેશ, ઈશાના નાની. પુષ્પપાણી તા. ૧-૧૦-૨૩ રવિવારે બપોરે ૩ થી ૪ રાખેલ છે. ઠે. રામલોચન યાદવ ચાલ, રૂમ નં. ૧, સ્મશાન ટેકડી, જે.વી.એલ.આર. લિંક રોડ, જોગેશ્ર્વરી (પૂર્વ).

નવગામ ભાટિયા
કલકત્તા, હાલ મુંબઈ અનીલભાઈ ગોવિંદજી નેગાંધી (ઉં.વ. ૮૨), તે ગોવિંદજી ભાણજી નેગાંધીના સુપુત્ર. સુધાબેનના પતિ. અ.સૌ. નીતા હેમંત આશર અને અ.સૌ. હેતલ પરેશ સંપટના પિતાશ્રી. તે સ્વ. મોહનલાલ પ્રાગજી સંપટના જમાઈ. સ્વ. ધીરજલાલ, સ્વ. જગજીવનભાઈ, સ્વ. ઈન્દુભાઈ, સ્વ. વસંતબેન, ગં.સ્વ. હર્ષાબેન (બેનીબેન)ના ભાઈ. પ્રિયંકા, કરણ અને કેવીનના નાના. તા. ૨૬-૯-૨૩ના મંગળવારે શ્રીજીના ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વાલ્મીક કાયસ્થ જ્ઞાતિ
સુરતના, હાલ મુંબઈ સ્વ. લીલાવતીબેન અને વૈકુંઠલાલ આમોદીયાના પુત્ર કમલેશ (ઉં.વ. ૮૫) તે સ્વ. જ્યોતિબેનના પતિ તા. ૨૪-૯-૨૩ ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે શીતલ, સેજલ, સુદીપના પિતા. તે સંજય, જતીન અને મધુના સસરા. અયાનના દાદા. તે સ્નેહા, સલીલ, યશ અને ઈશાનના નાના.

લુહાર સુથાર
ગામ રાજુલાવાળા અ. સૌ. ચંપાબેન કવા (ઉં.વ. ૭૫) તે ૨૫/૯/૨૩ના રાજુલા મુકામે શ્રીજીશરણ પામેલ છે. તે જીવરાજભાઈ લાલજીભાઈ કવાના ધર્મપત્ની. મહેન્દ્રભાઈ, દિનેશભાઇ, પ્રકાશભાઈ, સુરેશભાઈ, કૈલાશબેન તથા દયાબેનના માતુશ્રી. પ્રવિણકુમાર ડોડીયા, અમૃતલાલ મકવાણા, રંજનબેન, સંગીતા, નીલમ તથા વંદનાના સાસુ. દુર્લભભાઈ લાલજીભાઈ, ગિરધરભાઈ, દામજીભાઇ, ઓધવજીભાઈના બહેન. દુર્લભભાઈ તથા ડાયાભાઇના ભાભી. પ્રાર્થનાસભા ૨૮/૯/૨૩ના ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

લુહાર સુથાર
ગામ મોરબી હાલ મીરા રોડ અરવિંદભાઈ ત્રિભોવનભાઈ પરમાર (ઉં.વ. ૭૧) તે ૨૪/૯/૨૩ના રામચરણ પામેલ છે. તે ભરતભાઈ, સુરેશભાઈ, હરેશભાઇ, જ્યોત્સ્નાબેન નરેન્દ્રભાઈ દાવગના મોટાભાઈ. લતાબેનના પતિ. કેતન તથા કુણાલના પિતા. સ્નેહાના સસરા. રાજકોટવાળા રાજુભાઈ અમૃતલાલ મકવાણા, નિનાબેન ગીરીશકુમાર કારેલીયા, સ્વ. રીટાબેન નરેશકુમાર કારેલીયાના બનેવી. પ્રાર્થનાસભા ૨૮/૯/૨૩ના ૩ થી ૫. બાપા સીતારામ મઢુલી, ઇન્દ્રપ્રસ્થ બિલ્ડીંગ સામે, ઐયપ્પા મંદિર પાછળ, મીરા રોડ ઈસ્ટ.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ
ગંગા સ્વરૂપ સ્વ. શાન્તાબેન શિવશંકર જોશી (કાકુઆ) કચ્છ ગામ ટોડિયાનાં પુત્ર હિંમતલાલ (ઉં.વ. ૭૫) હાલ બોરીવલી તે સ્વ. મહાશ્ર્વેતાબેન હરીશ ટેવાણી, મહાલક્ષ્મીબેન શિવશંકર જોશી, સ્વ. અનુસુયાબેન નાનજી ઠક્કર, સ્વ. કુસુમબેન સુરેન્દ્ર મલ્લી અને પ્રતિમાબેન અનિષ શેઠનાં ભાઈ તા. ૨૪-૯-૨૩ રવિવારનાં શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

લોહાણા
જામખંભાળિયા નિવાસી હાલ વસઈ ગં. સ્વ. પુષ્પાબેન ગોકાણી (ઉં.વ. ૮૫) તે સ્વ. અજીતકુમાર દ્વારકાદાસ ગોકાણીના ધર્મપત્ની. સુનિલ, રશ્મિ બિપીનકુમાર ગીલીટવાળા તથા બીના મનીષકુમાર દાવડાના માતુશ્રી. સ્વ. વનમાળીદાસના ભાભી. સ્વ. મગનલાલ ત્રિભોવનદાસ સોઢા કલ્યાણવાળાના દીકરી. ભાવનાના સાસુ. ૨૫/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૮/૯/૨૩ ગુરુવાર ૧૦ થી ૧૧.૩૦. વિશ્ર્વકર્મા હોલ, વીર સાવરકર નગર, વસઈ વેસ્ટ.

કચ્છી લોહાણા
કચ્છ ગામ તેરા હાલ મુલુંડ રમેશકુમાર વાલજી આઇયા (ઉં. વ. ૭૨) તા. ૨૬-૯-૨૩ના મંગળવારે રામશરણ પામેલ છે. તે મધુબાલાના પતિ. સ્વ. શાંતાબેન વાલજી આઇયાના મોટાપુત્ર. સ્વ. જશોદાબેન નારાણજી જોબનપુત્રાના જમાઇ. સ્વ. કિર્તીકુમાર, મુકેશભાઇ, ચેતનભાઇ, મિનાબેન, પ્રતિમાબેન, ક્રિષ્ણાબેનના મોટાભાઇ. જીગર, રૂપલ, સોનલ, કાજલ, ડિમ્પલના પિતાશ્રી. કસીસ, પ્રકાશભાઇ, પરેશભાઇ, વિજયભાઇ, પ્રકાશભાઇના સસરા. પ્રાર્થનાસભા તા. ૨૭-૯-૨૩ના બુધવારે ૫થી ૭. ઠે. પવાણી હોલ, લોહાણા મહાજનવાડી, આર.આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઇ લોહાણા
મૂળ ગામ ધ્રાફ હાલ ઘાટકોપર સ્વ. મંગળાબેન તથા સ્વ. પ્રાણલાલ મહેતાના પુત્ર પ્રકાશભાઇ (ઉં. વ. ૬૯) તા. ૨૫-૯-૨૩ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જયોત્સનાબેનના પતિ. કુનાલના પિતાશ્રી. હસમુખભાઇ તથા રશ્મીકાંબેન હિતેશકુમાર ઠક્કરારના ભાઇ. હંસાબેનના દિયર. સ્વ. લલિતકુમાર અમરશી ઠક્કર (પૂજારા)ના જમાઇ. દિનેશ, રાજેન્દ્ર, જયેશ, વિરેન તથા ઉષા નયનકુમાર વસાણીના બનેવી. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

કચ્છી ભાટીયા
રતનકુમાર આશર (ઉં. વ. ૮૯) તે સ્વ. માણેકલાલ લક્ષ્મીદાસ આશરના સુપુત્ર તે સ્વ. રેખાબેન (કૃષ્ણાબેન)ના પતિ. તે સ્વ. મંજુલાબેન નારાયણદાસ ભાટીયા તથા સ્વ. મધુરીબેન મથુરાદાસ રામૈયાના ભાઇ. તે સ્વ. પ્રેમજી ગોરધનદાસના જમાઇ (કલીકટવાળા)તે નીલેશના પિતાશ્રી. અ. સૌ. દીપ્તી નીલેશના સસરા તા. ૨૫-૯-૨૩ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button